છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકા તાલુકામાં 20 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, ડાંગ, વલસાડ તેમજ અમદાવાદમાં 1થી 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 3-4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવા આવી છે. જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવવા CM ભૂપેન્દ્ર પટેલ 12.30 વાગ્યે જશે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ચોમાસું ફરી સક્રિય થતાં આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3…
કવિ: satyadaydesknews
*સરળ ઉપાય થી કરો ગણેશજી ને પ્રસન્ન. તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.* ધર્મ શાસ્ત્ર અનુસાર કોઈ પણ કાર્ય ની શરૂઆત પહેલાં ગણેશજીને યાદ કરવા ખુબજ જરૂરી છે ભગવાન ગણેશજી ને ખુશ કરવા ખુબજ સરળ છે. જેમ ભોલેનાથને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ સામગ્રીની જરૂર નથી પડતી તેમ માતા પાર્વતી અને શિવજીના પુત્રને પણ ખુશ કરવા સરળ છે. ગણેશજી પોતાના ભક્તોની શ્રદ્ધા અને ભક્તિ જુએ છે. જે ભક્તો તેમના પ્રત્યે જેટલી શ્રદ્ધા રાખે છે ગણેશજી તેના પર તેટલા જ કૃપાળુ બન્યા રહે છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે શાસ્ત્રોમાં ગણેશજીને ખુશ કરીને તરત જ મનોકામના પૂરી કરવાના કેટલાક ઉપાયો જણાવ્યા છે.…
મેષ રાશી – તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ. તમારું ધન તમારા કામ માં ત્યારેજ આવી શકે છે જયારે તમે પોતાની ફિજૂલખર્ચી બંધ કરો. આ વાત તમને આજે સારી રીતે સમજ માં આવી શકે છે. તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ન ઉતરી પડાય તેની તકેદારી રાખજો-કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો-તેનો ઉકેલ સલાહસંપથી લાવવો રહ્યો. તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે, લકી સંખ્યા: 6 વૃષભ રાશી – આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. વગર સૂચના કોઈ…
મેષ રાશી – તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ. તમારું ધન તમારા કામ માં ત્યારેજ આવી શકે છે જયારે તમે પોતાની ફિજૂલખર્ચી બંધ કરો. મિત્રો અને સબંધીઓ સાથે ખરીદી કરવા જવા નો આ દિવસ છે. ફક્ત તમારા ખર્ચ પર નજર રાખો. લકી સંખ્યા: 6 વૃષભ રાશી – આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટ માં પૈસા નાખી શકે છે જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થયી શકો છો। કોઈક ધાર્મિક સ્થળ અથવા સંતપુરૂષની મુલાકાત લો…
મેષ રાશી – લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. આજે કોઈ ની મદદ વગર તમે પોતે ધન કમાવા માં સક્ષમ હશો. આજે શક્ય હોય તેટલુ લોકો થી દૂર રહો. લોકો ને સમય આપવા કરતાં પોતાને સમય આપવા નું વધુ સારું છે. લકી સંખ્યા: 1 વૃષભ રાશી – તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. લકી સંખ્યા: 9 મિથુન રાશી – તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો. બીમારી તરફથી તમારૂં ધ્યાન અન્યત્ર દોરવા…
કેવડા ત્રીજ એટલેહરિયાળી ત્રીજ આ દિવસે મહિલાઓ પોતાનાં પતિનાં લાંબા આયુષ્ય અને નિરોગી આરોગ્યમય જીવનની કામનાનાં ઉદ્દેશથી વ્રત તથા પૂજન કરે છે. આ વર્ષે હરિયાળી ત્રીજનો પર્વ ૦૯મી સપ્ટેમ્બર ભાદરવા સુદ ત્રીજ હસ્ત નક્ષત્રમાં ગુરૂવારે ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં હરિયાળી ત્રીજને કેવડા ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે મહિલાઓ ભગવાન સામ્બસદાશિવને કેવડો ચઢાવી પતિનાં લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. હરિયાળી શબ્દનો અર્થ છે હર્યુ-ભર્યુ અને ચોમાસું આવતા ચોતરફ હરિયાળી ફેલાઈ જાય છે. આ દિવસે મહિલાઓ સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને પરમ્પરાગત લોક ગીતો ગાય છે અને નાચે છે. આ દિવસને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે…
અમદાવાદ શહેર હવે દારૂ જુગારના અડ્ડાઓ ને લઈ ને બદનામ થતું જોવા મળી રહ્યું છે અને ઉપરી અધિકારીઓ આ બાબતે કેમ મૌન સેવી રહ્યા છે તે પણ એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે.આજે વાત કરીએ તો અમદાવાદ ના સરખેજ વિસ્તારની કે જ્યાં લોકોને ઘરમાં પીવાના પાણી માં પણ દેશી દારૂનો સ્વાદ આવવા લાગ્યો હતો અને પછી ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલું દ્વારા તપાસ ના આદેશ આપવામાં આવ્યા હતા અને સરખેજ વિસ્તારમાં ઠેક ઠેકાણે નામની રેડ કરવામાં પણ આવી હતી.પરંતુ આજે હાલની પરિસ્થિતિ માં સરખેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવતા અહીંની વાસ્તવિકતા કંઈક અલગ જ…
અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન શહેરનાં 6 લેન્ડ ડીલરોને ત્યાં IT ત્રાટકયું દિપક ઠક્કર અને યોગેશ પુજારા ITની ઝપટે કે.મહેતા ગ્રુપ પર પણ ITની તવાઇ અન્ય એક નામાંકિત ગ્રુપ પર પણ દરોડા કુલ 24થી વધુ સ્થળોએ ચાલી રહી છે દરોડાની કામગીરી યોગેશ પુજારા છે નામાંકિત ઉદ્યોગપતિનો ભાણેજ વહેલી સવારે ઓપરેશનથી રિયલ એસ્ટેટ લોબીમાં સોપો અમદાવાદમાં લાંબા સમય બાદ ITનું મેગા ઓપરેશન અમદાવાદ શહેરમાં બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યાં છે. શહેરના ધર્મદેવ અને ઈસ્કોન ગ્રુપને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યાં છે. બિલ્ડરોના ઘર, ઓફિસ અને અન્ય સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં છે. મોટા પાયે આર્થિક વ્યવહારો હોવાની આશંકાને લઈને વહેલી…
ચીખલી કસ્ટોડિયલ ડેથ મામલે આરોપી હજુ પોલીસ પકડથી દુર કે પછી પોલીસને આરોપી પોલીસને જ પકડવામાં રસ નથી ? BTTS સંગઠન દ્વારા ફરી એકવાર ઉગ્ર આંદોલનની આપી ચીમકી ! સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચારી બનેલા ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી પોલીસ અધિકારીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને તેઓ બિન્દાસપણે કોર્ટમાં આગોતરા જામીનને લઈને અરજી કરી રહ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે આદિવાસી સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જેને લઈને આજે સોમવારે ફરીવાર ચીખલી વિસ્તારમાંથી બેનરો અને નારેબાજી સાથે રેલીનું આયોજન થયું હતું.પ્રાંત અધિકારીને આવેદન આપ્યુંસમગ્ર ગુજરાતમાં બહુચર્ચિત ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આદિવાસી સમાજે દબાણ લાવી આરોપી પોલીસ કર્મીઓ ઉપર…
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેર કોટડા પોલીસ સ્ટેશન વિવાદોમાં જ ઘેરાયેલું રહ્યું છે અને હાલ માં પણ આ પોલીસ સ્ટેશનનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા વાળા એટલી હદે વધી ગયા છે કે ગલીએ ગલીએ દેશી અને ઈંગ્લીશ દારૂ મળવો સહેલો થઈ ગયો છે.શહેર કોટડા પોલીસ સ્ટેશની હદ વિસ્તારમાં બુટલેગરો એટલી હદે બેફામ બન્યા છે કે પોલીસ આ વિસ્તારમાં રેડ કરવા જતાં પણ ગભરાઈ રહી છે કારણકે આ જ બુટલેગરો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવે છે અને જ્યારે પત્રકારો આ બાબતનું કવરેજ કરવા જતાં હોય કે સ્ટિંગ કરવા જતાં હોય…