વડોદરા શહેરની વિનાયક સિટી બસમાં ફરજ બજાવતા કંડક્ટરની ઇમાનદારીએ સૌ-કોઇના દિલ જીતી લીધા છે. સિટી બસમાંથી મળેલા અઢી લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના ભરેલુ પર્સ કંડક્ટરે મહિલાને પરત આપતા મહિલાની આંખોમાંખી ખુશીના આંસુ આવી ગયા હતા. મેનેજરે પર્સ ખોલીને જોતા સોના-ચાંદીના દાગીના મળ્યા વિનાયક સિટી બસની મીની બસ 15 ઓગસ્ટના રોજ સાંજે વાઘોડિયાથી વડોદરા તરફ આવવા માટે નીકળી હતી. જેમાં ગોરજ ગામમાં રહેતા 25 વર્ષીય ગ્રીષ્માબેન દિનેશભાઇ પરમાર તેમના સસરા સાથે બેઠા હતા. તેઓ તેમની બહેનના સીમંત પ્રસંગમાં જઇ રહ્યા હતા. વડોદરા સિટી બસ સ્ટેન્ડ પર ઉતર્યાં હતા. જોકે, પોતાનું સોના-ચાંદીના દાગીના ભરેલી પર્સ બસમાં જ ભૂલી ગયા હતા. બસમાં…
કવિ: satyadaydesknews
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હોટલમાં કેટલાક ઈસમો પૈસા કમાવવાની લાલચમાં ગેરકાયદે કામ કરતા હોય છે. જેના અવારનવાર અનેક કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એરપોર્ટ સર્કલ પાસે આવેલી માર્વેલ્સ ઇન હોટલમાં કુટણખાનું ધમધમી રહ્યું હતું. જેમાં આ હોટલની આજુબાજુ રહેતા 2 દલાલો ગ્રાહકને શોધી તેમને લાલચ આપીને આ હોટલ સુધી લઈ આવતા હતા. હોટલનો મેનેજર ગ્રાહકોને મોબાઈલમાં યુવતીઓની તસવીર બતાવતો હોટલ માર્વેલ્સ ઇનમાં આ ગ્રાહકને મેનેજર તેના મોબાઈલમાં યુવતીઓની તસવીરો બતાવીને તેમની કિંમત જણાવતો હતો. આ હોટલમાં યુવતીઓને મોકલનારી તાનીયા નામની મહિલા તેની બદલે તે કમિશન લેતી હતી. તે એરપોર્ટ સર્કલની નજીક જ…
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં જ પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. ભાજપ અને કોંગ્રેસ સહિત હવે આમ આદમી પાર્ટીએ પણ સક્રિય થઈને રાજકીય માહોલ ગરમ કરી દીધો છે. ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતના પાંચ નવનિયુક્ત મંત્રીઓને જવાબદારી સોંપી છે. આ મંત્રીઓ રાજ્યમાં જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પણ ભાજપની આ યાત્રા સામે કોવિડ-19 ન્યાય યાત્રા શરૂ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા તાલુકા, જિલ્લા, શહેર અને પ્રદેશ સ્તરે આવેદનપત્રો આપશે તેમજ શ્રદ્ધાંજલિ સભાઓ યોજાશે. કોરોના પીડિતોના મુદ્દે કોંગ્રેસ દ્વારા 4 લાખની સહાયની માગણી પણ કરવામાં આવશે. કોંગ્રેસના કાર્યકર કોરોનામાં મૃતકનાં પરિવારજનોને મળશે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ…
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી સગીરાને સોશિયલ મીડિયામાં અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી છે. સગીરાએ યુવક સાથે વીડિયો ચેટ કરવા લાગી પણ તેનું સ્ક્રીન રેકોર્ડિંગ થયું અને એ તેના મિત્રએ જ કર્યું હતું. આ વીડિયો ચેટના આધારે યુવક સગીરાને બ્લેકમેલ કરવા લાગ્યો અને સગીરાને બોલાવીને તેની સાથે ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું. આ વાતની જાણ બાદમાં સગીરાના કાકાને થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલમાં આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા પ્રયાસ શરૂ કર્યા છે. યુવકના ફોનમાંથી સગીરાના વીડિયો રેકોર્ડિંગ મળ્યાં કૃષ્ણનગરમાં રહેતા 54 વર્ષીય આધેડ નિવૃત જીવન ગુજારે છે. તેઓના પરિવારમાં મોટા ભાઈ, એક પુત્ર, પત્ની…
ઘરફોડ ચોરીના 16 બનાવમાં નાસતા ફરતા આરોપી સહિત ત્રણ શખ્સોને ઝડપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ સહિત બે ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ . ગઈ તારીખ 31 7 2021 ના રાત્રિના ત્રણ વાગે ચાર અજાણ્યા ઈસમોએ લૂંટ કરવાના ઇરાદાથી અમદાવાદ,દસકોઈ,ઘુમા લાલગેબી આશ્રમ પાસે ઇસ્કોન ગ્રીન બંગલોના મકાન નંબર 121 ફરિયાદી શ્રીના મકાનના આગળના ભાગે મેઇન દરવાજાની બાજુમાં લોખંડ ની જાળી વાળા દરવાજાનો નકુચો તાળા સાથે તોડી,કાચના શટર ખોલી,અંદર પ્રવેશ કરી,ફરિયાદી શ્રી તથા ફરિયાદીના પત્નીને કોઈ હથિયારથી ઈજા કરી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ તથા મોબાઇલ તેમજ આઇપેડ વગેરેની લૂંટ કરી લઇ ભાગી ગયા જે બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો…
ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં થયેલ કથિત કૌભાંડ મામલે ED દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. EDએ મની લોન્ડરિંગ કેસમાં આતશ નોરકંટ્રોલ લિમિટેડ તથા ઈન્ડિયા-નૉર્વે જોઇન્ટ વેન્ચર કંપનીની 134 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી લીધી છે. EDએ જે સંપત્તિઓ ટાંચમાં લીધી છે તેમાં કંપની પ્લાન્ટ, મશીનરી, કોમ્પ્યુટર, જમીન, બિલ્ડિંગ સહિતની મિલકતોનો સમાવેશ થાય છે. આ સિવાય આતશ નોરકંટ્રોલ લિમિટેડનાં નામે જમા રૂપિયા 43.75 કરોડ પણ EDએ પોતાના કબજે લઈ લીધા છે. સમગ્ર મામલે PMLA (પ્રેવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ) હેઠળ કાર્યવાહીના પ્રાથમિક આદેશ આપી દેવામાં આવ્યા છે. અગાઉ ગાંધીનગર CIDએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે 134 કરોડની છેતરપિંડી સામે FIR દાખલ કરી હતી. મેરિટાઈમ બોર્ડના…
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે મે મહિનામાં ‘તૌક-તે’ વાવાઝોડા સાથે વરસાદ વરસવાનું ચાલુ થયા બાદ ખુબ સારૂ ચોમાસુ રહેવા સાથે મેઘમહેર થવાની આશા-આગાહીઓ થઈ હતી પરંતુ કોરાધાકોડ જેવા રહેલા અષાઢ મહિનાએ તેના પર પાણી ઢોળ કરી નાંખ્યું છે. શ્રાવણ મહિનો ચાલુ થઈ જવા છતાં એક સપ્તાહ બાદ હજુ પણ માત્ર 32.80% ટકા જ મેઘકૃપા વરસતા હવે ચિંતાનાં વાદળો ઘેરાવા લાગ્યા છે. તેમાંય 9 તાલુકામાં 20%થી ઓછો વરસાદ નોંધાયો છે. જેમાંથી બોટાદમાં સૌથી વધુ 43.50% વરસાદ જયારે સૌથી ઓછો સુરેન્દ્રનગરમાં માત્ર 25.92% વરસાદ નોંધાયો છે. ખેડૂતો ચિંતાતુર બની વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની…
ગુજરાત હાઇકોર્ટે દેશની સૌપ્રથમ હાઈકોર્ટે છે કે પોતાની ન્યાયપદ્ધતિને વધુ પારદર્શક અને સરળ બનાવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે સૌપ્રથમ તમામ કોર્ટ રૂમનું જીવત પ્રસારણ શરૂ કરીને એક આગવી પહેલ કરી હતી. જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે, આ પહેલથી લોકોમાં ન્યાયપાલિકા અંગેનો વિશ્વાસ વધશે. અને હાઇકોર્ટેમાં પારદર્શિતા જળવાઈ રહેશે. હાઇકોર્ટેમાં તમામ કોર્ટ રૂમનું જીવત પ્રસારણ યુટ્યુબ પર થઈ રહ્યું છે. ત્યારબાદ ચીક જસ્ટિસ વિક્રમનાથે હવે વ્યવસ્થા સરળ બનાવવા માટે E-સેવા શરૂ કરી છે. જેમાં તમામ પક્ષકરો, વકીલો અને પાર્ટી ઇન પર્સન એ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહે છે તેઓને હાઇકોર્ટે આવવાની જરૂર રહેતી નથી. તેમને મુદત અને…
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષા ગત 15 જુલાઈ એ લેવાઈ હતી. જેમાં આજે ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. 12 સાયંસના 32465 વિદ્યાર્થીઓમાંથી 30343 વિદ્યાર્થીઓ જ પરિક્ષા આપી હતી.માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જેમાં 2281 વિદ્યાર્થીઓ અને 2368 વિદ્યાર્થિની છે. A ગ્રૂપમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયાં. A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી જેની સામે 1130 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી.…
કુવાડવા ગામે રહેતી મિત્રની 16 વર્ષની પુત્રી પર નજર બગાડી એક સંતાનના પિતાએ લગ્નની લાલચ આપી તરુણીનું અપહરણ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદ મુજબ, ત્રણ સંતાન પૈકી ધો.11માં અભ્યાસ કરતી સૌથી મોટી પુત્રી ગત તા.10ની સવારે ઘર પાસે જ બ્યુટીપાર્લરનું કામ શીખવા ગઇ હતી. બપોર સુધી પરત નહિ આવતા નાની પુત્રીને બોલાવવા બ્યુટીપાર્લર મોકલી હતી. ત્યારે પાર્લર બંધ હોવાનું જાણવા મળતા પુત્રીને શોધવા માટે ગયા હતા. દરમિયાન પુત્રી સાંજે ગુમસુમ થઇને ઘરે પરત આવી હતી. બાદમાં તેને ક્યાં ગઇ હતી તેવું પૂછતા પુત્રીએ એવું કહ્યું કે, પિતાનો મિત્ર દીપક શ્રીવાસ્તવ ત્રણ મહિનાથી તે પ્રેમ કરતો હોવાનું અને તેને લગ્ન…