અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી જ જાય છે અને ઠેર ઠેર દેશી દારૂ અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે પરંતુ અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રી વાસ્તવ ને આ બધી વાત થી અજાણ હોય તેવું લાગી રહ્યું છે તેથીજ સ્થાનિક પોલીસ સ્ટેશન ના અધિકારીઓ અને કર્મચારીઓની રહેમરાહે આ બધા ધંધા બેખોફ અને પોલીસ ના ડર વગર જ ધમધમી રહ્યા છે. એકતરફ એવું કહેવાય છે કે કોરોના કાળ માં સૌથી વધુ કોરોના વોરિયર્સ સાબિત થયા હોય તો તે ડોક્ટર્સ અને પોલીસ સ્ટાફ છે પરંતુ આજે અમદાવાદ ના બાપુનગર પોલીસ સ્ટેશન ના પી.આઈ. એન.કે.વ્યાસ ની છબી ખરડાઈ છે જ્યારે પી.એસ.આઈ. બારોટ…
કવિ: satyadaydesknews
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના દક્ષિણ ઝોન વિસ્તારમાં મણિનગર ખાતે આવેલ ટી.પી.સ્કીમ નંબર 24 ના ફાઇનલ પ્લોટ નંબર 117 પર આવેલ બાંધકામ જેનું લોકેશન નારાયણ બંગલો દુન સ્કૂલ સામે ઉત્તમ નગર ગાર્ડન પાસે આવેલ છે.આ મિલકત તેના માલિક દ્વારા રેફરન્સ નંબર BLETB/SZ/310115/GDR/A3619/RO/M1 થી ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોર સુધીના રહેણાંક પ્રકારના બાંધકામને વિકાસ પરવાનગી મેળવી કેસ નંબર BU/SZ/281016/0708 થી બાંધકામ વપરાશ અંગેની પરવાનગી તારીખ 01/12/2016 ના રોજ મેળવવામાં આવેલ છે.સદર જગ્યાએ વર્ષ 2018/2019 ના સમયગાળા દરમ્યાન બાંધકામનો વપરાશ ફેર કરી સદર ત્રણ માળની પુરી ઇમારત ને હોસ્પિટલ માં તબદીલ કરી દીધેલ છે.જે સંપૂર્ણ ગેરકાયદેસર છે.અરજદાર દ્વારા આ બાબતની જાણ મુખ્યમંત્રી કાર્યાલય,મ્યુનિ.કમિશ્નર,શહેરી વિકાસ…
ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી અમદાવાદ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવા માટે કમર કસી નાખી છે પરંતુ અમદાવાદ શહેરની વાસ્તવિકતા કંઈક અલગ પ્રકારની જ જોવા મળી રહી છે.કારણકે અમદાવાદ શહેરમાં દારૂ જુગારના અડ્ડા બંધ કરાવી દેવામાં આવે તો સ્થાનિક પોલીસ ને ખર્ચા પાણી ક્યાંથી મળે ? અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારની વાત કરવામાં આવેતો હવેલી પોલીસ સ્ટેશન ના પી.આઈ. પરમાર અને મહિલા પી.એસ.આઈ રાજપૂત ની રહેમરાહે ઠેર ઠેર ઈંગ્લીશ દારૂના અને દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તથા જુગાર અને કોરેક્ષ સીરપ તથા ગાંજા જેવા નશીલા પદાર્થો ખુલ્લેઆમ મળી રહ્યા છે. હવેલી…
ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોનાનો રીતસર વિસ્ફોટ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 91 હજાર 459 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,540ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 14 દર્દીના મોત થયા છે. તેમજ રાહતની વાત એ છે કે, 1,283 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.05 ટકાથી ઘટીને 90.99 ટકા થયો છે. રાજ્યમાં 14,287 એક્ટિવ કેસ, 96 વેન્ટીલેટર પર, કુલ કેસ 2 લાખ 1 હજાર 949 રાજ્યમાં અત્યાર સુધીમાં 74 લાખ 80 હજાર 789 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 1 હજાર 949ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા…
ગુજરાતના ચાર મહાનગરોમાં હાલ કરફ્યુ રાત્રિ દરમિયાન છે. પરંતુ રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિને જોતાં સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કરફ્યુ લાદવા વિચારી રહી છે. કોરોના સંક્રમણ વધશે તો ચારેય મહાનગરોમાં શનિવાર અને રવિવારના દિવસે એટલે કે સપ્તાહાંત દરમિયાન દિવસનો કરફ્યુ અમલી બનાવાશે. તદુપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનો મોટા પાયે ભંગ થતો જોવા મળે છે તેના પાનના ગલ્લા, ચાની કીટલી, નાસ્તા અને પાણીપૂરીની લારી અને સ્ટ્રીટફૂડના આઉટલેટ્સ પર પણ સદંતર પ્રતિબંધ મુકાઇ શકે છે. હાલ આ મુજબની સત્તાવાર જાહેરાત કરાઇ નથી, પરંતુ ગુરુવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે. દરમિયાન રાજ્યના ગૃહવિભાગના અધિક…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વારંવાર અનેક વિવાદોમાં ઘેરાયેલું જ રહે છે જે અમદાવાદ કોર્પોરેશન ની વાસ્તવિકતા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો માટે લઈ ને એસ્ટેટ ખાતું તો બદનામ થયેલું જ છે પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ઈજનેર ખાતું પણ ભ્રષ્ટચાર માં સામેલ થયું છે કારણકે અમદાવાદ શહેરના નવા પશ્ચિમ ઝોન વિસ્તારના સોલા એરિયામાં સોલા સિવિલની પાછળના ભાગમાં સાંઈબાબાના મંદિર પાસે શિવ બેવરજીસ નામનો ગેરકાયદેસર પાણીનો પ્લાન્ટ ધમધમી રહ્યો હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ઈજનેર ખાતું અને હેલ્થ ખાતું આંખ આડે કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં આવા કેટલા પ્લાન્ટ ચાલી…
અમદાવાદના કોંગ્રેસી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રવિવારે કરફ્યુ છતાં પોતાના જ કુટુંબીજન પર જાહેર રસ્તામાં પોતાનો પાસે ઈમરાન ખેડાવાલા આવી વરવી હરકત પર ઉતરી આવતાં ભેગા થયેલામાંથી ઘણાએ વીડિયો ઉતારવાનો શરૂ કર્યો. પરિણામે, કેટલાકે તેમની આ હરકત વાયરલ થઈ જશે તેવી દલીલ કરી સમજાવતાં આખરે તેમને સાન આવી અને ચાલતી પકડી હતી. આ ઘટના અંગે વાકેફ લોકોનું કહેવું છે કે, રવિવારે ઈમરાન ખેડાવાલા તેમના ઘરે હતા ત્યારે કુટુંબના કેટલાક લોકો તેમને કોઈક મિલકત મુદ્દે મળવા આવ્યા હતા પરંતુ તેમની વચ્ચે વિવાદની ગૂંચ પડેલી છે. આ મુદ્દે હવે નિવેડો લાવવો જોઈએ તે વિષે આગહપૂર્વક વાત કરતાં ખેડાવાલાનો પિત્તો ગયો હોવાનું કહેવાય છે.…
જમાલપુરનો એક પોલીસનો વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસકર્મીઓ પોતાની ગાડીમાંથી ઉતરી શાકભાજી વેચનારાઓની લારીઓ ઉંધી કરી પોલીસકર્મીઓ વજનકાંટો અને શાકભાજી લઈ રવાના થઇ રહ્યા છે. હાલ રાજયમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા ભજવનારા પોલીસ કર્મીઓનોની અસલિયત સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોવા મળી રહી છે. આ વીડિયો જમાલપુરમાં આવેલ મીર્ચી પોળનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં પોલીસની ગાડી એક શેરી પાસે ઉભી રહે છે અને ગલીમાં શાકભાજી વેચનાર બે ફેરિયાઓની લારી ઉંધી કરી દે છે અને વજનકાંટા સહિત શાકભાજી લઈ રવાના થઈ જાય છે. અમદાવાદમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ 57 કલાકનો કરફ્યૂ…
રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અપીલ • મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત કર્યો છે. • મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે, તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યુ છે તેવા સમયે આપણે કોરોના સંક્રમણ વધે નહી તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો છે. • આવતીકાલથી અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થાય છે સાથો સાથ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ ગઈકાલથી જે રાત્રી કર્ફ્યુનો અમલ થયો છે તે ચાલુ રહેવાનો છે. • મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિકો ખાસ કરીને…
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર સોસાયટીમાં કુલ 80 કોરોના પોઝિટિવ કેસ એકસાથે આવતાં હાહાકાર મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિ.ની ટીમ આ સમાચારને પગલે દોડી ગઈ છે. સફલ, પરિસર-1માં 42 અને 2માં 38 મળીને કુલ 80 કેસ આવ્યા હોવાનું જણાયું છે. મ્યુનિ.એ બિલ્ડીંગને કન્ટેનમેન્ટ ઝોનમાં લાવી દીધા છે. અમદાવાદમાં કોઈ એક જ રહેણાંક કોલોનીમાં આટલા વ્યાપક પ્રમાણમાં કેસ આવવા એ કોરોના પોઝિટિવનો ફરી વેવ શરૂ થયાની મોટી નિશાની છે. આગામી દિવસોમાં બોપલ વિસ્તારમાં મોટાપાયે કોરોના ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે.