સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. જેમાં રાહત કમિશનરે જણાવ્યુ કે, આજે સવારે 6 થી બપોરના 2 સુધી રાજયમાં 8 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારી તાલુકામાં 13 મી.મી વરસાદ પડ્યો છે. રાજયમાં 24 ઓગસ્ટ સુધી 350.33મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મી.મી.ની સરખામણીએ 41.71 ટકા છે. હવામાન વિભાગ મુજબ, આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. આગામી સપ્તાહે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના IMDના અધિકારીએ જણાવ્યુ છે કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં…
કવિ: satyadaydesknews
સુરત જિલ્લાના કામરેજના જોઝા ગામના સરપંચને સુરત ACBની ટીમે 50 હજાર રૂપિયાની લાંચ લેતા આજે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જોખા ગામના લાભાર્થીઓના મંજૂર થયેલા મકાનો બનાવી આપવાનું કામ આપવાના અવેજમાં 50 હજાર રૂપિયાની માગણી કરાયા બાદ ACB એ ફરિયાદના આધારે વોચ ગોઠવી સરપંચ હિતેશ જોષીને પકડી પાડ્યા હતા. જાગૃત નાગરિકે ACBમાં ફરિયાદ કરી એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, કામરેજના જોખઅગામના સરપંચ સરકારી આવાસનું કામ આપવાની અવેજમાં રૂપિયાની માગણી કરી રહ્યા છે. એટલું જ નહીં પણ અગાઉ બે વાર મળીને 51 હજાર લઈ ચુક્યા છે, ત્યાર બાદ ફરીથી 50 હજાર માગતા ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરતા કામગીરી…
રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જન્માષ્ટમી તા.૩૦/૮/ર૦ર૧ સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે ૮ મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.૩૦ ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના ૧ વાગ્યાથી અમલી કરાશે. મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ર૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.P નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે આ માટે બે ફૂટના અંતરે સોશિયલ…
સુરતના ઝાપા બજારમાં રહેતી મહિલા પોતાના બાળક સાથે રીક્ષામાં બેઠી હતી. રિક્ષાચાલકને તેને મક્કાઈ પૂલ ખાતે ઉતારવા માટે કહીને તે રીક્ષામાં બેઠી હતી. ઝાપા બજારથી મક્કાઈ પૂલ બ્રિજ સુધી આવતા દરમિયાન તે રસ્તામાં સતત રડતી હતી. રિક્ષા ચાલકે તેને પૂછ્યું કે, બેન કયા કારણસર રડો છો. પરંતુ તેણે કોઈ યોગ્ય ઉત્તર આપ્યો નહીં. રિક્ષાચાલકને શંકા ગઈ કે, મહિલા મક્કાઇપુલ શા માટે જઈ રહી છે. કદાચ તે આપઘાત કરી શકે છે. તેવી શક્યતાને જોતા તે સતર્ક થઈ ગયો હતો. રિક્ષાચાલકો સમયસૂચકતા દાખવી રિક્ષા ચાલકે સમયસૂચકતા દાખવીને મક્કાઈ પૂલ પાસે એ મહિલા નીચે ઉતરે તે પહેલાં જ ત્યાંથી પસાર થતાં એક પોલીસ…
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકની તાજેતરની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. ઘનશ્યામ નાયક છેલ્લાં થોડાંક મહિનાથી સિરિયલમાં જોવા મળતા નથી. ઘનશ્યામ નાયકને કેન્સરને ઊથલો માર્યો હોવાથી તેની સારવાર કરાવતા હતા. વાઇરલ થયેલી તસવીરમાં ઘનશ્યામ નાયકમાં ઘણી જ નબળાઈ આવી ગઈ હોય તેમ લાગે છે. કેન્સરને કારણે વજન ખાસ્સું ઘટી ગયું ‘તારક મહેતા..’ ફૅન ક્લબે 77 વર્ષીય ઘનશ્યામ નાયકની બે તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે. આ તસવીર શૅર કરીને કહેવામાં આવ્યું છે, ‘નટુકાકાની હાલની તસવીરો, બિહાઇન્ડ ધ સીન્સ’ આ તસવીરમાં ઘનશ્યામ નાયકનું વજન ખાસ્સું ઘટી ગયેલું લાગે છે. આ ઉપરાંત તેમનું મોં જમણી સાઇડથી સહેજ ત્રાંસુ…
ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 1 લાખ 14 હજાર 193 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાથી માત્ર 31 હજાર 785 વિદ્યાર્થીઓ જ પાસ થયાં હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 27.83 ટકા પરિણામ નોંધાયું છે. ત્યારે હવે આવતી કાલે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. આવતીકાલે સવારે 8 વાગે બોર્ડની વેબસાઈટ www. gseb. org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. જ્યારે માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થયા? ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 89 હજાર 106 રિપીટર વિદ્યાર્થીઓમાંથી 78 હજાર 215 વિદ્યાર્થીઓએ…
લોકસભાના સાંસદ અને NGOના ચેરમેન એવા મહિલાને પલાસ પટેલ નામના ફેસબુક પ્રોફાઈલ ધરાવતા યુવકે સોશિયલ મીડિયામાં મોનિટરીંગ કરી તેમની વિશે અભદ્ર વીડિયો પોસ્ટ કર્યો હતો. રાજકીય રીતે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી ટીકા ટિપ્પણી કરી હતી. આ મામલે તેઓએ રાજય પોલીસવડા અને પોલીસ કમિશનરને રજુઆત કરતા સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ પીઆઇએ આ મામલે છેડતી અને અન્ય કલમો હેઠળ પલાસ પટેલ નામના ફેસબુકધારક સામે ફરિયાદી બની ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમના પીઆઈ બન્યા ફરિયાદી સાયબર ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કે.કે મોદીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે લોકસભાના સાંસદ અને…
અફઘાનીસ્થાનની રાજધાની કાબુલમાં યુક્રેનના એક પ્લેનને હાઇજેક કરવાનો મામલો સામે આવ્યો છે.યુક્રેનના એક મંત્રીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.મળતી માહિતી મુજબ આ વિમાન પોતાના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે અફઘાનિસ્તાન પહોંચ્યું હતું.યુક્રેનના ડેપ્યુટી વિદેશ મંત્રીનો દાવો છે કે કેટલાક અજ્ઞાત લોકોએ યુક્રેન એરલાઇનના વિમાનને હાઇજેક કર્યું છે.જેને નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે કાબુલ મોકલવામાં આવ્યું હતું .રૂસની સમાચાર એજન્સી TASS દ્વારા પણ આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ આ પ્લેન છેલ્લી વાર હમિદ કરજઈ એરપોર્ટ પર ઉતર્યું હતું .અને ત્યાંથી એણે ઈરાન માટે ઉડાન ભરી હતી. યુક્રેનનું વિમાન અપહરણ કરી ઈરાન લઈ જવામાં આવ્યું છે એવો દાવો યુક્રેનના…
રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવી રહી છે. હાલમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે. બીજી તરફ, આગામી 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી આવી રહી છે. દેશભરમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભક્તો રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઊજવે છે, પરંતુ જો સરકાર 28 ઓગસ્ટ બાદ નવી ગાઈડલાઈન્સમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત ન આપે તો જન્માષ્ટમીના રાત્રે 12 વાગે મંદિરોમાં થતી કૃષ્ણ જન્મની ઉજવણી ભક્તોએ ઘરે જ કરવી પડશે, એટલે કે સતત બીજા વર્ષે પણ ભક્તોએ ઘરે જ કનૈયાના જન્મદિવસની ઉજવણી…
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી અને ગુજરાત રાજયન ડીજીપી દ્વારા ગુજરાત રાજ્યમાંથી દારૂ અને જુગારના અનેક અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ છે પરંતુ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજયશ્રી વાસ્તવ સાહેબને આ વાત નું પાલન કરાવવાનો સમય ન હોય તેવું લાગી રહ્યું છે. વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં એટલે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જે વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા તે જ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડાઓ અને દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે પરંતુ કોઈજ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. વટવા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર રાજભા…