ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ખૂબ જ માઠી અસર થઈ છે, જેના કારણે કેરીનો પાક બજારમાં મોડો આવ્યો છે. પરંતુ હવે ધીરે-ધીરે માર્કેટમાં કેરીનો જથ્થો આવવાનો શરૂ થયો છે. દરમિયાન કુદરતી રીતે કેરી પકવવાને બદલે હાનિકારક રસાયણ અથવા દવાઓથી કેરી પકવીને વેચનારા લોકો સામે સુરત આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. મળતી માહિતી મુજબ, શહેરના જાણીતા મહાત્મા ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યો હતો, જે દરમિયાન અલગ-અલગ કેરીના સ્ટોલ પર તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી હેઠળ કાર્બનથી કેરી પકવતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, વધુ પૈસા…
કવિ: satyadaydesknews
Sulphur Food: શું તમે જાણો છો કાચી ડુંગળી ખાવાના ફાયદા? જો નહીં, તો આજથી જ ખાવાનું શરૂ કરોજે રીતે દરેક પ્રકારનો ખોરાક આપણા શરીર માટે જરૂરી છે તેવી જ રીતે ડુંગળી પણ સ્વાસ્થ્ય માટે ઉપયોગી માનવામાં આવે છે. વાસ્તવમાં ડુંગળીમાં સલ્ફરની પૂરતી માત્રા હોય છે. એટલા માટે ઉનાળામાં પણ હીટ સ્ટ્રોકથી બચવા માટે કાચી ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે કાચી ડુંગળી ખાવાથી સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. ડુંગળી રાંધવાથી તેનો સ્વાદ વધી શકે છે. પરંતુ તેનું ભરપૂર તત્વ તેને કાચું ખાવાથી જ મળે છે. તેમાં એન્ટીઑકિસડન્ટો છે, જે એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપવામાં…
ખવાસ જ્ઞાતીના સંત શીરોમણી પુજય દેશળ ભગતની ૯પ મી નિર્વાણ તિથિનીનઉજવણી પોરબંદરમાં ભકિતભાવ સાથે કરવામાં આવી હતી. પોરબંદર-છાંયા સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા પુજય દેશળ દેવની ૯પમી નિર્વાણતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજના સમયે પુજય દેશળદેવની મહા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થીત રહ્યા હતા. અને ત્યારબાદ રાત્રીના સમયે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનો લાભ જ્ઞાતિજનોએ લીધો હતો. પુજય દેશળદેવની નિર્વાણ તિથિની ઉજવણી પ્રસંગે જ્ઞાતિ ભવનના પહેલા માળે આવેલા દેશળદેવની ડાઇનીગ એરીયાનું નવિનીકરણ બાદ દાતાઓના હસ્તે ઉદધાટન કરવામાં આવ્યુ હતુ. કુવારીકાઓ દ્વારા દાતાઓે હેમેન્દ્રભાઇ એરડા, રાજુભાઇ એરડા,સ્વ.સિદિભાઈ ગોવિંદભાઈ સોઢા વતી પૂર્વે પ્રમુખ પોપટભાઈ દેસારી, હરેશભાઇ…
Retiring Room Book: ભારતીય રેલવેમાં મુસાફરી કરતી વખતે મુસાફરો વારંવાર ફરિયાદ કરે છે કે ટ્રેન ખૂબ મોડી ચાલે છે. આપને જણાવી દઈએ કે ભારતીય રેલવે તમને માત્ર ટ્રેનમાં જ મુસાફરી કરાવે છે એવું નથી, પરંતુ તેમના સ્ટેશન પર ઘણા લક્ઝુરિયસ રૂમ છે જેમાં તમે આરામ પણ કરી શકો છો. આ 5 સ્ટાર જેવા રૂમ બુક કરવા માટે તમારે માત્ર 40 રૂપિયા ખર્ચવા પડશે. આજે પણ 99 ટકા લોકોને તેના વિશે કોઈ માહિતી નથી, જેના કારણે મોટાભાગના લોકો રેલવેની આ સુવિધાનો લાભ લઈ શકતા નથી.કેવી રીતે રૂમ બુક કરાવવા ?સ્ટેશન પર રૂમ બુક કરવા માટે તમારે પહેલા કન્ફર્મ ટિકિટની જરૂર પડશે.…
મોરબીના રામચોક નજીક વાહન પાર્કિંગ મામલે મહિલાઓ બાખડી, સામસામી ફરિયાદ બંને પક્ષે છુટા હાથની મારામારી કરી, સામસામી ફરિયાદ નોંધાવી મોરબી શહેરના રામચોક વિસ્તારમાં વાહન પાર્કિંગ કરવા મામલે બે મહિલાઓ વચ્ચે મારામારી થવા પામી હતી અને બાદમાં બંને મહિલાઓના પરિચિતો પણ આવી જતા મામલો વધુ બીચકયો હતો અને બંને પક્ષે છુટા હાથની મારામારી કરી હતી જે બનાવ બાદ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે જેથી એ ડીવીઝન પોલીસે બંને પક્ષે ચાર ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે મોરબીના વર્ધમાન રેસીડેન્સીમાં રહેતા અને પાટીદાર કન્સલટન્ટમાં બેસી વેપાર કરતા શ્વાતીબેન પીયુષભાઈ અઘેરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બપોરના…
યાત્રાધામ મહુડીમાં મંદિરના બે ટ્રસ્ટીઓ દ્વારા જ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની ઘટનાએ ખડબડાટ મચાવી દીધો છે. મંદિરના ટ્રસ્ટી મંડળના બે ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનિલ મહેતા દ્વારા 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેનની ચોરી કરી હોવાની ફરિયાદ માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, માણસા મહુડી મંદિર ખાતે રહેતા ભુપેન્દ્રભાઇ વોરા છેલ્લા 12 વર્ષથી મહુડી મંદીરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, મહુડી મંદીરમાં કુલ-8 ટ્રસ્ટીઓ છે. મહુડી ઘંટાકર્ણ વીર ભગવાનના મંદીરમાં દાનપેટીમાં ભકતો દ્વારા જે ચડાવો ચડાવવામાં આવે છે. તેને દર બે-ત્રણ મહિને ટ્રસ્ટીઓની હાજરીમાં ખોલવામાં…
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક યુવતીની સગાઇ થવાથી ગુસ્સે ભરાયેલા શમશાદે તેના ઘરમાં ઘુસીને ધમકી આપી. આ પછી ડરના કારણે યુવતીએ આત્મહત્યા કરી લીધી. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક ઘણા સમયથી યુવતીને હેરાન કરી રહ્યો હતો. તેને મેસેજ મોકલતો હતો. તે બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો.યુવતીના પરિવારજનોએ યુવતીના લગ્ન નક્કી કર્યા હતા. યુવતીની 31મી માર્ચે સગાઇ થઈ હતી. જ્યારે યુવકને આ વાતની જાણ થઈ તો તે ગુસ્સે થઈ ગયો. તે યુવતીના ઘરમાં ઘુસી ગયો હતો અને ધમકી આપી હતી કે જો તું બીજા કોઈ સાથે લગ્ન કરીશ તો લગ્નના દિવસે તને ઉઠાવીને લઈ જઈશ. તારે મારી સાથે જ લગ્ન કરવાના…
ધારી-બગસરાના ધારાસભ્ય જેવીભાઈ કાકડીયા ની રજુઆત થી ચલાલા માં ભૂગર્ભ ગટરના ગંભીર પ્રશ્નોનું નિરાકરણ થયેલ..¡ચલાલા શહેરના વોર્ડ નંબર પાંચમાં ઘણા મહિના થી જુનો અંડર ગ્રાઉન્ડ ગટર ચોકપ નો પ્રશ્ન હતો તેનો ઉકેલ ઘણા સમયથી પ્રયાસ કરવા છતાં આવતો ન હતો તો ચલાલા નું ગૌરવ એવા આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જેવીભાઈ કાકડીયા અને ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કોકીલાબેન કાકડીયા ના માર્ગદર્શન નીચે આજે વોર્ડ નંબર 5 નો વર્ષો જૂનો પ્રશ્ન હલ થયેલ છે….ચલાલા શહેરના હુડકો બે-ખોડીયાર નગર-દાનગીગેવ નગર-મફત પ્લોટ-તળાવ વિસ્તાર માં છેલ્લા ઘણા મહિનાથી મોટી ચેમ્બર કુંડી અને નાની હાઉસિંગ કુંડી અને રહેણાંક વિસ્તારોમાં ખરાબ પાણી છલકાવાના અને પીવાના પાણીમાં…
પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાની હોદ્દા પરની મુદ્દત પૂર્ણ થતાં તેમના સ્થાને નવા પ્રમુખ તરીકે રમેશભાઈ ઓડેદરા (પટેલ)ની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રમેશભાઈ ઓડેદરા ઘેડ પંથકના મહેર સમાજના અગ્રણી હોવા સાથે ભાજપ સાથે પણ છેલ્લાં બે દાયકાથી પણ વધુ સમયથી સંકળાયેલા છે. તેમની નિયુક્તિને જિલ્લા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ સહર્ષ વધાવી છે.નોંધનીય છે કે, રમેશભાઈ ઓડેદરા (પટેલ)નું નામ ગુજરાત વિધાનસભાની છેલ્લી બે-ત્રણ ચૂંટણીથી કુતિયાણા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સામે આવ્યું છે, પરંતુ તેમને હજુ સુધી પક્ષ દ્વારા ટિકીટ આપવામાં નથી આવી. પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાના અત્યંત નિકટત્તમ સંબંધી એવા…
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે એક્સાઈઝ પોલિસી કેસમાં AAP નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને નોટિસ ફટકારી છે. જસ્ટિસ દિનેશ કુમાર શર્માએ આ મામલાની વધુ સુનાવણી માટે 20 એપ્રિલે નક્કી કરી અને તપાસ એજન્સીને તેનો જવાબ દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો. સિસોદિયાના વકીલ, વરિષ્ઠ વકીલ દયાન ક્રિશ્નને કહ્યું, “આ કેસમાં મારા સિવાય બધાને જામીન આપી દેવામાં આવ્યા છે. હું આ બાબતે ઓછી શક્ય તારીખની વિનંતી કરી રહ્યો છું.”સીબીઆઈ જજે અરજી ફગાવી દીધી હતીકોર્ટે આદેશ આપ્યો, “નોટિસ જારી કરો. બે અઠવાડિયામાં હકારમાં જવાબ ફાઇલ કરો. તેની નકલ અન્ય પક્ષને પણ આપવી…