દેશભર માં કોરોના વાયરસની મહામારી દિવસે ને દિવસે વધતી જાય છે અને અમદાવાદ શહેરમાં કોરોના વાયરસે ફરીથી માથું ઊંચક્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.એકતરફ અમદાવાદ મનપા જનતા ને જાગૃત કરવા માટે માસ્ક પહેરવા ફરજીયાત અમલ કરાવે છે અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરાવે છે અને બીજી તરફ કોંગ્રેસ ના જમાલપુર ના કોર્પોરેટર શાહનવાઝ શેખ ને કોરોના વાયરસનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જે તે વિસ્તારોના કોર્પોરેટરો પોતાનું કદ વધારવા માટે પ્રજા લક્ષી કામો કરવા નીકળી પડ્યા છે.જનતા ને જ્યારે કોઈ ને કોઈ પ્રશ્ન ને લઈ ને…
કવિ: satyadaydesknews
સોલા પોલીસ સ્ટેશનના પી.આઈ. જાડેજા અને વહીવટદાર ઉપેન્દ્રસિંહ નો બુટલેગરો સાથે ઘરોબો ! સોલા પોલીસ દેશી દારૂ, આરોપીના સરઘસ અને હવે ફરી બેફામ વેચાણથી વિવાદમાં છે ! સોલા પોલીસ અવારનવાર વિવાદમાં આવી રહી છે છતાં ઉચ્ચ અધિકારીઓ કેમ બચાવ કરી રહ્યા છે ! ગોતા હાઉસિંગમાંથી દારૂ લાવી ચાંદલોડીયા વિસ્તારમાં વેચાય છતા સોલા પોલીસ ઊંઘમાં છે ! છેલ્લા એક મહિનાથી શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ છે, પરંતુ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સોલા પોલીસની રહેમનજર હેઠળ દેશી દારૂનું વેચાણ થતું હોવાને લઇ છેવટે પોલીસ કમિશનરની સ્કવોડ પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ…
કોરોના વાયરસની મહામારી ને પગલે આ વર્ષે નવરાત્રી નું આયોજન ની પરમિશન માટે સરકાર પણ અવઢવ માં છે ત્યારે આજે અમદાવાદ ના ખેલ રસિયાઓ માં એક અનોખો આનંદ હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારી ને પગલે આયોજન થશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે ત્યારે આજે અમદાવાદ ના નવલખ ગરબા ગ્રુપ દ્વારા કોરોના મહામારી ને ધ્યાનમાં લઈ ને લોકો ને જાગૃત કરવામાટે ટ્રેડિશનલ કપડાં ને સેનેટાઇઝ કરવા,હાથના મોજા હેન્ડવોશ જેવી અનેક વસ્તુઓ જે આ મહામારી માં જરૂરી છે તેને સાથે રાખી ને આ વર્ષે નવરાત્રી નું આયોજન થાય એવું વિચારી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી…
અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા અસારવા માં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નવા અસારવાના પટેલ વાસ માંથી ઇંગ્લિશ દારૂની 66 બોટલ સાથે 1 આરોપીની ધરપકડ કરી હતી.અગાઉ પણ શાહીબાગ વિસ્તાર માંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.અગાઉની રેડ દરમ્યાન પણ શાહીબાગ પોલીસ ઊંઘતી હતી અને અત્યારે પણ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવતા ફરીથી શાહીબાગ પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.જેના કારણે શાહીબાગ પોલીસ ની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા દારૂબંધીનો કડક અમલ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે તેમ છતાં પણ…
શહેરમા પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારંજ વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિરના ગાદીપતિએ કારંજ પોલીસની ફરજમા રુકાવટ કરી પોલીસ સાથે તકરાર કરી ધમકી આપતા તે મામલે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ અને તેમની સાથે પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે અધિકારીઓની સૂચના પ્રમાણે હોટેલ, રેસ્ટોરેન્ટ, અને ધાર્મિક સ્થળોના સીસીટીવી કેમેરા ચેક કરવાની કામગીરી પોલીસને સોંપવામાં આવી હતી. તે સંદર્ભમાં પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ પોતાના પોલીસ સ્ટાફ સાથે કારંજના લાલદરવાજાના સુપ્રસિદ્ધ સાંઈબાબા મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિર પરિસરની અંદર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવા…
રાજ્ય સરકારે અનલોકમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં છુટછાટો આપી હતી પણ સાથે નિયમોનું પાલન કરવાના દિશા-નિર્દેશ પણ આપ્યા હતા પણ વાસ્તવિકતા એ છે કે, નિયમોનું પાલન કરવામાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન તંત્ર સદંતર નિષ્ફળ નીવડયું છે જેથી અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ કોરોના ફરી વધી રહ્યો છે અને સ્થિતિ બગડી રહી છે. AMCએ આજે શહેરભરમાં અચાનક ચાની કીટલીઓ બંધ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. ચાની કીટલીઓ સહિતના વાણિજ્ય એકમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન થતું નથી જેથી કેસોમાં વધુ ઉછાળો આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. જેથી મ્યુનિ.એ નિયમોના ભંગ બદલ ૩૨ ચાની કીટલી સહિતના એકમો સીલ કરી દીધાં હતાં…
અમદાવાદ સહિત રાજ્યની 6 મનપા,56 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયત ચૂંટણીનું ઓક્ટોબર, ડિસેમ્બર માં યોજવાનું આયોજન રાજ્ય ચૂંટણીપંચે હાથ ધર્યું હોવાનું કોંગ્રેસના દરિયપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે જણાવ્યું હતું. તેમણે ચૂંટણી પંચને ચૂંટણી મોકૂફ રાખવા રજુઆત કરી હતી. ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજાશે તો રાજકીય નેતાઓ 30 થી 35 દિવસ જાહેર સભા નહીં કરે તો પણ રેલી અને ઘરે ઘરે જઈને પ્રચાર કરનાર હોવાથી કોવિડ-19 નું સંક્રમણ વધુ ફેલાશે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકૂફ ન રખાય તો નાછૂટકે હાઇકોર્ટમાં પીઆઈએલ કરવી પડશે તેવી ચિમકી ગ્યાસુદીન શેખે ઉચ્ચારી હતી. રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરતા શેખે…
અમદાવાદ કેંટોનમેન્ટ વિસ્તારમાં 9 વર્ષની બાળકીએ 100 નમ્બર ડાયલ કરી માંગી પોલીસની મદદ. શહેરમાં સૌથી સંવેદનશીલ વિસ્તાર ગણાતા કેંટોનમેન્ટ વિસ્તારમાં અસંવેદનાની ઘટના બની. નવ વર્ષની દિવ્યાનીએ પોતાના મોબાઈલથી 100 નંબર ડાયલ કરી માંગી પોલીસની મદદ. “મારું ઘર બચાવો આ લોકો તોડી નાખશે”. કનોજીયા પરિવાર 40 વર્ષથી પણ વધુ સમયથી કેંટોનમેન્ટ વિસ્તારમાં આવેલ અમદાવાદ જીમખાના કલબ પાસે રહે છે. છેલ્લા કેટલાક દિવસથી જીમખાના કલબના મેમ્બર્સ દ્વારા કનોજીયા પરિવારને પરેશાન કરવામાં આવે છે. ત્યારે ગતરોજ બપોરના સમયે અમદાવાદ જીમખાના કલબના કેટલાક મેમ્બર્સ બાઉન્સર સાથે રાજુભાઇ કનોજીયાના ઘરે પહોંચ્યા અને નિવાસ સ્થાન બહાર રાખેલ ગ્રીન પડદા હટાવવા લાગ્યા અને ઘરની બહાર રાખવામાં આવેલ…
આજે વડાપ્રધાન નરેન્દ્રમોદી ના 70 માં જન્મ દિવસ નિમિત્તે ભાજપ પક્ષ દ્વારા અનેક કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે ત્યારે આજે અમદાવાદ ના બાપુનગર પોલીસ સ્ટેશન ના પી.આઈ. એન.કે.વ્યાસ દ્વારા નાયક પિક્ચર ની યાદ તાજી કરાવતા બાપુનગર પોલીસ સ્ટેશન ના હદ વિસ્તાર માં 70 જેટલા ફરિયાદ બોક્ષ મુકવામાં આવશે જેમાં બાપુનગરમાં રહેતી પ્રજાને પોલીસ ને લાગતા કોઈપણ પ્રશ્ન હોય તે બોક્ષ માં નાખવા જણાવ્યું છે અને પી.આઈ.એન.કે વ્યાસે વધુમાં જણાવેલ કે બાપુનગર વિસ્તારમાં પ્રજા ને જ્યાં જ્યાં કોઈપણ પ્રશ્ન હોય તો તરત આ બોક્ષમાં ફરિયાદ મુકો જે પણ ફરિયાદ હશે તેના ઉપર અમારા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવશે. બાપુનગર…
પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી તરફથી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા ભાજપ પક્ષના કાર્યકર્તાઓ અને મંત્રીઓ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં બુધવારે વાસણા વિસ્તાર માં ધારાસભ્ય અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, કચરાની સફાઈ કરનાર આ મંત્રીઓ અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા હતા. આ કાર્યક્રમમમાં મેયર આવવાના હતાં પરંતુ તેઓ આવ્યા ન હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા ભાજપ તરફથી અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. પહેલા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો હતો અને હવે સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરમાં ચારેક…