ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટ ડે-નાઈટ છે જે પિંક બોલથી રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ઈંગ્લેન્ડનો પ્રથમ ઈનિંગમાં ધબડકો થયો છે. 112 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને 3 અને ઈશાંતે 1 વિકેટ ઝડપી છે. પ્રથમ બેટિંગ કરતા ત્રીજી ઓવરમાં 2 રન પર ઈંગ્લેન્ડની પ્રથમ વિકેટ પડી હતી. ઇશાંતે ડોમ સિબલેને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી છે. સિબલે શૂન્ય રને ઇશાંતની બોલિંગમાં સ્લીપમાં રોહિત શર્મા દ્વારા કેચ આઉટ થયો. જોની બેરસ્ટો…
કવિ: satyadaydesknews
6 મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ધીમે ધીમે આવી રહ્યા છે જેમાં કોંગ્રેસ ની કારમી હાર થવા જઈ રહી છે કારણકે 6 મહાનગર પાલિકા ની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે જેમાં રાજકોટ ખાતે કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શકી અને ગુજરાત ની જનતાએ કોંગ્રેસને વધુ એક વખત જાકારો આપ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ ઉપર સવાલ ઉઠવા પામ્યા છે.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપર એટલા સવાલ ઉભા થયા છે કે 8 વિધાનસભાની પેટા ચૂંટણી માં પણ એક પણ સીટ કોંગ્રેસ ને જીતાડી ન શકનાર નેતાને કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા કેમ હટાવવા માં ના આવ્યા તે પણ એક સવાલ ઉભા થયા…
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈ 21 તારીખે મતદાન પૂર્ણ થયા બાદ ઇતિહાસમાં સૌથી ઓછું મતદાન આ વર્ષે થયું હતું જેમાં અમદાવાદ માં સૌથી ઓછું અને જામનગર માં સૌથી વધુ મતદાન થયું હતું જે બાદ ભાજપ અને કોંગ્રેસમાં ગંભીરતા નો માહોલ જોવા મળ્યો હતો પરંતુ ભાજપ પક્ષ દ્વારા સંપૂર્ણ બહુમતી સાથે જીતવાનો દાવો કરવામાં આવ્યો હતો અને હાલમાં જ્યારે મતગણતરી શરૂ થઈ ગઈ છે ત્યારે 6 મહાનગર પાલિકા ના શરૂઆતી વલણ માં સીધે સીધો ભાજપને ફાયદો થઈ રહ્યો હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. …
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ આવવાની પૂર્વ રાતે સોમવારે મોડી રાતે ગુજરાત કોલેજના ઇવીએમ સ્ટ્રોંગ રૂમ માં મૂકેલા ઇવીએમ માં ચેડા કરવામાં આવી રહ્યા હોવાની અફવા ફેલાતા કેટલાક ઉમેદવાર અને તેમના ટેકેદારો ગુજરાત કોલેજના મુખ્ય ગેટ પર એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. અફવા ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં ગુજરાત કોલેજના સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા ઇવીએમ મશીનમાં ચૂંટણીના પરિણામના પેહલા ચેડા કરી પરિણામો બદલી નાખવા માટે સત્તાધારી પક્ષમાં કેટલાક કાર્યકરો ઇવીએમની પેટીઓ વાહનોમાં નાખીને લઈ ગયા હોવાની અફવા ફેલાતા ચૂંટણી લડી રહેલા ઉમેદવારો તેમના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ગુજરાત કોલેજના ગેટ પર…
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યસભાની ચૂંટણીમાં બિનહરીફ વિજયી બનવા બદલ શ્રી રામભાઈ મોકરિયાને અભિનંદન પાઠવી તેઓ સાંસદ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડે અને પોતાના વિસ્તારને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જાય તેવી શુભકામનાઓ પાઠવી છે. મારુતિ કુરિયરના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર તેમજ રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયાએ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી અન્વયે રાજકોટ પધારેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી તેમની તબિયતના ખબરઅંતર પૂછી જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ બને તેવી શુભકામના પાઠવી હતી. આ તકે મુખ્યમંત્રીશ્રીએ શ્રી રામભાઈને રાજ્યસભાના સભ્ય તરીકે વિજયી બનો તેવા વિશ્વાશ વ્યક્ત કર્યો હતો. આ સાથે મતદાન માટે રાજકોટ પધારેલા કર્ણાટકના…
અમદાવાદ ના પ્રહલાદ નગર ખાતે વિજયસિંઘ સેંગર દ્રારા જિમ લોન્જ નો ઇન્ડિયન રેસલર ધ ગ્રેટ ખલી ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ જિમ અમદાવાદ ના બીજા જિમ ની સરખામણી એ અદ્યતન સાધનો થી સજ્જ છે જેથી ફિટનેસ ચાહકો સારી રીતે જિમ ના વાતાવરણ ને માણી શકે. આ સિવાય લાઈવ કિચન નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિમ માં આવતા લોકો માટે હેલ્થી અને ડાયટ ફૂડ ત્યાંજ બનાવી ને તેમને આપવામાં આવશે જે ખુબજ મહત્ત્વપૂર્ણ બાબત છે. આ પ્રસંગે ધ ગ્રેટ ખલી એ જણાવ્યું કે* “આજકાલ લોકો માં જિમ અને યોગા નો ક્રેઝ વધ્યો છે કારણ કે લોકો ની લાઈફસ્ટટાઈલ એ પ્રકાર ની થઇ ગયી છે…
છેલ્લા 1 વર્ષથી ચાલતી કોરોના મહામારી ને પગલે સૌથી વધુ કોરોના વોરિયર તરીકે ફરજ બજાવનાર ડોક્ટર,પોલીસ,સફાઈકર્મી અને પત્રકારોએ અનેક સેવા કરી છે જેમાં સૌથી વધુ ફરજ બજાવનાર પોલીસ કર્મી ની વાત કરીએ તો રાત દિવસ પોતાના પરિવાર નું ધ્યાન આપ્યા વગર પણ પોતાની ફરજ નિભાવતા હતા. આજે આપણે વાત કરીએ છીએ ગુજરાત પોલીસની સત્ય ડે ન્યૂઝ દ્વારા છેલ્લા 1 વર્ષથી ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સાથે વાતચિત કરી હતી જેમાં અનેક પોલીસ કર્મચારીઓ દ્વારા નામ નહીં આપવાની શરતે પોતાની આપવીતી જણાવી હતી અને જણાવ્યું હતું કે જ્યારથી કોરોના મહામારી શરૂ થઈ હતી ત્યારથી કોરોના મહામારીમાં ખડેપગે જનતા ની સેવા…
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ લૉ (IIL)ની ફાઉન્ડેશન તકતીનું અનાવરણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, માનનીય ન્યાયમૂર્તિ શ્રી ઉદય ઉમેશ લલિત, માનનીય ન્યાયાધીશ શ્રી ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને માનનીય ન્યાયમૂર્તિ શ્રી વી.રામાસુબ્રમણ્યમના હસ્તે કરાયું. આ અનાવરણ કાર્યક્રમ 20 ફેબ્રુઆરી 2021 ના રોજ KIIT યુનિવર્સિટી, ભુવનેશ્વર ખાતે યોજાયો. આ સમારોહમાં વરિષ્ઠ વકીલ અને અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ (BCIT) ના પ્રમુખ શ્રી મનન કુમાર મિશ્રા, ઓડિશાના એડવોકેટ જનરલ, શ્રી અશોક પરીજા, વરિષ્ઠ એડવોકેટ અને BCITના અધ્યક્ષ શ્રી દેબી પ્રસાદ ધલ, BCITના એસોસિયેટ મેનેજિંગ ટ્રસ્ટી અને KIIT તથા KISSના સંસ્થાપક પ્રો. અચ્યુત સામંત સહિત ઘણી કાનૂની હસ્તીઓ હાજર રહી…
રાજ્યની 6 મહાનગર પાલિકા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની ચૂંટણી માટે ચાલી રહેલા ધીમા વોટિંગથી રાજકીય પક્ષોમાં દોડધામ મચી છે. હાલ ચાલી રહેલા ધીમા મતદાનથી અન્ય રાજકીય પક્ષો કરતા વધુ સત્તાધારી ભાજપના નેતાઓ ચિંતિત બની ગયા છે. ખાસ કરીને ભાજપના સંગઠનના ચાણક્ય એવા અમિત શાહ પણ અમદાવાદ આવેલા છે, ત્યારે શાહે પણ આ મામલો ગંભીરતાથી લીધો છે. તેઓ ભાજપના નેતાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ મતદાન કરવા આદેશ કરી રહ્યા છે. ભાજપને ઓછા મતદાનનો એવો પણ ભય સતાવી રહ્યો છે કે, આ ચૂંટણીમાં ભાજપ સામે માત્ર કૉંગ્રેસ જ નહીં આપ સહિતની કેટલીક પાર્ટીઓ પણ લડી રહી છે ત્યારે…
આજે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાગી લગાવીને જોવા મળ્યા હતા. સવારે 7થી 8 વાગ્યામાં એટલે પહેલા એક કલાકમાં અમદાવાદમાં અને ભાવનગરમાં સૌથી વધુ 5 ટકા મતદાન થયું છે. ત્યારબાદ ત્યારબાદ વડોદરામાં 4 ટકા, સુરતમાં 4 ટકા, રાજકોટમાં 3 ટકા, જામનગરમાં 3 ટકા મતદાન થયું છે. જ્યારે 7 કલાક બાદની સ્થિતિ પર નજર કરીએ તો હાલમાં સૌથી વધુ જામનગરમાં 28 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું 18 ટકા મતદાન અમદાવાદમાં થયું છે. રાજકોટમાં સૌથી પહેલા 75 વર્ષિય દાદાએ મતદાનની…