કવિ: satyadaydesknews

રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય …. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં…

Read More

ચૈત્ર નવરાત્રી નું માહાત્મ્ય ૧૩ એપ્રિલ ૨૦૨૧ ને મંગળવારે મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ને એક કરીયે ત્યાં માં જગદંબાનું પુર્ણ સ્વરૂપ નવદુર્ગા. એટલે કે આપણી કુળદેવી નું સ્વરૂપ પ્રગટ થાય. માં જગદંબાની આરાધના કરવાનું ઉત્તમ અને શ્રેષ્ઠ સમય એટલે માં જગદંબાના નવલાં નોરતાં એટલે ચૈત્ર નવરાત્રી. શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે આ વર્ષે ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ અદ્ભુત ભોમાશ્વીની મહા સિદ્ધ યોગ માં થાય છે ચૈત્ર માસ એટલે શાલીવાહન સક ૧૯૪૨ પુર્ણ થઈ રહ્યું છે અને શાલીવાહન સક ૧૯૪૩ પ્લવ સંવત્સર માં મંગળ પ્રવેશ થઈ રહ્યો છે. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો, ચૈત્ર સુદ એકમ એટલે પ્રજાપિતા બ્રહ્માજીએ…

Read More

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું સૂચન : પ્રાઇવેટ હોસ્પિટલ કેમ Remdesivir ઉપલબ્ધ નહીં થાય? Zydus Hospitals ની બહાર લાંબી લાઈન હતી. કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કન્ટ્રોલ છે? અમારી જાણકારી મુજબ ગુજરાતમાં ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ટકોર, અન્ય રાજ્યમાં શુ થાય છે એનાથી અમને કોઈ સુસંગતતા નથી. અમને ગુજરાતથી મતલબ છે. આજે પણ સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ થઈ જાય છે. જ્યાંરે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. આવી માહિતી પણ અમને મળી છે. હાઈકોર્ટની સરકારી વકીલને ટકોર : “કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર…

Read More

કોરોનાના કપરા કાળમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો સહિતનો સમગ્ર સ્ટાફ એક તરફ કોરોનાના દર્દીઓને સારવાર પ્રદાન કરવા માટે રાતદિન એક કરી રહ્યો છે, તેવા સમયે સિવિલ હોસ્પિટલમાં અન્ય તકલીફો ધરાવતા દર્દીઓ ઉપર એટલી જ કાળજી અને સંવેદના સાથે ધ્યાન આપવાનું પણ સતત ચાલુ રાખીને સિવિલના સ્ટાફે માનવસેવાનો યજ્ઞ અવિરતપણે ચાલુ રાખ્યો છે. જામનગરના નિવાસી દિનુભાઈ મામદને છેલ્લાં ૪ વર્ષથી કમરમાં અસહ્ય દુઃખાવા અને બંને પગમાં ઝણઝણાટીથી પીડાઈ રહ્યાં હતાં. મે -૨૦૧૯માં દર્દીએ જામનગર સિવિલમાં ઓપરેશન કરાવીને ગાદી કઢાવી હતી અને પાંજરું (કૅજ) મૂકાવ્યુ હતું. ઓપરેશન બાદ દિનુભાઈને ચેપ લાગતા પરુ આવવાનું શરૂ થયું હતું. ત્યારબાદ દિનુભાઈના બીજા બે ઓપરેશન થયા,…

Read More

કોવિડ-19ના સંચાલનમાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે, ગુજરાત રાજ્ય મેડિકલ કટોકટીના આરે ઊભું છે. એટલું જ નહીં, આ અંગે સુઓમોટો નોંધ લેતા હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શિર્ષક હેઠળ નવેસરથી જાહેર હિતની અરજી (PIL) નોંધીને આજે સવારે 11 વાગ્યે તેની સુનાવણી મુકરર કરી છે. આ PIL સંબંધે હાઈકોર્ટે ગુજરાતના મુખ્ય સચિવ, રાજ્યના આરોગ્ય અગ્રસચિવ તથા કેન્દ્રીય ગૃહસચિવ તથા કેન્દ્રીય આરોગ્ય સચિવને નોટિસ પાઠવીને તેમને પ્રતિવાદી બનાવ્યા છે. આવતીકાલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ ભાર્ગવ ડી કારિયાની બેન્ચ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી હાથ…

Read More

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં 36 કલાકમાં જ વધુ એક હુમલાની ઘટના બની છે. સુખરામનગર મ્યુનિસિપલ ક્વાર્ટ્સ નજીક આવેલા રાયપુર ભજિયા હાઉસની સામે ભોજનાલય ચલાવતા યુવક અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, ત્રણેક શમ્સ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ફરાર થઈ ગયા છે. આરોપીએ શપ્સને તીક્ષ્ણ હથિયાર ઘા ઝીંકી અને પથ્થરથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. હાલ ઇજાગ્રસ્ત યુવકને નાજુક હાલતમાં એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારબાદ તેની હાલત વધુ ગંભીર થતા ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રાત્રે કરફ્યુ લાગ્યા બાદ નવ વાગતા…

Read More

શહેરના પૂર્વ વિસ્તાર અમરાઈવાડીમાં હત્યાની એકસાથે બે ઘટનો પોલીસ ચોપડે નોંધતા ફફડાટ મચી ગયો છે. અંગત અદાવતને લઇ યુવકને બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો, જ્યારે અન્ય એક ઘટનામાં મહિલાને લઇ એક શખ્સની ઘાતકી હત્યા કરવામાં આવી છે. એક સાથે હત્યાની બે ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ અમરાઈવાડી પોલીસે બંને ઘટનાઓની ફરિયાદ નોંધી હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. અમરાઈવાડીના શંકરનગર સોસાયટીમાં ચંદન ગોસ્વામી નામના યુવકની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ અંગત અદાવત રાખી યુવક પર તૂટી પડ્યા હતા. જોકે સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે મૃતકના બનેવીએ અમરાઈવાડી…

Read More

આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને દર્દીના સ્વાસ્થ્ય સંલગ્ન તમામ માહિતી મેળવી શકાય છે ડોમમાં કાર્યરત હેલ્પ ડેસ્કમાં કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દી સાથે તેમના સગાને વીડિયો-ઓડિયો કોલિંગ દ્વારા વાતચીત કરાવવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી 1200 બેડ હોસ્પિટલ પાસે હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દી સાથે વાતચીત કરી શકે તે માટે હેલ્પ ડેસ્કમાં દર્દીના સગાને વીડિયો કોલિંગ…

Read More

સનાતન ઘર્મમાં પૂર્ણિમા અને અમાસનું એક ખાસ મહત્વ હોય છે. કૃષ્ણપક્ષની અંતિમ તારીખે અમાસ આવે છે. જો આ અમાસ સોમવારે આવે તો તેને સોમવતી અમાસ કહેવાય છે. ચૈત્ર મહિનામાં સોમવતી અમાસ 12 એપ્રિલે 2021 છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં જણાવ્યા અનુસાર સોમવારે અમાસ હોવાથી તેનું મહત્વ વધી જાય છે. આપણા ધર્મશાસ્ત્ર મુજબ સોમવતી અમાસે કરવામાં આવેલું દાન પુણ્ય અને પૂજાનું વિશેષનું મહત્વ છે. માન્યતા છે કે, સોમવતી અમાસે કરવામાં આવેલી પૂજા, ઉપવાસ, સ્નાન, દાનથી ઘરમાં સુખ,શાંતિ સમૃદ્ધિના આશિષ મળે છે. જાણો, સોમવતી અમાસનું શુભમુહૂર્ત સોમવતી અમાસની તારીખ – 12 એપ્રિલ 2021 સોમવાર સોમવતી અમાસની શરૂઆત- 11 એપ્રિલ 2021, દિવસ…

Read More

લોકડાઉનનો ડર અમદાવાદીઓને સતાવી રહ્યો છે, ત્યારે દિલ્લી દરવાજા માધુપુરા માર્કેટ અને કાલુપુર માર્કેટ ખાતે ખરીદી કરવા માટે શહેરીજનો ઉમટ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ અને વિસ્તારોમાં ખરીદી માટે લોકોના ટોળા ઉમટ્યા છે. સત્ય ડે ન્યૂઝ શહેરીજનોને ખોટો પેનિક ન લેવા અપીલ કરે છે. કોરોના સામે એલર્ટ બનો પણ અધીરા ન બનશો. જીવન જરૂરિયાતનું વસ્તુ ખરીદવા દોટ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા માધુપુરા અને કાલુપુરના બજારમાં કરિયાણા, તેલ, ચોખા અને શાકભાજીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યાં છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે લોકોની ભીડ ઉમટી છે. સરકારને માત્ર 3 કે 4 દિવસની વાત છે તેમ લોકો એક મહિનાનું કરીયાણું ભરવા…

Read More