કવિ: satyadaydesknews

ભણવાડના પાછતર ના ગ્રામ સેવક સંજયભાઇ ચતુરભાઇ ઓળકીયા ઉ.વ.૨૭ ને 10 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો છે. બનાવની વિગત જોઈએ તો આ કામના ફરીયાદીએ મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ પોતાની ખેતીની જમીનમાં ગોડાઉન બનાવેલ. બાદ સરકારશ્રી તરફથી યોજના મુજબ મળતી સબસીડીની રકમ મંજુર કરાવવા આ કામના આરોપીને સ્થળ વિઝીટ કરવા બોલાવેલ જેથી આરોપીએ ફરીયાદીની સબસીડીની ફાઇલ મંજુર કરાવવા રૂ.૧૦,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, દેવભુમી દ્રારકા એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાંનુ આયોજન કરતાં આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/-ની માંગણી કરી, ખેતીવાડી શાખા, જુની…

Read More

બાળકીનો પિતા મજૂરી કામે અને માતા લાકડા વીણવા ગયા હતા ત્યારે ઢાગાની દાનતથી ડરી ગયેલી બળાએ બુમાબુમ કરી દોટમુકીને કર્યો પોતાનો બચાવ ભુજનાં સુરલપીઠ રોડ પર આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતા ગરીબ પરિવારની બાળકી ઘરમાં એકલી હોવાનો ગેરલાભ લઈને બે સંતાનનો પિતા શામજી દેવજી સથવારા નામનો શખ્સ ઘરની દીવાલ કૂદીને ઘરમાં ઘૂસ્યો હતો અને ૧૧ વર્ષની કુમળી બળાને લલચાવી ફોસલાવીને વીસ રૂપિયા આપ્યા હતા ત્યારબાદ બાળા સાથે શારીરિક અડપલા કરવાનું ચાલુ કર્યું હતું અને આવી ભયાનક હરકતથી ડરી ગયેલી બાળાએ ચીસાચીસ કરીને પાસે રહેતા પોતાના સંબંધીને ઘરે દોટ મૂકી હતી અને લોકોના ભયના કારણે આરોપી પણ ભાગવામાં સફળ થયો હતો અને…

Read More

અમદાવાદ રેન્જ આઈજી કે જી ભાટી નું નિધન એપોલો હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ બે દિવસ પૂર્વે તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા આજે બપોરે થયું નિધન 1999 બેચના ips 1963 માં થયો હતો જન્મ રાજ્યમાં અલગ અલગ મહત્વ નીંજગ્યાઓ પર બજાવી ચુક્યા છે ફરજ અમદાવાદ રેન્જ આઈજી પૂર્વે વડોદરા શહેર ના jcp રહી ચૂક્યા

Read More

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ બાંધવું એ કોઈજ નવાઈ ની વાત નથી કારણકે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. અમદાવાદના પશ્ચિમ ઝોન વિસ્તારની વાત કરીએ તો એલિસબ્રિજના પાલડી વોર્ડના પ્રીતમનગરમાં આવેલ ટી.પી.સ્કીમ નંબર 3,ફાઇનલ પ્લોટ નંબર 818/1 માં બાંધવા માં આવેલ શાંતિકૃપા નામની સ્કીમ અનેક ગેરરીતિઓ હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું પશ્ચિમ ઝોનના એસ્ટેટ ખાતા ના અધિકારી ચૈતન્ય શાહ પાલડી વોર્ડના ઇન્સ્પેક્ટર રૂપલ બેન ભગત દ્વારા કોઈજ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.આ બાંધવામાં આવેલ સ્કીમ હાલની સ્થિતિમાં ફક્તને ફક્ત 25 થી 28 ફૂટના રોડ ઉપર બાંધી દેવામાં આવી હોવા છતાં પણ બિલ્ડર અને એસ્ટેટ ખાતાના…

Read More

દહેજ ખાતે ગેસ પાઈપલાઈનમાં મેઇન્ટેનન્સની કામગીરીને કારણે તા. 11 જાન્યુઆરીને સોમવારે સવારે 5 વાગ્યાથી તા. 12 જાન્યુઆરીને મંગળવાર સવારે 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે. જેના કારણે ગુજરાતના તમામ ગેસ સ્ટેશનો અને ગેસ સપ્લાય બંધ રહેતા ઘર વપરાશથી લઈ ઔદ્યોગિકગૃહો, હોટલ, રેસ્ટોરન્ટ અને ખાસ કરીને CNG સંચાલિત વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. જેથી વપરાશકર્તાઓ અને ગ્રાહકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરી લેવા તાકીદ કરવામાં આવી છે.

Read More

જીટીયુના બીઈ અને ડિપ્લોમાના વિધાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ ઉપ્લબ્ધ કરાવવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં ડિસેમ્બર માસમાં અરજી કરવામાં આવી હતી.ગતરોજની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે જીટીયુને સવાલ કર્યો હતો કે તેઓ ઓફલાઇન પરીક્ષા લઈ રહ્યા છે તો ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ શા માટે ઉપલબ્ધ કરાવતા નથી.જીટીયુએ ઉનાળુ સત્રમાં ઓનલાઈન પરીક્ષા લીધી હતી તો આ વખતે સુવિધા કેમ આપી નહીં ? જીટીયુની નીતિ શુ છે ? જીટીયુ ને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે સોગંદનામું કરીને જવાબ રજૂ કરો અને આ કેસની વધુ સુનાવણી 12 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

Read More

ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે અગાઉ ઘણા ડોક્યુમેન્ટ અને ધક્કાઓ થતા હતા પણ હવે રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન નિયમ 1989માં સંશોધન બાદ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ની પ્રક્રિયા હવે સરળ થઇ જતા લાઇસન્સ કઢાવવા હવે માત્ર આધાર કાર્ડ ની જ જરૂર પડશે,લાઇસન્સ માટે હવે વધારે ડૉક્યુમેન્ટ્સની જરૂર નહી પડે માત્ર આધારકાર્ડ દ્વારા તમે લાયસન્સ બનાવડાવી શકો છો અને તે પણ ઓનલાઇન. આધારકાર્ડના માધ્યમથી હવે તમે લાયસન્સ બનાવવા લાયસન્સ રિન્યુઅલ અને રજીસ્ટ્રેશન જેવી સુવિધા લઇ શકશો. તો બીજી તરફ તમે તમારા બધા જ ડૉક્યુમેન્ટ સરકારી પોર્ટલ પર સંભાળીને રાખી શકો છો, ગયા વર્ષે ઓક્ટોબરમાં બનાવવામાં આવેલા નિયમ હેઠળ તમારે…

Read More

પ્રવર્તમાન કોરોનાની પરિસ્‍થિતિને નિયંત્રણમાં લેવા માટે સારૂ વલસાડ જિલ્લાના પ્રવાસન સ્‍થળો ઉપર નિયંત્રણો મૂકવામાં આવ્‍યાં છે. આ સંદર્ભમાં વલસાડ શહેરના સ્‍થાનિક નાગરિકો કે જેઓ સવારે કે સાંજે તિથલ બીચ ઉપર માત્ર ને માત્ર વોકિંગ અને જોગિંગના શુભ ઉદ્દેશથી જતાં હોય કે જવા માંગતા હોય તેઓને કોઈ પણ પ્રકારની હેરાનગતી ન થાય અને એમને જવા દેવામાં આવે તેવી સૂચના સબંધકર્તાઓને કલેકટરશ્રી આર.આર.રાવલ દ્વારા આપવામાં આવી છે. જેની વલસાડના નાગરિકોએ નોંધ લેવા જણાવાયું છે. વધુમાં તિથલની આસપાસના ધાર્મિક સ્‍થળો ઉપર માત્ર દર્શનાર્થે જતા ધર્મપે્રમી વ્‍યકિતઓને પણ ઉપરોકત નિયંત્રણમાંથી છૂટછાટ આપવામાં આવી છે. અલબત્ત, તિથલ બીચ ઉપર વોકીંગ, જોગિંગ, એકસરસાઇઝ માટે કે દર્શનાર્થે…

Read More

ઠક્કરબાપાનગરબ્રિજ નીચે પાન મસાલાના વેપારીની દુકાનમાં 35000ની અને બીજા જ દિવસે નિકોલમાં જવેલર્સની દુકાનમાંથી પણ રિવોલ્વર બતાવી મારામારી કરી રૂ. 7 લાખના દાગીનાની લૂંટ કરનાર ગેંગની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. લૂંટ કરવામાં આવેલો મુદામાલ પણ પોલીસે કબજે કર્યો છે. આરોપીઓ લૂંટ કર્યા બાદ બાઈક અને સ્કૂટર પર ગયા હતા. જેમાં સીસીટીવી ફૂટેજ પરથી અને લૂંટની મોડેસ ઓપરેન્ડી પરથી ઉત્તરપ્રદેશની ગેંગ હોવાને લઇ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તેના આધારે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે બે આરોપીની અમદાવાદમાંથી અને ત્રણ આરોપીની ઉત્તરપ્રદેશમાંથી એમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

Read More

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) મહિલા પ્રમુખ તરીકે ભારતી ભાનુશાળી નિયુક્ત કરાયા રાષ્ટ્રીય અઘ્યક્ષ માનનીય શ્રી શરદ પવારજી ની અનુમતિ થી તેમજ ગુજરાત પ્રદેશ પ્રભારી માનનીય શ્રી પ્રફુલ પટેલજી ની સૂચના અને ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી જયંત પટેલ (બોસકી) સાહેબ ના આદેશ થી ભારતીબેન ભાનુશાળી ને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) અમદાવાદ શહેરના નિકોલ વોર્ડ ના મહિલા પ્રમુખ નિયુક્તિ કરવામાં આવ્યા રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિ માં ભગીરથ પુરુષાર્થ અને સંગઠનાત્મક અભીગમથી સહુ સાથે મળીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) ને પ્રજાના સાચા પક્ષ તરીકે ઉપસાવી શકવા સમર્થ બનાવી તેમજ પ્રજા જીવન સાથે સંકળાઈ જઈ એન.સી.પી.ને વિજયપથ પર લઇજવા સક્ષમ બની તેમજ સફળતા મેળવી…

Read More