ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર આવી હોય તેમ સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયે હાલમાં ભારતમાં કોરોનાના વધતા કેસને લઈને વધુ એક સખ્તાઈથી પગલાં ભરવા માંડી છે. આવી સ્થિતિમાં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે લાગુ સસ્પેન્શન 30 એપ્રિલ 2021 સુધી વધારી દીધું છે.અર્થાત આવતા મહિનાના અંત સુધી બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વળી, ડીસીસીએ ઓફિસે કહ્યું છે કે જો જરૂર જણાશે તો સંબંધિત આંતરરાષ્ટ્રીય માર્ગો પર સંબંધિત અધિકારીઓની મંજૂરીથી ફ્લાઇટ્સ ચલાવવામાં આવી શકે છે.ફેબ્રુઆરીના અંતમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અનેક દેશોમાંથી આવતી ફ્લાઇટ્સ અને મુસાફરો માટે સુધારેલી માર્ગદર્શિકાઓનો એક સેટ બહાર…
કવિ: Dharmistha Nayka
હોલિકા દહન પર કરવામાં આવતી પૂજા જીવનમાં આવતી અનેક પ્રકારની મુશ્કેલીઓને દૂર કરે છે. હોળી દહનની રાતને પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. જે લોકોના જીવનમાં ધન, દેવુ, રોગ, કરિયર અને બિઝનેસને લગતી મુશ્કેલીઓ આવતી જ રહે છે, તેઓ હોલિકા દહનના દિવસે કેટલાંક ચમત્કારી ટોટકા અથવા ઉપાય કરી તમામ પરેશાનીઓથી છૂટકારો મેળવી શકે છે. ચાલો જાણીએ હોલિકા દહનના સમયે કયા લાભકારી અથવા ચમત્કારી ઉપાયો કરી શકાય છે.હોલિકા દહન બાદ રાતે 12 વાગ્યે કોઇ પીપળાના વૃક્ષ નીચે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવીને 7 વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઇએ. આમ કરવાથી ભાગ્ય સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર થઇ જાય છે.હોલિકા…
25 માર્ચના રોજ ફાગણ મહિનાના સુદ પક્ષની એકાદશી છે તેને રંગભરી અને આમલકી એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિએ આંબળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે. સાથે જ, માતા અન્નપૂર્ણા માટે પણ પૂજન કરવું જોઇએ. આમલકી એકાદશીએ કોઇ મંદિરમાં આંબળાનો છોડ પણ વાવી શકો છો. આંબળાની પૂજા કરો. દેવી દુર્ગાની પણ પૂજા આ દિવસે કરવી જોઇએ. દું દુર્ગાયૈ નમઃ મંત્રનો જાપ 108વાર કરો. બુધવારે સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવીને દિવસની શરૂઆત કરો. જળ ચઢાવતી સમયે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરો. એકાદશીએ ઘરના મંદિરમાં કે કોઇ અન્ય મંદિરમાં ભગવાન…
મા બનવું એ દરેક સ્ત્રી માટે એક સુખદ અનુભવ હોય છે, પણ આજના સમયમાં મહત્ત્વાકાંક્ષી મહિલાઓ લગ્ન પહેલાં પગભર થવા માગે છે, પરંતુ કારકિર્દી માટે લગ્ન અને પછી ગર્ભ ધારણ કરવામાં મોડું થાય છે આરોગ્ય માટે સારી બાબત નથી. ખરેખર 25થી 30 વર્ષ વચ્ચેની ઉંમરમાં ગર્ભ ધારણ કરવો સૌથી શ્રેષ્ઠ છે? 30 વર્ષની ઉંમર પછી ગર્ભાવસ્થામાં ખૂબ જોખમ રહેલું છે? 30 વર્ષ પછી ગર્ભ ધારણ કરવાની યોજના કરો છો તો એમાં શું જોખમ હોઈ શકે છે અને તેમાંથી કઈ રીતે બચી શકાય છે? મહિલાઓ માટે ગર્ભધારણ કરવાની યોગ્ય ઉંમર કઈ? નિષ્ણાતોના મતે 25થી 30 વર્ષ વચ્ચેની ઉંમર સૌથી શ્રેષ્ઠ છે.…
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૬૪૦ નવા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોનાના અત્યારસુધી નોંધાયેલા કોરોનાના આ સર્વોચ્ચ કેસ છે. અગાઉ ગત વર્ષે ૨૭ નવેમ્બરના ૧,૬૦૭ સાથે સૌથી વધુ કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ મિનિટે સરેરાશ ૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. બીજી તરફ સરકાર માટે રાહતની વાત એ છે કે આટલો કોરોનાનો કહેર વધ્યો છત્તાં હોસ્પિટલો ફુલ નથી અને લોકો હોમ ક્વોરન્ટાઈન રહીને સારવાર લઈ શકે છે, કારણકે નવો સ્ટ્રેઈન ઘાતક નથી પરંતુ તે ચેપી છે. બીજી તરફ નવા સ્ટ્રેઈનના કેસો પણ રાજ્યમાં વધી રહ્યા છે. ભલે આ સ્ટ્રેઈન વધારે ઘાતક કે ગંભીર નથી પરંતુ ચેપ વધારે…
ગુજરાત રાજ્યના બે જિલ્લાઓમાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. મહેસાણા જિલ્લામાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સરકારી શાળામાં મધ્યાહન ભોજન માટે ફાળવવામાં આવેલો અનાજનો જથ્થો સડી ગયો. બહુચરાજીની સસ્તા અનાજની દુકાનમાં પણ મધ્યાહન ભોજનનું અનાજ સડેલું મળી આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે 1 હજાર 302 કિલો ચણાદાળ, 402 કિલો ચણા સડી ગયા હતા.અધિકારીઓના પાપે હજારો કિલો અનાજ સડી ગયું. મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી આવી સામે મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી આવી સામે સરકારી શાળામાં મધ્યાન ભોજન માટે ફાળવવામાં આવતો થયો ફેલ બહુચરાજી સસ્તા અનાજની દુકાનમાં મધ્યાન ભોજન નું અનાજ સડ્યું 1302 કિલો ચણાદાળ,…
BCI (બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)એ AIBE (ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન)ના 16મી એડિશનની પરીક્ષા માટે અરજી કરવાની તારીખ લંબાવી છે. કાઉન્સિલે AIBEના રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ એક્ઝામ ફીની ચૂકવણી અને અરજી અંતિમ રીતે જમા કરાવવાની તારીખ પણ લંબાવી છે. પરીક્ષા માટે અરજી કરનાર ઈચ્છુક ઉમેદવાર ઓફિશિયલ પોર્ટલ allindiabarexamination.com નાં માધ્મયથી નવું શિડ્યૂલ જોઈ શકે છે. આ પહેલાં અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ હતી, હવે તે 31 માર્ચ થઈ છે. ઉમેદવારે અરજી સાથે સ્ટેટ લિગલ કાઉન્સિલ દ્વારા નિર્ધારિત પ્રમાણ પત્રોની કોપી પોતાના ફોટો, સિગ્નેચર, ફોટો આઈડી અને એનરોલમેન્ટ સર્ટિફિકેટ સાથે અપલોડ કરવાના રહેશે. આ સર્ટિફિકેટ સિવાય અરજી સ્વીકારવામાં નહિ આવે.
તાજેતરમાં લંડનમાં બેઠેલા એક ટેટૂ આર્ટિસ્ટે રોબોટિક્સની મદદથી નેધરલેન્ડમાં એક મહિલાના હાથ પર ટેટૂ બનાવ્યું. 5G ટેક્નોલોજીની મદદથી આ શક્ય બન્યું છે. તે દુનિયાનું પહેલું રિમોટ ટેટૂ છે જે 483 કિલોમીટરના અંતરેથી બનાવવામાં આવ્યું છે. જે 5G ટેક્નોલોજીથી સજ્જ રોબોટિક આર્મથી ટેટૂ બનાવવામાં આવ્યું છે તેને લંડનના ટેક્નોલોજિસ્ટ નોયલ ડ્રિયુએ તૈયાર કર્યું છે. નોયલના જણાવ્યા મુજબ,અમે રિઅલ ટાઈમમાં રોબોટના હાથ પર કંટ્રોલ જાળવી રાખ્યું અને મહિલાના હાથ પર ટેટૂ બનાવવામાં આવ્યું. આવું 5G ડેટાની મદદથી શક્ય બન્યું. ટેટૂ આર્ટિસ્ટ વેસ થોમસે જણાવ્યું કે, હાથ પર ડિઝાઈનને બનાવવા માટે તેમને વચ્ચે વચ્ચે લગભગ સો વખત તેમના ઈન્સ્ટ્રુમેન્ટની તપાસ કરી. ટેટૂ નેધરલેન્ડની એક્ટ્રેસ સ્ટિન…
શહેરમાં એક તરફ કોરોના મહામારી ફરી ઉગ્ર બની છે. ત્યારે હવે હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના પોઝીટીવ દર્દીની મુકાલાત લેવા આવતા ખાનગી ડોક્ટરોનું પેકેજ નક્કી થયું છે. એટલે કે જો કોવિડ દર્દી સારવાર માટે ખાનગી હોસ્પિટલના ડોક્ટરને ઘરે બોલાવશે તો એક દર્દી દીઠ સાતથી 8 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે. AMC અને AHNA (અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન)એ કરેલા કરાર અનુસાર 50 હોસ્પિટલના તબીબોને ઓન કોલ બોલાવવા પર ચાર્જ ચૂકવવા પડશે. જોકે સરકારની 104ની વિનામૂલ્યે ઘરે બેઠા સારવારની સર્વિસ ચાલુ જ રહેશે. એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો…
પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક દીકરીએ પોતાના સગા બાપને જ કેરોસીન છાંટીને સળગાવી નાખ્યા હતા. આ સમગ્ર બનાવ ઘટના સ્થળે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે અને પોલીસે યુવતીની ધરપકડ કરીને કેસની તપાસ શરૂ કરી છે. જાણવા મળ્યા મુજબ 22 વર્ષીય યુવતીએ પહેલા પોતાના પિતાને રેસ્ટોરામાં ભોજન કરાવ્યું હતું અને દારૂ પણ પીવડાવ્યો હતો. ત્યાર બાદ પિતા જ્યારે નશામાં ચૂર થઈ ગયા ત્યારે તેણે કથિત રીતે પિતાની હત્યા કરી દીધી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, યુવતી રવિવારે રાતે પોતાના પિતા સાથે રેસ્ટોરામાં ગઈ હતી અને ત્યાં તેણે…