અમદાવાદ માં પોલીસ ખાતા માં પોતાની વગ ઉભી કરી ખુલ્લેઆમ વર્ષો થી જુગાર નો અડ્ડો ચલાવનાર કુખ્યાત બાબુ દાઢી ના અડ્ડા મામલે સત્યડે માં અહેવાલો આવ્યા બાદ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ની કચેરી ગાંધીનગર થી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનર ને બાબુ ના અડ્ડા સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરી તેનો રિપોર્ટ બે દિવસ માં મોકલવા સૂચના આપતા હવે બાબુ ના અડ્ડા અને તેના ભાગીદારો દોડતા થઈ ગયા છે. બાબુ ના અડ્ડા માં પોલીસ વહીવટદાર ની શંકાસ્પદ ભૂમિકા પણ તપાસ નો વિષય હોવાનું ચર્ચા માં છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અત્રે ના શહેર પોલીસ કમિશનરશ્રી…
કવિ: satyadaydesknews
વડોદરા શહેરના સરદાર ભવનના ખાચામાં આવેલી પટેલ રમેશ અંબાલાલ આંગડિયા પેઢીમાં કામ કરતા ઓફિસ બોય સામે 12 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. કારેલીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં પટેલ રમેશ અંબાલાલની ત્રણ ઓફિસ આવેલી છે વડોદરાના સરદાર ભવનના ખાંચામાં આવેલી પટેલ રમેશ અંબાલાલ આંગડિયા પેઢીના કર્મચારી કનુભાઇ જોઇતારામ પટેલ(ઉ.56),(રહે, બી-20, શિવસાગર સોસાયટી, નિઝામપુરા, વડોદરા)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું પટેલ રમેશ અંબાલાલ પેઢીમાં છેલ્લા 35 વર્ષથી નોકરી કરૂ છં. વડોદરામાં સરદાર ભવનનો ખાંચો, અલકાપુરી અને મકરપુરા એમ અમારી ત્રણ બ્રાંચ આવેલી છે. ત્રણેય ઓફિસનો વહીવટ હું કરૂ છું. શનિવારે સવારે હું ઓફિસ…
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શનિવારે સ્ટાફ સિલેક્શનની બેઠક મળી હતી જેમાં મ્યુનિ. ના પ્રભારી ધર્મેન્દ્ર શાહે એક માનીતા અધિકારીને બેસાડ્યા હતા. આ વાત કમિશનરના ધ્યાને આવતા તેમણે બેઠક શરૂ થાય તે પહેલા જ તે અધિકારીને ઊભા કરી બહાર નીકળી જવા જણાવ્યું હતું. સ્ટાફ સિલેક્શનની બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને મ્યુનિ. કમિશનર જ હાજર રહી શકે છે. શનિવારે બપોરે સ્ટાફ સિલેક્શનની બેઠક શરૂ થાય તે પહેલા ધર્મેન્દ્ર શાહ મેયરને મળ્યા હતા અને તેમના એક વિશ્વાસુ અધિકારીને પણ બેઠકમાં ઉપસ્થિત રહી શકે તે માટેનો લેખિત ઓર્ડર કરવા દબાણ કર્યું હતું. મેયરે લેખિત ઓર્ડર કરી મ્યુનિ. કમિશનરને મોકલ્યો હતો. નિયમ…
ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના જવાન પાસે વાહનચાલકને રોકીને તેમની પાસે કાગળો માગવાની કે દંડ વસૂલ કરવાની કોઈ જ સત્તા નથી. તેમ છતાં પણ આ જવાનો વાહનચાલકોને રોકીને કાગળ માગવાના બહાને તોડબાજી કરે છે. જેથી ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના જવાનો તોડબાજી અને ભ્રષ્ટાચાર કરવાનું બંધ નહીં કરે તો 1 મહિના પછી તેમના ફોટા – વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વહેતા કરવાની ચીમકી ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ ઉચ્ચારી છે. આ અંગે સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું કે ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના જવાનોની મદદ ટ્રાફિક નિયમન માટે લેવામાં આવે છે. જો કે તેમનું કામ માત્ર ટ્રાફિક નિયમન કરવાનું જ છે. પરંતુ હોમગાર્ડ અને…
આજે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ખોડભાઈ ભરવાડની દાદાગીરી આવી સામે આવી હતી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ વેસ્ટ પો. સ્ટેના પોલીસ કર્મીની દંપતી પર દાદાગીરી આવી સામે હતી. મળતી વિગત મુજબ આ દંપતીને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવી હતી.અને તેમની પાસેથી પોલીસ કર્મીએ 600 રૂપિયા માંગ્યા હતા જે એમણે આપ્યા પણ હતા એવો દંપતીએ આક્ષેપ કર્યો છે.પોલીસ કર્મીઓએ માત્ર પૈસા જ નથી લીધા, પૈસા લીધા ઉપરાંત તેમણે આ દંપતીના માતાપિતા પર ભીભત્સ ગાળોનો પ્રયોગ પણ કર્યો હતો એવો પણ આક્ષેપ છે. પોલીસે માગેલ રકમ રૂપિયા 600 આપ્યા હોવા છતાં એમને એમની પાસે જેટલા…
અમદાવાદ માં પોલીસ સાથે સાંઠગાંઠ ધરાવતા બાબુ દાઢી નું જુગારધામ ખુલ્લેઆમ ધમધમી રહ્યું છે અને તેમાં એક પોલીસ વહીવટદાર ભાગીદાર હોવાની વાતો વચ્ચે આ મહાશય પોતાના પાર્ટનરને સાચવી રહ્યા ની વાતો ભારે ચર્ચાસ્પદ બની છે સાબરમતી પોલીસ મથક ની વાત કરવામાં આવે તો સત્યડે ના પત્રકાર આગમ શાહ દ્વારા બાબુ ના અડ્ડા મામલે પોલીસ કંટ્રોલ ઉપર ઈન્ફોર્મેશન આપવામાં આવે છે અને થોડી જ વાર માં બાબુ દાઢી નો પત્રકાર ના નંબર ઉપર ફોન આવે છે અને ગાળો આપે છે એટલું જ નહીં બાબુ દાઢી ના મોબાઈલ માંથી સાબરમતી પોલીસ મથક ના પોલીસ કર્મચારી નો ફોન આવે છે અને હાજર થવાની…
રાજ્ય માં સાતમ-આઠમ આવતા જ જન્માષ્ટમી ના રમાતા જુગાર ઉપર પોલીસ ની નજર છે પણ બાબુ દાઢી નો જુગાર નો મોટો અડ્ડો પોલીસ ને દેખાતો નથી તે કારણ ભારે આશ્ચર્ય જન્માવી રહ્યું છે એટલું જ નહીં બાહોશ ગણાતી ક્રાઈમ બ્રાન્ચ ને પણ આ અડ્ડો દેખાતો નથી તે વાત એથી વધારે નવાઈ પમાડે તેવી છે કારણ ગમે તે હોય પણ લાખ્ખો ના વહીવટ છતાં આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. બાબુ દાઢી ના ભાગીદારો ની વાત કરવામાં આવે તો તે પૈકી કેટલાક અખબાર ના પાને ચમકી ચુક્યા છે પણ એક ભાગીદાર પોલીસ નો માણસ હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે,અને…
ગુજરાત ઉર્જા વિકાસ નિગમમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા કર્મચારીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. મૂડી કરતા વધુ વ્યાજ વસુલ કરનાર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા પત્નીએ માંગણી કરી છે. પત્નીએ વ્યાજખોરો સામે રોષ વ્યક્ત કરતા એમ પણ જણાવ્યું હતું કે, વ્યાજ ખોરોના ત્રાસથી મારા સંતાનો રોડ ઉપર આવી ગયા છે, તેજ રીતે વ્યાજખોરોના સંતાનો પણ રોડ ઉપર આવી જશે. કુદરતની લાકડીમાં અવાજ હોતો નથી. બીજી તરફ પત્નીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતુ કે, પતિએ ખાનગી બેંકમાથી 8 લાખ રૂપિયાની લોન લીધી હતી. જે લોન ભરપાઇ ન શકતા માનસિક તણાવમાં આવીને આપઘાત કર્યો હતો. વ્યાજખોરોના ત્રાસથી કર્મચારીનો…
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 71,939 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,297 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. ગુરૂવારે ચિકનગુનિયાના 26 કેસ અને ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા હતા. કોરોનાના એક્ટિવ દર્દી માત્ર 19 રહ્યા કોરોનાના ગંભીર કેસો વધુ નોંધાવાના શરૂ થયા બાદ વડોદરામાં 19મી ઓગસ્ટ, ગુરુવારે પહેલીવાર વેન્ટિલેટર પર સમગ્ર શહેર-જિલ્લામાં વેન્ટિલેટર પર એકેય દર્દી સારવાર હેઠળ નથી. વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં કોરોનાના માત્ર 19 એક્ટિવ દર્દીઓ છે. જેમાંથી માત્ર 1 દર્દી જ પ્રમાણમાં ગંભીર છે જેને ઓક્સિજન પર રાખવામાં…
અમદાવાદમાં ઘણા સમયથી યુવતીઓના છેડતીના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે ઘરમાં પણ યુવતીઓ સુરક્ષિત નથી રહી. ઘરમાં કામ કરવા માટે આવતાં કારીગરો પણ મહિલાઓને ટાર્ગેટ બનાવી રહ્યાં છે. શહેરમાં ચાંદખેડા નજીક રહેતા એક પરિવારના ઘરમાં કલરકામ માટે આવેલો કારીગર મકાનમાલિકની બહેનને ખેંચીંને રૂમમાં લઈ ગયો અને મહિલાના કપડાં ઉતારવા લાગ્યો હતો. એટલામાં મહિલાએ બળજબરી કરી રહેલા યુવકના કાન પર બચકું ભરી લેતાં તે દુષ્કર્મથી બચી ગઈ હતી. આ ઘટનામાં ચાંદખેડા પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી છે. કારીગર મહિલાને ખરાબ નજરથી જોતો હતો અમદાવાદના ચાંદખેડામાં રહેતી નિશા ( નામ બદલ્યું છે) તેની બહેનના ઘરમાં કલરકામ ચાલતું હતું ત્યારે…