ભાજપના કાર્યકરોએ માસ્કનો દંડ એડવાન્સમાં ભર્યો હોય એમ સદંતર નિયમનો ભંગ કરે અને સામાન્ય નાગરીકને દંડતી પોલીસ દયનીય બની જોયા કરે તે દુઃખદ છે. રથયાત્રા ના નીકળી શકે , કૃષ્ણ જન્મોત્સવ કે ગણેશોત્સવ ના ઉજવી શકાય, નવરાત્રિનો નિર્ણય અધ્ધર તાલ રખાય પણ પાટીલોત્સવ ઉજવાય પણ ખરો અને ગરબે ઘુમી આનંદાય પણ ખરો.લોકોને દુખ વહેચવા પર પ્રતિબંધ અને સી.આર.પાટીલને મળેલુ સુખ ઉજવવા કોઈ નડતર નહી. સી.આર.પાટીલ પ્રમુખ થયા પછી થી જે રીતે બોલી રહ્યા છે અને મંત્રીઓને કમલમમાં હાજરી પુરાવવી પડશે તેવું કહી રહ્યા છે તે જોતા તેઓ માત્ર સંગઠનના જ નહી સરકારના પણ સુપર સી.એમ. હોય તેવુ લાગી રહ્યુ છે.સી.આર…
કવિ: satyadaydesknews
ગુજરાતમાં હેલમેટના કાયદા સાથે સાથે પીયુસીનો નિયમ કડક થયો છે. પીયૂસી માટે ગુજરાતમાં કડક અમલ સમયે રીતસરની લાઈનો લાગી હતી. પીયૂસી એ વાહન માટે ફરજિયાત છે. હવે સરકારે પીયૂસીના દરમાં વધારો કરી વાહનચાલકોને મોટો ઝટકો આપ્યો છે. ટુ વ્હીલરના દર 20માંથી 30 રૂપિયા કરી દીધા છે.જ્યારે ફોર વ્હિલરનો દર 50માંથી 80 રૂપિયા કરી દેવાયો છે. ગુજરાતમાં એકાએક પીયૂસીના ભાવમાં વધારો કરવાની જાહેરાતથી કોરોનાકાળમાં વાહનચાલકોને ઝટકો લાગ્યો છે. રાજ્યના વાહનોના PUCનાં દરમાં ગુજરાત સરકારે કર્યો વધારો છે. ઉલ્લેખનીય છે કે મોંઘવારી, કોરોનાની મહામારી અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારામાં સામાન્ય પ્રજા પિસાઈ રહી છે. ત્યારે વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો આવ્યો…
શહેરના રિલીફ રોડ પર સતત ટ્રાફિકની સમસ્યા રહે છે. વાહનો આડેધડ પાર્કિંગ કરાતા હોવાની ફરિયાદને લઇ રિલીફ રોડ પર વાર પ્રમાણે એક તરફ જ વાહન પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામા આવી છે. જેમાં સોમવાર, બુધવાર અને શુક્રવારે ડાબી તરફ જ્યારે મંગળવાર, ગુરુવારે, શનિવારે અને રવિવારે જમણી બાજુ વાહન પાર્ક કરવાના રહેશે. આ નિયમ મુજબ પાર્કિંગ નહીં હોય તો વાહનમાલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. આજે સવારે ટ્રાફિક 1 ACP, 1 પોલિસ ઇન્સ્પેક્ટર, 4 PSI, 10 ASI, 20 હેડ કોન્સ્ટેબલ, 40 LRDના જવાનો, 60 TRBના જવાનો સાથે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. કુલ 130 પોલિસ કર્મીઓ ડ્રાઈવમાં જોડાયા હતા. રસ્તા પરના પાર્કિંગ અને લારીઓ…
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ હવે યુવાનો માટે અલર્ટ જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હવે 20થી 40 વર્ષની વયના લોકો દ્વારા કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. યુવાનો પણ સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ તેમને એ વાતની ખબર નથી હોતી કે તેઓ સંક્રમિત છે, તેના કારણે તેઓ વૃદ્ધો અને બીમાર લોકો માટે જોખમ બની રહ્યા છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં રુમેટોલોજી ડિપાર્ટમેન્ટમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઉમા કુમારીના જણાવ્યા પ્રમાણે, યુવાનોએ સૌથી વધુ સાવચેતી રાખવાની જરૂર છે, કેમ કે, અત્યારે યુવાનો ઓફિસ જઈ રહ્યા છે, તેઓ ગ્રુપમાં ફરી રહ્યા છે, બહાર પાર્ટી કરે છે. યુવાનો કોન્ટ્રાક્ટ વર્કિંગ માટે…
રાજ્યમાં કોરોનાના કેસો આવવા લાગતા 22 માર્ચથી એસ.ટી. સેવા બંધ કરવામાં આવી હતી. પરંતુ 1 જૂનથી શરૂ થયેલી અનલોક-1 પ્રક્રિયા સાથે એસ.ટી. બસ ચાલુ કરવામાં આવી હતી. એસી અને વોલ્વો બસોનું સંચાલન શરૂ કર્યું નહોતું. જેને હવે આવતીકાલથી શરૂ કરવામાં આવશે. એસ.ટી.નિગમ દ્વારા 22 ઓગસ્ટથી વોલ્વો અને AC એસ.ટી. બસોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં 40 બસો દોડાવવામાં આવશે. આ સિવાય સુરતથી એસ.ટી. બસોનું જે સંચાલન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું તે 21 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. આ પહેલા ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં 189 વોલ્વો અને AC એસ.ટી. બસો દોડાવવામાં આવી હતી. જેને…
લેટિન અમેરિકાના એક દેશમાં કોરોનાએ સૌથી વધુ ભોગ પત્રકારોનો લીધો હોવાના અહેવાલ મળ્યા હતા. દુનિયાભરમાં આટલા બધા પત્રકારો કોઇ દેશમાં કોરોનાથી મર્યા નથી. આપને જણાવી દઈએ કે, કૉલેજ ઑફ જર્નલિસ્ટ ઑફ લીમાએ જણાવ્યું હતું કે એક ગિરજાઘર ચર્ચમાં કેથોલિક પાદરીએ ઓછામાં ઓછા 22 પત્રકારોની આત્માની શાંતિ માટે ઓનલાઇન એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ પત્રકારોમાં 19 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થયો હતો. અન્ય દેશોની જેમ અહીં પણ કોરોના વોરિયર્સ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા. પરંતુ મિડિયાકર્મીની બાબતમાં વિશ્વના સૌથી વધુ પત્રકારો અહીં કોરોનાના પગલે મરણ પામ્યા હતા. લીમાના નેશનલ એસોસિયેશન ઑફ જર્નલિસ્ટ્સ ઑફ પેરુના મહામંત્રી જુલિયાના લાઇનેઝે કહ્યું…
વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધી 2 કરોડ 27 લાખ 20 હજાર 294 કેસ નોંધાયા છે. તેમાંથી 1 કરોડ 54 લાખ 6 હજાર 504 દર્દી સ્વસ્થ થઇ ગયા છે. 7 લાખ 93 હજાર 708 લોકોના મોત થયા છે. આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. રશિયાએ કોરોના વેક્સિનની માસ ટેસ્ટીંગ માટે તૈયારીઓ શરૂ કરી છે. તેમાં 40 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામા આવશે. ટ્રાયલની આ પ્રોસેસ આગામી અઠવાડિયાથી શરૂ થશે. તેમાં વિદેશી રિસર્ચ એજન્સીઓને સામેલ કરવામા આવશે. રશિયાએ ટ્રાયલ માટે વેક્સિનના 2 હજાર ડોઝ મેક્સિકો મોકલવાનો નિર્ણય કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પણ આ વેક્સિનની જાણકારી મોકલી દીધી છે. રશિયાએ 11 ઓગસ્ટે વેક્સિન…
સરગવાના પાંદડામાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, તેને ખાવામાં સામેલ કરવાથી ઈમ્યુનિટી વધે છે. કોરોનાકાળમાં તેની માગ વધી છે. સરગવો ઔષધીય રીતે મહત્ત્વનો છોડ છે. તેનું સતત સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. જે કોરોના જેવી મહામારીનો સામનો કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં બીજા ફળ અને શાકભાજી કરતા વધારે પોષક તત્ત્વ વધારે હોય છે. તેના પાંદડામાં નાંરગી કરતાં 7 ગણું વધારે વિટામિન, દૂધ કરતા 3 ગણું કેલ્શિયમ, ઈંડા કરતા 36 ગણું મેગ્નેશિયમ છે. તેમજ પાલક કરતાં 24 ગણું વધુ આયર્ન, કેળા કરતાં 3 ગણું વધુ પોટેશિયમ મળે છે. તેનો ઉપયોગ શાકભાજી અને અથાણાં બનાવવામાં કરવામાં આવે છે.…
CBIએ મુંબઈમાં સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસની તપાસ શરૂ કરી દીધી છે.આ કેસમાં નવા નવા દાવાઓ રોજ કરવામાં આવી રહ્યા છે. હવે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતનો પાર્થિવ દેહ કૂપર હોસ્પિટલમાં હતો ત્યારે રિયા ચક્રવર્તી અહીંયા આવી હતી. એટલું જ નહીં તે સુશાંતની ડેડબોડી આગળ 45 મિનિટ સુધી રહી હતી. આ સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં રિયા હોસ્પિટલના શબઘરમાં જતી જોવા મળી હતી અને ત્યાંથી 45 મિનિટ બાદ બહાર આવી હતી. વીડિયો 15 જૂનની સવારનો છે. રિયાની સાથે બે યુવક તથા એક યુવતી પણ હતા. તેમજ જે યુવતી છે…
દુનિયામાં કોરોનાની પહેલી વેક્સીન ‘સ્પુતનિક V’ને મોટા પ્રમાણમાં તૈયાર કરવા માટે રશિયાએ ભારતની મદદ માગી છે. રશિયાના જણાવ્યા પ્રમાણે, તે ભારતની સાથે ભાગીદારીમાં આ વેક્સીનનું ઉત્પાદન કરવા માગે છે. જેથી સમગ્ર વિશ્વમાંથી દવાઓની માગ પૂરી કરી શકાય. રશિયન ડાયરેક્ટ ઈનવેસ્ટમેન્ટ ફંડના CEO કિરિલ મિત્રીવએ આ અંગે જાણકારી આપી હતી. ‘સ્પુતનિક V’ને રશિયાએ ગેમાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ RDIFની સાથે મળીને બનાવી છે. આ વેક્સીનના ત્રીજા તબક્કાનું ક્લિનિકટ ટ્રાયલ કરવામાં નથી આવ્યું. કિરિલે એક ઓનલાઈન પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, ઘણા દેશોમાંથી વેક્સીનની માગ આવી રહી છે. આ માગને પૂરી કરવા માટે મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન કરવું પડશે. દવા…