ગુગલ પર પીજી તરીકે રહેતા છાત્રોના મકાનની જગ્યા સર્ચ કરી જે તે શહેરમાં પહોંચી જઇ હોટલમાં રોકાયા બાદ દિવસ દરમિયાન આ વિસ્તારમાં જઇ રેકી કરીને વહેલી સવારે તે મકાનોમાં ચોરી કરતા શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે હરિયાણાનો આ શખ્સ વડોદરા અને અમદાવાદ તથા હરિયાણા અને આંધ્રપ્રદેશમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. શહેરના વાઘોડીયા રોડ ઉમા સોસાયટીના મકાનમાં પીજી તરીકે રહેતા વિદ્યાર્થીઓના 4 લેપટોપ, 8 મોબાઇલ તથા હાર્ડ ડીસ્ક મળીને 1.70 લાખની મતાની ચોરી થઇ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાની તપાસ કરતાં બાતમી મળી હતી કે હરિયાણાનો એક શખ્સની સંડોવણી જણાઇ હતી જેથી પોલીસની…
કવિ: satyadaydesknews
મેષ રાશી – તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે. તમારા માતા-પિતા તેમનું વચન ન પાળે તે હતાશ થતા નહીં- મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી. આજે, તમે કોઈ પણ મંદિર, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓ થી દૂર તમારો સમય વિતાવી શકો છો. લકી સંખ્યા: 6 વૃષભ રાશી – બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે-જે તમારો ગુસ્સો વધારી મુકશે. તમારે તમારી જાતને રોકવી જોઈએ, કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને…
ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈ ઉપર કોર્પોરેશન કેમ મહેરબાન ? 34 લાખનો ટેક્ષ બાકી છતાં કોઈ જ પગલાં કેમ નહીં ? અમદાવાદ શહેરમાં આવેલા મનોરંજનના સ્થળોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા કોન્ટ્રાક્ટરો મોટાભાગે શાસકોના માનીતા કાર્યકર્તા કે પૂર્વ કોર્પોરેટરોના સંબંધીઓને આપવામાં આવે છે. કાંકરીયા લેકફ્રન્ટના ત્રણેક વર્ષ પહેલાં રાઈડ્સ પડવાની દુર્ઘટનામાં જેનો કોન્ટ્રાક્ટ હતો એવા ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલની સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર લેકમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પણ આ જ કંપનીનો છે જેના પર ભાજપના શાસકો અને અધિકારીઓની મહેરબાની છે કે છેલ્લા 10થી વધુ વર્ષથી તેઓને રૂ. 34 લાખ જેટલો ટેક્સ ભરવાનો…
ગુજરાતમાં રાતોરાત મંત્રીઓની ખુરશી-સત્તા જતી રહી, ત્યારે હવે તેમને સામાન્ય ધારાસભ્યની જેમ રહેવું પડે તેવો ઘાટ ઘડાયો છે. અગાઉ વર્ષો સુધી સરકારી બંગલામાં જાહોજલાલી ભોગવનારા તમામ પૂર્વ મંત્રીઓને સામાન્ય ધારાસભ્યની જેમ ફ્લેટ ફાળવવામાં આવ્યો છે. અગાઉ સરકારી બંગલામાં નોકર-ચાકર સહિતની સુવિધા મેળવનાર હવે ખાસમાંથી આમ થઈ ગયા છે. પૂર્વ મંત્રીઓને 3 BHK ફ્લેટ ફાળવવામાં આવ્યા છે. મંત્રી બનતા ધારાસભ્યોને વૈભવી સરકારી બંગલો મળ્યો હતો કહેવાય છે કે સમયનું ચક્ર ફરે ત્યારે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. તેવા જ હાલ હવે ગુજરાત સરકારના 2017માં મંત્રી બનેલા પૂર્વ મંત્રીઓનો થયો છે. કેન્દ્રના નેતૃત્વએ રાતો રાત રૂપાણી સરકારના મંત્રીઓના મંત્રી…
આપણા ધર્મગ્રંથોમાં શ્રાદ્ધના પણ અનેક પ્રકાર બતાવ્યા છે. આ બધાનું મહત્વ પણ અલગ-અલગ છે. શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે ભવિષ્ય પુરાણ પ્રમાણે શ્રાદ્ધ ૧૨ પ્રકારના હોય છે જે આ પ્રકારે છે ૧. નિત્ય શ્રાદ્ધ : જેમાં કોઈપણ વ્યક્તિ અન્ન, જળ, દૂધ, કુશ, પુષ્પ અને ફળ થી દરરોજ શ્રાદ્ધ કરીને પોતાના પિતૃઓને પ્રસ્સન કરી શકે છે. ૨. નૌમિત્તક શ્રાદ્ધ: વિષેશ અવસરે એટલે કે પિતાના મૃત્યુ તિથિના દિવસે આ શ્રાદ્ધ કરાય છે. તેમાં વિશ્વદેવાની પૂજા નથી કરવામાં આવતી પણ ફક્ત એક જ પિંડનું દાન કરવામાં આવે છે. ૩. કામ્ય શ્રાદ્ધ: કોઈ કામના વિશેષ એટલે કે પુત્રપ્રાપ્તિની કામના હોય તો પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. ૪. વૃદ્ધિ શ્રાદ્ધ: ઘરની…
મેષ રાશી – તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. આજે પૈસા અંગે પરિવાર ના સભ્યો માં બોલાચાલી થઈ શકે છે. પૈસા ની બાબત માં તમારે પરિવાર ના બધા સભ્યો ને સ્પષ્ટ રહેવા ની સલાહ આપવી જોઈએ. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો. લકી સંખ્યા: 8 વૃષભ રાશી – તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. જમીન અથવા કોઈ મિલકત માં નિવેશ કરવું તમારા માટે જીવલેણ હોઈ શકે છે જેટલું શક્ય હોય ત્યાં સુધી…
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો નિર્ણય: રાજ્યના નાગરિકો ગાંધીનગરના નવા સચિવાલયમાં મંત્રીશ્રીઓને અને અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાથી મળી શકે તે માટે નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ પાસ લઈને પ્રવેશ મેળવવાની પ્રથા મંગળવાર તારીખ ર૧ સપ્ટેમ્બરથી ફરી શરૂ કરાશે. કોરોના વાયરસ સંક્રમણની સ્થિતીમાં સચિવાલયમાં મુલાકાતીઓ માટે બંધ કરાયેલી પ્રવેશ વ્યવસ્થા હળવી કરવાના અભિગમ સાથે મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય કર્યો છે. જે અનુસાર, સચિવાલયના ગેટ નં-૧ અને ગેટ નં-૪ મારફતે નાગરિકોને પ્રવેશ પાસ થકી પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ મેળવનારા મુલાકાતીઓને માસ્ક/ફેઇસ કવર પહેરવા તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની માર્ગદર્શિકાનું પાલન જાહેર હિતમાં કરવાની અપીલ છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે દિલ્હીના પ્રવાસે છે. જ્યાં તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાજીને પણ શુભેચ્છા મુલાકાત માટે મળવાના છે.ત્યારબાદ સોમવાર રાત્રે દિલ્હીથી અમદાવાદ આવશે. 6 દિવસ પહેલા ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા 6 દિવસ પહેલા ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યા હતા. અહીં તેમણે સૌથી પહેલી મિટિંગ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઉદભવેલી ઈમરજન્સીની સ્થિતિની કરવી પડી હતી. તાકીદે બોલાવેલી આ બેઠકમાં જ તેમણે જામનગરમાં જરૂરી પગલાં અંગે જિલ્લા કલેક્ટરને સૂચનાઓ આપી હતી.…
વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કર્યાંના ગણતરીના દિવસ બાદ વધુ એક મોરચે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. કોહલીએ IPLની વર્તમાન સિઝન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ની કેપ્ટનશીપ પણ છોડવાનો નિર્ણય કર્યો છે. RCB તરફથી રવિવારે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. કોહલીએ IPL-2021માં અંતિમ વખત RCB માટે કેપ્ટનશીપ કરતો દેખાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મહિને શરૂ થનારા T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડી દેવાની વિરાટ કોહલી અગાઉ જાહેરાત કરી ચુક્યો છે.આ ઉપરાંત વિરાટ કોહલી 2013ની સિઝનથી RCBનો કેપ્ટન રહ્યો છે. કોહલીએ કહ્યું કે RCBના કેપ્ટન તરીકે આ માટી…
પિતૃદોષ માંથી મુક્તિ મેળવાવનો યોગ્ય સમય હોય છે પિતૃપક્ષ. હિન્દુ ધર્મમાં શ્રાધ્ધ એ પિતૃઓને પ્રસન્ન કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવેલ શ્રાધ્ધકર્મ અને દાન-તર્પણથી પિતૃઓને તૃપ્તિ પ્રાપ્ત થાય છે. તેઓ ખુશ થઈને પોતાના વંશજોને સુખી અને સંપન્ન જીવન જીવવાના આશીર્વાદ આપે છે શ્રાધ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે દાન ધર્મ કાર્ય કરીએ છીએ. શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે ધર્મગ્રંથો પ્રમાણે શ્રાધ્ધના સોળ દિવસમાં લોકો પોતાના પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ ઉપર શ્રાદ્ધ કરે છે. એવી માન્યતા છે કે પિતૃઓનું ઋણ શ્રાદ્ધ દ્વારા ચુકવવામાં આવે…