Author: satyadaydesknews

italy

વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધી 2 કરોડ 20 લાખ 48 હજાર 933 કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 1 કરોડ 47 લાખ 91 હજાર 748 દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 7 લાખ 77 હજાર 430ના મોત થયા છે. આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે વિશ્વમાં 20થી 40 વર્ષની વચ્ચેના લોકો સંક્રમણની ચપેટમાં આવી રહ્યા છે. WHOના પશ્વિમ-પ્રશાંત ક્ષેત્રના ડાયરેક્ટર તાકેશી કસઇએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કહ્યું કે તેમાંથી ઘણા લોકોને એ ખબર પણ નથી કે તેઓ સંક્રમિત થઇ ચૂક્યા છે. હવે સંક્રમણ એવા દેશોમાં ફેલાઇ રહ્યું છે જ્યાં પહેલા કાબૂમાં આવી ગયું હતું. ઘણા દેશોને ફરી…

Read More
bbc73ce7 c9a8 4412 ad9b 5ca354bd2eed

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમ ને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચુ ઓફ યુનિટી ના ઉદ્ઘાટન બાદ વધુ એક વખત લેશે સ્ટેચુ ઓફ યુનિટી ની લેશે મુલાકાત. ગત વર્ષે 31 ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્ચું ઓફ યુનિટી ઉદ્ઘાટન પ્રસંગે 31 ઓક્ટોબર ને રાષ્ટ્રીય એકતા દિવસ જાહેર કર્યો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ફરી એક વખત મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો પ્રવાસ રૂટ દિલ્હી થી અમદાવાદ એરપોર્ટ,અમદાવાદ એરપોર્ટ થી સાબરમતી રિવરફ્રન્ટ,સાબરમતી રિવરફ્રન્ટ થી સી પ્લેન મારફતે સ્ટેચુ ઓફ યુનિટી જશે. વડાપ્રધાન નરેન્દ્રમોદી ના પ્રવાસ ને લઈ ને અમદાવાદમાં પણ અધિકારીઓ…

Read More
vadodarajpg

વડોદરા શહેરમાં આજે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. બીજી તરફ વિશ્વામિત્રી નદીની સપાટીમાં ફરી એક ફૂટનો વધારો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 18.50 ફૂટ થઇ ગઇ છે અને આજવા ડેમની સપાટી વધીને 212.20 ફૂટે પહોંચતા ડેમ ફરી ઓવરફ્લો થયો છે. જેને પગલે આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેને પગલે શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, રાજમહેલ રોડ, વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 17.50 ફૂટ થઇ ગઇ હતી.આજવા સરોવરમાં પાણીની આવક વધતા સપાટી ફરીથી વધીને 212.20 ફૂટે પહોંચી છે.

Read More
10money1

કોરોના મહામારીના જંગમાં દેશના સામાન્ય લોકોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકારે રૂ. 20 લાખ કરોડના પેકેજ સાથે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્યમંત્રી રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં માત્ર 71,800 લોકોને જ લોનનો લાભ મળ્યો છે. જેથી યોજના-1ની છેલ્લી તારીખને 1 મહિનો વધારે એટલે સપ્ટેમ્બર સુધી લંબાવવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. હાલમાં આ યોજનાનો લાભ લેવા માટે 31 ઓગસ્ટ સુધીમાં ફોર્મ જમા કરાવવાનું છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાઈવર સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની…

Read More
257042 525883 corona

રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4200 નજીક પહોંચી છે.રાજકોટમાં આજે 33 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોના વાયરસ કાળ બની રહ્યો છે. આજે વધુ 11 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. જેમાં 10 દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને 1 દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોઝિટિવ કેસની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 10 દિવસમાં જ 136 પર મૃત્યુઆંક પહોંચ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ 4200 નજીક પહોંચી ગઈ છે. અન્ય જિલ્લામાંથી આવતા દર્દીઓને લઈને રાજકોટનો ડેથ રેટ ઉંચો જઈ રહ્યો છે. 1500 સફાઈ કામદારોના હેલ્થ સ્ક્રિનિંગમાં 68નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ મનપાના સફાઈ કર્મચારીઓનું ચાર…

Read More
pti19 03 2020 000132b 1584706974520 1585633458978 1586064587

સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 17,730 પર પહોંચી ગયો છે. આ સાથે શહેરમાં કોરોનાથી મૃત્યુઆંક 740 થઈ ગયો છે. ગત રોજ શહેરના 298 અને ‌જિલ્લાના 42 મળી આજે વધુ 340 લોકોને રજા આપવામાં આવી હતી. જેથી કોરોનાની સારવાર લઇને કુલ 13,994 લોકો સાજા થઇ ગયા છે. હજી પણ શહેર અને જિલ્લા મળી કુલ 2995 લોકો હજી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. સુરત શહેરમાં કુલ 14,095 પોઝિટિવ કેસમાં 576નાં મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 3635 પૈકી 164ના મોત થયા છે. સુરત શહેરમાં કુલ 17,730 કેસમાં 740ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 11,151 દર્દીઓને રજા આપવામાં આવી…

Read More
iphone 11 pro review 2 500x500 1

વડોદરાના કારેલીબાગ વિસ્તારની મોબાઇલ શોપમાંથી 17 વ્યક્તિઓએ બનાવટી ડોક્યુમેન્ટ રજૂ કરીને લોન થકી મોબાઇલની ખરીદી કરી હતી.જોકે મોબાઇલ ખરીદ્યા પછી બાકીના હપ્તા નહીં ચુકવીને 1.40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરાના અકોટા ખાતે આવેલા હોમ ક્રેડિટ ફાઇનાન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં સિનિયર ડિસટીક મેનેજર તરીકે ફરજ બજાવતા અંકિતભાઈ તુનારાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હોમ ક્રેડિટ ફાઇનાન્સ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ખરીદવા માટે જરૂરિયાતમંદ ગ્રાહકોને સિક્યુલ લોન આપે છે અને તે લોન વિવિધ ડિલર્સ અને દુકાન માલિક સાથે કંપનીના ધારાધોરણ તથા નીતિ-નિયમ મુજબ કરાર કરી ગ્રાહક પાસેથી તેઓના વ્યક્તિગત ઓળખ પુરાવા અને આઈડી પ્રુફ લઇને લોનની…

Read More
jpeg

ગુજરાત રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી CGDCR-2017માં ટોલ બિન્ડિંગ–ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો મુજબ વધુમાં વધુ 22-23 માળના ઊંચા મકાનોના સ્થાને હવે 70થી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે. તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે. ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ 100 મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ…

Read More