ઉત્તરપ્રદેશ માં મનીષા વાલ્મિકી નામની છોકરી ઉપર થયેલ ગેંગરેપ અને ગેંગરેપ બાદ છોકરી ની જીભ કાપી નાખી તથા તેની રીડ ની હડી તોડી નાખવામાં આવી હતી.ત્યારબાદ 13 દિવસ સુધી હોસ્પિટલ માં મોત સામે જંગ લડી રહેલી 19 વર્ષીય દીકરીએ ગઈકાલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. આજ રોજ અમદાવાદ શહેર એન.એસ.યુ.આઈ. મહામંત્રી પાર્થ દેસાઈ અને અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલ ની હાજરીમાં અનેક કાર્યકરો સાથે દીકરી અને તેના પરિવાર ને ન્યાય મળે તે માટે ગુજરાત યુનિવર્સીટી ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
કવિ: satyadaydesknews
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારના લો ગાર્ડન પાસે અનેક પાથરણા વાળા અને ખાણીપીણી ની લારીઓ વાળા ગેરકાયદેસર રીતે ઉભા રહી ને ધંધો કરી રહ્યા છે ત્યારે આવા લોકો પાસે થી નવરંગપુરા પોલીસ સ્ટેશન ના મુખ્ય વહીવટદાર જયેશ દેસાઈ કે જેની નોકરી કે કંપની માં બોલી રહી છે અને તેના દ્વારા પેટા વહીવટદાર તરીકે કનું ભરવાડ ને રાખવામાં આવ્યો છે તથા દેવસી દેસાઈ નામની વ્યક્તિ ને તેઓએ પ્રાઇવેટ વહીવટદાર તરીકે રાખવામાં આવ્યો છે જે આ બેઠેલા પાથરણા વાળા પાસેથી 500 રૂપિયા થી લઈને 10000 સુધીનું ઉઘરાણું શરૂ કર્યું હોવાની વાતને લઈ ને ચર્ચાઓ નું બજાર ગરમ બની ગયું છે. છેલ્લા ઘણા વર્ષોથી…
અમદાવાદ કોર્પોરેશન દ્રારા રાત્રે 10 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા માટે જે 27 સ્થળોના નામો જાહેર કરવામાં આવ્યા હતા તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મનપા દ્વારા જે 27 વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે ત્યાં માત્ર ખાણીપીણીની જ દુકાનો બંધ રાખવાની છે. અમદાવાદ મનપા દ્વારા માત્ર સાત જ કલાકમાં યૂ-ટર્ન લેવામાં આવ્યો છે. જે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ફકત ખાણીપીણીની જ દુકાનો બંધ રાખવા આદેશ કરાયો છે. અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીમાં ફકત ખાણી-પીણીની દુકાનો જ બંધ રાખવામાં આવશે. આ સિવાયની અન્ય દુકાનો ચાલુ રાખવામાં આવશે. અમદાવાદ…
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ નું સંક્રમણ દિવસે ને દિવસે વેગ પકડ્યું છે ત્યારે એક તરફ સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેડ મળવા પણ મુશ્કેલી ભર્યું થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનેક વિવાદોમાં ઘેરાયા બાદ આજ રોજ મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રિના 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી તમામ દુકાનો બંધ રાખવા નો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણો કયા કયા વિસ્તારમાં લગાવ્યો રાત્રી કરફ્યુ…..
ગુજરાત સરકાર દ્વારા દારૂ જુગારના કેસ કરી ને ગુનેગારો માટે નવા નવા કાયદા બનાવવામાં આવી રહ્યા છે જેથી ગુનેગારો ગુન્હા કરવાનું બંધ કરે. પરંતુ અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે.કાગડાપીઠ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં કન્ટોડીયા વાસ અને ચુનારા વાસ માં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડા આવેલા છે જેના ઉપર સ્થાનિક પોલીસ કાર્યવાહી કરવામાં સતત નિષ્ફળ નીવડે છે કે અડ્ડા બંધ કરાવવા માં સ્થાનિક પોલીસ ના પગ થથરી રહ્યાં છે કે શું તેવા અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. અગાઉ પણ અમદાવાદ શહેરમાં અનેક વખત લઠા કાંડ જેવા બનાવો બનવા પામ્યા છે તેમ છતાં સ્થાનિક…
મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજ્વાનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહિં ઉજવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રી એ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્ય મંત્રીશ્રીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિં.
કોરોના વાયરસની મહામારી ને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સદંતર નિષ્ફળ ગયું છે અને એક ઠોસ પ્રકાર નો નિર્ણય લેવામાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાંગળુ સાબિત થયું છે. આજે સત્ય ડે ની ટીમ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉસમાનપુર ખાતે આવેલ પશ્ચિમ ઝોનની ઓફીસે મુલાકાત કરી હતી અને ત્યાં એસ્ટેટ વિભાગ ના કર્મચારીઓ માસ્ક વગર બેઠા હતા જે સત્ય ડે ના કેમેરા માં કેદ થઈ ગયા હતા.આમ જનતા માસ્ક પહેર્યા વગર નીકળે તો તરત જ 1000 રૂપિયા જેટલો મસ મોટો દંડ ભરાવી રહેલું કોર્પોરેશન પોતે જ માસ્ક પહેર્યા વગર બેઠેલા જોવા મળ્યા હતા. તો હવે આ સરકારી બાબુઓનો દંડ કોણ ભરાવશે ??…
છેલ્લા 6 મહિના થી કોરોના વાયરસની મહામારી ને પગલે ભારત દેશમાં શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે અબે હજુ પણ શાળા કોલેજો ક્યારે ખુલશે તે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. થોડા સમય અગાઉ સત્ય ડે ની મીડિયા ટીમ ને એક હકીકત મળી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલિસબ્રિજ વિસ્તારની સરકારી શાળા કોરોના દરમ્યાન પણ શાળા ના કલાસ ચાલુ રાખી ને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા હતા.સત્ય ડે મીડિયા ને માહિતી મળ્યા બાદ સમગ્ર મામલો ટીવી ચેનલો અને વર્તમાન પત્રો માં ઉજાગર થયો હતો ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાયદેસર ના પગલાં લેવાની બાંહેધરી આપવામાં આવી હતી…
હાલમાં દેશમાં કોંરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા પ્રજા માટે અનેક પ્રકારો ની જાહેરાતો કરવામાં આવી રહી છે ફ્રી મા કોંરોના માટે ની ટેસ્ટ ની વાત હોય કે પછી કોંરોના થઈ સંક્રમિત પ્રજાની સેવા આપવાની વાત હોય સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો તો કરી દેવામાં આવે છે પણ આ બહેરી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારે લોકો ને લાભ મળે છે ખરા ? સૌ પ્રથમ તો કોંરોના ટેસ્ટ ની વાત કરવામાં આવે તો આમ તો રાજ્ય સરકાર આંકડાઓ માં બતાવી રહી છે કે ઘરે ઘરે જઈ ને લોકો ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંરોના ના ટેસ્ટ…
છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ ખાતું એટલે પૈસા ઉઘરાવવાનું ખાતું એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કારણકે અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ગેરકાયદેઆર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. અમદાવાદના મધ્યઝોન વિસ્તારમાં આવેલ જમાલપુર પગથિયાં પાસે સલીમ મેમણ નામની વ્યક્તિ દ્વારા કોર્પોરેશન ના એસ્ટેટ ખાતાની પરવા કર્યા વગર જ ગેરકાયદેસર બાંધકામ બાંધવામાં આવી રહ્યું છે તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું એસ્ટેટ ખાતું મૂક પ્રેક્ષક બની ને બંધાઈ રહેલ ગેરકાયદેસર બાંધકામ બાબતે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એકતરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર ઉભા રહેતા અને રોજે રોજ નું કમાઈ ને ગુજરાન ચલાવતા ચા ની…