જસદણમાંથી એક ચોંકાવનારો અને અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં જસદણના ચિતલીયા રોડ પર આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતી 200 જેટલી મહિલાઓને બદનામ કરવા માટે તેમના રહેણાંક મકાનમાં અવારનવાર એક અજાણ્યા માનસિક વિકૃત શખ્સ દ્વારા છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ચલણી નોટોમાં અને કાગળમાં અતિ બીભત્સ શબ્દોમાં ચિઠ્ઠીઓ લખી મહિલાઓના ઘરમાં નાંખી હેરાનપરેશાન કરતો હોવાની વિસ્તારની મહિલાઓ અને પુરૂષો દ્વારા જસદણ પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ શરમજનક કિસ્સા અંગે આજદિન સુધી વિસ્તારની મહિલાઓ પોતાની બદનામી થવાના ડરથી કોઈને કહેતી ન હતી. પરંતુ એક અજાણ્યા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે પોતાની હદ વટાવી દેતા મહિલાઓ ભારે મુંજવણમાં મુકાઈ…
કવિ: satyadaydesknews
અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સ્થાપક માનનીય શ્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા સાહેબ અમરેલી પ્રવાસે આ ત કે દીકરા નું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ માનનીય ડોક્ટર ગજેરા સાહેબને એક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલી જેના સંચાલક ટ્રસ્ટી શ્રી રાજુભાઈ પરીખ ડોક્ટર ગાંધી સાહેબ અને અન્ય ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવેલી આ એમ્બ્યુલન્સ નું ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા સાહેબ ડોક્ટર ગજેરા સાહેબ તેમજ સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવેલો આ કાર્યક્રમમાં પ્રાંત ઉપપ્રમુખ મનસુખભાઈ રૈયાણી વિભાગ અધ્યક્ષ દડુભાઈ કાચર જિલ્લા કાર્યકારી અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી ઇન્ડિયા હેલ્થ લાઈન જિલ્લા અધ્યક્ષ ડોક્ટર રામાનુજ સાહેબ જિલ્લા મંત્રી…
ભાજપના સ્થાપના દિવસ 6 એપ્રિલે માટે દેશભરમાં મોટા કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંગે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ સંસદ ભવનમાં પાર્ટીના મહાસચિવ સુનીલ બસલ અને વિનોદ તાવડે સાથે બેઠક કરી. ગુરુવારે સવારે 9.30 વાગે ભાજપના તમામ સાંસદો બાલયોગી ઓડિટોરિયમમાં એકઠા થશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો સાથે પાર્ટીના વિસ્તૃત કાર્યાલયમાં હાજર રહેશે. દેશભરના આઠ લાખ ત્રીસ હજાર બૂથ પર PM મોદી સવારે 10.45 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યકરો, બૂથ સમિતિઓ અને પન્ના પ્રમુખોને સંબોધિત કરશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પોતે પાર્ટીના અન્ય રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે પાર્ટીના નવા કેન્દ્રીય કાર્યાલય વિસ્તરણમાં હાજર રહીને વડા પ્રધાનના સંબોધનમાં જોડાઈ…
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક ચર્ચામાં આવી ગયા છે. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા આપવાના મામલે ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં હાજર થયા બાદ તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે જજ અને વર્તમાન અમેરિકી સરકાર પર આકરા પ્રહારો કર્યા. આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે અમેરિકામાં આવું થશે. પાછલી ચૂંટણીઓ પર ફરી એકવાર સવાલો ઉઠાવતા ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુક અને ટ્વિટર જેવી કંપનીઓને પણ ઘેરી હતી અને વિપક્ષ સાથે મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો.પોતાના પર ખોટા કેસનો આરોપ લગાવતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘પહેલા આ લોકો રશિયા, રશિયા, રશિયા, પછી યૂક્રેન, યૂક્રેન, યૂક્રેનની બૂમો પાડતા…
લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને રાજકીય પક્ષો તે મુજબ રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. 2024ની લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક ફટકારવા માટે ભાજપ અનેક સ્તરે તૈયારી કરી રહ્યું છે. વિવિધ રાજ્યો અનુસાર રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.2024ની લોકસભા ચૂંટણીને લગભગ એક વર્ષ બાકી છે. ત્યારે બે વખત બમ્પર બહુમતી મેળવનાર ભારતીય જનતા પાર્ટી (BJP) ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. પ્રચાર માટે અવનવી પદ્ધતિઓ અપનાવનાર ભાજપ આ વખતે સોશિયલ મીડિયા પર વધુ જોર આપવા જઈ રહ્યું છે. ભાજપના આઈટી સેલ અને સોશિયલ મીડિયા ટીમને ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને ફેસબુક શોર્ટ વીડિયો પર ધ્યાન આપવા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. બીજેપીનું…
IPL 2023 ની 8મી મેચ આજે એટલે કે 5મી એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (RR vs PBKS) વચ્ચે રમાશે. આ મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો પોતાની છેલ્લી મેચ જીતીને મેદાનમાં ઉતરી રહી છે. રાજસ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મોટી જીત નોંધાવી હતી, જ્યારે પંજાબે ડકવર્થ-લુઈસ પદ્ધતિથી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું. આ મેચ પહેલા, ચાલો જાણીએ બંને ટીમોના હેડ-ટુ-હેડ રેકોર્ડ અને સંભવિત પ્લેઈંગ-ઈલેવન વિશે. જો પંજાબ અને રાજસ્થાન વચ્ચે જોવામાં આવે તો રોયલ્સનો હાથ ઉપર રહ્યો છે. આ બંને ટીમો અત્યાર સુધી 24 વખત સામસામે આવી ચુકી છે. જેમાં રાજસ્થાને 14 મેચ જીતી છે. તેને 10માં હારનો સામનો…
Piles Control Tips: પાઈલ્સની સમસ્યાથી પરેશાન છો? આજે જ આ 4 વસ્તુઓથી દૂરી રાખો, નહીં તો પસ્તાવો કરવો પડશેજ્યારે પાઈલ્સ રોગનો ઉલ્લેખ આવે છે ત્યારે લોકો ઘણીવાર મૂંઝવણમાં મૂકે છે. આજકાલ દુનિયામાં ઘણા લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ શરમના કારણે તેઓ આ સમસ્યા કોઈને જણાવી શકતા નથી અને ન તો ડૉક્ટરનો સંપર્ક કરી શકતાં છે. જેના કારણે તેમની મુશ્કેલીઓ વધતી જાય છે. વાસ્તવમાં આ રોગ ખોરાક અને જીવનશૈલી સાથે સંબંધિત છે. જો આપણે આ બંનેને ઠીક કરી દઈએ તો આ સમસ્યા પણ આપમેળે ખતમ થઈ જાય છે. આજે આપણે આ રોગ વિશે વિગતવાર જણાવીશું.પાઈલ્સમાં આ વસ્તુઓ થી…
પોરબંદરના છાયા રણ વિસ્તારમાં વર્ષોથી પેશકદમી કરવામાં આવેલ છે ત્યારે પેશકદમી કરનારા સામે કડક કાર્યવાહી કરી પેશકદમી દૂર કરી રણ વિસ્તાર ખુલ્લો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. છાયા રણ વિસ્તારમાં વર્ષોથી પથ્થરો મૂકી અને જગ્યા પર દબાણ કરી લેવામાં આવ્યું છે અને એક નહિ પરંતુ જાણવા મળતી વિગત મુજબ 80 થી વધુ લોકોએ પેશકદમી કરી લીધી છે. છાયા રણ વિસ્તારમાં પેશકદમી અને ભૂતકાળમાં સિટી સર્વે વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને એ સમયે નોટીશ આપી સંતોષ માની લીધો હતો. બાદ ફરી સર્વે કરી નોટીશ આપી છે. નરી આંખે દેખાઈ તે રીતે દબાણ થયેલ છે છતાં તંત્ર દ્વારા…
રોટલા બેન્ક પોરબંદર દ્ધારા અવિરત ચાલતો અનોખો સેવાયજ્ઞ રોટલા બેન્ક પોરબંદર દ્ધારા અનોખો સેવાયજ્ઞ યોજાયો હતો જેમાં નરેન્દ્રભાઈ જોષી તરફથી નાળિયેરમા હોલ પાડીને કીડીયારૂ પૂરવાનો સેવાયજ્ઞ યોજાયો હતો અને રોટલા બેન્ક પોરબંદરના સેવકો દ્વારા અવિરત સેવાયજ્ઞ ચાલતા હોય છે ત્યારે નરેન્દ્રભાઈ જોષી તરફથી નારીયેલની અંદર હોલ પાડીને ઘઉ નો લોટ, ચોખાનો લોટ, રવો, ખાડનો પાવડર, બિસ્કીટનો ભુક્કો, ગંગાજળ અને તુલસી પાન વગેરે મિકસ કરી નારીયેલની અંદર ભરી અલગ અલગ વિસ્તારમાં જયાં ઝાડ હોય ત્યાં મુકવામાં આવ્યા હતા અને આ કાર્યમા રોટલા બેન્ક પોરબંદરના તમામ સેવકો એ જહેમત ઉઠાવી હતી રોટલા બેન્ક પોરબંદરના સેવકો દ્વારા અવિરત સેવાયજ્ઞ ચાલતા હોય છે ત્યારે નરેન્દ્રભાઈ…
શ્રીલંકામાં લાંબા સમયથી પોતાના અલગ અસ્તિત્વ માટે સશસ્ત્ર વિદ્રોહ કરી ચૂકેલા તમિલ હિન્દુઓને ફરી એકવાર હેરાન કરવામાં આવી રહ્યા છે. બાંધકામ અને વિકાસ કાર્યોના નામે શ્રીલંકામાં સરકાર પ્રાચીન મંદિરોને સતત તોડી રહી છે. જેના કારણે ભારતીય સંસ્કૃતિના એક મોટા પૌરાણિક ભાગના પુરાવા કાયમ માટે અદૃશ્ય થઈ રહ્યા છે. હવે આની સામે હિન્દુ સંઘર્ષ સમિતિએ અવાજ ઉઠાવ્યો છે. સમિતિનું કહેવું છે કે આના દ્વારા શ્રીલંકાની સરકાર હિંદુ તમિલ સમુદાયનો સાંસ્કૃતિક નરસંહાર કરી રહી છે. સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તેઓ થોડા દિવસો બાદ ભારતની મુલાકાતે આવી રહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ કામિલ વિક્રમસિંઘે સાથે આ મુદ્દો ઉઠાવે.આ પગલું બંને દેશો…