69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2020-21નો ઉદ્ઘાટન કાર્યક્રમ બીજૂ પટનાયક ઈન્ડોર સ્ટેડિયમ KIIT ડીમ્ડ યુનિવર્સિટીમાં 5 માર્ચ 2021ના રોજ યોજાયો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ઓડિશાના રમત ગમત અને યુવા સેવા તથા ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી તુષારકાંતિ બેહરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. જ્યારે વૉલીબૉલફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના મહાસચિવ શ્રી અનિલ ચૌધરી, વી.એફ.આઈ.ના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ તથા કન્ટ્રોલ કમિટીના ચેરમેન શ્રી રથિન રોય ચૌધરી, માનનીય સાંસદ, કંધમાલ, વી.એફ.આઈ.ના અધ્યક્ષ તથા કે.આઈ.આઈટી અને કે.આઈ.એસ.એસ.ના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંત, કે.આઈ.આઈ.ટીના ઓર્ગેનાઈઝિંગ પ્રેસિડેન્ટ અને પ્રો-વાઈસ ચાન્સલર પ્રો.સસ્મિતા સામંત, કે.આઈ.આઈ.ટી.ના વાઈસ ચાન્સલર પ્રો.એચ.કે.મોહંતી અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને અવસરની શોભામાં અભિવૃદ્ધિ કરી.…
કવિ: satyadaydesknews
જૂનાગઢના પૂર્વ સાંસદ, ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને અગ્રણી શિક્ષણવિદ્ મોહનભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં તેમને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલે શ્રદ્ધાંજલિ પાઠવીને પ્રભુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ કઠિન પરિસ્થિતિ માં શક્તિ મળે તેવી પ્રાર્થના કરી છે. સી.આર.પાટીલે કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય માં વસવાટ કરતા કડવા પટેલ સમાજના મોભી, દીર્ઘદૃષ્ટા અને શિક્ષણવિદ્ અને મો. લા. પટેલથી ઓળખાતા મોહનભાઈ પટેલના અવસાનથી સમાજ અને રાજ્યને ખુબ મોટી ખોટ પડી છે. તેમના થકી પ્રજા સેવા અને સમાજ સેવા ના કાર્યો હંમેશ જીવંત રહેશે.
જામનગર શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ ભાજપ ના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી સહિતનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. મહિલા નેતા વસુબેન સહિત પતિ નરેન્દ્રભાઈ, પુત્ર દક્ષભાઈ અને તેમના પત્ની અભિબેન ત્રિવેદીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. તમામ લોકોને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ બાંધવું એ નવાઈ ની વાત નથી કારણકે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. અમદાવાદ ના પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવેલ પ્રીતમનગર પાલડી ખાતે ટી.પી.સ્કીમ નંબર 3 ફાઇનલ પ્લોટ નંબર 818/1 માં બાંધવામાં આવેલ શાંતિકૃપા રેસિડેન્સી નામની સ્કીમ ને હજુ સુધી બી.યુ.પરમિશન આપવામાં આવેલ નથી તેમ છતાં બિલ્ડર નેહલ શાહ અને બાબુભાઇ શેઠ દ્વારા ગટર અને પાણીના કનેકશનો ગેરકાયદેસર લઈ ને લોકોને રહેવા માટે આપી દેવામાં આવેલ છે તેમ છતાં પણ પાલડીના ઈજનેર ખાતાના અધિકારી અનિલ પ્રજાપતિ દ્વારા આ બિલ્ડર ને છાવરી ને ગેરકાયદેસર કનેક્શન કાપવામાં આવતા નથી.ઈજનેર ખાતાના અધિકારી અનિલ પ્રજાપતિ દ્વારા બિલ્ડર…
અમદાવાદ શહેરમાં સહેલાણીઓને હરવા ફરવા માટે બનાવવામાં આવેલ રિવરફ્રન્ટ હવે સ્યુસાઇડ પોઇન્ટ બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે 3 દિવસમાં 2 લોકો સ્યુસાઇડ કરવા માટે રિવરફ્રન્ટ ઉપર પહોંચ્યા અને એક મહિલાએ તો જીવ પણ ગુમાવ્યો. ત્યારે સવાલ એ ઉભા થવા પામ્યા છે કે દર મહિને લાખો રૂપિયાનો પગાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેંથર સિક્યુરિટી ને ચુકવવામાં આવી રહ્યો છે કે જે ગાર્ડ દ્વારા ફક્ત ને ફક્ત રિવરફ્રન્ટ નું જ ધ્યાન રાખવાનું હોય છે કે રિવરફ્રન્ટમાં કોઈ પણ જાતનો બનાવ ન બને પરંતુ અહીંના રિવરફ્રન્ટ ની વાસ્તવિકતા જ કંઈક અલગ જોવા મળી રહી છે કારણકે અહીંના સિક્યુરીટી ગાર્ડ દ્વારા…
કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલ મતદાન કરવા વિરમગામ આઇટીઆઈ ખાતે પહોંચ્યા હતા. પરંતુ જ્યાં હાર્દિક પટેલે મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-2માં ભાજપ-અપક્ષની પેનલ જ ચૂંટણી લડી રહી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. વહેલી સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્યમ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. બપોરે 1.15 સુધીમાં નગરપાલિકામાં 23.93 ટકા, જિ.પંચાયતમાં 23.96 ટકા અને તાલુકા પંચાયત 25.82 ટકા મતદાન થયું છે.
અમદાવાદની જગ મશહૂર સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે એક 18 વર્ષના યુવાને થયેલી દુર્લભ બિમારીની જટિલ સારવારમાં સફળતા મેળવી વધુ એક વાર ઇતિહાસ રચી દીધો છે. આ યુવક સમગ્ર દુનિયામાં માત્ર 2.5 ટકા લોકોમાં જ જોવા મળતી. સ્કોલિઓસિસ નામની બિમારીનો ભોગ બન્યો હતો. આજથી ત્રણ વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લાના ભેંસાણના રહેવાસી અભય રાદડિયાનું જીવન અન્ય બાળકોની જેમ જ ખેલકૂદ, અભ્યાસ અને રમતગમતમાં સામાન્ય રીતે વિતી રહ્યું હતું. 3 વર્ષ પહેલા 15 વર્ષની વયે અભય ખેલકૂદમાં પણ સક્રિય હતો. પરંતુ વિધાતાએ અભય માટે કોઇ અલગ જ પ્રકારની વેદનાની સ્યાહીથી લેખ લખ્યા હતાં! અભય એના પરિવાર સાથે રાજીખુશીથી જીવન વિતાવી રહ્યો હતો, પણ…
૮૨ વર્ષ ના ઉમરે શ્રી ઉષા બહેન રાજેન્દ્ર ભાઈ મહેતા પોતાના સ્વગૅસ્થ પતિ ની સ્મૃતિમાં સમાજ ના રક્ષક એવા અમદાવાદ ફાયર સર્વિસ ના જવાનો પ્રત્યે કૃતઘ્નતા વયકત કરી ડો. પંકજભાઈ શાહ, સંજીવની હેલ્થ, પ્રમુખ ની પ્રેરણાથી રુ. ૧,૧૧,૧૧૧/- નુ માતબર દાન કલમ 80 – જી ( 5 ) હેઠળ 50% કરમુક્ત રજીસ્ટર્ડ અમદાવાદ ફાયર સર્વિસ બેનીવેલન્ટ વેલ્ફેર ફંડમાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસરને સંજીવનીના ટૃસ્ટીશ્રી મનોજ સોની અને ડેપ્યુટી ચીફ ફાયર અધિકારી એમ પી મિસ્ત્રિની ઉપસ્થિતિમાં અપૅણ કરી સમાજ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે .જે બાબતે વડીલ માતૃ તુલ્ય ઉષા બહેનને સ્વ. શ્રી રાજેન્દ્ર ભાઈ મહેતા ને સાદર શ્રધ્ધાંજલી સહ…
અમદાવાદના નગર શ્રેષ્ઠી,અને મેયર એવા જયકૃષ્ણ હરિવલ્લભના પુત્ર મૃગેશ જયકૃષ્ણ ૧૯૮૩માં BCCIના વાઈસ પ્રેસિડેન્ટ હતા અને અમદાવાદની Sports Club તેમજ GCAના પ્રેસિડેન્ટ હતા ત્યારે તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પાસે નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે અમદાવાદ પાસેના મોટેરા ગામની ઉજ્જડ જમીન મેળવી હતી અને ઘણા વિરોધ વચ્ચે દેશના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહના હસ્તે ખાતમુહર્ત કરાવી, તેમના દેશી વિદેશી મિત્રો પાસેથી ફંડફાળા મેળવીને તેમજ બેંકની લોન મેળવીને માત્ર આઠ માસમાં મોટેરા- સ્ટેડિયમ બનાવી દીધું હતું અને નવેમ્બર ૧૯૮૩માં ભારત વિરુધ્ધ વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ -મેચ જોવાનો લાભ અમદાવાદીઓને આપ્યો હતો..!! આ સ્ટેડિયમની સલાહકાર સમિતીમાં મૃગેશ જયકૃષ્ણએ પોલી ઉમરીગર,સુનિલ ગાવસ્કર,બિશનસિંહ બેદી,પ્રસન્ના,ચંદ્રશેખર જેવા ક્રિકેટરો અને…
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ટીકીટ ની ફાળવણી ને લઈ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો હતો અને અનેક નેતાઓ પોતાના મળતીયાઓ ને ટીકીટ અપાવવા હાઇકમાન્ડ સુધી બળવો શરૂ કરી દેવામાં આવ્યો હતો.અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ તો એટલી હદે ચર્ચા માં છે કે તેમને તો પોતાના મળતીયાઓ ને ટીકીટ અપાવવા માટે એસજી હાઇવે ઉપર આવેલ જાણીતા બિલ્ડીંગ માં બેસીને રૂપિયા લઈ ટિકિટો ની વહેંચણી કર્યા ની ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને આખું કોંગ્રેસ હાઇકમાન્ડ શહેર પ્રમુખ શશીકાંત પટેલ ની દાદાગીરી થી ઝૂકી ગયું હતું.સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં કારમી હારનો સામનો કરી રહેલ કોંગ્રેસના એક પણ નેતાઓ હાલ માં દેખાતા નહીં…