World Bank India Growth Estimate: આજે વર્લ્ડ બેંકે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ બહાર પાડ્યો છે અને તેના હેઠળ કોઈ સારા સમાચાર નથી. વર્લ્ડ બેંકે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2024માં ભારતનો આર્થિક વિકાસ દર 6.3 ટકા રહેશે. ઓછા વપરાશને કારણે આવકમાં ધીમી વૃદ્ધિ થશે અને તેની અસર ભારતના જીડીપી પર જોવા મળશે. વર્લ્ડ બેંકે અગાઉ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર 6.6 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો.વર્લ્ડ બેંકે ભારતના ફુગાવાના દરના અનુમાનમાં ઘટાડો કર્યો જો કે, આ રિપોર્ટમાં સારી વાત એ છે કે વર્લ્ડ બેંકે ભારતના મોંઘવારી દરના અંદાજમાં પણ ઘટાડો કર્યો છે. વર્લ્ડ બેંકે…
કવિ: satyadaydesknews
સુરત શહેર ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચે ચીકલીગર ગેંગના 3 સભ્યોને ઝડપી 10 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ગેંગ ટેમ્પો અને શહેરના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી બેટરી, ભંગારની ચોરી કરતી હતી. ક્રાઇમ બ્રાંચે સચિન જીઆઈડીસી પાસેથી આ ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે. સાથે જ એક ટેમ્પો, પીકઅપ ગાડી મળી કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપીઓ પાસેથી કુલ રૂ. 5.37 લાખનો મુદ્દામાલ જપ્ત મળતી માહિતી મુજબ, સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે સચિન જીઆઈડીસીના નાકા પાસે દરોડો પાડ્યો હતો અને ચીકલીગર ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચે…
ગોંડલમાં અનેક વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ તંત્ર દ્વારા ફરિયાદો નોંધી કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં પણ છાશવારે વ્યજાંકવાદીઓ પોતાના લક્ષણ જળકાવ્યા કરતા હોય આંબલી ચોકમાં રહેતા યુવાનને સાળાએ વ્યાજે લીધેલા નાણા કબૂલી લેવાનું કહી માર મારતા યુવાનને લાગી આવતા ફિનાઈલ પી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ નાની બજાર આંબલી શેરી માં રહેતા ઇમરાનભાઇ હનીફભાઇ બકાલી (ઉ.વ.38) નામના યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની જાણ હોસ્પિટલ ચોકીના પરષોત્તમભાઇએ ગોંડલ પોલીસને કરી હતી. ઇમરાનભાઇ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજો નંબર છે.અને સંતાનમાં બે પુત્રી છે. પોતે છુટક કામ…
અઠવાલાઈન્સ ખાતે ‘આદિવાસી પરંપરાગત વૈદુભગતો દ્વારા વૈદુ તથા ઔષધિય વનસ્પતિ પ્રદર્શન અને ઉપચાર મેળા’નો શુભારંભ તા.૨ થી ૮ એપ્રિલ સુધી આયોજિત મેળામાં ૧૦૦ સ્ટોલ: ડાંગ, આહવા અને વલસાડના વૈદુભગતો દ્વારા સ્નાયુ, ઘૂંટણના દુ:ખાવા, પેરાલિસીસ,કેન્સર,પેટની તકલીફો જેવા જટિલ રોગોની સારવાર ઉપલબ્ધ આપણી પરંપરાગત સંસ્કૃતિને દુનિયાભરમાં સ્વીકૃતિ અપાવવાની શરૂઆત આપણાંથી જ થાય એ અગત્યનું: પોલીસ કમિશનર અજયકુમાર તોમર ૧૦૦૦થી વધુ વનસ્પતિઓના ઔષધિય ગુણોના પારખું નિષ્ણાંત વૈદોના અનુભવોનો સાત દિવસ માટે લાભ મળશે આદિજાતિ બહેનોના હાથે બનેલા ઓર્ગેનિક ધાન્યોના સ્વાદિષ્ટ વ્યંજનો માણવાની સુરતીઓને અનેરી તક આયુર્વેદિક અને વાનસ્પતિક ઔષધિના ચાહક સુરતીઓને ડાંગ, આહવા અને વલસાડના વૈદુભગતોની આરોગ્યલક્ષી સેવાઓનો…
સુરત ખાતે JITO આયોજિત અહિંસા રનને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું ૫ હાજરથી વધુ સુરતવાસીઓ અને પોલીસ અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો IIFL અને જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન- JITO દ્વારા સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વીઆર મોલ સુધી ખાતે વહેલી સવારે આયોજિત ‘અહિંસા રન’ને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ૫ હજારથી વધુ સુરતીઓ આ મેરેથોનમાં જોડાયા હતા. પોલીસ અધિકારી-કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૧૦ કિ.મી., ૫ કિ.મી અને ૩ કિ.મી. એમ ત્રણ પ્રકારની દોડ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનરશ્રી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને ચર્ચા ચાલી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રી માંગી હતી. કેન્દ્રીય માહિતી આયોગે ગુજરાત યુનિવર્સિટીને PM મોદીની ડિગ્રી સંબંધિત માહિતી દિલ્હીના મુખ્યમંત્રીને આપવા જણાવ્યું હતું. આ આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બીરેન વૈષ્ણવે દિલ્હીના સીએમ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો.ત્યારથી વિપક્ષના નેતાઓ પીએમ મોદીની ડિગ્રી પર સતત પ્રહારો કરી રહ્યા છે, સોશિયલ મીડિયા પર પણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. PM મોદીની ડિગ્રીને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે 2014ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની…
કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાત ભાજપની જેમ જ મોટી જીત મેળવવા 2022ની વિધાનસભાની ચૂંટણીનું મોડલ અપનાવતા સ્લોગનથી લઈને બૂથ મેનેજમેન્ટ તેમજ કાર્પેટ બોમ્બાર્ડીંગ તમામ ભાજપના મોટા નેતાઓની સભાઓ, રોડ શો સાથેનો મોટો પ્રચાર સહીતની પેટર્ન અપનાવવામાં આવશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંનેની પ્રતિષ્ઠા દાવ પર છે. આ જ વ્યૂહરચના સાથે ગુજરાત ભાજપના નેતાઓ પણ ઉતરશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાત મોડલ અપનાવશે ભાજપના 100થી વધુ કાર્યકરો કર્ણાટકમાં જશે ગુજરાત ભાજપના કાર્યકરોને પણ સોંપાશે જવાબદારીઓ કર્ણાટકમાં પણ ગુજરાતની જેમ જ મીડિયા સેન્ટર રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસમાં પણ ગુજરાત પેટર્નનો ઉપયોગ કર્ણાટક એ ભાજપનું દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રથમ પ્રવેશ દ્વારા છે જેથી આ…
ભારતી સિંહના પુત્ર ‘ગોલા’નો પહેલો જન્મદિવસ ઉજવ્યો, કોમેડિયને કરાવ્યું બાળકનું ક્યૂટ ફોટોશૂટકોમેડિયન અને અભિનેત્રી ભારતી સિંહને કોઈ પરિચયની જરૂર નથી. આ સુંદરતા ખૂબ જ લોકપ્રિય છે અને તેના કામમાં પણ ઘણી સારી છે. અભિનેત્રી તેના કામની સાથે સાથે તેની અંગત જીવનને કારણે પણ ચર્ચામાં છે. ભારતીએ હર્ષ લિમ્બાચીયા સાથે લગ્ન કર્યા છે અને ગયા વર્ષે એપ્રિલમાં તેમના ઘરે એક છોકરાનો જન્મ થયો હતો, જેને બધા પ્રેમથી ‘ગોલા’ કહીને બોલાવે છે. ભારતીએ જન્મદિવસના ફોટોશૂટના ફોટા શેર કર્યાભારતી અને હર્ષના પુત્રનું સાચું નામ લક્ષ્ય સિંહ લિમ્બાચિયા છે અને 3 એપ્રિલ 2023ના રોજ તેનો પહેલો જન્મદિવસ હતો. તેના પુત્રના પ્રથમ જન્મદિવસ પર, ભારતીએ…
ખેડૂતોની માંગને જોતા મોરબી ડેમી 2 ડેમમાંથી પાણી સિંચાઈ માટે છોડવામાં આવ્યું છે. ખેડૂતોને પાણી મળતા ઉનાળું પાકને ખૂબ મોટો ફાયદો તેના કારણે થશે. ખેડૂતોના 7 ગામને પાણી તેના કારણે મળશે. ઉનાળામાં કેટલાક પાકને પાણી મળી રહે અને પાક સારો થાય તેમજ ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી માગ બાદ મોરબી ડેમી ટુ ડેમમાંથી ચિંચાઈ માટે પાણી છોડવાની માગને આખરે ગ્રાહ્ય રાખવામાં આવી છે. ત્યારે પાણી છોડવામાં આવતા ખેડૂતો માટે આ એક ખુશ ખબરી પણ સામે આવી છે. પાણી છોડવામાં આવતા નીચાણ વિસ્તારમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી પાણી છોડાતા ઉનાળું પાકના વાવેતરમાં ખૂબ મોટો ફાયદો…
પોરબંદર સાંદિપની ખાતે હનુમાન જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાશે. ધ્વજારોહણ, પૂજા અર્ચના, હનુમાન ચાલીસા વેગેરેનું આયોજન કરાયું. પોરબંદર સાંદિપની ખાતે હનુમાન જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાશે. સાંદીપનિ સ્થિત ભવ્ય શ્રીહરિ મંદિરમાં તા.૦૬ એપ્રિલને ગુરૂવારના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમાનાપાવન દિવસે શ્રીહનુમાનજયંતી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. આ ઉત્સવમાં સવારે મંગલા આરતી બાદ શ્રીહરિ મંદિરના પાંચેય શિખરોમાં નૂતન ધ્વજારોહણ થશે. તેમજ શ્રીહનુમાનજીનું ષોડશોપચાર પૂજન અને ૧૦૮ મોદક અર્પણ કરવામાં આવશે. તેમજ સુંદરકાંડના પાઠ અને શ્રીહનુમાન ચાલીસાના પાઠ થશે. સર્વે ભકતોને આ ઉત્સવમાં જોડાવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. ધ્વજારોહણ પૂજન : સવારે ૮:૦૦ વાગ્યે, હનુમાન ચાલીસા પાઠ સવારે ૦૮:૦૦ થી ૦૯: ૦૦વાગ્યા સુધી, શ્રીહનુમાનજી…