અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના કાળમાં જે પ્રમાણે કોરોના વાયરસ ના આંકડા છુપાવવા નો ખેલ ચાલતો હતો તે પ્રમાણે હવે અમદાવાદ મનપા દ્વારા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ના કેસોના આંકડા છુપાવવા નો ખેલ શરૂ કરવામા આવ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે, અને શહેરમાં તમામ વિસ્તારમાં છેલ્લા 21 દિવસમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 10 હજારથી વધારે કેસ નોંધાયા છે. પણ મ્યુનિ. માત્ર 197 કેસ હોવાનું સત્તાવાર રીતે જણાવે છે. મ્યુનિ.ની શારદાબેન અને એલજી હોસ્પિટલના આંકડા જોઇએ તો ત્યાં એક દિવસમાં મચ્છરજન્ય રોગચાળાના 174 કેસ સામે આવ્યા છે જે મ્યુનિ.ના 21 દિવસના આંકડા કરતાં વધુ છે. કોરોના બાદ હવે મ્યુનિ. ચિકનગુનિયા અને…
કવિ: satyadaydesknews
અમદાવાદના વેપારીઓ દ્વારા કેટલાક ખંડણીખોર તત્વો ધાકધમકી આપી અને ખંડણી ઉઘરાવતા હોવાની ફરિયાદ ગઈકાલે જ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવી હતી. જેની વચ્ચે આજે અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા અને ફર્નિચરનો વેપાર કરતા વેપારીને ખોખરા વોર્ડના ભાજપના યુવા કોર્પોરેટર ચેતન પરમારે હાથ પગ ભાંગી નાંખવાની અને દુકાન સીલ કરી દેવાની તેમજ હું ભાજપનો કોર્પોરેટર છું, તું મારુ કશું બગાડી શકવાનો નથી તેવી ધમકી આપી હતી. આ મામલે વેપારીએ પોલીસ કમિશનર, સેકટર 2 જેસીપી અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઇને લેખિતમાં ફરિયાદ કરી છે. પોલીસ પાસે તેઓએ રક્ષણ માંગ્યું છે. ચેતન પરમારે તેમની ઓફિસમાં ગાળાગાળી કરીઃ વેપારી આ મામલે વેપારી અશોકભાઈ સુથારે DivyaBhaskar…
વડોદરા શહેરમાં જામેલા શ્રાવણીયા જુગારમાં પોલીસે મોડી રાત્રે અમિતનગર સર્કલ પાસે આવેલા વામા ડુપ્લેક્ષમાં રમાઇ રહેલા જુગાર ઉપર દરોડો પાડ્યો હતો. પોલીસે મકાન માલિક માલિક અને વડોદરા શહેર યુવા ભાજપના મંત્રી સહિત 11 જુગારીયાને 75 હજાર રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મોડી રાત્રે જુગાર રમતા ખાનદાની નબીરા ઝડપાતા ચકચાર મચી ગઇ હતી અને કેમેરાથી ચહેરો છુપાવવા નબીરાઓ ભાગ્યા જોવા મળ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા. આ ઉપરાંત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રમાઇ રહેલા જુગાર ઉપર પોલીસે દરોડા પાડી 7થી વધુ જુગારીયાઓ ઝડપી પાડ્યા હતા. કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે વામા ડુપ્લેક્ષના મકાન નં-8 માં જુગાર રમાતો હોવાની…
‘દરેક વ્યક્તિએ વાદ-વિવાદ, ધર્મ, જાતિ આ તમામ વસ્તુઓ ભૂલીને બધાને મદદ કરવી જોઈએ.’: હાર્દિક પટેલ : અર્થાત “સૌનો સાથ,સૌનો વિકાસ” : હવે હાર્દિકના તમામ ધર્મ અને જાતિને ‘હાર્દિક અભિનંદન’ : શું ભાજપમાં જોડાવાના એંધાણ ? ‘પાટીદાર સિવાય કોઈ નહિ’ એવું કહેનાર હાર્દિક પટેલ હવે તમામ ધર્મ અને જાતિને ‘હાર્દિક અભિનંદન’આપી રહ્યા હોય એવું એમનું એક નિવેદન રાજકોટની મુલાકાતે આવેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.’દરેક વ્યક્તિએ વાદ-વિવાદ, ધર્મ, જાતિ આ તમામ વસ્તુઓ ભૂલીને બધાને મદદ કરવી જોઈએ.’એવું નિવેદન હાર્દિક પટેલ દ્વારા આપવામાં આવતા. એક સમયે ‘માત્ર પાટીદાર સિવાય કોઈ નહિ’ આવી વાતો કરનાર હાર્દિક પટેલના બદલાઈ રહેલા…
આરબીઆઇએ નેશનલ ઓટોમેટિડ ક્લીયરિંગ હાઉસ (NACH) ને હવે 24 કલાક સાત દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નવો નિયમ તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં પણ નવો નિયમ લાગૂ પડશે. બેન્કના દરેક ગ્રાહકે આ માહિતી જણાવી ખુબ જ અગત્યની અને અનિવાર્ય છે.જો તમે ચેક વડે પેમેન્ટ કરો છો તો તમારા માટે એકદમ જરૂરી સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) એ એક ઓગસ્ટના રોજ બેંકીંગ નિયમોમાં થોડો ફેરફાર કરી દીધો છે. આરબીઆઇએ નેશનલ ઓટોમેટિડ ક્લીયરિંગ હાઉસ (NACH) ને હવે 24 કલાક સાત દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નવો નિયમ તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં પણ નવો નિયમ લાગૂ…
બોલિવૂડ ફિલ્મ ‘સિંઘમ’માં જયકાંત શિકરેનો રોલ પ્લે કરીને લોકપ્રિય થનાર પ્રકાશ રાજે 24 ઓગસ્ટના રોજ બીજીવાર લગ્ન કર્યા હતા. આ દિવસે પ્રકાશ રાજની 11મી વેડિંગ એનિવર્સરી હતી. પ્રકાશ રાજે અન્ય કોઈ યુવતી સાથે નહીં, પરંતુ પત્ની સાથે જ બીજીવાર લગ્ન કર્યા છે. પ્રકાશ રાજે દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે આ લગ્ન કર્યાં છે. 24 ઓગસ્ટે 11મી વેડિંગ એનિવર્સરી હતી પ્રકાશ રાજ હાલમાં મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયીન સેલવન’ના શૂટિંગ અર્થે મધ્યપ્રદેશમાં છે. 24 ઓગસ્ટના રોજ પ્રકાશ રાજ તથા પોની વર્માની 11મી વેડિંગ એનિવર્સરી હતી. પ્રકાશ-પોનીનો દીકરો વેદાંત ઈચ્છતો હતો કે તેના મમ્મી-પપ્પા તેની નજરની સામે બીજીવાર લગ્ન કરે. દીકરાની આ ઈચ્છા પૂરી…
ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરૂવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ગુરુવાર 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. 20 હજારથી વધુ શાળાઓના વર્ગો શરૂ થશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે. ઓફલાઈનની સાથે ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રખાશે સમગ્ર ગુજરાતમાં 15 જુલાઈથી ધોરણ 12 અને 26 જુલાઈથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ…
23 ઓગસ્ટ સોમવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ www. gseb. org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે, જ્યારે માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે. ધોરણ 10ના કુલ 3 લાખ 26 હજાર 505 રિપીટર વિદ્યાર્થીએ પરીક્ષા માટેનાં ફોર્મ ભર્યાં હતાં. તેમાંથી 2 લાખ 98 હજાર 817 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 30 હજાર 12 વિદ્યાર્થી પાસ થયા છે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું માત્ર 10.04 ટકા જ પરિણામ આવ્યું છે. કુલ પરિણામ માત્ર 10.04 ટકા જ આવ્યું ધોરણ 10માં 95 હજાર 696…
અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ આ ગાબડાં પુરવાનું કામ મોટાભાગે પુરૂ કરી નાંખ્યું હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ શહેરમાં ન્યૂ મણિનગર વિસ્તારમાં તૂટી ગયેલા રોડ પર ફરી વાર નવો રોડ બનાવવાની માંગ ઘણા સમયથી હતી. ત્યારે અહીં ભાજપના કોર્પોરેટરોએ ખુદ ઉભા રહીને રોડ તૈયાર કરાવડાવ્યો હતો. જે તૈયાર થયાનાં માત્ર પાંચ જ દિવસમાં બેસી ગયો હતો. ગણતરીના સમયમાં રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા શહેરના રામોલ હાથીજણ વોર્ડમાં આવતા ન્યુ મણિનગર વિસ્તારમાં આ પેચવર્કની…
પર્યાવરણને નુકશાન ન થાય તે માટે ગણેશ ઉત્સવમાં પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ હોવાથી લોકોમાં માટીની પ્રતિમા આર્કષણનું કેન્દ્ર બની છે. જામનગરમાં માટીની ગણપતિજીની મૂર્તિ વિભાપરનો સફેદ બુટવો, મોરબીની લાલ માટી અને કાળી માટીના મિશ્રણથી બનાવવામાં આવે છે. ગણપતિજીની એક પ્રતિમા બનતા 5 કલાકનો સમય લાગે છે. જેમાં 50 ટકા કામ બીબાથી અને 50 ટકા કામ હાથથી કરવામાં આવે છે. ત્યારબાદ ગણપતિજીના સૂંઢ અને હાથને અલગથી જોડવામાં આવે છે. આ વર્ષે પાંચ ફૂટથી ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને કારણે 6 ઇંચથી સાડા ચાર ફૂટ સુધીની પ્રતિમા બનાવવામાં આવી છે. જેની કિંમત રૂ.100 થી લઈને 5 હજાર સુધીની છે.…