ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે સાથ, સહકાર અને સેવાના 100 દિવસ દરમિયાન ખેડૂતોને વિશેષ પ્રાધાન્ય આપતા વલસાડ જિલ્લા ખેતીવાડી કચેરીએ જિલ્લામાં ૫૬ ખેડૂતોને ટ્રેકટર સહાય યોજનાનો લાભ આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો પરંતુ તેની સામે 88 ખેડૂતોને યોજનાનો લાભ આપી 157.14 ટકાનો લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવેલા સપનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખાતર, સિંચાઈ, પાક વીમા યોજના, વૈજ્ઞાનિક ઢબે ખેત પધ્ધતિ અને ધિરાણ સહિતના લેવાયેલા અનેક પગલા ખેડૂતોને બહુવિધ રીતે મદદરૂપ બન્યા છે. ખેડૂતો પરંપરાગત રીતે હળથી ખેતી કરતા હતા જેમાં સમય પણ ઘણો જતો હતો પરંતુ હવે ખેડૂતો ઝડપી ખેતી કરી…
કવિ: satyadaydesknews
IPLની 16મી સિઝનની 7મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. ગુજરાતની ટીમને દિલ્હી દ્વારા 163 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જે તેણે 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં સાઈ સુદર્શને ગુજરાતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રિદ્ધિમાન સહા અને શુભમન ગિલની જોડી આ મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમને સારી શરૂઆત અપાવી શકી ન હતી. ગુજરાતની ટીમને 22ના સ્કોર પર પહેલો ફટકો રિદ્ધિમાન સાહાના રૂપમાં લાગ્યો હતો, જે એનરિક નોર્ખિયાના બોલ…
ગુજરાત ટાઇટન્સે ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સનની જગ્યાએ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાનો સમાવેશ કર્યો છે. IPLની 16મી સીઝનની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ફિલ્ડિંગ કરતી વખતે વિલિયમ્સન ઈજાગ્રસ્ત થયો હતો. શનાકાને પ્રથમ વખત આઈપીએલ કોન્ટ્રાક્ટ મળ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાતની બીજી મેચ બાદ શનાકા ટીમ સાથે જોડાશે. શનાકાએ 181 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 141.94ની સ્ટ્રાઈક રેટથી 3702 રન બનાવ્યા છે. તેણે 8.8ના ઇકોનોમી રેટથી 59 વિકેટ પણ લીધી છે. શનાકાએ આ વર્ષે ભારત સામેની ત્રણ T20 શ્રેણીમાં 187.87ની સ્ટ્રાઈક રેટથી 124 રન બનાવ્યા હતા. તે શાનદાર ફોર્મમાં છે. શનાકાના અનુભવનો ગુજરાતને ફાયદો થશે. ગુજરાતે રવિવારે (2 એપ્રિલ)…
મિસ ઈન્ડિયાની સ્પર્ધામાં ન તો નસીબ ચમક્યુ, ન બોલિવૂડની ફિલ્મો હિટ થઈ! આ સુંદરી વિદેશ જતાની સાથે જ કરોડોની માલકિન બની ગઈબોલિવૂડમાં ઘણી એવી સુંદરીઓ છે જે ખૂબ જ સુંદર છે અને તેમને ફિલ્મોમાં સારી તકો મળી છે, પરંતુ આ બધું હોવા છતાં તેઓ લોકો પર પોતાનો જાદુ નથી ચલાવી શકી. આજે અમે એવી જ એક અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ, જેનો ચહેરો ભલે તમે ઓળખ્યો ન હોય, પરંતુ તમે તેને ફિલ્મોના નામથી યાદ કરશો. આ સુંદરીએ પ્રથમ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં પોતાનું નસીબ અજમાવ્યું પરંતુ તે નિષ્ફળ ગઈ! આ પછી અભિનેત્રીને હિન્દી ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો, તેણે યશરાજ…
પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજીત મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામચંદ્રની દિવ્ય શોભાયાત્રા રામનવમીના પાવન દિવસે કાઢવામાં આવેલ હતી જેમાં હજારો ધર્મપ્રેમી ભાઈઓ – બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા. આ વખતેની શોભયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શ્રી રામની પાલખી હતી. આ પાલખીમાં અયોધ્યામાં નિર્માણદિન પ્રભુ શ્રી રામના મંદિરની આબેહુબ ઝલક બતાવામાં આવેલ હતી. આ પાલખીને તૈયાર કરવામાં પાલખી સમીતી ૧૦૦ થી વધારે બજરંગીઓ બે મહિના સુધી અગાથ પરિશ્રમ કરી પાલખી તૈયાર કરવામાં આવેલ હતી. રામનવમી ની શોભાયાત્રામાં આરંભ થી અંત સુધી શોભાયાત્રા ના રૂટ પર પાલખી નું ગુલાબની પાંદડીઓથી સ્વાગત કરીને હજારો ભક્તજનોએ પ્રભુ શ્રી રામની પાલખીના દર્શન કરીને ધન્ય…
શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા 1198 મો દિવ્ય સત્સંગ સંપન્ન પોરબંદર નાં ખૂબ જ જાણીતા એવા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળનો 1198 મો દિવ્ય સત્સંગ સતાપરના રાજપૂત સમાજ ખાતે ચાલી રહેલ શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં યોજાયેલ હતો ખુબજ બહોળી સંખ્યામાં ગામનાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાસ – ગરબાની રમઝટ સાથે ભક્તિભાવમાં લીન બની ધન્ય બન્યા હતા સત્સંગ દરમ્યાન સપ્તાહ નાં આયોજન માટે ₹ 8,250/- ની ફાળો પણ એકત્રિત થયેલ જે સત્સંગનાં વિરામ સમયે આયોજકોને અર્પણ કરવામાં આવેલ આમ, પોરબંદરનાં જાણીતા એવા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળનો 1198મો દિવ્ય સત્સંગ વધુ એક સેવાકાર્ય સાથે સંપન્ન થયેલ હતો. પોરબંદર નાં ખૂબ જ જાણીતા એવા શ્રી…
વાવ તાલુકાના લાલપુરા નજીક કેનાલમાં ગાબડું પડતા બાજુના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ખેતરમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જેના કારણે પાકને નુકશાન થયું હતું. તંત્રની બેદરકારીનો ભોગ ખેડૂતો બનતા નુકસાનીના વળતરની માંગ કરવામાં આવી છે. કેનાલનું 20 ફૂટનું ગાબડું પડ્યું 10 વીઘામાં વાવેતર કરેલો પાક ધોવાયો એરંડા અને બાજરીના પાકો પર પાણી ફરી વળ્યા ખેડૂતો દ્વારા નુકસાનીનું વળતર આપવા માંગ બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. આજે વાવ તાલુકાના લાલપુરા નજીક આવેલી એટા માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. 10 વીઘામાં વાવેતર કરેલા એરંડા અને બાજરીના પાકો પર પાણી…
અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસો ગુજરાત રાજ્યમાંથી નોંધાઈ રહ્યા છે. 766 એક્ટિવ કેસો નોંધાઈ રહ્યા છે. 200 જેટલા કેસો પશ્ચિમ ઝોનમાં છે. તેમાં પણ ઉત્તપ પશ્ચિમ ઝોનમાં 160થી વધુ એક્ટિવ કોરોના કેસો છે. કોરોનાના કારણે કેટલાક પેશન્ટસ એડમિટ પણ થઈ રહ્યા છે. કોરોનાની આ સ્થિતિને જોતા 10 અને 11 એપ્રિલના રોજ મોકડ્રીલ પણ હોસ્પિટલોની અંદર યોજવામાં આવશે.માર્ચ મહિનાથી રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો હતો. ત્યારે એપ્રિલ મહિનામાં પણ કેસોનો સીલસીલો જારી રહ્યો છે. કોરોનાના કેસો વધુ જોવા મળતા ચિંતા પણ તેના કારણે વધી છે. અમદાવાદ કોર્પોરેશનના તમામ PHC અને CSC કેન્દ્રો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં…
ખરાબ કોલેસ્ટ્રોલને કારણે હાર્ટ એટેકનો ખતરો? આજથી જ આ 4 નેચરલ ડ્રિંક્સ પીવાનું શરૂ કરોઉચ્ચ કોલેસ્ટ્રોલ શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે, આ માટે આજની અવ્યવસ્થિત જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતોને ઘણી હદ સુધી જવાબદાર ગણી શકાય. આપણે આપણા આહારમાં વધુ તૈલી અને મસાલેદાર ખોરાકનો સમાવેશ કરીએ છીએ જેના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે અને રક્તવાહિનીઓમાં અવરોધ વધે છે. આવી સ્થિતિમાં હાઈ બીપી, હાર્ટ એટેક અને તમામ કોરોનરી રોગોનું જોખમ વધી શકે છે. આ પીણાં પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરોઓટ્સ પીણુંનાસ્તામાં ઘણીવાર ઓટ્સની ભલામણ કરવામાં આવે છે. તેમાં બીટા ગ્લુટેન હોય છે જે કોલેસ્ટ્રોલને શોષવામાં મદદ કરે છે.…
Mint Benefits: ઉનાળાની ઋતુ ચાલી રહી છે. આ ઋતુમાં તમે ખાવા અને સ્વાસ્થ્યનું જેટલું ધ્યાન રાખશો તેટલા જ તમે ફિટ અને રોગોથી દૂર રહેશો. શરીરને હાઇડ્રેટ રાખવા માટે વધુને વધુ પ્રવાહી અને પૌષ્ટિક ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. ગરમીથી રાહત મેળવવા માટે વિવિધ વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. લોકો ઘણા પ્રકારના પીણાંનો ઉપયોગ કરે છે. ઉનાળામાં ફુદીનાની માગ પણ વધુ હોય છે. આ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ જ કારણ છે કે ફુદીનાનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. જો તમે ઉનાળામાં ફુદીનાનું સેવન કરો છો તો તેનાથી 5 મોટા ફાયદા થાય છે.પાચન સારુ રાખેએક હેલ્થ વેબસાઈટ…