આજ રોજ જી.જી. હોસ્પીટલ, જામનગર ખાતે સાંસદ પૂનમ બેન માડમ અને પરિવાર સાથે મેયર બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી અને શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા ની ઉપસ્થિતી માં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પૂનમબેન દ્વારા ગુજરાત રાજ્ય અને દેશ ને “કોરોના મુક્ત” કરવા માટે વેકસીન લેવાપાત્ર થતા દરેક લોકોએ વેકસીન અવશ્ય લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો. કોરોના સામેની લડત માટે માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ચાલતા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સહભાગી બની સર્વેને કોરોનાની વેકસીન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
કવિ: satyadaydesknews
સિવિલ મેડિસીટી સ્થિત યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૧૨૮ વ્યક્તિઓએ કોરોના સામેની સુરક્ષા આપતી રસી મેળવી. જીએનએ અમદાવાદ: એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે રસીકરણ કામગીરી સુપેરે ચાલી રહી છે. આજે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં સિવિલ હોસ્પિટલના ૬૫ હેલ્થકેર વર્કરોને અને ફ્રંટલાઇન વોરીયર્સે રસીકરણ કરાવ્યું હતુ. જયારે કોમોર્બિડીટી ધરાવતા ૧૫૪ વ્યક્તિઓ અને ૩૯ વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી હતી. પહેલી એપ્રિલથી ૪૫ થી વધુ વયના નાગરિકો માટે શરૂ થયેલા કોરોના રસીકરણના અભિયાનના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૫૦ વ્યક્તિઓએ કોરોના રસીકરણનો લાભ લીધો હતો. સિવિલ મેડિસીટી સંકુલમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના…
શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે દેવગુરુ બૃહસ્પતિ 6 એપ્રિલથી મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 2021માં ગુરુનું આ પ્રથમ રાશિ પરિવર્તન હશે. અત્યાર સુધી દેવતાઓના ગુરુ અર્થાત બૃહસ્પતિ પોતાની રાશિમાં શનિ સાથે હતા. હવે શનિની જ રાશિ કુંભમાં પ્રવેશ કરશે. આ રાશિમાં તે 13 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમિયાન 20 જૂને તે વક્રી રહેશે. ત્યારબાદ તે 14 સપ્ટેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 18 ઓક્ટોબરે તેની સીધી ચાલ રહેશે અને 20 નવેમ્બરે ફરી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શિક્ષણ, ધર્મ અને રાજકીય ક્ષેત્રના લોકો માટે આ રાશિ પરિવર્તન સારું ફળ નહિ આપે રાશિ પરિવર્તનથી દેશના પૂર્વ રાજ્યોમાં ઉથલપાથલ થવાની આશંકા…
ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 દિવસ થી કોરોના બેકાબૂ બની ગયો છે અને દિનપ્રતિદિન કોરોના કેસનો આંકડો અનેક નવા રેકોર્ડ નોંધાઇ રહ્યા છે ત્યારે અમદાવાદ ની IIM ઇન્સ્ટિટ્યૂટ માં કોરોના નો બૉમ્બ ફાટ્યો છે અને 200 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.ત્યારે આજે ગુજરાત સરકાર કોરોના વાયરસના વધતા સંક્રમણ ને નાથવા GPSC ની પરીક્ષા ની તારીખ બદલી દેવામાં આવી છે અને નવી તારીખ જાહેર કરવા માં આવી છે તો અનેક વિધાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કે જો સરકાર દ્વારા અમારી પરીક્ષા ની તારીખ બદલવામાં આવતી હોય તો આવનારી 18 તારીખ ની ગાંધીનગર ની મનપા ની ચૂંટણી ની તારીખ પણ કેમ…
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચર્ચામાં આવેલ 2004ના ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBIની કોર્ટો મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં ત્રણ આઇપીએસ અધિકારી નિવૃત ડીવાયએસપી તરુણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનુજ ચૌધરીને CBI કોર્ટે ડિસ્ચાર્જ કર્યાં છે. સીબીઆઈ કોર્ટે જણાવ્યું હતું કે કાયદો અને મર્યાદામાં રહીને આ અધિકારીઓએ કામગીરી કરી હતી. ઇન્ટેલિજન્સના મળેલ ઇનપુટ મુજબ આ અધિકારીઓ ઇશરતને પકડવા જોડાયા હતા અને ઇશરત આતંકી નહોતી એ વાતને સ્વીકારી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘટના સમયે તેમની ફરજ નિભાવી છે અને આ ત્રણેય અધિકારીઓને આ કેસ બાબતે મુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસની કથની અને કરણી માં અંતર કે શું ? તેવો મજબૂત દાવો કરતો બે હુકમ ના એક્કા જેવા પરિપત્ર એ રાજકારણ માં ગરમાટો લાવી દીધો છે. જીહા એક એવો પરિપત્ર કે જે સ્થાનીક કોંગ્રેસ દ્વારા તા.23 ફેબ્રુઆરી 2021 નો પરિપત્ર આવ્યો કે જેમાં સુનિલ પટેલ ઉપર 6 વર્ષનો પ્રતિબંધ મૂકી દેવાય છે અને બીજો નવો પરિપત્ર દિલ્હી થી તા.16 માર્ચ 2021 એ આવ્યો કે જેમાં નેશનલ માં કો.ઓડી. ની જવાબદારી અપાય છે. ત્યારે આ વાત સ્થાનિક રાજકારણ માં ભારે ચર્ચા નો વિષય બની છે. અગાઉ તા.23 ફેબ્રુઆરી 2021 ના રોજ અમદાવાદ શહેર ના પ્રમુખ શશીકાંત પટેલ દ્વારા સુનિલ પટેલ…
અમદાવાદ શહેરમાં વી.એસ.હોસ્પિટલ પાસે આવેલ કામધેનુ ડેરીમાં ગઈકાલે સવારના સમયે એક્સપાયેરી ડેટ થઈ ગયેલા બિસ્કિટ અને અન્ય ખાવાની ચીજ વસ્તુઓ મળી આવવાની ચર્ચા જોર શોરમાં ઉઠી હતી જે બાબત ને લઈ સત્ય ડે ન્યૂઝ ની ટીમ દ્વારા બિસ્કિટ ક્યાંથી આવ્યા કયા ડિસ્ટ્રીબ્યુટરે મોકલ્યા તે બાબતને લઈ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હતા પરંતુ અમદાવાદ મનપા ના હેલ્થ ખાતામાં કોઈજ પ્રકાર ની કંમ્પ્લેઇન થયેલ ન હતી તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાલડી વોર્ડના ભ્રષ્ટ અધિકારી સંજય દવે અને નિખિલ ચૌહાણ દ્વારા આ ડેરી ઉપર જઈ ને મસમોટો તોડ કર્યા ની ચર્ચા વાયુવેગે ફરી રહી છે. આ બાબત ની વાત કરવામાં આવે…
આકાશમાં તારલાઓ કંઈ એમ જ નથી ચમકતા. તનતોડ મહેનત અને દૃઢ નિશ્ચયથી ઘણા લોકો સફળતાના શિખર પર પહોંચે છે.. જ્યાં તેઓ એક પ્રતીક બનીને ઉભર્યાં છે. સી.એ. ભવાની દેવી પણ આવા જ રમતવીર તારલાઓની આકાશગંગામાંથી એક છે જેમણે તલવારબાજીમાં ટોક્યો ઓલમ્પિક 2021માં ક્વોલીફાઈ કર્યું છે. આ માત્ર ભવાની માટે જ ગૌરવની ક્ષણો નથી પરંતુ KIIT ડીમ્ડ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની હોવાના કારણે ભવાની જેવા બાળકોની પ્રતિભાને નિખારવામાં એક વિશ્વસનીય અને અનુભવી પરામર્શદાતાની જેમ KIIT અને KISSને બે નિયમિત લોન્ચ પેડ બનવાનું ગૌરવ મળ્યું છે. આ બંને સંસ્થાના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંત હંમેશા મદદ માટે ખડેપગે રહ્યા.. માત્ર રમતગમતમાં ભવાનીની લાંબી શાનદાર યાત્રા…
હોળી, જેને રંગોનો તહેવાર કહેવામાં આવે છે, તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો…
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી ! અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના વોન્ટેડ આતંકી સલામનની જયપુરથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટનો વોન્ટેડ આંતકીની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. જયપુરથી ટ્રાન્સફર વોરન્ટથી આતંકી સલામનની ધરપકડ કરાઈ છે. સલમાનની 2008 બ્લાસ્ટ કેસમાં મહત્વની ભૂમિકા હતી. હાલ તેને આતંકી સલમાનને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બ્લાસ્ટ મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સલમાને બ્લાસ્ટ કેસમાં સમગ્ર ષડયંત્રનું આયોજન કર્યું હતું. આતંકી સલમાને બ્લાસ્ટ માટે સૌથી પહેલા દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો હતો. ત્યાર બાદ તે રાયપુર ખડિયા બૉમ્બ મૂકવા ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ અને…