DyCM નીતિન પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરને યોગ્ય નિર્ણય લેવા છૂટ અપાઇ છે અને જરૂરી પગલાં લેવા માટે પણ છૂટ અપાઇ છે DyCM નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતુ કે, આજે રાત્રિ કરફ્યુ અંગે નિર્ણય લેવામાં આવશે. અન્ય પગલાં લેવા મુદ્દે પણ આજે ચર્ચા કરાશે. કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.
કવિ: satyadaydesknews
દાંતા તાલુકા નાં રાજપૂત સમાજ ના આગેવાનો અને યુવા મંડળ દ્વારા મહીસાગર જિલ્લા નાં કાનેસાર ગમે વસતા રાજદીપ સિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ નાં 1 વર્ષ નાં બાળક ની અકલ્પનીય એસ.એમ. એ – 1 નામની ગંભીર બીમારી ને લઇ તેની સારવાર અર્થે વિદેશ થી ઇન્જેક્શન મંગાવવાનું છે જેની કિંમત અંદાજે ₹ 16 કરોડ થાય છે તેના માટે સમગ્ર રાજપૂત સમાજ દ્વારા યથા શક્તિ ફંડ ભેગુ કરી ને તે નવજાત બાળક ની સારવાર અર્થે ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.જેમાં ઇમ્પેકટ ગુરુ નામના એન.જી. ઓ માં તે બાળક નામે ધૈર્યરાજ નાં નામ નું ખાતું ખોલી ને તે ફંડ તે ખાતા માં નાખવામાં આવશે.અને…
ગુજરાત માં એક તરફ કોરોના વાયરસ ની મહામારી વકરી રહી છે અને બીજી બાજુ કોરોના કારણે રાજ્યના ચાર મહાનગરોમાં જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ ની સમયમર્યાદા પુરી થવા જઈ રહી છે. કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે રાજ્યમાં ફરી એકવાર લોકડાઉન અફવાઓએ જોર પકડ્યું છે ત્યારે હવે આ મામલે ટૂંક સમયમાં જ નિર્ણય લેવાઈ શકે છે. રાજ્યના ચાર મહાનગરો આવતીકાલે રાત્રી કર્યુ ની અવધી પુર્ણ થશે. વધતા સંક્રમણને પગલે કર્યુ રાખવો કે સમય બદલવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસની સ્થિતિ વકરી રહી છે. 24 કલાકમાં કોરોનાના કેસોનો આંકડો ડરાવી રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં તો કોરોના વધારે…
અમુક સર્જરી એવી છે કે જે તબીબી વિજ્ઞાન માટે આજના આધુનિક યુગમાં પણ પડકારરૂપ છે, પરંતુ ડોક્ટર્સના દૃઢ સંકલ્પ, અંગત સૂઝબૂઝ, જ્ઞાન કૌશલ્યથી જ આવી સર્જરીઓ સફળ થતી હોય છે. આવી જ એક કરોડરજ્જુની અતિ જટિલ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનની ટીમે સફળતાપૂર્વક પાર પાડીને રાજસ્થાનની એક મહિલાને ૨૦ વર્ષના લાંબા સમયગાળાથી વેઠવી પડતી પીડામાંથી મુક્તિ અપાવી છે. અમદાવાદ સિવિલના તબીબોએ ફરી એક વખત ‘સંકલ્પ સે સિદ્ધિ’નું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. અચરજ પામવા જેવી વાત એ છે કે જે દુઃખાવાથી આ મહિલા વર્ષોથી પીડાતા હતા તે દુઃખાવામાંથી તેમને અમદાવાદ સિવિલના કાબેલ તબીબોએ માત્ર બે જ દિવસમાં મુક્તિ અપાવી છે.…
ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીને અનુલક્ષીને દાંડી કૂચના પ્રારંભની સાથે સાથે જામનગર સ્થિત બાલાછડી સૈનિક શાળા દ્વારા પણ શાળાના પરિસરમાં 12 માર્ચના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, બાલાછડી સૈનિક શાળા દ્વારા ભારતની સ્વતંત્રતાની ચળવળ પર એક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેને સમાજ વિજ્ઞાનના પીઆર, એચઓડી, શ્રી રાઘેશ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ રજૂઆતના કારણે વિદ્યાર્થીઓને ભારતની સ્વતંત્રતાની ચળવળ વિશે તેમજ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે ભૂતકાળમાં બનેલી વિવિધ ઘટનાઓ વિશે જાણવામાં મદદ મળી હતી. આ પ્રસંગને યોગ્ય માન આપીને સર્જનાત્મક લેખન પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12ના કુલ 132 કેડેટ્સે…
શનિવાર, બુધવાર અને સોમવાર ના સાથે અમાસ તિથિ આવતા અમાસ નું મહત્વ ધાર્મિક રીતે વધી જાય છે. શનિવારી અમાસ પિતૃ કાર્ય અને પિતૃ નાં આશિર્વાદ મેળવવા માટે શાસ્ત્રો માં ઉતમ ગણવામાં આવે છે. પૌરાણિક ગ્રંથોના આધારે જોઇએ તો અમાસ ના દિવસે પિતૃઓ પોતાના વંશજોને મળવા જાય છે. શનિવારી અમાસ નાં દિવસે પિતૃ શ્રાદ્ધ કરાવું, તર્પણ કરાવું, બ્રાહ્મણ ભોજન કરાવવું ઉત્તમ ફળદાયી રહેશે આ અમાસ ના દિવસે ઉપવાસ અથવા તો એકટાણું રહેવું. સવારે વહેલા ઊઠીને નિત્યકર્મકરી માતા પિતા ને વંદન કરવા ત્યારબાદ સુર્ય ને અર્ઘ્ય અર્પણ કરી પિતૃઓ ની. છબી ને ચંદન નો ચાંલ્લો ચોખા કરવા ત્યારબાદ પિતૃ કાર્ય અથવા તર્પણ…
મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંથી એક છે. હિન્દુ ભક્તો દ્વારા ખૂબ જ આસ્થા અને ઉત્સાહ સાથે શિવજીની આરાધના કરવામાં આવે છે. મહાશિવરાત્રીનો શાબ્દિક અર્થ શિવજીની રાત થાય છે. જે દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા તે દિવસને શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર મહા મહિનાના કૃષ્ણપક્ષની તેરસ ના રોજ આ પર્વની ઉજવણી થાય છે. શિવરાત્રીના રોજ ભક્તો ખાસ ઉપવાસ રાખે છે અને શિવાલયોમાં જઈને ખાસ પૂજા-અર્ચનામાં ભાગ લે છે. આ દિવસે શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની પણ એક માન્યતા છે. આ દિવસે વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજી તેમના માતા-પિતા શિવ-પાર્વતીનો મહિમા ગાય છે.…
દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, 4 ગુજરાત ગર્લ્સ બટાલિયન NCC, આણંદ દ્વારા એક સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની થીમ ‘મહિલા સશક્તિકરણ’ રાખવામાં આવી હતી. બટાલિયનની 104 કેડેટ્સ અને સ્ટાફે આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત, વઢવાણ ખાતેની કે.પી. ગર્લ્સ હાઇસ્કૂલની 26 ગુજરાત બટાલિયન NCCની જુનિયર વિંગ કેડેટ્સે પણ આ પ્રસંગે સમાજ માટે સંદેશ ફેલાવ્યો હતો.
દરેક વર્ષે ૮મી માર્ચે વુમન ડે યોજવામાં આવે છે આ વર્ષે ૭મી માર્ચ ૨૦૨૧ના રોજ નોવોટેલ હોટેલ ખાતે AGIL, પોઝીટીવ ઝીંદગી, અમેરિકન કોર્નર, RENTIO, RAHO SAFE, ઝાયડ્સ હોસ્પિટલ અને વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલના સહયોગથી વુમેન ઓફ એક્સીલેન્સ એવોર્ડ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમદાવાદ શહેરના વિવિધ ક્ષેત્રોમાંથી ૪૦થી વધુ મહિલાઓ જોડાયા હતા. વુમેન ઓફ એક્સીલેન્સ એવોર્ડ સિઝન 2 કાર્યક્રમના ભાગ રૂપે ટ્રાફિક સેફટી, એનિમલ વેલ્ફેર, માય હાર્ટ ઇઝ ગ્રીન અને કોમ્યુનિટી સર્વિસ જેવી ચાર એકટીવિટીમાં મહિલાઓએ ચાર ગ્રુપમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. પેહલી એકટીવિટીમાં જે ટ્રાફિક સેફટી પર થઇ હતી એમાં ઈલા ગોહિલ અને કાન્ક્ષા વસાવડા વિજેતા…
અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની એ માતાજીના દર્શન કર્યા હતા. નૈનિશા એ ગ્લેમ એન્ડ એલીજન્સ કોંટસ્ટ 2021 મા વિજેતા બની ગુજરાત અને દેશ નું નામ રોશન કર્યું છે. અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની પોતાની ટ્રોફી અને ક્રાઉન લઇને માતાજી ના ચરણો મા મૂકીને ધન્યતા અનુભવી હતી અને અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા. કેપીટુ પ્રોડક્શન અમદાવાદ આયોજીત અને દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડ ના સહયોગ થી નેશનલ કક્ષા ની ફેશન ઇવેન્ટ ગ્લેમ એન્ડ એલીગન્સ 2021 મા વિનર બની ગુજરાત અને દેશનું નામ નૈનીશા સોની એ રોશન કર્યું છે અને હજુ પણ આગળ જવા માટે તૈયારીઓ…