ગુજરાતના ગ્રુહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પ્રજાની તરફથી સળગતા સવાલો🙏 👉અમદાવાદમાં દરીયાપુર વિસ્તારમાં મનપસંદ ક્લબમાં જે રેડ કરવામાં આવી હતી શું તે ક્લબ હમણાંથી જ ચાલુ થઈ હતી ? લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે વર્ષોથી ચાલતી હતી…. 👉લોકમુખે અને પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચા મુજબ આ મનપસંદ ક્લબના માલિકની પીએસઆઇ ચાવડા સાહેબ સાથે એવી સરત રાખવામાં આવેલ હતી કે અમદાવાદમાં બીજા કોય પણ વિસ્તારમાં સટ્ટો કે જુગાર ચલાવવાની પરમિશન આપવામાં ના આવે તો મહીના નું ભરણ એક કરોડ રૂપિયા પોસાય.તોજ અમદાવાદના ગ્રાહકો ક્લબમાં આવે… આમ મહીનાના એક કરોડ રૂપિયાનાં ભરણમાં પીએસઆઇ ચાવડાએ જે અમદાવાદ ના કમિશનર અને પીસીબીના પી.આઈ ની જાણકારી બહાર…
કવિ: satyadaydesknews
કોણ કહે છે ગાંધીના ગુજરાતમાં નથી મળતો દારૂ ? ગાંધીના ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો દારૂ અને જુગારના સૌથી મોટા અડ્ડાઓ અમદાવાદ શહેરમાં ચાલી રહ્યા છે.એક તરફ ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા શહેરના પોલીસ કમિશ્નર ને સૂચના આપવામાં આવેલ છે કે દારૂ જુગાર જેવી ચાલતી પ્રવૃતિઓ ઉપર તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે અને શખ્ત માં શખ્ત કાર્યવાહી કરવામાં આવે પરંતુ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર ની જાણ બહાર જ અમદાવાદ શહેરના અનેક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં દેશી દારૂ અંગ્રેજી દારૂ અને બીજા અને કેફી પદાર્થોનું વેચાણ ધૂમ મચાવી રહ્યું છે પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા એટલા માટે બંધ કરાવવમાં આવતું નથી…
અમદાવાદ શહેરમાં પોલીસ કમિશ્નર કચેરીથી નજીક આવેલા દરિયાપુરના મનપસંદ જીમખાનમાં સૌથી મોટી જુગારની રેડ થઈ અને 183 જેટલા જુગારીઓ ઝડપાયા હતા.આ રેડના કારણે અમદાવાદ પોલીસ કમિશ્નરની શાખને ડાઘ લાગ્યો હતો.હવે રથયાત્રા બાદ પોલીસ અધિકારીઓ એક્શન મોડ માં આવી ગયા છે અને જવાબદારોની બદલી અને સસ્પેન્ડનો ઓર્ડર કરી દીધો છે.જેમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જાડેજા,ડી.સ્ટાફ પી.એસ.આઈ. પટેલ અને આખો જ ડી સ્ટાફ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને પી.સી.બી માં મહત્વના વહીવટ કરતા યોગેન્દ્ર સિંહ સહિત 9 ની બદલી કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહત્વની વાત તો એ સામે આવી રહી છે કે આ રેડ જ્યારે…
આવા ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો સામે કડક પગલાં લેવાના આદેશો આપતા મુખ્યમંત્રીશ્રી ……. રાજ્યમાં બાયોડિઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો -: નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત વરિષ્ઠ મંત્રીશ્રીઓની ઉપસ્થિતી :- …… બાયોડિઝલના નામે ભળતા પદાર્થોનું વેચાણ અટકાવવા-નિયમીત ધોરણે સમીક્ષા અને દેખરેખ રાખવા મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ કમિટિની રચના કરાશે બાયોડિઝલના નામે ભળતા સોલવંટ-પેટ્રોલિયમ પદાર્થોની આયાત સદંતર અટકાવવા સૂચના બાયોડિઝલનું વેચાણ રિટેઇલ આઉટ લેટ મારફતે થઇ શકશે નહિ-ઉપલબ્ધતાના આધારે ઓઇલ માર્કેટીંગ કંપની બાયોડિઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડીંગ કરી વેચાણ કરી શકશે શુદ્ધ બાયોડિઝલ ઉત્પાદન કરવા MSME સહિતના ઊદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત…
કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે ? કોણ કહે છે ગુજરાતમાં ક્રાઇમ રેટ ઓછો છે ? કોણ કહે છે ગુજરાતમાં જુગારની ક્લબો નથી ચાલતી ? ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા અનેક શહેરોમાં જણાવવામાં આવેલ છે કે ગુજરાત રાજ્યમાં દારૂ અને જુગાર જેવા ગુના આચરતા તત્વો ને ઝડપી પાડવા આ વાત તો સાચી છે પણ ગુજરાત રાજ્યમાં દારૂ જુગાર મળવો એ નાની વાત છે કારણકે ગુજરાત રાજ્યમાં અનેક ઠેકાણે દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા જોવા મળે છે જેમાં મોટા માછલાં ને પોલીસ છાવરી રહી હોય અને નાની માછલીઓ ને પકડી ને પુરી દેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આજે વાત કરીએ છે છેલ્લા…
કહેવાય છે કે ગાંધીનું ગુજરાત સલામત ગુજરાત ! ગુજરાત રાજ્યમાં દારૂબંધી ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે અનેક લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે.ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈ ને સરકાર દ્વારા અનેક કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે તેમ છતાં અમદાવાદ શહેરમાં બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ને પણ ગાંઠવા તૈયાર નથી અને કરોડો નો દારૂ વેચાઈ રહ્યો છે જ્યારે આજે વાત કરીએ તો એક સામાન્ય વ્યક્તિ તો ઘણા બુટલેગરો જોયા હશે પણ આજે તો અમદાવાદ શહેરના…
૨૪ જુન ૨૦૨૧ ગુરૂવાર ને પુર્ણિમા વડ સાવિત્રી વ્રત વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ધ આયુષ્યની કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ચૂક્યું છે. આમ, તો વ્રતની તિથિને લઈને લોકોમાં ભિન્ન ભિન્ન મત છે. પણ સામાન્ય રીતે આ વ્રત જયેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે. પીપળાની જેમ વડના ઝાંડનું પણ વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેનો વાસ છે. એટલે વડ નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી સર્વમનોકામના પૂર્ણ થાય છે. જ્યોતિષાચાર્ય…
છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર ની જેમ ખુલ્લેઆમ રેતી અને માટી જેવી મોંઘી બનતી જતી કોમોડિટી જેવી ચીજો ની સરકારી બહાના હેઠળ ખુલ્લેઆમ ચોરીયો થઈ રહી છે તેવામાં પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લા માં સુજલામ સુફલામ કેનાલ માટે માટી કામ નો કોનટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જે કામગિરી તારીખ 10 જૂને કાયદેસર રીતે પરીપૂર્ણ થઈ ગઈ છે આમ છતાં ખેડા કેમ્પ વિસ્તાર માંથી ગેરકાયદેસર રીતે માટી ખોદિને ફાર્મ હાઉસ સહિત ના અન્ય સ્થળો એ માટી ઠાલવાનું ગેરકાયદેસર કૃત્ય ચાલી રહ્યું છે. આ કામ ના કોન્ટ્રાકટર માત્રાભરવાડ અને તેના માણસો પર ધારા સભ્ય ને કેસરીસિંહની કૃપા થી નંબર પ્લેટ વગર ના 100 થી…
જેઠ માસની અંદર આવતી સુદ પક્ષની અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઐશ્વર્ય મળે છે. ભગવાનને નૈવેધમાં કેરી ધરાવવી અને તેનો પ્રસાદ જમવો. આ અગિયારસને નિર્જલા એકાદશી પણ કહેવામાં આવે છે. પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કરેલું. ભીમને એમ કહેવાયું કે તમારા તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરી પ્રાર્થના કરો. આ દિવસે આમ્રફળ (કેરી) ભગવાન વિષ્ણુને ધરાવવી. વિષ્ણુ સહષ્ત્રનો પાઠ કરવો અને બાર અક્ષરનો મંત્ર ‘‘દ્વાદશ અક્ષર મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય” આ મૂળ મંત્રનો પાઠ કરવો એવુ ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને કહેલું ત્યાર બાદ ભીમ નદીમાં સ્નાન કરવા…
શાસ્ત્રાનુસાર જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિને ગંગા દશહરા કહે છે. તે દિવસે ગંગાજીનો જન્મ દિવસ ઉજવાય છે. સ્ક્નંદપુરાણ અને વાલ્મીકિ રામાયણ મુજબ આજના દિવસે મહારાજ ભાગીરથના કઠોર તપથી પ્રસન્ન થઈને સ્વર્ગ પરથી પૃથ્વી પર ગંગાજી આવ્યા હતા. ગંગા પૂજન ઉત્સવ એટલે ગંગા દશેરાના સમયે સ્નાન , દાન ના રૂપાત્મક વ્રત હોય છે. સ્કંદ પુરાણમાં લખ્યું કે ગંગા માં સ્નાન અને દાન તો ખાસ રૂપથી કરો. કોઈ પણ નદી પર જઈને અર્ધ્ય કે સોડષ ઉપચાર પૂજન જરૂર કરો. આજના દિવસે જે ગંગા જી કે બીજા કોઈ પવિત્ર નદી પર સપરિવાર સ્નાન માટે જઈ શકે તો સર્વશ્રેષ્ઠ છે . જો શક્ય…