કોરોના વાયરસની મહામારી ને પગલે એશિયાની નંબરવન હોસ્પિટલ બનાવવા માં આવેલ SVP હોસ્પિટલ અનેકવાર વિવાદમાં આવી ચૂકી છે ત્યારે આજે SVP હોસ્પિટલ ની એક ચોકવનારી માહિતી સત્ય ડે ન્યૂઝ ની ટીમ દ્વારા લાવવામાં આવી છે.અમદાવાદ ની SVP હોસ્પિટલમાં સૌપ્રથમ બેચ માં 45 ડોક્ટરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 26 ડોક્ટરો ને પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદની SVP હોસ્પિટલમાં 300 ડોક્ટર કે જે એમ.બી.બી.એસ. પોસ્ટ ગ્રેજ્યુએટ નો અભ્યાસ કરે છે તે ડોક્ટરો ને ICU વોર્ડમાં ડ્યુટી આપવામાં આવી છે. કોરોના વાયરસની મહામારી જ્યારે શરૂ થઈ ત્યારે આ 300 ડૉક્ટરોમાં એવું હતું કે…
કવિ: satyadaydesknews
સરકાર ભલે પોર્ન વીડિયોની સાઇટો ઉપર પ્રતિબંધ મૂકે પરંતુ દેખનારા તો કઈ પણ કરી પોર્ન વિડીયો દેખતા જ હોય છે. અને પછી ક્યારેક સામાન્ય ભૂલથી પોર્ન વિડીયો વ્હોટ્સએપ પર જતો રહે પછી મુદ્દો ચર્ચાને એરણે ચઢે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં મહેસાણા કોંગ્રેસ હોય કે પછી વટવા ભાજપના વ્હોટ્સએપ ગ્રુપમાં પોર્ન વિડીયો અપલોડ થઈ જતા વિવાદો તો થયા છે ત્યારે વધુ એક વ્હોટ્સએપ ગ્રૂપ આજે અમદાવાદમાં ચર્ચાના ચકડોળે ચઢ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના ભાઈપુરા વોર્ડના ભાજપના કોર્પોરેટર મહેશ પટેલના વ્હોટ્સએપ ગ્રુપમાં કોઈ વ્યકતીએ પોર્ન વિડીયો અપલોડ કરી દેતા સનસનાટી મચી ગઇ અને રાજનૈતિક ગ્રૂપ હોય તો કોઈ વાત ક્યારે છુપી રહે.…
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષના પદ પર સી. આર. પાટીલ આવતાની સાથે જ ફ્રન્ટફૂટ પર બેટિંગ કરવા ગયા અને કોરોના વાઇરસે તેમને ક્લીન બોલ્ડ કરી દીધા છે. ભાજપના વર્તમાન સંગઠનને મજબૂત કરવાના લક્ષ્યની સાથે અને ખરેખરમાં તો ચૂંટણી પ્રચાર કરવા કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં તેમણે ગુજરાતના વિસ્તારોનો પ્રવાસ શરૂ કર્યો. સૌપ્રથમ દક્ષિણ ગુજરાત, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યો હતો. રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. કોઇ પણ પક્ષની સરકાર સત્તામાં હોય, ત્યારે સામાન્ય નાગરિકો માટે જે નિયમો લાગુ પડે છે તે પક્ષના નેતાઓ પર નિયમ લાગુ પડતા નથી. પરંતુ કુદરતના નિયમો…
હાલ કોરોના વાયરસ ની હાડમારી વચ્ચે જનતા ને કહેવાતા ડોક્ટરો ના થઇ રહેલા ખરાબ અનુભવો અને ડોક્ટરો દ્વારા કરવામાં આવતી રૂપિયા ની ઉઘાડી લૂંટ અંગેની સત્યતા તપાસવા જઈએ તો મોટા પ્રમાણ માં બેદરકારી જોવા મળી રહી હોવાની વાત વચ્ચે એક જાગૃત નાગરિકે ડમી ડોકટર ના કરેલા ભાંડાફોડ બાદ આ ગંભીર મેટર બહાર આવ્યા બાદ સંબંધિત તંત્ર વાહકો એ આ હોસ્પિટલ સામે કોઈ કાર્યવાહી નહિ કરતા સવાલો ઉઠવા પામ્યા છે. અમદાવાદ ના શાહીબાગ વિસ્તારમાં આવેલ હેતસ્વી હોસ્પિટલમાં ડમી પેશન્ટ બની ને ગયેલ વ્યક્તિ દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરી ને વિડીયો બનાવ્યો હતો જે વિડીયો તે વ્યક્તિ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો…
કોરોનાકાળમાં ચારે બાજુ કહેર છે ત્યારે સામાન્ય માણસ તો શું તંત્ર પણ એક સાંધે અને તેર તૂટે તેવી પરિસ્થિતિમાં છે. ગતરોજ ક્રાઈમ કોન્ફરન્સમાં નક્કી કરવામાં આવ્યું કે 9મી સપ્ટેમ્બરથી 20મી સપ્ટેમબર સુધી ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરશે. પરંતુ પરિપત્ર વાયરલ થયા બાદ આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા સમગ્ર પરિપત્ર ફેક હોવાનું કહ્યું અને યુ ટર્ન લીધો. કોરોનાનો કપરો કાળ સાથે ચોમાસાના કારણે રાજ્યના મોટાભાગના શહેરોના રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થાય તેવું વાતાવરણ ઉભું થયું હતું. ત્યારે ગુજરાત પોલીસના વડા આશિષ ભાટિયા દ્વારા જણાવવામાં…
હાલ કોરોના ની હાડમારી વચ્ચે જનતા ને કહેવાતા ડોકટરો ના થઇ રહેલા અનુભવો અને પૈસા ની બરબાદી અંગેની સત્યતા તપાસવા માટે રાષ્ટ્રીય નિર્માણ સેના પ્રદેશ પ્રમુખ અનિલ દાફડા એ શાહીબાગ માં આવેલ હેતસ્વી હોસ્પિટલમાં ડમી પેશન્ટ બની ને પહોંચ્યા હતા અને પોતાને પથરી નો અસહ્ય દુઃખાવો થતો હોવાની વાત કરતા ત્યાં હાજર લાલચંદ રાઠોડ નામના કર્મચારીએ જ જાણે તે ફિલ્ડ ના ડોકટર હોય તે રીતે તપાસ કરી નાખી હતી અને આ હોસ્પિટલ ના લેટરપેડ ઉપર લખાણ કરી સોનોગ્રાફી નો રીપોર્ટ લઈ આવવા જણાવી દીધું હતું જોકે, આ હોસ્પિટલ ના ડોકટર ગૌરાંગ વાઘેલા ગાયબ જણાયા હતા અને તેઓ ની જગ્યા ઉપર…
પ્રસ્તુતિ નો ખર્ચ પરણિત યુવતી ના માતા પિતા એ આપ્યા અને લાલચુ પતિ એ કંપનીમાંથી પત્નીનાં ડિલિવરીનાં 68 હજાર રૂપિયા આવ્યાં તે પણ કરી ગયો ચાંઉ બાદમાં જે કપનીમાં તેનો પતિ નોકરી કરતો હતો ત્યાં ક્લેઇમ કરી તે પરત આપી દેવાનું જણાવી 68 હજાર ચાઉં કરી ગયો હતો. શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ રૂપિયાનો ભૂખ્યો અને લાલચુ છે. આ પરિણીતા ગર્ભવતી થયા બાદ છેતેની ડિલિવરી થઈ હતી. જેના 68 હજાર તેના ભાઈએ ચૂકવ્યા હતા. બાદમાં જે કપનીમાં તેનો પતિ નોકરી કરતો હતો ત્યાં ક્લેઇમ કરી તે…
સસરાનો ધંધો બંધ થઈ ગયો હતો. જેના કારણે તેઓ બેકાર ઘરે બેઠા હતા. તે સમયે ધંધો ન હોવાથી નાણાંની અછત વર્તાઈ હતી. શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ તેના સસરા સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે, જ્યારે કોરોના મહામારીના કારણે લોકડાઉન થયું હતું ત્યારે તેના સસરાનો ધંધો બંધ થઈ ગયો હતો. જેના કારણે તેઓ બેકાર ઘરે બેઠા હતા. તે સમયે ધંધો ન હોવાથી નાણાંની અછત વર્તાઈ હતી. જેથી તેના સસરા તેને પિયરમાંથી રૂપિયા લાવવા માટે દબાણ કરી ત્રાસ આપતા હતા અને ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે નિકોલ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી…
નરાધમ સસરા પતિની હાજરીમાં પણ અડપલાં કરવાની ચેષ્ટા કરતા પોલીસ ફરિયાદ થઈ દાખલ. શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે લગ્ન બાદ જ્યારે તે તેના સાસરે રહેવા આવી હતી ત્યારે તેનો પતિ કામે જતો હતો. અને તે દરમિયાન તેના સસરા રૂમમાં આવી તેની છેડતી કરતા અને શારીરિક અડપલા પણ કરતા હતા. અવારનવાર તેઓને આ હરકત કરવા મનાઈ ફરમાવવામાં આવતી પરંતુ તેમ છતાં તેઓએ આ હરકત ચાલુ રાખી હતી. આખરે કંટાળીને યુવતીએ સેટેલાઈટ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી 19…
અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ મોટી વિમાન દુર્ઘટના ઘટતા-ઘટતા રહી ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના સામે આવી છે. ચોમાસાની સીઝનમાં બર્ડ હિટનું જોખમ વધ્યું હોવાનું જોવામાં આવી રહ્યું છે. અમદાવાદથી કિશનગઢ જતી ફલાઇટ સાથે જોરદાર બર્ડ હિટની ઘટના બની હતી. પ્લેન સાથે ટક્કર મારેલ પંખી એટલી તીવ્રતાથી અથડાયુ હતું કે, દુર્ઘટનામાં વિમાનનાં વિન્ડ શિલ્ડમાં ક્રેક પડી ગઇ હતી. આપને જણાવી દઇએ કે, અમદાવાદથી કિશનગઢ જતી ફલાઇટ સાથે ટેક ઓન સમયે 300 ફુટ પર પક્ષી ટકરાતા ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી અને વિમાનમાં સવાર તમામ મુસાફરોના…