ઉત્તર ઝોનના ડેપ્યુટી એસ્ટેટ અધિકારી રાજેન્દ્ર જાદવ અને ભાજપના દરિયાપુર ના ઉમેદવાર જયરામ દેસાઈની મિલીભગતથી બાપુનગરનું નું એક પરિવાર થયું બે ઘર. ફરિયાદી શેખ ઉસમાનભાઈ ઇબ્રાહિમ ભાઈ છેલ્લા 50 વર્ષથી રાધારમણ ની ચાલી માં પોતાના પરિવાર સાથે રહે છે.ઉપરોક્ત જગ્યામાં રહેતા હોવાના દરેક જાતના પુરાવા પણ તેમની પાસે છે. નામદાર સરકાર અને તેના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ ક્રમાંક ઈઆરસી/102013/783/થ/ગાંધીનગર તારીખ 18/07/2013 અનુક્રમે ઠરાવ મુજબ મૂળભૂત સુવિધાવાળા મકાનો ઝૂંપડાઓને મફત મકાન ઉપલબ્ધ કરાવવાનું તેમની નિયુક્ત બાદ ચાલીમાં રહેતા વર્ષો જુના ભાડવાત કે કબ્જેદાર ને જુના મકાનોની સર્વે કરી કરાવી માર્ગદર્શન આપવા અંગેની કાર્યવાહી કરવાની હતી રાધારમણ ની…
કવિ: satyadaydesknews
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રચાર પ્રસાર ને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં 4 પક્ષ મેદાને ઉતર્યા છે જેમાં ભાજપ,કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને AIMIM સહિતની પાર્ટી મેદાનમાં છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર તો જોર માં કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરાઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે જ કામ કરી રહી છે જેથી અનેક સવાલો ઉભા થયા છે.આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 6 મહાનગર પાલિકામાં ઉમેદવારોને મેદાને ઉતર્યા છે ત્યારે અમદાવાદના અમરાઈવાડી વોર્ડની વાત કરીએ તો આ વોર્ડમાં વર્ષો થી કોંગ્રેસ જ…
ગુજરાતમાં ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાયો છે ત્યારે રાજ્યની 6 મનપામાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. તમામ વિવિધ પક્ષો પોતપોતાની તાકાત લગાવી પોતાના ઉમ્મદવારોને ચૂંટણી માટે ઉભા કર્યા છે. ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષોના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને મતદાન કરવા માટે પોતપોતાનો લોકપ્રચારમાં જોડાયા છે ત્યારે સાચા અને કાર્ય કરનાર ઉમ્મદવારો પ્રતિ લોકોનો પ્રેમ જોવા મળી રહ્યો છે તે ભલે ગમે તે પક્ષમાં હોય..આવા જ એક મહિલા ઉમેદવાર સૌરાષ્ટ્રના જામનગર શહેરના વોર્ડ નંબર 5 માં વિજયી બનેલ મહિલા ઉમેદવાર ડિમ્પલ જગતભાઈ રાવલની…. જામનગર શહેરના વોર્ડ નંબર 5માં થી ચૂંટાઈ આવેલ ડિમ્પલબેન જગત રાવલ જામનગર મનપા માટે…
આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. જોકે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. ઉના અને કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં બિનહરીફ થયા છે. કોંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતાં કેટલીય બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપે પાલિકા અને પંચાયતોની 219 સીટ પર જીત મેળવી લીધી છે. રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ ભાજપના નામે રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોએ ઠેરઠેર ફોર્મ ખેંચતા ભાજપને વગર ચૂંટણીએ જ જીતનો સ્વાદ…
ભારતે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે ઇંગ્લેન્ડને 317 રને હરાવ્યું છે. આ સાથે ભારતે શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. 482 રન પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત માટે અક્ષર પટેલે 5, રવિચંદ્રન અશ્વિને 3, જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી છે. ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે. ઘરઆંગણે સૌથી સફળ ભારતીય કપ્તાન આ મેચ જીતીને વિરાટ કોહલીએ કપ્તાન તરીકે ઘરઆંગણે 21મી ટેસ્ટ જીતી છે. તેણે આ મામલે ધોનીની બરાબરી કરી છે. અમદાવાદ ખાતેની 2માંથી એક ટેસ્ટ જીતીને કોહલી ટેસ્ટમાં ઘરઆંગણે સૌથી સફળ ભારતીય…
ભાજપે રાજયસભાની બે બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. આ ચૂંટણીમાં ભાજપે દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાને ટિકીટ આપી છે. બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે.રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. 19 ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22…
માઘ માસમાં શુક્લ પક્ષની પાંચમી તિથિએ વસંત પંચમી આવે છે. આ વર્ષે વસંત પંચમી 16 ફેબ્રુઆરીના મંગળવારે આવી રહી છે. વસંત પંચમીના પર્વથી જ વસંત ઋતુનું આગમન માનવામાં આવે છે. આ દિવસ જ્ઞાન અને સ્વરની દેવી માતા સરસ્વતીની પૂજા કરવાનું માહત્મય છે. માનવામાં આવે છે કે, વસંત પંચમીના દિવસે જ દેવી મા સરસ્વતીનું પ્રાગટ્યું થયું હતું. શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે વસંત પંચમીના આ અવસરે ઉત્તમ યોગ બની રહ્યો છે. આ દિવસે અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહ્યો છે. જે વસંત પંચનીને વધુ વિશેષ બનાવે છે. આ સાથે ગુરૂ, શનિ, શુક્ર અને બુધ 4 ગ્રહ મકર રાશિમાં…
વડોદરામાં શનિવારે રાત્રે જાહેર સભા દરમિયાન બ્લડ પ્રેસર લો થઈ જતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ECG, 2D, acs 2z2 સહિતના રિપોર્ટ કરાયા હતા. જે નોર્મલ હતા. કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેઓની પરિસ્થિતિ હાલ સ્થિર છે. કોઈ ચિંતા વાળી વાત ન હોવાનું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણીયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે…
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઇ કાલે વડોદરામાં એક સભા દરમિયાન વિજય રૂપાણીની તબિયત બગડી હતી અને બીપી લો થઇ જતા તેઓ સ્ટેજ પરથી પડી ગયા હતા. જે બાદ તેમણે હેલિકોપ્ટર મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહી વિજય રૂપાણી ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં હતા.
તાજેતરની ડભોઇ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જેમાં કુલ સીટોમાંથી નવ સીટો મુસ્લિમ સમાજને ફાળવવામાં આવી છે. કહેવાય છે કે આ વિસ્તારના ધારાસભ્ય એક સમયે વિધાનસભાની ચૂંટણીમાં એવું કહેતા હતા કે તેઓને ચૂંટણી જીતવા માટે મુસ્લિમ મતોની જરૂર નથી. શૈલેષ સોટ્ટા જે તે સમયે ભાજપના પ્રતીક ઉપર ચૂંટણી લડેલા અને હાલમાં નગરપાલિકા ની ડભોઈની ચૂંટણીમાં ભાજપના વડોદરા જિલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ દ્વારા મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવાર તરીકે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપતા આશ્ચર્ય સર્જાયું છે. મુસ્લિમ મતોની જરૂર ધારાસભ્યને જરૂર નથી પણ હવે એવું જણાતું લાગતું નથી એવી વ્યાપક ચર્ચા છે ભાજપના પ્રમુખ શ્રી ને આ ચૂંટણીમાં…