સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામે નવા ખોદાયેલા તળાવમાં પાંચ બાળકો ન્હાવા પડ્યાં હતાં જેમાં 2 બાળકોના મોત થયા તો ઝઘડિયામાં નર્મદા નદીમાં ડૂબવાથી 1 યુવકનું મોત નિપજ્યું છે. મૃતક રાણીપુરા ગામનો દર્પણ પટેલ હોવાનું સામે આવ્યું છે તો ભાવનગરના કોળિયાકમાં ન્હાવા ગયેલા ત્રણ યુવાનો ડૂબ્યા જેમાંથી 2 લોકોના મોત થઇ ગયા છે. આ સાથે જ વાપી નજીક આવેલા ડુંગરા ગામ ખાતેથી પસાર થતી દમણગંગા નદીમાં પણ 5 યુવાનો ન્હાવા ગયા હતાં. જેમાં 2 યુવકો ડૂબી જતા ફાયરની ટીમની મદદ લેવાઇ હતી. જો કે મોડી રાત્રિ સુધી ડૂબી ગયેલા યુવકોની કોઇ ભાળ ન હોતી મળી. મહત્વનું છે કે દર વર્ષે તહેવારોના દિવસોમાં…
કવિ: Dharmistha Nayka
ભારતમાં આવી ઘણી જગ્યાઓ છે. આમાંના કેટલાક સ્થળોની મુલાકાત લેવાથી મનને શાંતિ મળે છે. જો કે ઘણાં સ્થળો એટલા રહસ્યમય અને ભયાનક છે કે ત્યાં જતા પહેલા લોકો 100 વાર વિચારે છે. પરંતુ શું તમે હજી સુધી એવું કોઈ સ્થાન જોયું છે કે જ્યાં પક્ષીઓ આત્મહત્યા કરવા માટે જાય છે? આ સ્થાન પક્ષીઓની આત્મહત્યા માટે કુખ્યાત છે.આસામના દિમા હાસો જિલ્લાની ખીણમાં આવેલી જટીંગા વેલી, તેની કુદરતી પરિસ્થિતિઓને કારણે એક વર્ષમાં લગભગ 9 મહિના માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ સપ્ટેમ્બરમાં આ ગામ સમાચારોમાં છવાયું રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પક્ષીઓ અહીં આપઘાત કરવા માટે આવે છે.સપ્ટેમ્બર પછી આ…
ગુજરાતમાં હવે અમદાવાદ શહેર કોરોના વાયરસનું મોખરું સ્થાન બની ગયું છે. છેલ્લા ઘણા દિવસથી ઘાતક વાયરસના કેસો નિરંતર વધી રહ્યા છે. બીજી તરફ પ્રખ્યાત ઈન્સ્ટીટ્યુટ IIM કેમ્પસમાં કોરોનાનો કહેર વધ્યો છે. જેમાં મેચ નિહાળવા ગયેલા 5 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. અને અન્ય લોકો પણ સંક્રમિત થયા છે. IIM માં ગત રોજ કુલ 108ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, અને જે રિપોર્ટ્સ આવ્યા તે પણ ચોંકાવનારા આવ્યા છે.IIMમાં કોરોના વિસ્ફોટ થતા તંત્રમાં પણ હડકંપ મચ્યો છે.IIMમાં હોળીના દિવસે કુલ 108ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 5થી વિદ્યાર્થીઓ અને સાથે સાથે કુલ 8 લોકો સંક્રમિત થયા છે. 26 અને 27 તારીખે…
કોરોનાવાયરસની ઉત્પત્તિ અંગે તૈયાર કરવામાં આવી રહેલો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને ચીન (ચીન) નો સંયુક્ત તપાસ અહેવાલ લીક થઈ ગયો છે. દરેક વખતે WHO દ્વારા તપાસ અહેવાલ મુલતવી રાખવામાં આવે છે, ત્યારે હવે એવું કહેવામાં આવે છે કે ચામાચીડિયામાંથી કોરોના વાયરસ કોઈ બીજા પ્રાણીમાં ગયો હતો અને ત્યાંથી મનુષ્યમાં ફેલાયો છે.કોરોનાની ઉત્પત્તિ અંગેના આ WHO અહેવાલમાં જણાવ્યું છે કે વુહાન લેબમાંથી કોરોનાવાયરસ લીક થવાની સંભાવના ખૂબ ઓછી છે. ન્યૂઝ એજન્સી એપીએ ડબ્લ્યુએચઓનાં રિપોર્ટને ટાંકીને આ માહિતી આપી છે. ડબ્લ્યુએચઓએ આ અહેવાલમાં અપેક્ષા મુજબ ઘણા જવાબો આપ્યા નથી. WHO ટીમે પ્રયોગશાળામાંથી વાયરસ લિક થવાના પાસા સિવાય અન્ય તમામ બાબતો પર…
રંગોની સાથે રમવામાં જેટલી મજા આવે છે તમારે તેટલી જ પોતાની કેર પણ કરવી પડે છે. ખાસ કરીને જો તમે ગર્ભવતી છો અને હોળી સેલિબ્રેશન દરમિયાન કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવો છો ત્યારે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર તો ખરાબ અસર પડે જ છે, સાથે જ પોતાના ગર્ભસ્થ શિશુને પણ તમારી બેદરકારીની કીંમત ચુકવવી પડે છે. ગર્ભવતી મહિલાઓના મનમાં હોળી સેલિબ્રેશનને લઇને કેટલાય પ્રકારની શંકાઓ થાય છે. કેટલીક મહિલાઓ તો મન મારીને હોળીને સેલિબ્રેટ કરવાનું જ ટાળતી હોય છે. જો કે તમારે હોળી સેલિબ્રેશન ટાળવાની કોઇ જરૂર નથી. જો તમે કેટલાક સેફ્ટી ટિપ્સનું ધ્યાન રાખો છો તો ખૂબ જ સરળતાથી હોળીની…
વ્યક્તિને શનિવારે ઘણી સાવધાની સાથે સદાચારમાં વિતાવવો જોઈએ. આ દિવસે પાંચ ચીજવસ્તુઓનું દેખાવું તે શુભ માનવામાં આવી રહ્યું છે. 1: ગરીબ વ્યક્તિ : શનિવારની સવારે જો તમને કોઈ ગરીબ વ્યક્તિ કે ભિખારી મળે છે તે શુભ સંકેત છે. તેવામાં તમે તેને જરૂરથી દાન કરો. તેનાથી શનિદેવ ખુશ થાય છે. આ દિવસે ભિખારી કે ગરીબનો અનાદર કરવાથી શનિદેવ નારાજ થઈ જાય છે. 2: સફાઈ કર્મચારી : શનિવારની સવારે જો તમને કોઈ સફાઈ કર્મચારી દેખાય તો તમે તેને કેટલાક પૈા અને કાળા રંગના કપડાનું દાન કરો. આવુ કરવાથી શનિદેવની કૃપા સદા તમારા ઉપર બનેલી રહેશે. 3: કાળો શ્વાન : શનિવારના દિવસે જો તમને…
કોરોના કાળમાં સામાન્ય નાગરિકોની આર્થિક સ્થિતિ બગડી ગઇ છે. એવામાં વરિષ્ઠ નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવા માટે દેશના દિગ્ગજ બેંકોની કેટલીક ખાસ યોજનાઓ ઉપલબ્ધ છે. વરિષ્ઠ નાગરિકોના ઘટતા વ્યાજ દરોથી બચાવવા માટે બેંકોએ તેઓને ગિફ્ટ આપી છે. વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ ફિક્સ ડિપોઝિટ (FD) યોજના ઉપલબ્ધ છે, જેથી ઉંમરના અંતિમ પડાવમાં તેઓ વગર કોઇ પરેશાનીએ પોતાની જરૂરિયાત પૂર્ણ કરી શકે. વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓમાં અન્ય બચત યોજનાઓની તુલનામાં વધારે વ્યાજ મળે છે.આ યોજનાઓ મે 2020માં લોન્ચ થઇ હતી. પરંતુ બેંકો દ્વારા આપવામાં આવેલી આ સ્પેશિયલ સ્કીમ માત્ર આ જ મહીને એટલે કે, 31 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ છે. એટલાં માટે…
સુરતમાં ઉધના રેલવે ટ્રેક નજીકથી જમીનમાં દાટેલી હાલતમાં યુવકની લાશ મળી આવી. મૃતક યુવક ડીંડોલીનો રહેવાસી છે. 22 માર્ચથી મૃતક અજય મોરે ડીંડોલીમાં આવેલા તેના ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નહોતો. ડીંડોલી પોલીસ મથકમાં યુવકના ગુમ થયા અંગેની મિસિંગ રિપોર્ટ પણ નોંધાઈ હતી. આ યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી લાશને જમીનમાં દાટી દેવાયો હતો. આ હત્યા પ્રેમ સંબંધમાં કરાઈ છે જે દિવસે યુવક ગુમ થયો તે પહેલાના સીસીટીવી પણ પોલીસના હાથે લાગ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવકની હત્યા કર્યાં બાદ લાશને સળગાવવાનો પ્રયત્ન કરાયો હતો અને બાદમાં જમીનમાં દાટી દેવાઈ હતી.
અમદાવાદ શહેરમાં ફાયર વિભાગે ફાયર એનઓસી વગરની 150 જેટલી હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. જ્યારે કે NOC વગર ધમધમતી ઇન્ડસ્ટ્રીઝ સામે મંગળવારથી કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં અનેક હોસ્પિટલ, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ઇન્ડસ્ટ્રીઝ પાસે ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ થયો છે.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતામાં હોસ્પિટલથી લઈને વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. તેમ છતાં અનેક એકમો ફાયર એનઓસી વગર ધમધમતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં કુલ 1 હજાર 852 હોસ્પિટલ પૈકી ફક્ત બારસો હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી છે. જ્યારે કે 450થી વધુ હોસ્પિટલો પાસે ફાયર ઓનઓસી નથી. ત્યારે હવે ફાયર વિભાગે શહેરની કુલ 150 જેટલી હોસ્પિટલને નોટિસ…
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં કોવિડને લગતી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તદનુસાર, કોવિડ ચેપને રોકવા માટે નીચેના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા આજે આદેશો કરવામાં આવ્યા છે અને મિશન સ્ટાર્ટ અગેઇનના આ આદેશો 15 એપ્રિલ, 2021 સુધી અમલમાં રહેશે. રાતના 8થી સવારના 7 વાગ્યે (કર્ફ્યુ) સમયે 5 કે તેથી વધુ લોકોને એકત્રિત થવાની મંજૂરી નથી. તેનો અમલ આજે મધ્યરાત્રિ બાદ એટલે કે આવતી કાલે રવિવારથી કરવામાં આવશે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ દીઠ 1000 રૂપિયા દંડ થશે.દરિયાકિનારા અને ઉદ્યાનો, બગીચા જેવા જાહેર સ્થળો સવારે 8 થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે. ઉલ્લંઘન…