ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલ ખાતે દુનિયાનો સર્વ શ્રેષ્ઠ કહેવાતા KNEE રિપ્લેશમેન્ટ ના રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.ઘૂંટણના દર્દીઓને ઓપરેશન કરાવવા માટે ગુજરાત બહાર જવું પડતું હોય છે તેમજ ખર્ચ પણ વધુ થતો હોવાને પગલે લોકો ઓપરેશન કરાવવામાં પાછી પાની રાખતા હોય છે.પરંતુ હવે અમદાવાદમાં જ અદ્યતન ટેકનોલોજી ધરાવતા રોબોટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.આ રોબોટ ને કારણે દર્દીઓને અનેક ફાયદા થાય છે.ઘૂંટણના ઓપરેશન સમયે હાડકા માં ઘસારો થતો હોય છે પરંતુ આ રોબોટિક ટેકનોલોજીના કારણે હવે દર્દીઓના ઘૂંટણના હડકાનો ઘસારો નહીવત થાય છે.એટલું જ નહીં પરંતુ રોબોટ થી ઓપરેશન કરાવ્યા બાદ દર્દીની રીકવરી ઝડપી થતી હોય…
કવિ: satyadaydesknews
સમગ્ર વિશ્વમાં અચાનક આવી પડેલી કોવિડ-૧૯ ની મહામારીને હરાવવા માટે રસીકરણ એ જ મુખ્ય હથિયાર છે જેથી માત્ર ૧૧ માસના ટૂંકા ગાળામા જ ભારતમાં રસી ઉપલબ્ધ થઈ છે જેનો આજ રોજ સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો. રસીકરણ અભિયાન અંતર્ગત અમદાવાદ જીલ્લાના અનેક સ્થળો પર એક સાથે શરૂઆત કરવામા6 આવી છે જેમાં અમદાવાદ શહેરની મુખ્ય હોસ્પિટલોમા કોરોના સાથે સીધો જંગ લડનારા ફ્રન્ટ લાઈન વોરિર્યસ ને રસીનો પ્રથમ ડોજ આપવામાં આવ્યો જેમા શહેરની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૬ પુરૂષ અને ૧૨ મહિલાઓને કોવિશિલ્ડ વેકસીન અપાઇ હતી. રસીકારણના મહા અભિયાન પ્રસંગે GMERS કોલેજસોલાના ડીન અને ગુજરાત…
વૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે કોરોનાની વૈશ્વિક મહામારીમાં છેલ્લા દશ મહિનાથી રાત-દિવસ લોકોની સેવામાં ખડેપગે રહેનાર ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ એવા ર્ડાકટર, સ્ટાફ નર્સ અને સફાઇકર્મીઓને તંત્રની ગાઇડલાઇન પ્રમાણે કોરોનાની રસી આપવાનું આજથી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ રસીકરણ અભિયાનના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં કુલ ૨૦ સ્થળો પર રસીકરણનો આરંભ કરવામાં આવ્યો. જેમાં અમદાવાદ જિલ્લાના જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશબાબુએ રસીકરણનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી…
આજ રોજ રાષ્ટ્ર વ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાનનો શુભારંભ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યો. અમદાવાદ શહેરની વિસત-કોબા રોડ પર આવેલ એસ.એમ.એસ. હોસ્પિટલ, ચાંદખેડા સેન્ટર ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો શુભારંભ માનનીય નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા, ગુજરાત)નાં વરદહસ્તે કરાયો. એસ.એમ.એસ. હોસ્પિટલ, ચાંદખેડા સેન્ટર ખાતે આ રસીકરણનો પ્રથમ ડોઝ ડૉ. બીપીનભાઈ પટેલને આપી શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. એ. કે. લેઉવા (ડીન, ડૉ. એમ.કે.શાહ મેડિકલ કોલેજ), શ્રી પૂર્વેશભાઈ શાહ (વાઇસ ચેરમેન, SMS હોસ્પિટલ), ડૉ. મહેન્દ્રભાઈ વેગડ, ડૉ. મૈત્રીબેન ગજ્જર, ડૉ. ચૈત્રીબેન શાહ તેમજ કોરોના કાળ દરમિયાન જે લોકો એ ખડે-પગે ઉભા રહી ફરજ બજાવી છે તેવા કોરોના…
કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર ઊજવવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી હતી. ગાઈડલાઈન્સ મુજબ, ઉત્તરાયણમાં ધાબા પર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. શહેરના ખાડિયા વિસ્તારમાં લાલાભાઈની પોળમાં ધાબા પર જોર જોરથી લાઉડસ્પીકર વગાડવામાં આવતાં ખાડિયા પોલીસે બે લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો છે. પ્રતિબંધ છતાં લાઉડસ્પીકર તેમણે વગાડતાં કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે ઈસનપુરમાં પોલીસે ડ્રોન સર્વેલન્સના આધારે એક મહિલા સામે ફરિયાદ નોંધી છે. પોલીસે પેટ્રોલિંગ અને સર્વેલન્સ રાખ્યું ઉત્તરાયણના તહેવારને લઈ સરકાર દ્વારા ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી હતી, જેનો અમલ થાય એના માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું હતું. ખાડિયા…
આવતીકાલે મકારસંક્રાંતિનો મોટો તહેવાર છે ત્યારે અનેક પતંગ રસિયાઓ ને આ વર્ષે નારાજ થવાનો વારો આવ્યો છે કારણકે આ વર્ષે કોરોના મહામારી ને પગલે સરકાર દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં પોતાના પરિવાર સાથે જ ઉત્તરાયણ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બહાર થી આવતા મિત્રો કે મહેમાનો ને આ વર્ષે ભેગા કરવાની ના પાડવામાં આવી છે ત્યારે ખાડિયા ના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા આ સરકારની ગાઈડલાઈન ને ઘોળી ને પી ગયા હોય તે રીતે અને પોલીસનો કોઈજ પ્રકારનો ડર ન હોય તે રીતે એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે અને જે મેસેજ પણ ભૂષણ ભટ્ટે પોતાના…
કાયદાકીય રીતે ૧૦૦૦/૨૦૦૦/૫૦૦૦ ના દંડ તો ઠીક પણ ૫૦ રૂપિયા પણ વસુલવાની સત્તા પોલીસને છે જ નહિ, કાયદાકીય જોગવાઈઓ મુજબ માત્ર ને માત્ર કોર્ટ જ દંડ કરી શકે, પોલીસ જે મેમાં મોકલી ધાકધમકી ભર્યા ઉઘરાણા કરે છે તે સમાધાન શુલ્ક છે, કોર્ટમાં ના જવા બાબત. કેમેરા લગાડવાનો ઉદેશ ગુનાખોરી ડામવાનો હતો એના બદલે માત્રને માત્ર કમાણી કરવાનો બનાવી નાખનાર તંત્ર વિરુદ્ધ બે યુવા એડવોકેટ મિત્રોએ અવાજ ઉઠાવ્યો છે. Kirit Nakum (98248 89939) અને Hemansu Parekh (82384 17838) રાજકોટમાં જેટલા લોકો આવા મેમાંને કારણે હેરાન થતા હોય તે આમનો સંપર્ક કરી અયોગ્ય દંડ સામે અવાજ ઉઠાવવામાં જોડાઈ જશો. ઓવરલોડ ટેમ્પો, ઓવરલોડ…
કોવિડ-19 મહામારીએ દેશ અને સમગ્ર વિશ્વમાં અવરોધ ઉભા કર્યા છે. ત્યાં સુધી કે વિદ્યાર્થી સમુદાય સૌથી વધુ પ્રભાવિત શૈક્ષણિક ગતિવિધિઓમાંથી એક છે. અત્યાર સુધી સ્કૂલ અને કોલેજ ફરીથી શરૂ નથી થઈ. કે.આઈ.આઈ.ટી. ડીમ્ડ યુનિવર્સિટી ‘ન્યૂ નોર્મલ’ને અનુકૂળ થનાર પહેલી સંસ્થા હતી. આ લોકડાઉનની શરૂઆતથી જ 50 દેશોમાં પોતાના 30 હજાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગોનો પ્રારંભ કરનાર દેશની પહેલી યુનિવર્સિટી છે. ઓનલાઈન શિક્ષણ, જે સફળતાપૂર્વક અને અસરકારક રીતે ચાલી રહ્યું છે. જેણે યુનિવર્સિટીના પોતાના શૈક્ષણિક કાર્યક્રમ સંપૂર્ણપણે જાળવી રાખવામાં મદદ કરી છે.. કે.આઈ.આઈ.ટી.એ પોતાની સારી ટેક્નોલોજી અને સારી ઈન્ટરનેટ સ્પીડના કારણે વર્ચ્યુઅલ મોડ પર પરીક્ષાઓ, દીક્ષાંત સમારોહ, સેમિનાર, વર્કશોપ વગેરે જેવી…
ગાંધીનગર જિલ્લા મા ઉત્તરાયણના તહેવાર ને લઈને ઉત્સાહ ભેર તૈયારી થઈ રહી છે ત્યારે સમગ્ર જિલ્લા મા ઇમરજન્સી ના બનાવ સામે અવિરત સેવા આપનારી ૧૦૮ ઇમરજન્સી સેવા મા કોઈ પણ જાત ની અસુવિધા ઊભી ના થાય તે માટે ૧૦૮ ઇમરજન્સી ના ૧૩ જેટલા વિવિધ સ્થળો પર ૭૦ જેટલા સ્ટાફ સાથે ૨૪ કલાક એમ્બ્યુલન્સ ને મેઈન હાઇવે પર સ્ટેન્ડબાય રાખવામાં આવશે, ગાંધીનગર જિલ્લા ખાતે કુલ ૧૩ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે, કોરોના મહામારી હોય કે કોઈ પણ જાત ની ઇમરજન્સી ૨૪ કલાક લોકોને સેવા પૂરી પાડવા માટે તૈયાર છે. ઉત્તરાયણ માં દોરી થી કપાવાનાં, ફોલ ડાઉન, રોડ અકસ્માત ના બનાવો તથા…
ઉત્તરપ્રદેશ અયોધ્યાના 22 વર્ષીય શ્યામને થોડા દિવસ અગાઉ એકાએક માર્ગ અકસ્માત સર્જાતા ગરદનના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. ઉત્તર પ્રદેશની સરકારી થી લઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જતા ત્યાના તબીબોએ અતિગંભીર ઇજા જણાવી સારવાર અત્યંત ખર્ચાળ કહી. ઘણાય તબીબોએ તો સારવાર શક્ય ન હોવાનું પણ કહ્યુ. શ્યામના ભાઇ ના ભાઇ મોહન કે જેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે તેઓએ શ્યામને કહ્યુ કે તમે અમદાવાદ આવી જાવ અહીની સિવિલ હોસ્પિટલમાં તમારી તમામ તકલીફનું નિરાકરણ કોઇપણ જાતના ખર્ચ વગર સફળતાપૂર્વક થઇ જશે. શ્યામ પોતાના સગા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે આવી પહોંચ્યા. અહીંના ઓર્થોપેડિક વિભાગમાં તેમની શારિરીક…