ઘણા કાળ થી એવું કહેવાય છે કે કોંગ્રેસ એ હિન્દૂ વિરોધી પાર્ટી છે પરંતુ આજે કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર સહિત ના પ્રદેશના નેતાઓ એ સાર્થક કરી બતાવ્યું કે કોંગ્રેસ ક્યારેય હિન્દૂ વિરોધી પાર્ટી રહી નથી અને ક્યારેય હિન્દૂ વિરોધી ટિપ્પણી પણ કરી નથી. આજરોજ દિવાળી ના શુભ અવસર નિમિતે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે દિવાળી પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઇતિહાસમાં ક્યારેય કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે દિવાળી પૂજન કરવામાં આવ્યું નથી પરંતુ આજે કોંગ્રેસ પ્રદેશ ના નેતાઓ અને અનેક કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે દિવાળી ની પૂજાનું આયોજન કરી ને સૌને સ્તબ્ધ કરી…
કવિ: satyadaydesknews
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પાસે આવેલા રણછોડપુરા ગામ નજીકના શ્રમદીપ ફાર્મ હાઉસમાં અમદાવાદના 20 નબીરાને દારૂની મહેફિલ માણતાં સાંતેજ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 7 ગાડી, 21 મોબાઈલ સહિત રૂ. 89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મિત્રની બર્થ ડે હોવાથી મહેફિલ માણવા ભેગા થયા હતા. પોલીસને જોઈ એક આરોપીએ દારૂની બે બોટલ દીવાલની બહાર ફેંકી દીધી હતી. દારૂ પીધેલા પકડાયેલા નબીરાઓમાં અમદાવાદ શહેર કોંગ્રેસ-પ્રમુખ શશિકાંત પટેલનો પુત્ર પણ સામેલ છે. સાંતેજ પોલીસને બાતમી મળી હતી કે રણછોડપુરા ગામ પાસે આવેલા શ્રમદીપ ફાર્મમાં કેટલાક યુવકો ભેગા થઈ દારૂની મહેફિલ માણે છે, જેથી સાંતેજ પોલીસની ટીમે ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો. પોલીસને ત્યાંથી…
રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં દિવાળી બાદ તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ કરાશે. દિવાળી બાદ 23 નવેમ્બરથી રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરાશે. 23 નવેમ્બરથી ધો.9થી 12ના વર્ગો શરૂ કરાશે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ખોલવામાં આવશે. કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કે વર્ગો શરૂ થશે. સ્નાતક કક્ષાએ માત્ર ફાઇનલ વર્ષના ક્લાસ શરૂ કરવામાં આવશે. ભારત સરકારની SOP મુજબ રાજ્યમાં શાળાઓ શરૂ કરવામાં આવશે. કોલેજોમાં પણ શિક્ષણકાર્ય શરૂ કરી દેવાશે. ITI, પોલિટેકનિક કોલેજ પણ 23 નવેમ્બરથી ચાલુ કરવામાં આવશે. કોલેજ-યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ-પેરામેડિકલ કોલેજો શરૂ કરાશે. શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં ગણાય. એ માટે વાલીઓની સહમતિ સંસ્થાઓએ…
ભારતીય સંસ્કૃતિમાં સનાતન ધર્મ પ્રમાણે ગુજરાત માં દિવાળી એટલે વર્ષ નો છેલ્લો દિવસ આ દિવસે ગુજરાત ના વેપારીયો માટે ખુબ મહત્વ નો હોય છે. ગુજરાત ના દરેક નાનામાં નાના કારખાના થી માંડી ને મોટા માં મોટી કંપની નો માલિક તે દિવસે સારું મુર્હુત જોઈ ને તેના હિસાબ ના ચોપડા ની પૂજા કરે છે . પહેલા તો વેપારીયો તેમના નામા માં પારમ્પરિત લાલ ચોપડા ની પૂજા કરતા હતા જે હજુ પણ કોઈક સ્થળે અકબંધ જોવા મળે છે બાકી તો હાલ ના કમ્પ્યુટર નાં જમાના માં વેપારીઓ પણ લાલ ચોપડા નું સ્થાન લેપટોપ ને આપીજ દીધું છે પણ છતા તેમનો પૂજા ભાવ…
એક તરફ કોરોનાએ દેશની આર્થિક કમર તોડી નાખી છે તો બીજી તરફ ચાઈનીઝ પ્રોડક્ટ પણ વેપારીઓને પરેશાન કરી રહી છે. ત્યારે મોરબીના ઓરેવા ગ્રૂપ અને ઘડિયાળ ઉત્પાદકો દ્વારા શરૂ કરવામાં આવી છે અનોખી મુહિમ. બોયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ ના નારા અને બેનર્સ સાથે આજે અમદાવાદમાં ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખભાઈ પટેલના નેઝા હેઠળ વેપારીઓ એકત્ર થયા ને અન્ય વેપારીઓ અને ગ્રાહકોને સમજાવ્યા કે શા માટે ચાઈનીઝ પ્રોડકટનો બહિષ્કાર જરૂરી છે.? એક બાજુ દિવાળીમાં બજારમાં ધૂમ ખરીદી ચાલી રહી છે ત્યારે લોકો ભારતીય અર્થતંત્ર ને મજબૂત કરવા પોતાનું યોગદાન આપે અને ભારતીય પ્રોડક્ટ જ ખરીદે તે માટે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. ઓરેવા…
અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધતી જાય છે જેને ડામવા માટે ગુજરાત રાજ્યના ડીજીપી અને અમદાવાદ શહેરના પોલિસ કમિશ્નર દ્વારા દરેક પોલીસ સ્ટેશન ના અધિકારીઓ ને સતર્ક રહેવા જણાવ્યું છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને બજારમાં ખરીદી કરવા માટે બજારમાં લોકોની ભીડ થઈ રહી છે જેને પગલે પોલીસ પણ એલર્ટ મોડ માં કામ કરી રહી છે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ પતાશા પોળમાં રહેતી એક મહિલા ના ઘરે નકલી પોલીસ બની ને ચાર મહિલાઓ પહોંચી હતી અને પોલીસ ની ઓળખાણ આપી હતી અને જણાવ્યું હતું કે તમે ઘરમાં દેહવ્યાપાર નો ધંધો ચલાવી રહ્યા…
છેલ્લા ઘણા સમય થી દારૂબંધીને લઈ શહેરકોટડા પોલીસ વિવાદમાં સપડાઈ છે.ક્યારેક તો કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા અથવા ક્યારેક સ્થાનિક નાગરિકો પોતે શહેરકોટડા પોલીસની ભૂમિકા અંગે વિરોધ કરતા સામે આવ્યા છે. થોડા દિવસ અગાઉ જ શહેરકોટડાના પીઆઈ અને તેમના વહીવટદારોના નામ સહિતના બેનર્સ પોસ્ટરમાં બુટલેગરો સાથે પોલીસની મિલીભગતના આરોપો લગાવવામાં આવતા પીઆઈ ની બદલી કરવામાં આવી હતી. તો બીજીતરફ કુબેરનગરમાં રહેતા એક બુટલેગરે પોતાનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. બુટલેગર રોહન ગારંગે ઉર્ફે બટકાના વાયરલ થયેલા વિડીયોમાં શહેરકોટડાના પીઆઈ અને બે વહીવટદાર અને એક પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં શહેરકોટડા પોલીસ રોજના 15 હજાર…
દેશભર માં જ્યારથી કોરોના મહામારી ચાલુ થઈ છે ત્યારથી કોરોના મહામારી ને રોકવામાં ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સદંતર નિષ્ફળ નીવડ્યું છે.ગુજરાતના મુખ્યમંત્રી હોય કે અમદાવાદ શહેરના મેયર અને કમિશ્નર હોય પણ કોરોના મહામારી ને કાબુમાં લેવાની જગ્યાએ ઉત્સવો ઉજવવામાં જ વ્યસ્ત રહેતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું તો એટલું બધું ઘોર નિંદ્રા માં છે કે અનેક નેગેટિવ દર્દીઓને પણ પોઝિટિવ હોવાના રિપોર્ટ આપવામાં આવ્યા હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આરોગ્ય ખાતાનું પેટ નું પાણી જરાય હલતું ન હોય તેવું લાગી રહ્યું છે જેના ઉદાહરણ સ્વરૂપે આજે આરોગ્ય…
શહેરમાં પૂર્વના પીઆઇ વગરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યાં હોવાનો વીડિયો સત્ય ડે ન્યૂઝ દ્વારા બહાર લાવવામાં આવ્યો હતો. નરોડા જીઆઇડીસી વિસ્તારમાં દેશી દારૂના વેચાણના વીડિયોમાં બુટલેગરો PSI જે.જી કામળિયાનું નામ લે છે અને પોલીસ સાથે સેટીંગ હોવાનું કહે છે. આ વીડિયો બહાર આવતાંની સાથે જ PSI જે.જી. કામળિયા રજા પર ઉતરી ગયા છે અને વહીવટદાર રુદ્રદતસિંહ ભૂગર્ભ માં ઉતરી ગયા હતા. DCP ઝોન 4 એ આ મામલે તપાસના આદેશ આપ્યા છે ત્યારે તપાસમાં PSI કામળિયા, નરોડા પોલીસ સ્ટેશનનો વહીવટ સંભાળતા પોલીસકર્મી રૂદ્રદત્તસિંહ સહિતના કર્મચારીઓના નિવેદન લેવાશે. આ મામલે ઝોન 4 ડીસીપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું…
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ શુક્રવારે રાત્રે 12 વાગે કેક કટિંગ સાથે ઔપચારિક ચાવીની આપ-લે કરવાની સાથે અદાણી ગ્રુપ દ્વારા 50 વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ હસ્તગત કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગે શરૂ થયેલા પુષ્યમૃત યોગમાં પૂજા વિધિ સંપન્ન કર્યા બાદ એએઆઈએએલના અધિકારીઓએ ઔપચારિક રીતે એરપોર્ટ પર કામગીરી સંભાળી હતી. પ્રથમ દિવસે પગલાં રૂપે તેમણે ટર્મિનલ સુધી આવતા રિક્ષાચાલકોને તગેડી મૂક્યા હતા. આ પગલું વિવાદાસ્પદ બન્યું હતું. એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ્યા બાદ પેસેન્જર સુરક્ષાની જવાબદારી અગાઉની જેમ સીઆઈએસએફ પાસે જ રહેશે. પરંતુટર્મિનલ બિલ્ડિંગ બહાર સામેની તરફ તેમજ પેસેન્જરોને લેવા મુકવા આવતા વાહનોને લાઈનબદ્ધ કરવાની જવાબદારી ખાનગી સિક્યોરિટી ગાસને સોંપાઈ…