અમદાવાદના વટવા વિસ્તારમાં મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. મહિલાના અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ મંદિરમાં ફુલહાર કરીને અન્ય યુવક સાથે રહેતી હતી. જે અદાવત રાખીને મહિલાના ઘરે એક મહિલા અને બે યુવક તેના ઘર પાસે પહોંચી ગયા હતા. આ બનાવમાં મહિલાને એક યુવકે પકડી રાખી હતી. જ્યારે અન્ય યુવક છરીઓના આડેધડ ઘા મારતો હતો. આ બનાવ બાદ મહિલાનો હાલનો પતિ ત્યાં પહોંચી જતાં તેણે મહિલાને પૂછ્યું તો તેના પૂર્વ પતિએ તેની પર હુમલો કર્યો હોવાનું જણાવીને પતિના ખોળામાં જ પત્નીનું મોત થયું હતું. આ બનાવ અંગે હાલ વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.…
કવિ: satyadaydesknews
અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે મહિલાઓ પરિવારજનની જ છેડતીનો ભોગ બની રહી હોય એવા કિસ્સાઓ વધી રહ્યા છે. આજે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતી લગ્ન કરી અનેક સપનાં સાથે સાસરીમાં ગઈ હતી. સાસરીમાં તમામ સપનાં પૂરાં થશે એવી આશા સાથે પરિણીતાએ લગ્ન કર્યા હતા, પરંતુ તેને સસરાની જગ્યાએ એક શેતાન મળ્યો હતો. વહુ જ્યારે ઘરમાં હોય ત્યારે સસરા એકલતાનો લાભ લેવા તેના રૂમમાં પહોંચી જતા હતા. માત્ર એટલું જ નહીં, સસરા પુત્રવધૂ સાથે અડપલાં કરી અનૈતિક માગણી કરતા હતા. હવે આ સમગ્ર મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. ‘સસરા રૂમમાં આવી શરીરે સ્પર્શ…
અમદાવાદ શહેરમાં દરરોજ નોકરીએ જવા બેન્ક-મેનેજર યુવતીને તે જે રિક્ષામાં જતી હતી તે ગરીબ રિક્ષાચાલક સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવતીએ તેને દરેક રીતે સાથ આપી લગ્ન કરવા પરિવારને મનાવી લીધો હતો, પરંતુ યુવકના દારૂ પીવાની ટેવ અને શંકાએ સગાઈના 15 દિવસ પહેલાં જ બંનેની પ્રેમકહાનીનો અંત લાવી દીધો છે. યુવતીએ યુવકની આ ટેવથી કંટાળી પીછો ન કરવા અને સંબંધ ન રાખવા કહ્યું છતાં પીછો કરતાં યુવતીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી અને એની ટીમે યુવકને સમજાવીને સમાધાન કરાવ્યું હતું. રિક્ષાચાલક સાથે બેંક-મેનેજરને પ્રેમ થઈ ગયો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતી સ્નેહા (નામ બદલ્યું છે) ખાનગી બેંકમાં નોકરી કરે છે.…
શહે૨ના કાલાવડ રોડ ઉપ૨ નિલકંઠ પાર્કમાં એક મકાનમાંથી દારૂ બનાવવાની આધુનિક ભઠી સાથે યુનિવર્સિટી પોલીસે સંજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉવ.37, ૨હે. કાલાવડ રોડ, ૨વી પાર્ક પાછળ, નિલકંઠ પાર્ક શેરી નં.4, અને મોટામવા ગામની પાછળ પ્રાચી એપાર્ટમેન્ટ)ને ઝડપી લીધો હતો અને 10 હજા૨ની કિંમતનો સામાન અને 40 લીટ૨ દેશી દારૂ જપ્ત ર્ક્યો હતો. આ ઉપરાંત 3,350ની કિંમતનો આથો મળી આવતા પોલીસે તેનો નાશ કર્યો હતો. મળતી માહિતી અનુસાર પોલીસને આ મામલે બાતમી મળી હતી કે, કાલાવડ રોડ પ૨ નિલકંઠ પાર્ક શેરી નં.4માં સાંઈધામ નાળના મકાનમાં દારૂની ભઠી શરૂ કરી દારૂ બનાવી તેનું વેચાણ ક૨વામાં આવી ૨હ્યું છે. પોશ વિસ્તા૨માં આવી પ્રવૃતિ ચાલે…
અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન તેમજ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. 132 ફૂટ રિંગ રોડ પરથી મેટ્રો પસાર થવાની છે, ત્યારે જીવરાજ બ્રિજ પર મેટ્રો રેલની કામગીરીના કારણે બ્રિજને વાહનવ્યવહાર માટે એક અઠવાડિયા સુધી આજથી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જીવરાજ બ્રિજ 1થી 7 ઓગસ્ટ સુધી સંપૂર્ણપુણે બંધ રહેશે. જેથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. બ્રિજ બંધ કરાતા વાહનવ્યવહારને વેજલપુર તથા ધરણીધર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. લોકોએ આ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો જીવરાજ બ્રિજને બદલે લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા તરફ જવા માટે…
કોવિડની બીજી લહેર દર્દીઓને હ્રદય, ફેફસાં, પેટ વગેેરેને લગતી લાંબા ગાળાની કેટલીય તકલીફો આપતી ગઇ છે. જેમાં અવિરત અને પુષ્કળ વાળ ખરવાની વધુ એક તકલીફ ઉમરાઇ છે. એપ્રિલ-મેમાં જોવા મળેલી લહેર પછી હવે ત્રણ મહિને દર્દીઓને મોટા પ્રમાણમાં વાળ ઉતરતાં હોઇ ડર્મેટોલોજિસ્ટ અને એમડીને ત્યાં વાળને લગતી સમસ્યાના દર્દીઓ વધી ગયા છે. એક એમડી-ડર્મેટોલોજિસ્ટને ત્યાં સરેરાશ રોજનાં 5થી 7 દર્દીઓ પોતાનાં વાળનાંં ગુચ્છા લઇને ફરિયાદ કરી રહ્યાં છે કે, ‘સર, મારો ચોટલો ત્રીજા ભાગનો થઇ ગયો.’ મને એમ હતું કે બોરનાં પાણીથી ઉતરે છે – દર્દી કોવિડનાં એક મહિલા દર્દીએ જણાવ્યું કે, રોજે માથું ઓળતાં જેટલાં વાળ ઉતરતાં હતા તેનાથી…
અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં હવે લૂંટારુંઓ બેફામ થઈ ગયા છે. મોડી રાતે હથિયારો સાથે લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે. નાઈટ કર્ફ્યૂ હોવા છતાં શહેર અને જિલ્લા પોલીસની કામગીરી સામે ચેલેન્જ ફેંકતી ઘટનાઓ બની છે. અમદાવાદના ઘુમા લાલગેબી આશ્રમ પાસે આવેલા ઇસ્કોનગ્રીન બંગલોઝમાં આવેલા બંગલામાં ચુસ્ત સિક્યુરિટી વચ્ચે પાંચ હિન્દીભાષી લૂંટારુંઓએ હથિયાર સાથે ઘૂસી અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘરમાંથી તેઓ સોનાના દાગીના, આઇપેડ, રોકડ અને BMW ગાડીની તેમજ ઘરની ચાવી પણ લઈ ગયા હતા. FSl અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જિલ્લા DySP કે.ટી. કામરીયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું…
અમદાવાદ શહેરના જગતપુર વિસ્તારમાં રહેતી યુવતીએ તેના પિતરાઈ ભાઈ સામે છેડતી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. યુવતીના છૂટાછેડા થઈ ગયા છે, જેથી તેનો પિતરાઈ ભાઈ તેને વારંવાર ફોન કરતો અને શારીરિક સંબંધ રાખવા રાખવા માટે દબાણ કરતો હતો. આ મામલે યુવતીએ કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીના 2019માં છૂટાછેડા થતા પિતરાઈએ મળવા માટે કહ્યું શહેરના જગતપુરમાં 33 વર્ષીય યુવતી તેના માતા-પિતા તેમજ ભાઇ-ભાભી સાથે રહે છે. યુવતી અગાઉ નવરંગપુરા ખાતે આવેલી એક ઓફિસમાં આર્કિટેક્ટનું કામ કરતી હતી. વર્ષ 2008માં રાણીપ ખાતે રહેતા એક યુવક સાથે તેના લગ્ન થયા હતા અને બાદમાં વર્ષ 2015માં…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભા આજે પાલડી ટાગોર હોલમાં મળી હતી. ટાગોર હોલમાં મળેલી સભામાં શરૂઆતમાં ઈસનપુરના કોર્પોરેટર ગૌતમ પટેલના દુઃખદ અવસાનને લઇ શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. શોક ઠરાવ બાદ શરૂ થયેલા ઝીરો અવર્સમાં બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર કમળાબેન ચાવડાએ પોતાની રજૂઆત કરી હતી. તેમની વાત ચાલતી હતી તે દરમિયાન શાબ્દિક ટપાટપી થઈ હતી. જેમાં દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે રેમડેસિવિર ચોરો કો બંધ કરાઓ કહેતા જ ભાજપના સભ્યોએ હોબાળો કર્યો હતો. શાસક પક્ષ જ બોર્ડ ચલાવવા નહીં દે ભાજપના દંડક અરુણસિંહ રાજપુતે માગ કરી હતી કે, શહેઝાદખાન પઠાણે અમારા નેતાને ચોર કહ્યા છે. જેથી માફી માગવામાં આવે…
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં પરિણીતાએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં પરિણીતાને ઘરમાં ઘૂસીને પ્રેમી લઈ જતો હતો. આ વાતની જાણ તેના પિતાને હતી પણ આબરૂ બચાવવા માટે તેણે ફરિયાદ ન કરી. આ સમગ્ર પ્રકરણમાં પરિણીતાના પિતાએ પરિણીતાની આત્મહત્યા બાદ પ્રેમીના કારણે તેની દીકરીએ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોધાવી છે. અમદાવાદની યુવતીના ભિલોડા લગ્ન થયા હતા એલિસબ્રિજ પાસે ભુદરપુર ઔડાના મકાનમાં રહેતા મંગુભાઈ પરમાર (ઠાકોર)- (નામ બદલેલું છે)ની દીકરી ભારતી (ઉંવ 24)(નામ બદલેલું છે)ના લગ્ન અરવલ્લીના ભિલોડામાં રહેતા યુવક સાથે થયા હતા. ભારતીના લગ્નજીવનમાં 3 વર્ષનો એક દીકરો છે.…