આમ આદમી પાર્ટીના આગેવાન ઉમેદસિંહના મોત બાદ આનંદ નગર પોલીસે ઝીરો નંબરથી હત્યાની ફરિયાદ નોંધી આ બનાવ કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોવાથી કાલુપુર પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરી છે. ફરિયાદી એવા ઉમેદસિંહના પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ડિસેમ્બર માસમાં તેમના પતિ ખાડીયામાં તેમના મિત્રો સાથે ગયા હતા ત્યાં એક યુવતીને મળ્યા હતા. બાદમાં ચાર પાંચ લોકોએ આવીને ઉમેદસિંહ પર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. મૂળ કચ્છના અને હાલ આનંદ નગરમાં રહેતા સરસ્વતીબેન ઉર્ફે શીતલબેન ઉમેદસિંહ ચાવડા પરીવાર સાથે રહે છે. તેમના પતિ અગાઉ સનાથલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની ધરાવી AMC કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ મેળવી વેપાર ધંધો કરતા…
કવિ: satyadaydesknews
અમદાવાદ શહેરમાં વટવા વિસ્તારમાં અનેક ગેરકાયદેસર કેમિકલ ની ફેક્ટરીઓ ધમધમી રહી છે પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈજ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.આ ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરીઓને લીધે અનેક આગના બનાવો પણ બનતા સામે આવી રહ્યા છે જેમાં ફાયર વિભાગ પણ પોતાની નિષ્ક્રિયતાની ભૂમિકામાં જોવા મળ્યું છે. અમદાવાદના વટવા જીઆઇડીસી ફૅઝ2 માં રાજવી સિનેમા ની સામે ગુરુકૃપા નામનું હાઇડ્રોલિક એસિડ નું ગોડાઉન આવેલ છે જેમાં 3 દિવસ અગાઉ ધાબાનો સ્લેબ તૂટી પડતા અંદાજીત 80 થી 90 ટન જેટલું એસિડ રસ્તાની આજુબાજુમાં ઢોળાઈ ગયું હતું પરંતુ ગોડાઉનના માલિક મુકેશ પટેલ દ્વારા કોઈને જાણ…
બ્રિટનમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કોરોના અટકવાનું નામ નથી લેતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બોરિસ જોનસન સરકારે માર્ચ સુધીમાં દેશમાં કડક લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. લોકડાઉન સાત સપ્તાહ રહેશે. માનવામાં આવે છે કે, બ્રિટનમાં કોરોનાના કારણે મોતનો આંક એક લાખ સુધી પહોંચતો રોકવા માટે સરકારે આ અભિયાન હાથમાં લીધું છે. અત્યાર સુધી મહામારીમાં 75 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. 22 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધોમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. તે ઉપરાંત સરકારે ફેબ્રુઆરી મધ્ય સુધીમાં સ્કૂલો પણ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરે જ રહે. દિવસમાં એક વાર એક્સરસાઈઝ કરે.…
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે હવે ગુજરાતમાં બિહારવાળી શરૂ થઈ છે. અમદાવાદમાં 2021ની શરૂઆત પોલીસ માટે પડકારરૂપ બની છે. પૂર્વમાં છેલ્લા 24 કલાકમાં બીજી જ્યારે 96 કલાકમાં ફાયરિંગ કરીને લૂંટ અને હત્યાની 3 ઘટના બની છે. વધુ એક ઘટનામાં રવિવારે રાત્રે નિકોલની એક જવેલર્સ શોપમાં ઘૂસી આવેલા 4 લુટારુએ 4 રાઉન્ડ ગોળીબાર કરી રૂ.6.70 લાખના દાગીના-રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. નિકોલ ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જવેલર્સ માલિક પ્રકાશ મોદી રવિવારે રાતે દુકાનમાં હતા ત્યારે 4 લુટારુ હાથમાં બંદૂકો સાથે દુકાનમાં ઘૂસી આવી તેમને બંદૂકની અણીએ ડરાવી માર મારીને રોકડા રૂ.2.60 લાખ અને રૂ.3-4 લાખના સોના-ચાંદીના…
ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે આમ તો ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ કાંટા ની ટક્કર હોય છે અને ત્રીજો કોઈપણ પક્ષ હોય એ ગુજરાતમાં ઝામતો નથી પરંતુ આ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ એટલી બધી કવાયત શરૂ કરી દીધી છે કે ભાજપ ની જેમ બુથ લેવલની કામગીરી શરૂ કરી દીધી હતી અને દિલ્હી માં જે રીતે કેજરીવાલ સરકાર દ્વારા સુવિધાઓ ફ્રી માં આપવામાં આવી રહી છે તે રીતે જ અમદાવાદમાં સહિતના શહેરોમાં આમ આદમી પાર્ટીએ પકડ મેળવી લીધી છે. ગોમતીપુર 38 શ્રી અમજદખાન પઠાણ સરખેજ 33 શ્રી રાકેશભાઈ મહેરિયા થલતેજ 8 શ્રી રોહિતભાઈ…
ગત 31 ડિસેમ્બરની મોડીરાતે મેઘાણીનગરમાં ત્રણ લૂંટારાઓએ એરકાર્ગો કંપનીમા પાર્સલ જમા કરાવા જતા જયમાતાજી લોજિસ્ટિક કુરિયર નામની કંપની ધરાવનાર વિદ્યાધર શર્મા અને તેમના સહકર્મચારીને મારમારી 1.78 કરોડના સોનાના દાગીનાના પાર્સલ ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના લીધે સમગ્ર અમદાવાદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી. તો બીજીતરફ રામોલ વિસ્તારમાં પણ 31 ડિસેમ્બરની રાત્રે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પૈસાની લેતીદેતી બાબતે 2 શખ્સોએ બંદૂકની 6 જેટલી ગોળીઓ ફાયર કરી જસવંતસિંહ ઠાકુર નામના શખ્સની કરપીણ હત્યાં નિપજાવી હતી. જેના લીધે અમદાવાદનાં લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો. તો હજી આ બે ઘટનાઓની સ્યાહી સુખાઈ નથી ને ત્રણ જેટલા અજાણ્યા…
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે શનિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા કોલકાતાના નર્સિંગ હોમમાં એડમિટ કર્યા હતા. સૂત્રો દ્વારા ખબર પડી છે કે તેમની એજીઓપ્લાસ્ટી કરાવવામાં આવી રહી છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 734 કેસ નોંધાયા છે જેની સામે 907 દર્દીઓ સાજા થયા થયા છે. બીજી તરફ અમદાવાદમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે ત્યારે આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે.બ્રિટન થી આવેલા ચાર લોકોના રિપોર્ટ કોરોના ના નવા સ્ટ્રેનથી સંક્રમિત મળી આવ્યા છે.હાલ માં આ ચારેય દર્દીઓને અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.23 તારીખે 175 યાત્રિકો લંડનથી આવ્યા હતા.પુણે વાયરોલોજીના રિપોર્ટમાં ખુલાસો થવા પામ્યો છે અને હજુમાં 6 લોકોના રિપોર્ટ આવવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે.
કોરોનાની મહામારીને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2020-21માં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ-9થી ધોરણ-12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે. જે મુજબ ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા કર્યું છે. જે અગાઉ 20 ટકા હતું. ધોરણ-12 સાયન્સના પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ યથાવત જ્યારે ધોરણ-12 સાયન્સમાં અગાઉની જેમ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ(મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન) અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ-9થી ધોરણ-12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. આ…
રાજ્યમાં પોસ્ટ વેક્સિન આવી ગયા બાદ 30 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવશે • અમદાવાદ જિલ્લામાં 196 કર્મચારીને કોરોના વેક્સિનેશન માટે તાલીમ આપવામાં આવી રાજ્યમાં હાલમાં કોરોના વેક્સિનનો ડ્રાય રન ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ રસીકરણ કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યાં છે. શહેરમાં કોરોનાની વેક્સિન માટે હાલમાં 300 રસીકરણ કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યાં હવે ડ્રાય રનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેથી આજે 25 હેથવર્કરો પર ડ્રાય રનની મોકડ્રિલ યોજવામાં આવશે આજે 25 હેલ્થ વર્કરો પર થશે ડ્રાય રન મોકડ્રિલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ રસીકરણ કેન્દ્રની વ્યવસ્થા અંગે ચકાસણી કરી હતી. તેમણે કહ્યું હતું…