Gold Silver Rate: બુલિયન માર્કેટ (Bullion Market) માં આજે સોના-ચાંદી (Gold Silver Rate) ના ભાવની ચમક થોડી ફિક્કી પડી રહી છે. સોનું અને ચાંદી તેના ઉપલા સ્તરની નીચે કારોબાર કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.સોનામાં આજે કેવો દેખાઈ રહ્યો છે કારોબારMCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું આજે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. MCX પર સોનામાં 409 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું 0.68 ટકા ઘટીને 60 હજાર 102 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. સોનું આજે 59 હજાર 958 રૂપિયા પ્રતિ 10 ગ્રામના…
કવિ: satyadaydesknews
દાહોદમાં રાત્રિ દરમિયાન ચોરોને જાણે છૂટ્ટો દોર મળી ગયો હોય તેમ ચોરો બેફાન બનતા એક જ રાતમાં 8 તાડા તૂટ્યા હતા. ચોરો દ્વારા રાધે રેસીડેન્સી, દ્રષ્ટી રેસીડેન્સી એમ 5 એપાર્ટમેન્ટમાં અંદર જઈને ટોળકીએ ચોરીને અંજામ આપ્યો હતો. પાંચ ફ્લેટના તાળા તૂટેલા, એકમાંથી રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.રાત્રી દરમિયાન અંધારાનો લાભ લઈને તસ્કરોએ 8 મકાનોના તાળા તોડી નાખ્યા હતા જેઓ ત્યાર બાદ સીસીટીવીમાં પણ કેદ થયા હતા. દાહોદના એક બિલ્ડિંગમાં બનેલી આ ઘટના બાદ ચોરોને લઈને લોકોમાં ગભરાટ પણ ફેલાયો છે. આ પ્રકારે એક સાથે આટલા ઘરના તાળા તૂટતા ચોરીનો ભય લોકોમાં વધ્યો છે. ત્યારે…
અમદાવાદ ક્રાઇમ બ્રાંચને એક મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચે હાથી દાંત સાથે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી વેરાવળથી હાથી દાંત લાવીને વેચવાની ફિરાકમાં હતી. જો કે, તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, પ્રકાશ જૈન નામનો શખ્સ એન્ટિક ચીજ-વસ્તુઓનું વેચાણ કરે છે અને તેની પાસે હાલ એક હાથ દાંત છે, જે તે વેચવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેની પૂછપરછ હાથ ધરી હતી. આરોપી પ્રકાશ જૈને જણાવ્યું હતું કે, તેની સાથે દાઉદ…
મહાઠગ કિરણ પેટલ કેસ હેઠળ તપાસનો ઘમઘમાટ શરૂ થઈ ગયો છે. સોમવારે ક્રાઈમ બ્રાંચની ટીમ કિરણ પટેલને લઈને તેના ઘરે જશે એવી માહિતી મળી છે. જ્યાં તેના કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી, પીએમઓના અધિકારી તરીકેના ડોક્યૂમેન્ટ અને બેંક એકાઉન્ટ ચેક કરવા અંગેની તપાસ કરાશે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલના ઘરે જશેમીડિયા અહેવાલ મુજબ, ભેજાબાજ કિરણ પટેલ પાસે અલ્હાબાદ બેંક, યુનિયન બેંક અને એચડીએફસી બેંક આમ 3 બેંક એકાઉન્ટ મળ્યા છે, જેમાંથી અલ્હાબાદ બેંકનું એકાઉન્ટ કિરણ પટેલનું એકલાનું અને બાકીના બંને એકાઉન્ટ પત્ની માલિની સાથે જોઈન્ટમાં હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય એકાઉન્ટનું સ્ટેટમેન્ટ સહિતની માહિતી મેળવવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમ સોમવારે ત્રણેય બેંકમાં…
નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ઇસનપુર પોલીસના કર્મચારીઓને એક યુવક દ્વારા છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. યુવકે પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે, તુમ પોલીસ વાલે યહાં ક્યું આયે હો ઔર ક્યૂં ભગાતે હો, મને પકડવાની કોશિશ કરશો તો હું તમને છરી મારી જાનથી મારી નાખીશ. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનના ઇન્ચાર્જ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જીણાભાઇ અને તેમની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે કંટ્રોલ રૂમમાંથી ચોકીદાર બાવાની દરગાહ પાસે કોઈ મારામારી થઈ હોવાનો કોલ મળ્યો હતો. આથી ઇસનપુર પોલીસની પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. બાબલનો…
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ બિહારના સાસારામ અને નાલંદામાં થયેલી હિંસા પર ફરી એકવાર મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર નિશાન સાધ્યું છે. તેમણે ટોણો માર્યો કે ‘સેક્યુલર’ સીએમ અને ડેપ્યુટી સીએમ પાસે ફેન્સી ડ્રેસમાંથી સમય નથી.સોમવારે ઓવૈસીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું કે, “સાસારામ અને નાલંદામાં હિંસા માટે જવાબદાર હિંદુત્વવાદીઓને જેલમાં મોકલવાને બદલે માત્ર મુસ્લિમ છોકરા-બાળકોની ધરપકડ કરવામાં આવી રહી છે. બીજી તરફ બિહારના ‘સેક્યુલર’ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને ફેન્સી ડ્રેસથી ફુરસદ નથી મળતી.” ઓવૈસીએ પોતાના ટ્વીટની સાથે ઈફ્તાર પાર્ટીની નીતિશ અને તેજસ્વીની ચાર તસવીરો પણ પોસ્ટ કરી છે. તમને જણાવી દઈએ કે…
કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે તાજેતરમાં દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી વિદેશ જાય છે અને અનિચ્છનીય ઉદ્યોગપતિઓને મળે છે. ગુલામ નબી આઝાદના આ દાવા પર ભાજપ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને લઈને પ્રહારના મોડમાં છે. ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગુલામ નબી આઝાદે ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશ જતા હતા ત્યારે તેઓ અનિચ્છનીય ઉદ્યોગપતિઓને મળતા હતા. રાહુલ ગાંધી કોની-કોની સાથે મુલાકાત કરે છે? તેમની મુલાકાતનો એજન્ડા શું હોય છે?”વિદેશથી પાછા ફરતાની સાથે જ ભારત, પીએમ મોદી પર કરે છે પ્રહાર”રવિશંકર પ્રસાદે કહ્યું કે વર્ષો સુધી મંત્રી રહી ચૂકેલા, પાર્ટીના મહાસચિવ સહિત અનેક…
રિંકુ સિંહની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત ટાઇટન્સ સામે રોમાંચક જીત મેળવી હતી. તેણે 20મી ઓવરના છેલ્લા 5 બોલમાં 5 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. આ પહેલા કોઈ આવું કરી શક્યું ન નથી. રિંકુએ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલના બોલ પર આ કર્યું. IPL 2023માં KKRની આ સતત બીજી જીત છે. દિવસની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવીને પ્રથમ જીત નોંધાવી હતી. રવિવારે 2 મેચમાં કુલ 7 હેટ્રિક જોવા મળી હતી. આવી સ્થિતિમાં તેને ઐતિહાસિક દિવસ કહી શકાય. દિવસની પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ હતી. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરીને 4…
Ranbir Kapoor: રણબીરની માતાએ સ્ટારની જૂની ગર્લફ્રેન્ડને આપ્યો મેસેજ, જો તે તમને 7 વર્ષ સુધી ડેટ કરે તો…બોલિવૂડની સુંદર અભિનેત્રીઓ સાથે રણબીર કપૂરના ડેટિંગની ઘણી ચર્ચા થઈ રહી છે… ખાસ કરીને રણબીરની દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ સાથેની રોમેન્ટિક લાઈફ ચર્ચામાં રહી છે… પરંતુ હવે રણબીરે સેટલ થઈને આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી લીધા છે અને તે એક બાળકીનો પિતા પણ બન્યો છે. પરંતુ એવું લાગે છે કે રણબીરના જીવનમાં જૂના દિવસોની ધાંધલ-ધમાલ સમાપ્ત થઈ નથી. કદાચ આ જ કારણ છે કે રણબીરની માતા નીતુ કપૂરે એક વિચિત્ર સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. તેણે આ પોસ્ટમાં જે પણ લખ્યું છે…
CNG-PNG Price Cut: દેશમાં કુદરતી ગેસની કિંમત નક્કી કરવા માટેની માર્ગદર્શિકામાં સુધારાને મંજૂરી મળ્યા બાદ કંપનીઓ દ્વારા CNG-PNGની કિંમતમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એ CNG-PNGની કિંમતમાં ઘટાડો કર્યો છે. ATGL એ CNG 8.13 પ્રતિ કિલો અને PNG 5.06 પ્રતિ એસસીએમ (scm) ઘટાડો કર્યો છે. નવી કિંમતો 8 એપ્રિલની મધરાત 12 કલાકથી અમલમાં આવી છે. ATGL તરફથી આ નિર્ણય કેન્દ્રીય કેબિનેટ ડોમેસ્ટિક ગેસ પ્રાઇસિંગની નવી ફોર્મ્યુલા લાગુ થયાના એક દિવસ બાદ જ આવ્યો છે.અમદાવાદમાં કેટલો ઘટાડો થયો?અમદાવાદમાં CNGના કિલોદીઠ ભાવ 6 રૂપિયા અને પીએનજીના ભાવ 4 રૂપિયા ઓછા થયા છે. અમદાવાદમાં પીએનજીના ભાવ સ્ટાન્ડર્ડ ક્યુબિક…