મેષ રાશી – પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારૂં બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. મફત સમય નો સંપૂર્ણ આનંદ માણવા માટે, તમારે લોકો થી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ. આ કરવા થી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે. લકી સંખ્યા: 6 વૃષભ રાશી – કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે.પણ તમારે તમારા મગજ પર કાબુ રાખી રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. જો તમે ઘર થી બહાર રહી નોકરી…
કવિ: satyadaydesknews
આજ રોજ જીઆરડી વેલ્ફેર ફેડરેશન દ્વારા સંચાલિત જીઆરડી ડેવલપમેન્ટ એન્ડ વેલ્ફેર બોર્ડના ચિફ એક્સેક્યુટિવ ઓફિસર પ્રો. શ્રી અમિતકુમાર રાવલ અને જીઆરડી વેલ્ફેર ફેડરેશન નાં ડાયરેક્ટર શ્રી મહેબૂબઅલી સૈયદજી એ હિંમતનગર જીલ્લાનાં ગાંભોઇ તાલુકાનાં જીઆરડી સભ્યોની મુલાકાત લીધી અને શ્રમિક કાર્ડ માટેનો કેમ્પ કરીને દરેક જીઆરડી સભ્યોની રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી. જીઆરડી ડેવલપમેન્ટ એન્ડ વેલ્ફેર બોર્ડ ગાંભોઇ તાલુકાનાં શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ, શ્રી લાલસિંહ, શ્રી અનિલભાઈ પટેલ તેમજ ગાંભોઇ તાલુકાનાં તમામ જીઆરડી સભ્યોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે કે તેમણે સંસ્થા દ્વારા થયેલ કેમ્પમાં લાભ લઈને શ્રમિક કાર્ડનાં રજિસ્ટ્રેશન કરાવ્યા.
ગાંધીનગરમાં આવેલા મંત્રી નિવાસસ્થાન પાછળ અનેક માન્યતાઓ પ્રવર્તી રહી છે, જેમાં જે કોઈ મુખ્યમંત્રી એક નંબરના બંગલામાં રહે તો તેમણે મુખ્યમંત્રીપદ ગુમાવવું પડે છે. એટલું જ નહીં, મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો જ નથી. ગાંધીનગરમાં રાજભવન સાથે જ મંત્રીઓ માટેના બંગલા આવેલા છે, જેમાં કુલ 42 બંગલા છે. એમાં બધા બંગલાને નંબર ફાળવવામાં આવ્યા છે, પણ 13 નંબરનો કોઈ બંગલો નથી, કેમ કે એ નંબર અપશુકનિયાળ હોવાની માન્યતા છે. 12 નંબરના બંગલા પછી સીધો જ 12-A એવો નંબર આપવામાં આવ્યો છે. જેઓ એક નંબરના બંગલામાં રહે તેઓ પાંચ વર્ષ પૂરા ના કરી શકે ગુજરાતના મંત્રાલય, મંત્રીઓ, સચિવાલયમાં માન્યતાઓ-ગેરમાન્યતાઓનો પાર નથી.…
મેષ રાશી – તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો. બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે. તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. તમારે તમારા ઘર ના નાના સભ્યો સાથે સમય પસાર કરવા નું શીખવું જોઈએ. જો તમે આ ન કરો, તો પછી તમે ઘરે સદ્ભાવના બનાવી શકશો નહીં. લકી સંખ્યા: 3 વૃષભ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિને સમગ્ર દેશમાં હાથ ધરાયેલા મેગા વેક્સિનેશન અંતર્ગત અમદાવાદમાં મહાઅભિયાન યોજાયું હતું. શુક્રવારે શહેરમાં રેકોર્ડબ્રેક 1.51 લાખ લોકોને રસી મૂકવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે મહાઅભિયાનના ભાગરૂપે પ્રત્યેક સેકન્ડે ત્રણ વ્યક્તિને કોરોનાની રસી મૂકવામાં આવી હતી. આરોગ્યકર્મીઓએ 700 સાઈટ પર સવારે આઠ વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી રસીકરણની કામગીરી કરી હતી. મ્યુનિ. આરોગ્ય અધિકારી ડૉ.ભાવિન સોલંકીએ કહ્યું કે, વડાપ્રધાનના જન્મદિને શહેરમાં ક્યારેય નથી થયું એટલા વેક્સિનેશનનો રેકોર્ડબ્રેક આંકડો સામે આવ્યો છે. સાંજે 8 વાગ્યા સુધીમાં 1.51 લાખ લોકોને રસી મૂકવામાં આવી છે. વેક્સિનેશનનું કામ રાત્રે 12 વાગ્યા સુધી ચાલ્યું હતું. આમ રસીકરણનો આંક દોઢ…
ગુજરાતના મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓને લાવીને મોદીએ સૌ-કોઇને ચોંકાવી દીધા છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપમાં નો રીપીટ થિયરી અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, ત્યારે આ અંગે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપ્યું છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, બધા માટે નો રીપીટ થિયરી આવશે પણ મારા માટે નહીં આવે, હું 6 વખત ચૂંટણી જીત્યો છું, સાતમી વખત પણ ચૂંટણી લડીને જીતીશ એમાં શંકાને સ્થાન નથી. હું જીતવાનો લડવાનો નક્કી નક્કી નક્કીઃ મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભાજપે જે નો રીપીટ થિયરી આપનાવી છે, જેના માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુબ…
દેશભર સહિત ગુજરાત રાજ્યમાં જાણે કે ડ્રગ્સ ડિલરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ડ્રગ્સનું ખુલ્લે આમ વેચાણ કરી રહ્યા છે. હજી તો મુન્દ્રાથી ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સની તપાસ ચાલુ જ થઈ છે ત્યારે મુંબઈની કુખ્યાત ડ્રગ્સ કવીન રૂબિના શેખને એમડી ડ્રગ્સ સાથે મહેસાણા પાસે આવેલી મીરા દાતાર દરગાહમાંથી ઝડપી પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા મુંબઈ પોલીસે ડ્રગ્સ કવીન રૂબિનાના મુંબઈ ખાતે આવેલા ઘરે રેડ કરી એમડી ડ્રગ્સ ઝડપી પડ્યું હતું. જે બાદથી રૂબિના ફરાર હતી અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી. જે બાદ ફરાર રૂબિના મહેસાણા પાસે આવેલ મીરા દાતારની એક હોટલમાં છુપાઈ ગઈ…
કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસે નવા કેસમાં વધારો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 25 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 દર્દી સાજા થયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. રાજ્યમાં 47 દિવસ બાદ પહેલીવાર ડબલ ડિજિટમાં અમદાવાદ કોર્પોરેશનમાં 11 કેસ નોંધાયા છે. અગાઉ 31 જુલાઈએ અમદાવાદમાં 10 કેસ નોંધાયા હતા જ્યારે સુરત કોર્પોરેશન અને જિલ્લામાં 4-4 અને વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે. 4 કોર્પોરેશન અને 3 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા છે. જ્યારે 4 કોર્પોરેશન અને 30 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર…
અમદાવાદ મહાનગર પાલિકા ની 2 વોર્ડ ની પેટા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારો ની જાહેરાત કર્યા બાદ તરત જ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવાર ની જાહેરાત કરી દેવામાં આવી હતી ભાજપ દ્વારા ઇસનપુર વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર ના પુત્ર ને ટિકિટ આપી છે જ્યારે ચાંદખેડામાં રીનાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા ઇસનપુર વોર્ડમાં ભાવેશ દેસાઈ ને અને ચાંદખેડા વોર્ડમાં દિવ્ય જાગૃતિબેન રોહિત નું નામ જાહેર કરવામાં આવ્યું છે. રાજયની ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા, થરા નગરપાલિકા, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકો માટે તેમજ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. ત્યારે આવતીકાલે ફોર્મ…
હિન્દુ પંચાગ મુજબ ભાદરવા મહિનાની સુદ ચૌદશની તિથિને અનંત ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. તેને અનંત ચૌદસ પણ કહે છે. ચાલુ વર્ષે આ તિથિ 19 સપ્ટેમ્બરના રોજ આવે છે. અનંત ચૌદસનો દિવસ આ વર્ષે જ્યોતિષ ગણના મુજબ આ દિવસે મંગળ, બુધ અને સૂર્ય એક સાથે કન્યા રાશિમાં વિરાજમાન હશે. ત્રણેય એક સાથે હોવાના કારણે મંગળ બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ યોગમાં પૂજા કરવા પર અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે અનંત ચતુર્દશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા કરે છે તથા અનંત સૂત્ર બાંધે છે. અનંતસૂત્ર કપડાં કે રેશમનું બનેલું હોય છે…