હવે ઇલેકટ્રીક ટ્રેન દોડશે અને બ્રોડગેજનું કામ આગળ ધપશે દેશભરમાં ટ્રેનોને વિજળીથી ચલાવવાનો ભગીરથ પ્રયાસ ચાલી રહ્યો છે. જિલ્લામાં પણ પીપાવાવ પોર્ટથી સુરેન્દ્રનગર જતી બ્રોડગેજ લાઇનના વિજળીકરણનું કામ લગભગ પુર્ણ થઇ ગયુ છે. હવે આ ટ્રેક પર ઇલેકટ્રીક ટ્રેન દોડે તે દિવસો દુર નથી. તો બીજી તરફ ઢસા જેતલસર બ્રોડગેજ લાઇનનું કામ પણ વર્ષ 2021માં પુર્ણ થઇ જવાની આશા છે.કોરોનાએ અમરેલીની તમામ રેલ સુવિધા છીનવી લીધી છે. મહુવા સુરત અને બાંદ્રા સુધીની ટ્રેન હજુ પણ બંધ છે. અમરેલીથી સોમનાથ અને જુનાગઢ જતી ટ્રેનો પણ ગત 25મી માર્ચથી બંધ છે. વર્ષ 2021માં આ ટ્રેનો ફરી દોડતી થઇ જશે. છેલ્લા 108 વર્ષથી…
કવિ: satyadaydesknews
રેગ્યુલર જામીન અરજી મુદ્દે સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના જામીન ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધા છે. આગામી 5 જાન્યુઆરીએ યોજાનારી દૂધસાગર ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે વચગાળાના જામીન ડેરીની આપવાની માગ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. વિપુલ ચૌધરી દ્વારા કરાયેલી રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં તેમના વકીલે 5મી જાન્યુઆરીએ ચૂંટણી હોવાથી ત્યાં સુધીના વચગાળાના જામીન આપવામાં આવે એવી માગ કરી હતી. જોકે કોર્ટ દ્વારા આ માગને ફગાવી દેવામાં આવી છે. આ સિવાય રેગ્યુલર જામીન અરજી મુદ્દે સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે. ચૂંટણીમાંથી ડિસ્ક્વોલિફિકેશન થયું ના હોવાથી જામીન આપવામાં આવે વિપુલ ચૌધરી તરફથી હાઈકોર્ટમાં રજૂઆત…
વડોદરા શહેરમાં પોલીસની ઘોંસ વધતા કોલેજીયન યુવક-યુવતીઓએ શહેર બહાર પાર્ટીનું આયોજન કર્યું હતું • 4 દારૂની બોટલ, બ્રેઝા કાર, BMW કાર અને મ્યુઝિક સિસ્ટમ મળીને 17.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલથી રસુલાબાદ જવાના રસ્તા ઉપર આવેલા ઓર્બિટ-99 બંગલોઝના મકાન નંબર-92માં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે થ્રીડી પાર્ટી મનાવી રહેલા વડોદરાના 7 કોલેજીયન યુવક-યુવતીઓ સહિત 9 વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. બંગલામાં ડી.જે. તાલે દારૂની ચાલી રહેલી મહેફિલમાં પોલીસે દરોડો પાડતા જ મહેફિલ માણી રહેલા યુવાનો અને યુવતીઓનો દારૂનો નશો ઉતરી ગયો હતો. વડોદરામાં પોલીસની ઘોંસ હોવાથી વડોદરાના યુવક-યુવતીઓ વાઘોડિયા તાલુકામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર મનાવવા માટે ગયા હતા.…
રાણકદેવી મહેલ, અડીકડી વાવ, નવઘણ કૂવો, પુરાતન અનાજના કોઠારોનું પણ થઇ રહ્યું છે નવિનીકરણ સાયકલ ટ્રેક અને વોકિંગ ટ્રેક પણ બનશે, ઉપરકોટ નિહાળતા 4 કલાક લાગશે વર્ષ 2020માં જૂનાગઢને ગિરનાર રોપ-વે મળ્યો જેનાથી પ્રવાસીઓની દિશામાં એક નવી શરૂઆત થઇ. પ્રવાસન ક્ષેત્રને વધુ વિકસીત કરવા અને વધુમાં વધુ પ્રવાસીઓ જૂનાગઢમાં આવે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું પણ રિનોવેશન ચાલી રહ્યું છે. આ રિનોવેશન એક વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે. તેની પાછળ રૂપિયા 45 કરોડનો ખર્ચ થશે. આ નવિનીકરણમાં ઉપરકોટના કિલ્લાની રાંગ ઉપરાંત રાણકદેવી મહેલ, અડિકડીવાવ, નવઘણ કૂવો, અનાજના કોઠારોનો સમાવેશ થાય છે. તેમજ ઉપરકોટમાં સાયકલ ટ્રેક…
આઠ વરસથી જેની રાહ જોઈ રહ્યો હતો, તે આર.ઓ પ્લાન્ટ હવે તૈયાર થઇ ગયો છે..! નડિયાદ શહેરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી 2012માં શરૂ થઇ હતી. જોકે, તે સમયે માત્ર બે વરસમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. હાલ આઠ વરસના વ્હાણા વિતી ગયા બાદ આ કામ પૂર્ણ થવાના આરે આવીને ઉભુ છે. જે નવા 2021ના વરસમાં કાર્યરત થઇ જશે અને નડિયાદ વાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળશે. આ યોજનાના પ્રથમ ચરણમાં 51 કરોડ જેવી રકમ ખર્ચાઇ છે. જેમાં શહેરભરમાં પાઇપ લાઇન બિછાવવામાં આવી હતી. જે કામ 2014માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં 29.60 કરોડના ખર્ચે મોકા તળાવ ખાતે ફિસ્ટ્રેશન…
રામેશ્વર શરાફી સહકારી મંડળીના સંચાલકો છેતરપિંડી કરી ભૂગર્ભમાં • 4200 થાપણદારો સાથે છેતરપિંડી થતાં ગુનો નોંધાયો, પોલીસે શોધખોળ શરૂ કરી શહેરમાં વધુ એક શરાફી મંડળીને રાતોરાત તાળાં લાગતાં થાપણદારોની હાલત કફોડી બની ગઇ હતી. રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સહિતના સંચાલકો થાપણદારોના રૂ.60 કરોડ હજમ કરી ભૂગર્ભમાં ઉતરી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. દેવપરામાં રહેતા અને મેડિકલ સ્ટોર ધરાવતાં સંજયભાઇ જયંતીભાઇ સોજીત્રા (ઉ.વ.41)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય હંસરાજ દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ રતિ વસોયાના નામ આપ્યા હતા. સંજયભાઇ સોજીત્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2011માં તેમના…
• ફેમિલી કોર્ટ બાર એસોસિએશન પણ પક્ષકારો સાથે મળી ફેમિલી કોર્ટમાં ભરણપોષણ રિકવરીની માંગ સાથે રજૂઆત કરી હતી લોકડાઉન બાદ હાઇકોર્ટ સહિત નીચલી કોર્ટોમાં ફીઝીકલ હિયરિંગ બંધ છે. કોર્ટ બંધ હોવાના કારણે અનેક વકીલો બેકાર બન્યા છે. ત્યારે અમદાવાદમાં ફેમિલી કોર્ટ શરૂ કરવા માંગ ઉઠી છે. વકીલો અને પક્ષકારોએ કોર્ટ શરૂ કરવાની માંગ કરી છે. પ્રથમવાર પક્ષકારો દ્વારા પ્રિન્સિપલ જજને રજુઆત કરાઈ છે. ફેમિલી કોર્ટ બાર એસોસિએશન પણ પક્ષકારો સાથે મળી ફેમિલી કોર્ટમાં ભરણપોષણ રિકવરીની માંગ સાથે રજૂઆત કરી હતી. પક્ષકારો હાઇકોર્ટમાં પણ રજૂઆત કરશે ફેમિલી કોર્ટમાં રજૂઆત બાદ પક્ષકારો હાઇકોર્ટમાં પણ રજૂઆત કરશે. સૂત્રો મુજબ અમદાવાદમાં આવેલી ફેમિલી કોર્ટમાં…
સુરતમાં મધરાત્રે દારૂપી ઘરે આવેલ યુવાન દાદર ઉપરથી પટકાતા થયું મોત ! પરિવારમાં શોકનો માહોલ તેલંગણાનો વતની યુવક માતા અને ભાઈ સાથે રહેતો હતો. લિંબાયત શંકર નગરમાં નવા વર્ષની મધરાત્રે દારૂ પી દાદર પરથી પટકાયેલા યુવાનનું સિવિલમાં સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.નાનાભાઈ એ મારામારીની વાર્તા કરતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતાં. જોકે મરનાર ચંદુ કોટા દારૂનો બંધાણી હોવાનું બહાર આવતા પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે. વમશી કોટા (મૃતકનો નાનોભાઈ) એ જણાવ્યું હતું કે, ચંદુ કાપડની દુકાનમાં કામ કરતો હતો. 4 દિવસ નોકરી કરી 10 દિવસ આરામ કરવાની ખરાબ આદત હતી. ગુરુવારના રોજ…
નર્મદા નદીના અરબ સાગર સાથેના સંગમ સ્થાનની આ તસ્વીર પ્રથમ વખત માત્ર દિવ્ય ભાસ્કરનાં વાચકો માટે લેવામાં આવી છે. નર્મદાના સંગમ સ્થાન પર 1000 મીટર ઉંચાઈ પરથી લેવાયેલી આ ડ્રોન તસ્વીર છે. દિવ્ય ભાસ્કરની ટીમે બોટ માર્ગે આ સ્થળ પર પહોંચી નદીના સંગમ સ્થાન પર ઉપસેલા અદભુત બેટ પરથી તસવીર લીધી હતી. જ્યાં અમાસની ભરતી આવતાં જ આખો બેટ દરિયામાં સમાય જાય છે. ઓટ આવતાં જ બેટ ફરી ઉપસી આવે છે. ગુજરાતની 4 કરોડની જનતા સાથે નર્મદા નદી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને પાણી પુરૂ પાડે છે. હાલમાં નર્મદા પરિક્રમા પણ ચાલી રહી છે ત્યારે પરિક્રમાવાસીઓ ક્યાંય નર્મદાને ઓળંગતા નથી પરંતુ…
રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું મોટાભાગે ઉત્તરાયણ બાદ તરત જ બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.જેમાં 18 જાન્યુઆરીની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામુ બહાર પાડી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન કરવા માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરુ કરી હોવાનું ચૂંટણી પંચના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.રાજ્યભરની તાલુકા-જિલ્લા, નગરપાલિકા અને છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજવા માટે સુપ્રિમ કોર્ટે ફેબ્રુઆરી માસનું અલ્ટીમેટમ આપ્યા બાદ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા તડામાર તૈયારીઓ શરુ કરી છે.