આજે તારીખ 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રીએ લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું અને દેશહિતને ધ્યાનમાં રાખીને લોકોને કામ કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના પોલીસ વિભાગમાં 10 હજાર બોડી વોર્ન કેમેરા તથા 15 ડ્રોન કેમેરા સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા સોમનાથમાં બોડી…
કવિ: satyadaydesknews
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 માં સ્વતંત્રતા દિવસ પર આઠમી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધણ કર્યું હતું. મોદીએ મોટી જાહેરાત કરી છે કે દેશમાં તમામ સૈનિક શાળાઓ છોકરીઓ માટે ખોલવામાં આવશે. આ સાથે જ એમ પણ કહ્યું કે 100 લાખ કરોડથી વધુની યોજના લાખો યુવાનો માટે રોજગારની તકો લઇને આવશે. મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, ‘75મા સ્વતંત્રતા દિવસ પર તમને અને વિશ્વમાં ભારતને પ્રેમ કરનારા લોકોને અને લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ અભિનંદન. આજે આઝાદીના અમૃત મહોત્સવના પાવન પર્વ પર દેશ તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને રાષ્ટ્ર રક્ષામાં ખુદની આહૂતિ આપનારા અને જીવ હોમી દેનારા વીર-વીરાંગનાઓને દેશ નમન…
દેશ ભરમાં આવતીકાલે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે પણ ઉજવણી કરવામાં આવશે. જે માટે અત્યારે તૈયારી શરૂ કરી દેવાઈ છે. એરપોર્ટ પર દેશ-વિદેશથી મુસાફરો અવરજવર કરતા હોય છે જેને ધ્યાનમાં રાખીને ગાંધીજી, સરદાર પટેલ, રાણી લક્ષ્મી બાઈ, સુભાસચંદ્ર બોઝ સહિતના નેતાઓની તસવીર સાથે નાનું મ્યુઝિયમ ઉભુ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરનારને મળશે ઈનામ એરપોર્ટ પર આ વર્ષે વિવિધતામાં એકતાના સિદ્ધાંત સાથેની થીમ પર સજાવટ કરવામાં આવી છે. આ થીમ સાથે મુસાફરો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં એરપોર્ટને ટેગ કરીને ફોટો મૂકશે તો તેમાંથી રોજ 2 મુસાફરોને પસંદ કરવામાં આવશે અને તેમને ઈનામ પણ આપવામાં…
રૂપિયા માટે સંબંધને દાવ પર લગાવી કોઈના જીવ લેવા સુધીની ઘટના સામે આવે ત્યારે ઘણી વખત સભ્ય સમાજની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ થાય છે. એવું જ કંઈક અમદાવાદ શહેરને અડીને આવેલા કણભા ગામ પાસે બન્યું છે. બાળકોને મોટા કરવા પિતાએ બીજા લગ્ન કર્યા, પણ સાવકી માતાએ જેવું પતિનું મોત થયું દીકરાના નામે રુપિયા ઉઘરાવવાનું શરૂ કરી દીધું હતું. આ વાત દીકરાને ખબર પડતાં માતાએ તેના મિત્રને મહારાષ્ટ્રથી બોલાવીને તેની હત્યા કરવી દીધી છે. ત્યાર બાદ લાશને સળગાવીને કોથળામાં મૂકી ફેંકી દીધી હતી. આ પ્રકરણમાં અમદાવાદ જિલ્લા પોલીસે હત્યાના ગુનામાં માતાની ધરપકડ કરી છે. આ અગાઉ આ મહિલાએ પોતાના સગા દીકરાની પણ…
કોરોના સામે લડાઈ માટે દેશભરમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં પણ વેક્સિનનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આવતીકાલે અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેમના માટે જ વેક્સિનેશન કાર્ય ચાલું રહેશે. આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, કોવિશિલ્ડના પ્રથમ ડોઝના 84 દિવસ તથા કોવેક્સિનના પ્રથમ ડોઝના 28 દિવસ થયા હોય તેવા વ્યક્તિઓને 15મી ઓગસ્ટે વેક્સિન આપવાનું કાર્ય ચાલું રહેશે. શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નક્કી સેન્ટર્સ પર વેક્સિન મળશે આથી જે વ્યક્તિઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા નક્કી કરેલા કોમ્યુનિટી હોલ/ મ્યુનિસિપલ…
અમદાવાદમાં DPS ઈસ્ટ સ્કૂલ વિવાદોમાં ફસાઈ છે. આ સ્કૂલે માન્યતા રદ થતાં ફરીવાર માન્યતા મેળવવા માટે અરજી કરી છે. ગાંધીનગર પ્રાથમિક નિયામક કચેરીમાંથી આ સ્કૂલને એક સપ્તાહમાં માન્યતા મળે તેવી શક્યતાઓ છે. ત્યારે આ સ્કૂલને માન્યતા આપવામાં ગેરરીતી થશે તો વાલીમંડળે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં સ્કૂલની માન્યતા મેળવવાની અપીલ ગાંધીનગર ખાતેની નિયમકની કચેરીમાં છે. આ સ્કૂલ એક સપ્તાહમાં ફરી શરૂ થાય તેવી સંભાવનાઓ છે. વાલી મંડળે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, DPS ઈસ્ટને અગાઉ માન્યતા આપવામાં આવી હતી ત્યારે જે ડોક્યુમેન્ટના આધારે માન્યતા આપવામાં આવી હોય તે જ ડોક્યુમેન્ટના…
અમદાવાદમાં એક યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તેને પાછી લાવવા માટે પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરિવારના સભ્યોએ પોલીસને કહ્યું હતું કે અમારી દિકરી સગીર છે તેને બચાવી લો. પોલીસે યુવતીના જન્મનું પ્રમાણપત્ર માંગ્યું ત્યારે પરિવારે તેમની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું અને સ્કૂલનું લીવીંગ સર્ટીફિકેટ પોલીસને આપ્યું હતું. પોલીસે પણ આ સર્ટી સાચુ માનીને તપાસ શરૂ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે યુવતીની માતા અને તેના જીજાજીએ બોગસ પ્રમાણપત્ર રજુ કરીને પોલીસને પણ ગેર માર્ગે દોરી છે. પોલીસે બંને વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. બોગસ ડોક્યુમેન્ટે પોલીસ સ્ટેશનમાં રજુ કર્યાં અમદાવાદના પૂર્વ…
કોરોના મહામારીના કારણે ગત વર્ષે નવરાત્રીના 9 દિવસ ગરબાના રસિયાઓએ ગરબે ઘૂમ્યા વગર જ પસાર કર્યા હતાં. પરંતુ આ વર્ષે કોરોનાના કેસ ઘટી રહ્યાં હોવાથી સરકાર નવરાત્રીમાં શેરી ગરબાના આયોજનને મંજૂરી આપી શકે છે.ગરબા ખેલૈયાઓ માટે આ એક ખુશીની સમાચાર કહી શકાય કારણ કે ખેલૈયાઓને આ વર્ષે ગરબાનું આયોજન થાય તેવી આશા છે. તેવામાં જાણવા મળી રહ્યું છે કે નવરાત્રીને લઇ રાજ્ય સરકાર આગામી પરિસ્થિતને આધિન નિર્ણય લેશે. લોકોની ધાર્મિક આસ્થા પ્રમાણે છૂટછાટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત નવરાત્રીમાં પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ લાગી શકે છે. પાર્ટીપ્લોટ, જાહેર મેદાને કે ક્બલમાં ગરબા આયોજનને છૂટછાટ ન આપે તેવી પણ શક્યતા…
શહેરના પૂર્વ વિસ્તારમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીના 2013માં યુવક સાથે લગ્ન થયા હતા, લગ્નજીવન દરમિયાન તેણે બે સંતાનને જન્મ આપ્યો. પરંતુ પતિએ તેની સાથે બેવફાઈ કરી જાણ બહાર લગ્નના આઠ વર્ષે બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતાં. આટલું જ નહીં પતિ બીજી પત્ની સાથે રહેવા લાગ્યો હતો. યુવતી પાસે પતિના બીજા મેરેજનું સર્ટિફિકેટ આવતા જ પાઠ ભણાવવા તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. કામ પર જવા નીકળી પતિ ઘરે નહોતો આવતો શહેરના મેઘાણીનગરમાં રહેતી 26 વર્ષીય યુવતી મૂળ મધ્યપ્રદેશની રહેવાસી છે. આ યુવતીના લગ્ન વર્ષ 2013માં થયા હતા. લગ્ન બાદથી જ…
ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે હવે કોરોના કેસો મંદ પડ્યાં છે પરંતુ બીજી બાજુ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો મોટા પાયે ફાટી નીકળ્યો છે. માર્ચ મહિનાથી લઇ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો વાયરલ સિઝન તરીકે ઓળખાય છે. આ સમયગાળામાં ઇન્ફ્લુએન્ઝા સહિતના વિવિધ વાયરલ રોગોનું પ્રમાણ વધે છે અને બાળકો પર આ હવામાનની વધુ અસર થાય છે.અમદાવાદની વાત કરીએ તો શહેરની સિવિલ હોસ્પિટલમાં જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં જ હજારોની સંખ્યામાં ઋતુગત બીમારીના કેસો નોંધાયા છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં કેસ વધ્યાં જુલાઇ મહિનામાં કુલ 2 હજાર 900 બાળકોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં તો જૂન મહિનામાં 1 હજાર 50 બાળકોને દાખલ કરવામાં આવ્યાં…