રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો રૂ.60 લાખની માગી હતી લાંચ R.R.સેલે નકલી ખાતરનો પકડયો હતો જથ્થો ફરિયાદીનાં પિતાને આરોપી નહીં બતાવવા માટે માંગી હતી મોટી લાંચ પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથે ઝડપાયો પો.કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ ઝડપાયો રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો પોલીસમેન આણંદનાં આઇસક્રીમ પાર્લર પર થઇ સફળ ટ્રેપ ત્રણ જિલ્લાની ACB કચેરીની કામગીરી આટલા મોટા લાંચકેસમાં માત્ર કોન્સ્ટેબલની સંડોવણી? ઉચ્ચઅધિકારીઓ પર આવશે સકંજો? આટલી મોટી લાંચ એક કોન્સ્ટેબલ માંગી શકે? કેસ કર્યો R.R.સેલે અને ઝડપાયો કોન્સ્ટેબલ? મોટા માછલા ઝડપાશે કે છટકી જશે? શું અન્ય અધિકારીઓને ઉડશે છાંટા? સિનિયર અધિકારીઓની પણ સંડોવણી હશે? પોલીસબેડામાં ચર્ચાનો વિષય ACB કરશે ઉંડી તપાસ?…
કવિ: satyadaydesknews
ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો છે. જેમાં મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તેના કારણે રાજીનામું આપું છું. લોકસભાના સત્રમાં અધ્યક્ષને મળીને પણ હું લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. તેમણે ભાજપના પક્ષ પ્રમુખ સી.આર.પાટીલને આપેલું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. સાંસદ વસાવા છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકારની કામગીરીથી નારાજગી અને લવજેહાદના મામલે પત્ર લખીને વિવાદમાં આવ્યાં હતાં. તેમણે પત્રમાં જણાવ્યું છે કે ભાજપે મને મારી ક્ષમતાં કરતાં પણ ઘણું બધું આપ્યું છે. જે માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું આભાર માનું છું. મારાથી શક્ય હતી તેટલી મેં પક્ષમાં વફાદારી…
ઉતરાયણના તહેવાર પહેલા જ પતંગની દોરી જીવલેણ બની છે. રાજકોટમાં નાનામવા રોડ પર એક્ટીવા ચાલકના ગળામાં દોરી ફસાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પણ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. ગઈકાલે સાંજના સમયે એક્ટીવા પર જઈ રહેલા 39 વર્ષીય યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને 8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મિસ્ત્રીકામ કરી ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે અકસ્માત થયો મળતી માહિતી અનુસાર શહેરના અંકુરનગર મેઈન રોડ ઉપર ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા નામનો 39 વર્ષીય યુવક ગત સાંજે 6 વાગ્યા આસપાસ નાનામવા રોડ ઉપરથી મિસ્ત્રીકામ…
સુરતમાં ફાર્મ હાઉસમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાની જન્મદિવસની પાર્ટીના વીડિયો વાઈરલ થયા બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સુરત શહેરમાં માથાભારેની ઓળખ ધરાવતા સૂર્યા બંગાળીએ શહેરના છેવાડે આવેલા ફાર્મ હાઉસમાં જન્મદિવસની પાર્ટી કરી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. સુરત જિલ્લાનો આ બીજો વીડિયો વાઈરલ થયો છે. જોકે, પોલીસ સામે સવાલો ઉભા થયા છે. સુરત શહેરના ગોપીપુરા વિસ્તારના માથાભારે સૂર્યા બંગાળીએ જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગોપીપુરામાં રાયચંદ દીપચંદ સ્કૂલ પાસે અડ્ડો જમાવી ટપોરીગીરી કરતા સૂર્યા બંગાળીએ ક્રિસમસના દિવસે પોતાનો જન્મદિવસ શહેરના છેવાડાના ફાર્મ હાઉસમાં ઉજવ્યો હતો. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી. ભારે ભીડ…
કારંજ પોલીસ સ્ટેશનથી માંડ 500 મીટરના અંતરે જામસાહેબની ગલીમાં ધમધમતા મુસ્તાક ઉર્ફે મચ્છર જબ્બાર શેખના વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. આ જુગારધામ ડોન લતીફનો સાગરીત યુસુફ લપલપ ચલાવતો હતો. જ્યારે કારંજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં પોસ્ટિંગ લઈને આવેલા પીએસઆઈ મોહસીન ઠાકુરના ભાઈ સિરાજ દાઢી પણ લતીફ ગેંગના સભ્ય હતા. જેથી લતીફ ગેંગ સાથે સંકળાયેલા માણસો ફરી વખત અમદાવાદમાં સક્રિય થઇને જુગારધામ ચલાવી રહ્યાં હોવાની માહિતીથી ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. એટલું જ નહીં, કારંજ પોલીસની મદદથી ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો ત્યારે મહિલાઓએ હલ્લા બોલ કરીને યુસુફ લપલપ, ચીનો, ભગત,…
કોંગ્રેસમાં હાલની પરિસ્થિતિ જોઈએ તો એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે ત્યારે પેટા ચૂંટણી માં કારમી હાર થયા બાદ પણ કોંગ્રેસ અંદર અંદરની લડાઈ માં જ પડી રહેતી હોવાને પગલે અનેક કાર્યકરો માં નારાજગી જોવા મળી રહી છે. 8 વિધાનસભાની પેટાચૂંટણી પહેલા જ 2 અલગ અલગ જૂથના ધારાસભ્યોની લડાઈમાં કોર્પોરેશન ના વિપક્ષના નેતા દિનેશ શર્માએ પણ રાજીનામુ ધરી દીધું હતું જેને લઈને પણ કાર્યકરોમાં નારાજગી વ્યાપી હતી અને કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા પણ આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના પીઢ ગણાતા નેતા ઉમાકાન્ત માંકડ કે જેને કોંગ્રેસ માટે ઘણી ખરી લડાઈઓ માં ખુબજ નજીકની કામગીરી કરી હતી પરંતુ જ્યારથી…
અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલા કબીર આશ્રમના મહંત કૃપાચરણ ગોસ્વામીનું અપહરણ થયું હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અજાણ્યા શખસો દ્વારા ઘરના ઓટલે બેઠેલા મહંતનું બે શખસો કારમાં અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. મહંતના અપહરણ પાછળ આશ્રમના 2 હજાર કરોડની જમીન હોવાની શંકા સેવાઈ રહી છે. લાંબા સમયથી આશ્રમની જમીનનો વિવાદ ચાલી રહ્યો મહંતને છોડાવવાના પ્રયાસ શરૂ અમદાવાદ જિલ્લાના ઘુમા ગામમાં આવેલા કબીર આશ્રમના મહંત કૃપાચરણ ગોસ્વામીનું અજાણ્યા શખસોએ અપહરણ કર્યું છે. આશ્રમ જમીન વિવાદમાં અપહરણ થયાની આશંકા પોલીસે તેવી છે. બોપલ પોલીસે અપહરણ કરનાર શખસોની શોધખોળ શરૂ કરી અને મહંતને છોડાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. આજે સાંજે 5.30ની…
અમદાવાદ શહેરમાં માસ્કના દંડને લઈ હવે પોલીસને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. માસ્કના દંડને લઈ પોલીસકર્મીઓ લોકો પર રોફ જમાવી મારામારી પર ઊતરી આવે છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ નારોલ વિસ્તારમાં પોતાની જ સોસાયટીમાં ફરતી એક વ્યક્તિને માસ્કના નામે રોકી તેની સાથે બોલાચાલી કરી હતી, બોલાચાલી કરી પોલીસનો રોફ જમાવી લાકડી વડે ઢોર માર મારનાર પોલીસકર્મી ભરત ભરવાડ હોવાનું જણાયું છે. હાજર સિક્યોરિટી ગાર્ડ અને વ્યક્તિએ વચ્ચે પડી છોડાવ્યો હતો. પોલીસકર્મીની દાદાગીરીની માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ મામલે ઝોન 5 ડીસીપીએ એસીપીને તપાસ સોંપી છે. ફરી એક વખત અમદાવાદ પોલીસની દાદાગીરી સામે…
જિલ્લા કલેકટરે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી વલસાડ જિલ્લામાં કોઇ પ્રકારના અસામાજીક તત્ત્વો સામે સખત હાથે કાર્યવાહી કરી નશ્વત કરવા આજે કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળેલી જિલ્લાના પોલીસ અધિકારીઓની બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલે તાકીદ કરી છે. બેઠકને સંબોધતા કલેકટરશ્રી રાવલે જિલ્લામાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને જિલ્લામાં કોઇ પ્રકારના ગુન્હાઓને અવકાશ ન રહે તે માટે પૂરતા પગલાં લેવા જણાવી ખાસ કરીને લોકોને રંજાડતા અસામાજીક તત્વો અને ગુનેગારો સામે તડીપાર કરવા પાસાની દરખાસ્તો કરવા સૂચના આપવાની સાથે ગુનેગારી કરતા તત્ત્વોને કડકમાં કડક હાથે ડામી દેવા તાકીદ કરી છે. વધુમાં નવા લેન્ડ ગ્રેબિંગ કાયદા નીચે આવા ભૂ-માફિયાઓ સામે પણ…
શિયાળામાં ધુમ્મસ ને કારણે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો નારોલ હાઇવે પર પસાર થતા ટ્રકચાલક ને વહેલી સવારે બસ અને ત્રણકાર વરચે અકસ્માત થતા બસમાં બેઠેલા બેવ્યક્તિ વધુ ઇનજડ અને બીજા મુસાફરોને ઇજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા નારોલ હાઇવે પર અકસ્માત થયાની જાણ પોલીસ ને થતાં ઘટના સ્થળે હાજર થયેલ પ્રાપ્તમાહિતી અનુસાર ડ્રાઇવર ને જોકુ આવતા અકસ્માત થયો તેવું જાણવા મળેલ વહેલી સવારે થડાકે ફેર ટ્રક ,બસ અને કાર સાથે અથડાતા ખાનગી બસ માં બેઠેલા કર્મચારીઓ ખુબજ ઘભરાઈ ગયા હતા વધુમાં અકસ્માત થયેલ જગ્યાએ પોલીસ વધુ તપાસ હાથ ધરાઈ.