Author: satyadaydesknews

google email 1576063217

ગૂગલની ઈ-મેઈલ સર્વિસ જીમેઈલની સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઈ હોવાથી હેકિંગની આશંકા પ્રબળ બની છે. સવારે 10 વાગ્યા પછી ભારત સહિતના કેટલાંક દેશોમાં જીમેઈલની સેવાઓ યથાવત કામ ન કરતી હોવાની ફરિયાદો આવી હતી. ગૂગલે પણ પોતાના સત્તાવાર ગૂગલ એપ પેજ પર જીમેઈલની સેવાઓ ખોરવાઈ હોવાનું કબૂલ્યું હતું. સત્તાવાર કારણ હજુ આપવામાં આવ્યું નથી. ગૂગલ ડ્રાઈવમાં પણ ફાઈલ અપલોડ કે ડાઉનલોડ થવામાં મુશ્કેલી થઈ રહી હોવાની ફરિયાદો થયા બાદ ગૂગલે ડ્રાઈવની સેવાઓ પણ ખોરવાઈ હોવાનું સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં 150 કરોડ અને ભારતમાં 36.5 યુઝર્સ ધરાવતી આ સર્વાધિક લોકપ્રિય મેઈલિંગ સર્વિસ છે અને તેના ખોરવાવાથી વિશ્વભરમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.

Read More
13f24f6fb04ec4ec87d94bff72c619633f44e452b3b4c727807edd01182a59f1

મુંબઈના જાણીતા પેઇન્ટર, ફોટોગ્રાફર તથા આર્ટિસ્ટ રામ ઈન્દ્રનીલ કામતનો પાર્થિવ દેહ 19 ઓગસ્ટની રાત્રે તેમના માટુંગા સ્થિત ફ્લેટના બાથટબ માંથી મળી આવ્યો હતો.પોલીસ આ કેસની શરૂઆતની તપાસ સુસાઈડ કેસ તરીકે જ કરશે. 41 વર્ષીય રામ કામત છેલ્લાં ઘણાં સમયથી તણાવમાં હતો અને લૉકડાઉનને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ હતી. તે શંકર મથમ રોડ પર પાલી હાઉસમાં પોતાની માતા તથા બહેન સાથે રહેતો હતો. પોલીસે રામ ઈન્દ્રનીલના પરિવાર તથા નિકટના સાથીઓની પૂછપરછ કરી છે. ઘટના સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ નોટમાં મોત માટે કોઈને પણ જવાબદાર ગણાવ્યા નથી. તેમજ કામતનું મોત ઝેર ખાવાથી થયું કે…

Read More
rain news

રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં 2 ઈંચ નોઁધાયો છે. જ્યારે સુરતના બારડોલીમાં 16 મિમિ, તાપીના નિઝરમાં 15 મિમિ, સુરતના ચોર્યાસી અને માંડવીમાં 12 મિમિ, તાપીના સોનગઢમાં 11 મિમિ, સુરતના પાલસણા અને તાપીના વ્યારામાં 9 મિમિ, અરવલ્લીના ભિલોડા અને તાપીના કુકરમુંડામાં 6 મિમિ, ડાંગના વધઈ અને વલસાડના ઉમરગામમાં 5 મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે નવસારીના ખેરગામમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો અને રાજ્યના 179 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં નવસારીના ખેરગામમાં 4 ઈંચ, અરવલ્લીના…

Read More
covid 19

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 14,78,629 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી 82,087 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 64,830 દર્દી ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા તેમજ 2839ના મોત નિપજ્યાં છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસથી ટેસ્ટની સંખ્યામાં વધારો થયો છે. ગઈકાલે સૌથી વધુ 63031 ટેસ્ટ થયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કુલ નવા 1,145 કેસ નોંધાયા છે અને 17 દર્દીના મોત થયા છે. જ્યારે 1120 દર્દી સાજા થયા છે. હાલમાં કુલ 14,418 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 દર્દી વેન્ટિલેટર પર છે અને 14,337ની હાલત સ્થિર છે.

Read More
6375858 wuhanparty

વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 2 કરોડ 23 લાખ 5 હજાર 880 કેસ નોંધાયા છે. તેમાથી 1 કરોડ 50 લાખ 45 હજાર 879 દર્દી સાજા થયા છે. જ્યારે 7 લાખ 84 હજાર 338 લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે. ચીનના વુહાન સહિત ઘણા શહેરોમાં પુલ પાર્ટીની છૂટ અપાઈ છે. અમુક સરળ શરતોને પૂરી કરીને અસંખ્ય લોકો તેમા સામેલ થઈ રહ્યા છે. ચીનમાં જૂનમાં એમ્યુઝમેન્ટ પાર્ક ખોલવાની પરવાનગી અપાઈ હતી. ત્યાર પછી વુહાન, શાંઘાઈ સહિતના શહેરોમાં વોટર પાર્કમાં પૂલ પાર્ટી થઈ રહી છે. તેમા સામેલ થવા માટે લોકોએ નેશનલ આઈડી નંબર આપીને ટિકિટ લેવાની હોય છે. હેલ્થ…

Read More
gondal rain

સૌરાષ્ટ્રમાં આજે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારથી બપોર સુધીમાં સૌરાષ્ટ્રમાં ક્યાંય વરસાદ વરસ્યો નથી. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગોંડલમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. વરસાદને કારણે વિઝીબિલિટી પણ ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.   ધોધમાર વરસાદથી ખેતરોમાં પણ પાણી દોડવા લાગ્યા હતા. જસદણ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ઘેલો નદી બેકાંઠે વહી રહી છે. આથી ઘેલો નદીમાં પિતા-પુત્ર તણાયા છે. ભાલ પંથકમાંથી પસાર થતી ઘેલો નદીમાં ભારે વરસાદથી ઘોડાપૂર આવ્યું છે. બે કાંઠે વહી રહેલી ઘેલો નદીમાં પાળિયાદ અને માઢિયા વચ્ચે…

Read More
1597826799suicide

કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. કેટલાક લોકો ઘરકંકાસથી કંટાળીને જીવન ટૂંકાવી રહ્યા છે, તો કેટલાક લોકો આર્થિક સંકડામણમાં આવી જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ તેની ત્રણ વર્ષની બાળકી સાથે એપાર્ટમેન્ટના ટેરેસ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે માતા અને પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો બીજી તરફ પરિણીતાના પરિવારજનોનો આક્ષેપ છે કે, સાસરિયામાં ઘરકંકાસના કારણે પરિણીતાએ આ પગલું ભર્યું છે. સુરત પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા…

Read More
f64e972e 8c66 491f a9ed a996383395a4

અમદાવાદમાં પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ યાદગાર રહે તે માટે સિગ્નલ પર ઉભા રહેતા નિસહાય ભૂલકાઓ અને જરુરીયાત મંદ બહેનોને મહેમાન બનાવી મણિનગર રેસ્ટોરન્ટ ખાતે જમાડવાનું પ્રેરણાદાયી આયોજન NSUI ગુજરાત મહામંત્રી ગૌરાંગ મકવાણા અને મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ બાળકોને મદદરૂપ થવાનો અવસર મળ્યો અને આગળ પણ આવા માનવતાના કાર્યો અવિરત કરતા રહેવાના અવસર મળતા રહે તેવી ભગવાન મહાદેવ ને પ્રાર્થના કરવામાં આવી હતી. બાળકોના માસૂમ ચહેરા પરનું સ્મિત તેમના આનંદની પ્રતીતિ અભિવ્યક્ત કરતું હતું. યુવાઓ દેશનું ઘડતર મજબૂત કરે છે અને આવી ભાવનાઓ દરેક યુવાઓમાં આવે તો ક્યાંય ગરીબ પૈસાદારનો ભેદભાવ જોવા જ ન મળે. આવા કાર્ય…

Read More
vbk kerala corona pti

કોરોના સંક્રમિતોની સંખ્યા 27 લાખ 66 હજાર 626 થઈ ગઈ છે.સાજા થયેલા દર્દીઓનો આંકડો પણ 20 લાખને પાર કરી ગયો છે. મંગળવારે રેકોર્ડ 60 હજાર 455 સંક્રમિત સાજા થયા છે. આ કુલ દર્દીઓના 73% છે. તો આ તરફ મંગળવારે 65 હજાર 24 નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 11 હજાર 119 કેસની પુષ્ટી કરાઈ હતી. આંધ્રપ્રદેશ બીજા નંબરે રહ્યું હતું. અહીંયા 9 હજાર 652 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કોરોનાના આંકડા જાહેર કર્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 64 હજાર 531 કેસ નોંધાયા છે અને 1092 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં…

Read More
18 08 2020 sanjay treatment 20640203

સંજય દત્ત લંગ્સના કેન્સરના ટેસ્ટ માટે કોકિલાબેન હોસ્પિટલ જવા રવાના થયા છે. તેમણે સાજા થવા સૌને તેમના માટે પ્રાર્થના કરવા કહ્યું છે.સંજય દત્તને ત્રીજા સ્ટેજનું એડવાન્સ લંગ કેન્સર છે, જેની સારવાર લેવાનું શરૂ કરી દીધુ છે. સંજય દત્ત કેન્સરના ઈલાજ માટે અમેરિકા જવાના હોવાની પણ માહિતી છે, જ્યાં તે ત્રણ મહિના સુધી સારવાર કરાવશે. અત્યારે તે કેન્સરના ઈલાજ માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં જઈ રહ્યા છે.

Read More