Author: satyadaydesknews

10b2e3fe d748 42c6 b5e1 7d44f30aa302

અમદાવાદ : બીજેપી નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે મુંબઈથી આવેલા એક શાર્પ શૂટરની ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. આ પહેલા શાર્પ શૂટરે ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ગુજરાતમાં મોટા કાંડને અંજામ આપવા માટે શાર્પ શૂટર આવ્યો હોવા અંગે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને માહિતી મળ્યા બાદ મંગળવારે મોડી રાત્રે ટીમ અમદાવાદની રિલિફ રોડ પર આવેલી વિનસ હોટલ ખાતે દરોડા કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન આ ફાયરિંગ થયું હતું. આ મામલે રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સત્તાવાર નિવેદન આપ્યું છે કે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે ગોરધન ઝડફિયાએ કહ્યું,…

Read More
1597826192cr patil4

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજથી 22 તારીખ સુધી સૌરાષ્ટ્રના પ્રવાસે છે, જ્યાં તેઓ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને મળવાના છે. આ પ્રવાસ અંતર્ગત તેઓ આજે સોમનાથ પહોંચ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમના સ્વાગત માટે આવ્યા હતા. પરંતુ આ સ્વાગતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા હતા. કોઇએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતું કર્યું. સૌરાષ્ટ્રના પ્રવાસે ગયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલ આજે સોમનાથ પહોંચ્યા હતા. જ્યા ભાજપના કાર્યકર્તાઓએ તેમનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું અને ફડાકડા પણ ફોડ્યા હતા. પરંતુ દરમિયાન એક ઘટના બની ગઈ હતી. ફટાકડા ફૂટતા દરમિયાન સી.આર.પાટીલની આંખમાં ઇજા થઇ હતી અને અને…

Read More
Gold Getty

ઠગ ચોર ટોળકીએ હવે મંદિરને પોતાના ટાર્ગેટ બનાવ્યાં છે. નવા નવા આઈડિયા અપનાવી ઠગ ટોળકીઓ મંદિરમાં હવે પૂજા કરવાના બહાને પહોંચી જાય છે. જ્યાં એક મહિલાને વાતોમાં ફસાવીને તેમની કિંમતી વસ્તુઓ ઉતરાવી લે છે. એવો જ કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પૂજારીની પત્નીને 100 રૂપિયા આપી 97 હજારના દાગીના લઈને શખ્સ રફુચક્કર થઈ ગયો છે. રાણીપ વિસ્તારમાં આવેલા ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં પંકજ પડ્યા પૂજા વિધિ કરાવે છે. તેમના 60 વર્ષીય પત્ની મનીષાબેન પણ રોજ તેમની સાથે મંદિર જતા હોય છે. મંગળવારે  પંકજભાઈ કોઈ વિધિ કરવા માટે મંદિરથી બહાર ગયા હતા. આ સમયે મનીષાબેન મંદિરમાં એકલા હતા. ત્યારે એક યુવક મનીષાબેન પાસે…

Read More
24 1456298909 dhoni sad 1 600

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટને એકાએક અલવિદા કહી દેતાં ક્રિકેટ જગતમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. ધોની ક્રિકેટ પ્રત્યે ખુબ જ સમર્પિત હતો. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ધોની સાથે જોડાયેલો એક ઈમોશનલ કિસ્સો લોકો સાથે શેર કર્યો છે. અને આ કિસ્સો ધોનીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ સમયનો છે. આર.અશ્વિને ખુલાસો કર્યો છે કે, વર્ષ 2014માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કર્યું હતું ત્યારે માહીએ આખી રીતે પોતાની ટેસ્ટ જર્સી પહેરી રાખી રાખી હતી અને તેની આંખોમાંથી ધડધડ કરતાં અશ્રુઓ વહી રહ્યા હતા. અશ્વિને કહ્યું કે, વર્ષ 2014માં ધોનીની સાથે હું મેલબોર્નમાં બેટિંગ કરી…

Read More

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટમાં 18 લાખથી વધુ લોકોને પીવાના પાણી માટે જીવાદોરી સમાન અને ભાગ્યે જ છલકાતો આજી-1 ડેમ ઓવરફ્લો થયો છે. સતત બીજા વર્ષે આજી ડેમ છલકાતા લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. કારણ કે રાજકોટવાસીઓને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળ્યો છે. રાજકોટની જનતા આગામી 8 મહિના સુધી પાણીનો જથ્થો વાપરી શકે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. મહત્વનું છે કે રાજકોટમાં પાણીનો પ્રશ્ન હંમેશા પ્રાણ પ્રશ્ન રહ્યો છે. અગાઉ રૂપાણીએ સૌની યોજનાથી પણ ડેમ ભર્યો હતો. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નિર્ધારિત સપાટીએ ભરાય ગયો હોવાથી ડેમ 0.42 ફૂટથી ઓવરફ્લો થયો હતો. ડેમની સપાટી…

Read More
d94760c2 845a 4883 a024 85db37df9e83 rotated

ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ થયાની ઘટના બની છે. એક શાર્પ શૂટરે બંને ટીમ પર ફાયરિંગ કર્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કોઈ મોટી હસ્તીની હત્યા માટે શાર્પ શૂટર અમદાવાદમાં આવ્યો હતો. સીમા પારથી સોપારી લેવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી, જેના બાદ છાપામારી કરવામાં આવી હતી, આ સમયે શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું છે. ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ થયાની ઘટના બની છે. એક શાર્પ શૂટરે બંને ટીમ પર ફાયરિંગ કર્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કોઈ મોટી હસ્તીની હત્યા માટે શાર્પ શૂટર અમદાવાદમાં આવ્યો હતો. સીમા…

Read More
Heavy Rains Suryapet

તેલંગાણામાં ગત 72 કલાકથી ભારે વરસાદ પડતાં સ્થિતિ બગડી છે. ચાર જિલ્લામાં બે મહિનાના વરસાદનો ક્વોટા પૂરો થઇ ગયો છે. નદીઓનું પાણી રોડ અને ઘરોમાં ફરી વળ્યું છે. ગોદાવરી નદીનું જળસ્તર ત્રીજા ચેતવણી સ્તરને પણ વટાવી ગયું છે. જેના લીધે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભદ્રાદ્રી કોઠાગુડેમ તંત્ર અનુસાર ભદ્રાચલમમાં ગોદાવરી નદીનું જળસ્તર લગભગ 61.2 ફૂટ હતું. જે અત્યારે 54.4 ફૂટ રહી ગયું. ગોદાવરી નદીનું પાણી મોઢેગાંવ, અશ્વપુરમ ગામ અને ભદ્રાદ્રી કોઠાગુદરી જિલ્લાનાં અન્ય ગામોમાં ફરી વળ્યું છે. હવામાન વિભાગ અનુસાર 19 ઓગસ્ટની આજુબાજુ ઉત્તર બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનશે. જેના પછી 20 ઓગસ્ટથી ફરી ભારે વરસાદ શરૂ…

Read More
swine ed 1597757902

રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ વડોદરા જેવા શહેરોમાં કોરોનાની સ્થિતી ધીરે-ધીરે કાબુમાં આવી રહી છે. હજુ પણ રાજ્યમાં દરરોજ 1100થી વધુ કેસ તેમજ 20થી વધુના મોત થાય છે. ત્યારે કોરોના કાળ દરમિયાન આ વર્ષે સ્વાઈન ફ્લૂથી રાજ્યને રાહત મળી છે. અન્ય વર્ષની સરખામણીમાં 2020માં ગુજરાતમાં ના બરાબર કેસ તેમજ મોત નોંધાયા છે. ગત વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 4844 કેસ નોંધાયા હતા અને 151 દર્દીના મોત નિપજ્યાં હતા. ત્યારે આ વર્ષે માત્ર 55 કેસ અને બે લોકોના સ્વાઈન ફ્લૂના કારણે મોત થયા છે. મહત્વનું એ છે કે, કેન્દ્ર સરકારે સ્વાઈન ફ્લૂના 1 જાન્યુઆરીથી 31 જુલાઈ સુધીના આંકડા જાહેર કર્યા હતા.…

Read More
unnamed

કોરોનાના કેસોને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનની મેડિકલ ટીમે વસ્ત્રાપુરમાં કેશવબાગની પાછળ આવેલી કન્સ્ટ્રકશન સાઈટ પર મજૂરોના કોરોના ટેસ્ટ કરતા મહિલા સહિત ત્રણ મજૂર પોઝિટિવ આવ્યા હતા. જેમને કોવિડ કેસ સેન્ટરમાં મોકલવામાં આવે તે પહેલાં જ ફરાર થઈ ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે કોર્પોરેશનના મેડિકલ ઓફિસરે ફરાર થઈ ગયાના ત્રણ દિવસ બાદ ફરિયાદ કરતા સવાલ ઉભા થઇ રહ્યા છે. કોર્પોરેશનના મેડિકલ ઓફિસર અને તેમની ટીમ કોરોના વાયરસને લઇ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ટેસ્ટ અને ગાઈડલાઈનનું પાલન કરાવે છે. 15 ઓગસ્ટના રોજ તેમની ટીમ…

Read More
dhoni wc india afp

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. નાસિર હુસેને કહ્યું કે નિવૃત્તિ પછી ભારતીય ક્રિકેટ ધોનીનું મહત્વ જાણી શકશે. તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. નાસિર હુસેને ધોનીને ભારતનો શ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો છે. ધોનીની પ્રશંસા કરતા નાસિર હુસેને કહ્યું, ધોની વર્લ્ડ ક્રિકેટના વિકેટકીપર, શ્રેષ્ઠ ફિનિશર અને વનડે ટી 20 માં શ્રેષ્ઠ કેપ્ટન રહી ચૂક્યા છે. ધોનીની કેપ્ટનશીપ ચેન્નાઈની હોય કે ભારત માટે, તે હમેશા ખુબ શાનદાર રહી છે. મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષ 2008 માં ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. જ્યારે ધોનીએ ટીમની કેપ્ટનશીપ સંભાળી ત્યારે તેની…

Read More