કવિ: satyadaydesknews

ગણેશ જયંતિ ભારતીય કેલન્ડર ગણના મુજબ આજે સંકટોનો નાશ કરનારા દેવ ગણેશજીનો જન્મોત્સવ છે. માંગલિક કાર્યોનો પ્રારંભ જેમની પૂજા વગર થતો નથી તેવા ગણેશજીના જન્મ દિવસે તેમની પૂજા તલ અને કુંદથી થાય છે માટે આ દિવસને તલકુંદ ચતુર્થી, માઘી ચતુર્થી અને વરદ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો દર વર્ષે વડોદરા નાં પુર્વ વિસ્તારમાં એકદંત જન સેવા ટ્રસ્ટ ના અધ્યક્ષ શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ દ્વારા ગણેશજીનો જન્મદિવસ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હર્ષ ઉલ્લાસ થી ઉત્સવ મનાવવામાં આવે છે અને તેમાં ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલા ગણેશ ભક્તો જન્મોત્સવ મનાવે છે અને ગણેશજીના દર્શન તથા પ્રસાદ ગ્રહણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે.…

Read More

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈ ચૂંટણીપંચ દ્વારા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં રાજકીય પક્ષો ને પણ આ નિયમોનું પાલન કરવાનું જણાવવા માં આવ્યું છે. ચૂંટણીપંચ દ્વારા એક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઉમેદવારોએ ડોર ટુ ડોર કેમ્પઈનિંગ કરવા માટે 5 લોકોથી વધુ જવું નહીં પરંતુ અમદાવાદના ખાડિયા વોર્ડના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આ નિયમોને ધોળી ને પી ગયા હોય તે રીતે બિન્દાસ બની ગયા છે. બીજી તરફ આમ જનતા જો માસ્ક પહેર્યા વગર નીકળે તો ખાડિયા પોલીસ દ્વારા 1000 રૂપિયા જેવો મસ મોટો મેમો પકડાવી દેવાનું કામ કરતી જોવા મળી હતી અને જો કોઈ…

Read More

રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે શપથપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે શપથપત્રમાં કહ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે. શપથપત્રમાં કહેવામાં આવ્યું છે કે સત્તામાં આવતાં જ આ પત્રમાં લખવામાં આવેલા એક-એક શબ્દનું પાલન કરવામાં આવશે. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે. સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોન્ટેક્ટપ્રથા નાબૂદીની શરૂઆત કરવામાં આવશે તેમજ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપની જેમ અમે ખોટા વાયદા કે વચન નથી આપતા. અમે વાયદા નહિ,…

Read More

પોલીસે પકડેલો નવરંગપુરાની આંગડિયા પેઢીનો કર્મી ભાવેશ વાળંદ આંગડિયા પેઢીનો કર્મી રોકડ રકમના આધાર પુરાવા ન આપી શકતા સવા કરોડથી વધુની રોકડ જપ્ત કરવાની કાર્યવાહી રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી પર પોલીસ અને ચૂંટણીપંચ ખાસ વોચ રાખતું હોય છે. રામોલ પોલીસે રૂ. 1.34 કરોડની રકમ સાથે આંગડિયા પેઢીના કર્મચારીની રિંગ રોડ પરથી અટકાયત કરી છે. યુવકને રોકડ રકમ અંગે પુછતાં તેની પાસે રકમ બાબતે કોઈ આધાર પુરાવા ન હોય રૂ. 1.34 કરોડની રકમ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી છે. રિંગ રોડ પરની રેસ્ટોરાં પાસે યુવકને પોલીસે પકડ્યો ચૂંટણી દરમિયાન…

Read More

રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટિજન્સી પ્લાન (NOSDCP)ને અનુરૂપ પોરબંદર ખાતે તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1 દ્વારા પોરબંદર ખાતે 09 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2021 દરમિયાન જિલ્લા સ્તરે પ્રદૂષણ પ્રતિક્રિયા વર્કશોપ અને મોક ડ્રીલ- 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓઇલ પ્રદૂષણની ઘટનાઓ માટે પ્રતિક્રિયા વ્યવસ્થાતંત્રની પુનઃચકાસણી માટે તેમજ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટિજન્સી પ્લાનને વધુ શ્રેષ્ઠ કરવા માટે ભારતીય તટરક્ષક દળને સમર્થ બનાવવાના ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા હેડક્વાર્ટર નંબર 1 (ગુજરાત) ના કમાન્ડર DIG એસ.કે. વર્ગીસે આ વર્કશોપનુ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદરના નાયબ કમિશનર (કસ્ટમ્સ), જામનગરના નાયબ વન સંરક્ષક, ગુજરાત મેરિટાઇમ બોર્ડના બંદરો અને…

Read More

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા અધિનિયમ, 1961 (Advocates Act, 1961) હેઠળ સંસદ દ્વારા બનાવાયેલી એક બંધારણીય સંસ્થા છે. ટ્રસ્ટના માધ્યમથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બી.સી.આઈ. ટ્રસ્ટ ફોર પ્રમોશન ઓફ એજ્યુકેશન (કાયદાકીય અને વ્યવસાયિક) અને કાયદા સુધાર અને સંશોધન તથા સામાજિક તાલીમના સુધારા માટે Indian Institute of Law (IIL), નામની એક આદર્શ ‘કાયદા શિક્ષક એકેડમી’ની સ્થાપનાની પહેલ કરી છે. આ સંસ્થા વકીલો માટે સતત કાયદાકીય શિક્ષણ અને સંશોધનના કાર્યોનું વહન પણ કરશે. IIL, ભારતની પ્રખ્યાત ડીમ્ડ યુનિવર્સિટી ‘કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT)’ સાથે…

Read More

સનાતન ધર્મમાં ચંદ્રની ગતિ અને તેના રાશીઓમાં ભ્રમણને ઘણું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્રની કળાઓના માધ્યમથી જ ચંદ્ર માસમાં તિથી અને તહેવારોનું નિર્ધારણ થાય છે. એક ચંદ્ર માસમાં બે પખવાડિયા હોય છે. એક સુદ પખવાડિયું અને બીજુ વદ પખવાડિયું. સુદ પખવાડિયા દરમિયાન ચંદ્ર સતત દિવસેને દિવસે વધતો જાય છે, અને સુદ પખવાડિયાના છેલ્લા દિવસે પુર્ણિમા ઉપર સંપૂર્ણ સ્વરૂપમાં હોય છે. અને વદ પખવાડિયા દરમિયાન ચંદ્ર ઘટતા ક્રમમાં આગળ વધે છે અને ધીમે ધીમે અમાસ તરફ આગળ વધે છે. વદ પખવાડિયાના છેલ્લા દિવસને અમાસના રૂપમાં ઊજવવામાં આવે છે. અમાસના દિવસે દાન પુણ્ય અને સ્નાનનું આગવું મહત્વ છે, પરંતુ તે મહત્વ…

Read More

સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ માટે ગુજરાત કોંગ્રેસે ગઈકાલે વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારો જાહેર કરી દેતા હવે ચુંટણીઓ ની જોરશોરથી તૈયારીઓ શરૂ અને આજે અમદાવાદ મહાનગર પાલિકાના 10 વોર્ડ ના ઉમેદવારોનું લિસ્ટ ડિકલેર કરવામાં આવ્યું છે.

Read More

કાલુપુર પોલીસે વિસ્તારમાંથી અલગ અલગ કંપનીની બીડીના જથ્થા સાથે બે શમ્સને ઝડપી લીધા હતા. પોલીસે બીડી બનાવતી કંપનીના અધિકારીઓને બોલાવી તપાસ કરાવતા નકલી બીડી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી કાલુપુર પોલીસે આ મામલે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ભાવનગરમાં રહેતા રફીકભાઈ લાખાણી ચારભાઈ બીડી કંપનીમાં રિપ્રેઝન્ટેટિવ તરીકે નોકરી કરે છે. કાલુપુર પોલીસે જાણ કરી હતી કે, ઝુબેર કુરેશી અને આદિલ અન્સારી નામના બે શખ્સો ને ચારબાઈ, ટેલિફોન, સંભાજી બીડી તથા અન્ય લુઝ પેકેટ સાથે પકડ્યા છે. જેથી તેઓ અમદાવાદ આવ્યા અને કાલુપુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તેઓને બીડીનો જથ્થો બતાવ્યો તો હલકી ક્વોલિટી ના કાગળ, પેકિંગ મટીરીયલ…

Read More

ભારત તટરક્ષક દળ દ્વારા 01 ફેબ્રુઆરી 2021ના રોજ ‘45મા રાઇઝિંગ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. 1978માં માત્ર 07 સરફેસ પ્લેટફોર્મ સાથે શિષ્ટપૂર્ણ શરૂઆત કરનારા ICGએ અત્યાર સુધીમાં પોતાની ઇન્વેન્ટરીમાં 156 જહાજ અને 62 વિમાન સાથે એક પ્રચંડ દળ તરીકે વિકાસ કર્યો છે અને 2025 સુધીમાં તે 200 સરફેસ પ્લેટફોર્મ અને 80 એરક્રાફ્ટ ધરાવતું દળ બનવાનું લક્ષ્ય ધરાવે છે. દુનિયામાં ચોથા ક્રમના સૌથી મોટા તટરક્ષક દળ તરીકે ભારતીય તટરક્ષક દળે ભારતના દરિયાકાંઠાઓની સુરક્ષામાં અને ભારતના સમુદ્રી ક્ષેત્રમાં નિયમનોનો અમલ કરવામાં ખૂબ જ નોંધનીય ભૂમિકા નિભાવી છે. “વયમ રક્ષામ:” એટલે કે “અમે સુરક્ષા આપીએ છીએ”ના મુદ્રાલેખ સાથે, આ સેવાદળે 1977માં તેના પ્રારંભથી…

Read More