પોરબંદરના રેખાબેન લખમણભાઈ ઓડેદરા દ્વારા તેની માલીકીની મિલ્કત કે જે પોરબંદરના કડીયાપ્લોટમાં આવેલી હોય અને તેમાં અલગ અલગ ફલેટો બનાવેલા હોય અને તેમાંથી ત્રણ ફલેટો પોરબંદરના રહીશ શાંતાબેન ૫૨બતભાઈ વાઘને વેચાણ કરેલા હતાં અને વેચાણ ક૨તી વખતે જ દસ્તાવેજમાં અધુરા બાંધકામના ફલેટ હોય અને તે ફલેટોનું બાંધકામ પુરૂ કરી આપશે તેવા ખાત્રી આપેલા હોય અને અવેજની તમામ ૨કમ સ્વિકારી લીધેલી હોય પરંતુ ત્યા૨બાદ લાંબા સમય પછી પણ અધુરૂ બાંધકામ પુરૂ કરેલ ન હોય અને પુરૂ ક૨વાની લેખીત નોટીસ ક૨વા છતાં કોઈ દરકાર કરી ન હતી. જેથી ના છૂટકે શાંતાબેન ૫૨બતભાઈ વાઘે આ અંગે 3 અલગ અલગ ફરીયાદો ગ્રાહક સુ૨ક્ષા ફો૨મમાં…
કવિ: satyadaydesknews
વાપીમાં ક્યાંય પણ કોઈ મૃતદેહ રઝળતી હાલતમાં પડ્યો હોય તો તેને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે, સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે, કબ્રસ્તાનમાં દફનવિધિ માટે લઈ જવા સૌના મુખે એક જ નામ આવે છે કે ઇન્તેખાબ ખાન ને બોલાવી લો એ આવશે. રઝળતા મૃતદેહને અંતિમ ધામ સુધી પહોંચાડતા ઇન્તેખાબ ખાન છેલ્લા 37 વર્ષથી આ સેવા બજાવે છે.વાપીમાં જમીયત ઉલમાં વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન એક એવા સેવાભાવી છે. જેની સેવાને વાપીના દરેક ધર્મના લોકો સલામ કરે છે. 37 વર્ષ પહેલાં રેલવે સ્ટેશને અજાણ્યા મૃતદેહોને રઝળતા જોઈ માનવતા જાગી અને મદદ કરવાનું કાર્ય શરૂ કર્યું જે આજે પણ અવિરત છે. રમઝાન મહિનામાં ઇન્તેખાબ ખાનના રોઝા છે.…
વિરોધ પક્ષો દ્વારા તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સુપ્રીમ કોર્ટ પાસે કંઈક પગલાં લેવાની માગણી થઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ સુનાવણી કરવા નથી કરવાની. વિરોધ પક્ષોએ તેમની અરજી પાછી ખેંચવી પડી છે.તમને જણાવી દઈએ કે 14 વિપક્ષી પાર્ટીઓએ મળીને એક અરજી દાખલ કરી હતી. તે અરજી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા વિપક્ષી નેતાઓ વિરુદ્ધ તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર…
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તાને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થીવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે લોકસભામાં સાંસદના સવાલના જવાબમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યની ૨૫ પૈકી ૧૩ નદીઓના નીર ન્હાવા લાયક નથી. એક સમયએ નદીના નીર પીવા લાયક હતા પણ પ્રદુષણના લીધે હવે તે ન્હાવા લાયક નથી રહ્યા. પાર્થિવરાજસિંહના કહેવા મુજબ લોકસભા ના અહેવાલ મુજબ કેન્દ્રના પર્યાવરણ મંત્રી એ જણાવ્યું હતું કે દેશ ની ૬૦૩ નદીઓના પાણી ની શુધ્ધતા ની ગુણવત્તા તપાસવા માં આવી તે પૈકી ૨૭૯ નદીઓ ના નીર ન્હાવા લાયક નથી. ગુજરાત રાજ્યમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ૨૫ નદીઓના પાણીની ગુણવત્તા ૬૪…
ઉનાળું પાકને લઈને ખેડૂતો દ્વારા પાણીને લઈને અત્યારથી જ માગ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પાંચ તાલુકામાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી વગર વલખા મારતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા હતા, ઉનાળાની શરૂઆતમાં જ ફરી એકવાર સિંચાઈ માટે પાણી છોડવાનો સરકારે નિર્ણય તો લીધો છે પરંતુ એક જ પંપ શરુ થયો છે આવા 5 પંપો શરુ કરવા માંગ કરવામાં આવી છે. જો કે, અત્યાર આ માગમાંથી એક પંપ પાણીનો છોડવામાં આવ્યો છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલમાં ચાંગા પંપિંગ સ્ટેશનથી પાણી છોડવામાં આવ્યું હતું. પાંચ તાલુકાને જોડતી સુજલામ સુફલામ કેનાલ 1 તારીખથી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ…
Honey Test: શું તમે પણ ભેળસેળવાળું મધ ખાઓ છો? આ 4 યુક્તિઓ દ્વારા વાસ્તવિક-નકલી ઓળખોઆપણામાંથી મોટાભાગના લોકો મધ ખાવાનું પસંદ કરે છે, તે બાળકોને પણ ઘણું આપવામાં આવે છે. તેને મીઠાઈનો શ્રેષ્ઠ વિકલ્પ કહેવું કદાચ ખોટું નહીં હોય. તેના સેવનથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ઘણા આહારશાસ્ત્રીઓ પણ તેને નિયમિત રીતે ખાવાની ભલામણ કરે છે. હવે સવાલ એ થાય છે કે તમે જે મધનો ઉપયોગ કરો છો તે શુદ્ધ છે કે નહીં? વાસ્તવમાં, ઘણા વેપારીઓ વધુ નફો મેળવવા માટે તેમાં ભેળસેળ કરે છે, જેનાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે, પરંતુ હવે ગભરાવાની જરૂર નથી, તમે કેટલીક યુક્તિઓ દ્વારા સરળતાથી…
Demat Account: પોપ્યુલર વેબ સિરીઝ સ્કેમ 1992નો એક પોપ્યુલર ડાયલોગ છે કે ‘શેરબજાર એટલો ઊંડો કૂવો છે કે તે આખા દેશની તરસ છીપાવી શકે છે’. પરંતુ શેરબજારના આ ઊંડા કૂવામાંથી પાણી કાઢવા માટે તમારે જે ડોલની સૌથી વધુ જરૂર પડે છે તેને ડીમેટ એકાઉન્ટ કહેવાય છે. એટલે કે, શેરબજારમાં રોકાણ શરૂ કરવા માટેનું પ્રથમ સ્ટેપ ડી-મેટ એકાઉન્ટ ખોલવાનું છે. ઘણા લોકો કે જેઓ શેર માર્કેટમાં રોકાણ શરૂ કરવા માંગે છે તેઓ ડીમેટ ખાતું કેવી રીતે ખોલવું તે જાણતા નથી. તો ચાલો જાણીએ ડીમેટ એકાઉન્ટ અને તેને ખોલવાની સમગ્ર પ્રોસેસ વિશે.સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટ જરૂરી ડીમેટ એકાઉન્ટનું પૂરું નામ…
ફેસબુકમાં બંદૂક સાથે ફોટો મુકનાર જસદણના શિવરાજપુરના કાકા-ભત્રીજા સામે ગુનો નોંધાયો. – ભત્રીજા અને કાકાની રૂરલ એસઓજીની ટીમે ધરપકડ કરી લાયસન્સવાળી બારબોરની બંદૂક કબ્જે કરવા તજવીજ હાથ ધરી. જસદણ. જસદણના શિવરાજપુરમાં રહેતા કાકા-ભત્રીજા સામે રૂરલ એસઓજીએ ગુનો દાખલ કર્યો હતો. જેમાં ભત્રીજાએ સોશ્યલ મીડિયા પર કાકાના લાયસન્સ વાળી બંદૂક સાથે ફોટો મુકતા આ કાર્યવાહી કરાઈ હતી. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી રૂરલ એસઓજી પીઆઈ કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી.મિયાત્રાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, હિતેશભાઈ અગ્રાવત, કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાધલ વગેરે જસદણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સોશ્યલ મીડિયામાં વોચ રાખેલી…
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ તાબડતોબ કાર્યવાહીઓ થઈ રહી છે અને અવારનવાર સુરક્ષાદળો સાથે આતંકીઓની અથડામણ અને એન્કાઉન્ટરની ખબરો સામે આવી રહી છે. ત્યારે આ બધા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કસ્ટડીમાંથી બે આતંકવાદીઓ ફરાર થઈ ગયા છે. બંને ફરાર આતંકવાદીઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બંને આતંકવાદીઓની શોધમાં છે. જમ્મુ કાશ્મીરથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ આતંકવાદીઓ રસ્તા પરથી ફરાર થઈ ગયા છે. પોલીસે જણાવ્યું કે બંને આતંકવાદીઓને બારામુલા પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યા હતા, રસ્તામાં જ બંને આતંકીઓ પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એલર્ટ જાહેર કરી દીધું છે. પોલીસે આ સમગ્ર…
બનાસકાંઠા થરાદમાંથી જીત મેળવેલા ધારાસભ્ય અને હાલના વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. આ અરજી હાઈકોર્ટમાં અપક્ષના મહિલા ઉમેદવાર ભગવતી બ્રહ્મક્ષત્રીયએ કરી છે અને તેમની જીતને પડકારી છે. અપક્ષ ઉમેદવાર જીતને પડકારી ભગવતી બ્રહ્મક્ષત્રીયએ શંકર ચૌધરીની જીતને પડકારી અરજદારે લગાવ્યા આ મોટા આક્ષેપ ફોર્મ ભરતા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ કર્યાનો આક્ષેપ સોગંદનામાં રજૂ થતી માહિતીમાં ફેરફારનો આક્ષેપ ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવીને રેકોર્ડ તોડ્યા છે. બનાસકાંઠાના થરાદમાંથી જંગી બહુમતી સાથે ચૂંટણી જીતેલા શંકર ચૌધરીને તેમના રાજકિય અનુભવને આધારે પાર્ટી તરફથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારે ધારાસભ્યએ મોટી જીતથી વિજય મેળવ્યો…