પાકિસ્તાનમાં આઝાદી પહેલા બનેલા એક હનુમાનજીના મંદિરને તોડી પાડવામાં આવ્યું છે. આ મંદિરની આસપાસ લગભગ 20 જેટલા હિન્દૂ પરિવાર રહે છે. તેમના ઘર પણ તોડી પાડવામાં આવ્યા છે.અહીંયા એક બિલ્ડર વસાહત બનાવી રહ્યો છે. લોકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે સ્થાનિક વહીવટી તંત્ર બિલ્ડરને મદદ કરી રહ્યું છે. મંદિરમાં રહેલી મૂર્તિઓને પણ ગાયબ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સરકાર દ્વારા હજી સુધી આ બાબતને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. મંદિરના પૂજારીનો આરોપ છે કે લગભગ 6 મહિના પહેલા એક બિલ્ડરે કરાચીની સીમમાં લાયરીની જમીન ખરીદી હતી. બિલ્ડર અહીંયા વસાહત બનાવવા માંગે છે. આ વિસ્તારમાં 20 હિન્દૂ…
કવિ: satyadaydesknews
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી CBIને લીલી ઝંડી મળ્યા પછી 16 સભ્યોની ટીમ મુંબઈમાં છે. સીબીઆઈની એક ટીમ સુશાંતના રૂમમેટ રહી ચુકેલા સિદ્ધાર્થ પિઠાનીની પૂછપરછ કરી રહી છે.સુશાંતના મોત પછી સિદ્ધાર્થ જ સૌથી પહેલા રૂમમાં ગયો હતો. CBI ટીમ આજે સુશાંતના બાંદ્રા ખાતે આવેલા ઘરે જઈને સીનને રિક્રીએટ કરી શકે છે. આ ઉપરાંત આ કેસ સાથે સંકળાયેલા ઘણા લોકોની પણ પૂછપરછ કરી શકે છે. જેમાં સુશાંતના ઘરે કામ કરનારા દીપેશ સાવંત અને કેશવ બચનેર પણ સામેલ છે. CBI આ કેસના મહત્વના સાક્ષી સિદ્ધાર્થ પિઠાનીની પણ પૂછપરછ કરી શકે છે. CBIની ટીમે મુંબઈ પોલીસના DCP અભિષેક ત્રિમુખે સાથે પણ…
દુનિયાભરમાં સતત વધી રહેલા કોરોના સંકટ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ અત્યાર સુધીના સૌથી રાહતપૂર્ણ સમાચાર આપ્યા છે. મીડિયા બ્રિફિંગ દરમિયાન ખુદ WHOના પ્રમુખે કહ્યું કે, બે વર્ષથી ઓછા સમયમાં કોરોનાવાઇરસનો ખાત્મો થઈ જશે. ડૉ. ટેડ્રોસે સ્પેનિશ ફ્લૂનું ઉદાહરણ આપીને આ વાત કરી છે. તેમણે કહ્યું કે, આજે કનેક્ટિવટી વધવાને કારણે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જો કે, તેની સામે આપણી પાસે વાઇરસને રોકવા માટેની ટેક્નોલોજી અને નોલેજ પણ છે. આ સંજોગોમાં બે વર્ષથી ઓછા સમયમાં જ કોરોનાનો સફાયો થઈ જશે. ટેડ્રોસે આશાવાદ વ્યક્ત કર્યો કે, વેક્સિન બનાવવા માટે દુનિયાભરમાં જે પ્રયાસ થઈ રહ્યા છે તે જોતા હવે આ વાઇરસ…
સૌરાષ્ટ્રમાં વરસાદની ભારે આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2 કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ પડ્યો છે. જેથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા છે. વર્તુ ડેમના દરવાજા ખોલવામા આવ્યાં છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ અમરેલી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં આજે સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે. વહેલી સવારે 6થી 8 વચ્ચે માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા. પરંતુ 8 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડતા ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને કારણે…
રાજકોટમાં ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને પગલે શહેરમાંથી વહેતી આજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. મોટા પ્રમાણમાં પાણીની આવક થતા નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે. જંગલેશ્વર વિસ્તારની એકતા કોલોનીમાં મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. રામનાથ વિસ્તારમાં પાણી ભરાતા ભયાનક દ્રશ્યો જોવા મળ્યાં હતાં. તેમજ પાણી ઓસરતા ઠેર-ઠેર ગંદકી જોવા મળી હતી. પાણીના પ્રવાહથી 2 કાચા મકાન ધરાશાયી થયા હતા અને રામનાથ મંદિરની બાજુમાં મોટો ભુવો પડ્યો હતો. શહેરના આજી નદીકાંઠાના વિસ્તાર ભગવતીપરા, રામનાથ પરા, થોરાળા વિસ્તારમાં માઇક વડે સ્પીકરમાં લોકોને સતર્ક રહેવા સતત સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત નદીકાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિરમાં નદીના પાણી ઘૂસ્યાં હતા અને…
ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનનું ટ્રાયલ 22 ઓગસ્ટથી શરૂ થશે. સમગ્ર દેશમાં 20 કેન્દ્રોમાં વેક્સીનનું ટ્રાયલ થશે. તેમાં મુંબઈ, પુણે, અમદાવાદ સામેલ છે. ટ્રાયલમાં 1600 લોકો સામેલ થશે. પહેલા દિવસે લગભગ 100 લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાનીવેક્સીનનું ટ્રાયલ દેશની સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતમાં આ વેક્સીન કોવિશીલ્ડ નામથી લોન્ચ થશે. સમગ્ર દેશમાં 20 સંસ્થાઓમાં વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવશે, તેમાં કોવિડ-19ના 5 હોટસ્પોટ પણ સામેલ કરવામાં આવશે. નેશનલ બાયોફાર્મા મિશન એન્ડ ગ્રાન્ડ ચેલેન્જ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સરકાર અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની વચ્ચે એક કરાર થયો છે. આ પ્રોગ્રામ અંતર્ગત વેક્સીના મોટાપાયે ટ્રાયલ માટે ઘણી ઈન્સ્ટિટ્યૂટની…
ગીરના સિંહોનાં મોતના સાચાં કારણો જાહેર ન કરાતા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. અરજીમાં જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષમાં સિંહોના મૃત્યુનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે, પરંતુ ચિંતાનો વિષય વન વિભાગ અને વન અધિકારીના વલણનો છે, કારણ કે મૃત્યુ પામનારા સિંહના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પહેલાં જ મોટા ભાગના કિસ્સામાં સિંહોની આંતરિક લડાઈ અથવા કોઈક માંદગીના કારણે મૃત્યુ થયાના એકસરખાં કારણો આપી દેવાય છે. ગીરના સિંહો માટે વાયરસથી બચવા જે રસી અપાય છે તે રસી અમેરિકામાં નોળિયા અને જંગલી ખિસકોલીને આપવામાં આવે છે. આ રસીનું કલીનીકલ ટ્રાયલ સિંહો પર કરવામાં આવ્યું ન હોય તો તેવી રસી ગીરના સિંહો…
હૈદરાબાદમાં કોરોના વાઈરસથી 6 લાખ લોકો સંક્રમિત થઇ શકે છે. આ ખુલાસો ગટરલાઈનની તપાસમાં થયો છે. સંશોધકોનું કહેવું છે કે, સંક્રમિત થનારા દર્દીઓમાં મોટાભાગે લક્ષણ નહિ દેખાય. હોસ્પિટલમાં દાખલ થવાની પણ તેમને જરૂર નહિ પડે. શહેરની કુલ વસ્તીના આશરે 6.6 ટકા લોકો કોઈને કોઈ રીતે કોરોના સંક્રમિત છે. તેમાં લક્ષણો દેખાતા, લક્ષણો વગરના અને કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓ પણ સામેલ છે. હૈદરાબાદમાં કયા વિસ્તારમાં કોરોનાનું કેટલું જોખમ છે, કેટલા દિવસ સુધી સંક્રમિત દર્દીના મળમાંથી કોરોનાનું RNA મળે છે, આ સમજવા માટે રિસર્ચ કરવામાં આવ્યું. ગટરલાઈનમાંથી કોરોના વાઈરસના સેમ્પલ લેવામાં આવ્યા. આ રિસર્ચ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી અને ઇન્ડિયન…
પંજાબના તરણતારણથી ઘૂસણખોરીનો પ્રયત્ન કરતાં 5 પાકિસ્તાનીને BSFએ ઠાર કરી દીધા છે. શંકાસ્પદ પ્રવૃતિથી થતી દેખાતા BSF જવાનોએ તેમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ ઘૂસણખોરોએ ફાયરિંગ કરતાં જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી. તેમાં ઘૂસણખોરો ઠાર મરાયા હતા.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો ઓટોપ્સી રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં તેના ગળા પાસે લિગેચર માર્કની વાત લખવામાં આવી છે. લિગેચર માર્કને સામાન્ય ભાષામાં ઉંડુ નિશાન કહે છે. સામાન્ય રીતે તે યુ શેપમાં હોય છે જે દર્શાવે છે કે, ગળું કોઈ દોરડું અથવા એવી જ કોઈ વસ્તુથી કસવામાં આવ્યું છે. આ દરમિયાન સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર તેમના પિતાના વકિલ વિકાસ સિંહે આ નિશાન પર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, જે વાતોનો મોતના સમયે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે વાતની ડિટેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવી નથી. તેમણે એવું પણ કહ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના સમયનો કેમ ઉલ્લેખ કરવામાં આવ્યો…