અમદાવાદ માં કોરોના વિસ્ફોટ થયો છે અને અહીં શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે એટલુંજ નહી પણ દારૂબંધી નો કોઈ અમલ થતો ન હોય એક મિડિયા ના નાતે બુટલેગરોને ખુલ્લા પાડવા માટે સત્ય ડે ની ટીમ દ્વારા વારંવાર સ્ટિંગ ઓપરેશન કરી ન્યૂઝ ચેનલમાં પ્રસારીત કરવામાં આવ્યા હતા.પરંતુ દેશી દારૂના અડ્ડા સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનના પી.આઈ. રાજપૂત અને વહીવટદાર વિક્રમસિંહ દ્વારા કોઈ પગલાં ભરવામાં નહિ આવતા ફરી એકવાર સત્ય ડે ન્યૂઝ ની ટીમ શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ પોટલિયા ચાર રસ્તા પાસે હનુમાનજી ના મંદિર ની પાછળના ભાગમાં ચાલતા…
કવિ: satyadaydesknews
અમદાવાદમાં વાયણા ગામ નજીક આવેલા કરોડો ની કિંમત ના પ્લોટ મુદ્દે છેલ્લા દિવસો માં ભારે રાજકારણ ગરમાયુ છે અને અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. નવી રાજપથ કલબ પાસેના 4 પ્લોટ કોના તે મુદ્દે કોંગ્રેસ માં વિવાદ ઉભો થયો હોવાની વાત ચર્ચામાં છે. ઉંચી કિંમતના ચાર પ્લોટ કોંગ્રેસ પાર્ટીની પ્રોપર્ટી હોવાની એક તરફ વાત છે. પરંતુ એક પરિવાર આ પ્લોટ પર દાવો કરી રહ્યો હોવાનું કહેવાય છે સાથે જ એક IT સેલના એક નેતા નું નામ પણ ચર્ચામાં રહ્યું હતું જોકે, આ બાબતે ચોક્કસ માહિતી બહાર આવી નથી પણ તપાસ થાય તો આખું ગફલુ બહાર આવી શકે તેમ હોવાનું પણ ચર્ચાઈ…
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે ભક્તો માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે. પરંતુ હવે અંબાજી મંદિર ખાતે ભકતો ટૂંકા વસ્ત્રો પહેરીને જઈ શકશે નહીં તેવા બોર્ડ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લગાવવામા આવ્યા છે. અહિં ઘણા ભકતો શોર્ટ અને બરમૂડા પહેરીને દર્શન કરવા આવે છે. જોકે હવે ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરીને આવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ગેટ પર બોર્ડ લગાવવામાં આવ્યા છે.
જામનગર ડેપ્યુટી મેયર દારા પરિવારના તમામ સભ્યોને કોરોનાની રસી આપવી લોકોને રસીકરણ અભિયાનમાં જોડાઈ તમામ લોકોને કોરોનાની રસી લેવા માટે અપીલ કરવામાં આવી છે. જામનગર ના યુવા ડેપ્યુટી મેયર તપન જશરાજ પરમાર દ્વારા પોતાના ઘરના તમામ સભ્યોને રસી મુકાવી હતી. આ ઉપરાંત તમામ યુવા વર્ગને પણ પોતાના ઘરના તમામ લોકો રસીકરણ અભિયાનનો લાભ લે અને તમામ લોકો રસી મુકાવે અને જામનગર કોરોનામુક્ત બને તેવી અપીલ કરી હતી. હાલ કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે લોકોને સજાગ રહેવું જરૂરી બન્યું છે લોકો માસ્ક પહેરે અને રસી મુકાવે અને સ્વસ્થય બન્યા રહે તે જરૂરી બન્યું છે.
વડોદરા શહેરના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ઉપર આવેલ સુખધામ આશ્રય અને સુખધામ સિગ્નેચરની સાઈટમાં મકાન અને દુકાનની જાહેરાત કરી લાખો રૂપિયા ઉઘરાવી લઈ લોકોને તેમના મકાન કે દુકાનનો કબજો નહીં આપનાર બિલ્ડર દર્પણ શાહ વિરુદ્ધ 10 વ્યક્તિઓએ અરજી કરી છે.અમદાવાદ ના શાહપુર વિસ્તારમાં રહેતી મહિલા એ સુખરામ રેસિડેન્સી માં બુક કરાવેલ ફ્લેટનો નંબર બદલી દર્પણ શાહે બીજાને વેચી દેતા હવે અનેક લોકો દર્પણ શાહ ની વિરુદ્ધમાં ફરિયાદ કરવા બહાર આવ્યા છે.બીજી તરફ ભાજપ માં હોવાના નાતે વડોદરા શહેરના વાઘોડિયા માં જ રહેતા અને પૂર્વ કાઉન્સિલર અને હાલ ના ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા ની સાથે આ દર્પણ શાહ અંગત ઘરોબો ધરાવતો…
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે નેતાઓ અને કાર્યકરો દ્વારા માસ્ક પહેર્યા વગર જ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જ પ્રચાર કરતા જોવા મળ્યા હતા ત્યારે પ્રજા માં પણ આક્રોશ છે કે નેતાઓ કરે એ લીલા અને પ્રજા કરે એ ભવાઈ આ કેટલા અંશે યોગ્ય છે. વાત કરવામાં આવે તો 6 મહાનગરોની પેટા ચૂંટણી પતતા જ ગુજરાતમાં કોરોના વાવાઝોડા ની જેમ બેકાબૂ બન્યો છે પરંતુ રાજકીય પાર્ટીના નેતાઓ પ્રકારના નિયમો પાળવા તૈયાર નથી તેવામાં જ ગઈકાલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ડભોઈ નગરપાલિકા ના નવનિયુક્ત હોદ્દેદારોના પદ ગ્રહણ માં હાજર રહ્યા હતા જેમાં પોતે માસ્ક પહેર્યા વગર જ દેખાયા…
રાજય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધ્યા હતા અને તેને કાબુમાં લેવા એગ્રેસીવ ટેસ્ટિંગ સહિતની કામગીરી કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશ્નર અને IAS વિજય નહેરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર તરીકે તેમની બદલી થઈ અને રાજ્ય સરકારમાં ગ્રામીણ વિકાસ સચિવ તરીકે ફરજ પર છે છતાં તેઓએ લો ગાર્ડન સ્થિત મ્યુનિસિપલ કમિશ્નર બંગલામાં રહી રહ્યા છે. તેમણે હજી સુધી આ બંગલો ખાલી કર્યો નથી. તેમજ નવા કમિશ્નર મુકેશ કુમાર હાલ બોડકદેવ વિસ્તારમાં રહે છે. કોરોના કાળમાં લોકડાઉન દરમ્યાન મ્યુનિસિપલ કમિશ્નર તરીકે વિવાદમાં આવનાર IAS વિજય નહેરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. લો ગાર્ડન પાસે મેયર બંગલોની બાજુમાં…
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ ને એક વર્ષ પૂરું થયુ છે અને કોરોના હજુ જવાનું નામ લેતો નથી અને દિવસે ને દિવસે હજુ વાવાઝોડા ની જેમ વધતો ગયો છે.ગઈકાલે ગુજરાત રાજ્યમાં ગઈકાલે કોરોના વાયરસના કેસ 1276 નોંધાયા હતા અને આજે ગુજરાતના મહાનગરોમાં કારફ્યુનો સમય રાત્રીના 9 થી સવારના 6 નો સમય કરી દેવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક નેતા અને કારોબારી સભ્યો તથા હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા હતા અને આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ચાર્જ પણ સાંભળ્યો હતો જેમાં ભાજપના ડભોઈના ધારાસભ્ય અને નવનિયુક્ત હોદ્દેદારો વડાપ્રધાનના 2 ગજની દુરીના નિયમને ધોળી ને…
ગુજરાત રાજ્યમાં ચૂંટણી અને મેચ બાદ કોરોના ના કેસમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે.150 દિવસ બાદ ગુજરાતમાં 1276 કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં કોરોનાના 304 કેસ નોંધાયા છે.ગુજરાત રાજ્યનું રિકવરી રેટ 96.54 ટકા થયો છે.એક તરફ ચાર મહાનગરો માં કરફ્યુનો સમય રાત્રીના 10 થી 6 નો કરવામાં આવ્યો છે.તો બીજી તરફ ગુજરાત રાજ્યના મહાનગરો માં વેકસીનેશન નો સમય પણ રાત્રીના 9.30 સુધી લંબાવવામાં આવ્યો છે.બુધવારે જ સરકાર દ્વારા કડક નિયમો અચોક્કસ મુદત સુધી અમલી કરવામાં આવ્યા છે જેમાં AMTS અને BRTS ને બંધ કરવામાં આવી છે જિમ,ગાર્ડન, ક્લબ અને શાળા કોલેજો ને પણ બંધ કરવામાં આવ્યા છે.કોરોના ના કહેરને…
ગુજરાતભરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના બેકાબૂ બન્યો છે.ચૂંટણી સમયે એકાએક આંકડામાં ઘટાડો નોંધાયા બાદ છેલ્લા 5 દિવસ થી કોરોના બેકાબૂ બની ગયો છે.જાહેરજનતા માં પણ અનેક રોષ જોવા મળી રહ્યો છે કારણકે ચૂંટણી સમયે કોરોના ના આંકડા ઘટી જવા અને ચૂંટણી બાદ આંકડા એકાએક વધી જવા એનું કારણ શું જેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. ગુજરાતભરમાં કોરોના બેકાબૂ બનતા ચાર મહાનગરોમાં પણ રાત્રી કરફ્યુ 10 થી 6 નો કરી દેવામાં આવ્યો છે.જેને લઈ અનેક રેસ્ટોરન્ટ ના માલિકો અને ધંધાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. આજે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 954 કેસ નોંધાયા છે અને 2 લોકોના મૃત્યુ…