ભગવાન સોમનાથની નિશ્રામાં આગામી દિવસોમાં ઐતિહાસિક સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમને દેશની એકતા અને અખંડિતતા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમ અંગે મંગળવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, ખીલજી-ગઝનીના આક્રમણથી મુદરાઇ હિજરત કરી ચૂકેલા મૂળ સૌરાષ્ટ્રના લોકોને ફરી વતનમાં લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, રેલવે દ્વારા આ કાર્યક્રમ માટે ખાસ 10 ટ્રેન દોડાવવાની યોજના બનાવાઈ છે. 17થી 30 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળે આયોજનમળતી માહિતી મુજબ, હર્ષ સંઘવીએ પત્રકારોને જણાવ્યું કે, આગામી 17થી 30 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ…
કવિ: satyadaydesknews
યુએસ-કેનેડા બોર્ડર પર મહેસાણાના ચૌધરી પરિવારના મોત બાદ વધુ ત્રણ ગુજરાતીઓ ગુમ થયા છે. કેનેડાની ક્વિબેક-ન્યૂયોર્ક બોર્ડર પર સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી જતાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં હજુ ત્રણ ગુજરાતીઓ કેનેડામાં ગુમ છે. પોલીસનું માનવું છે કે જે બોટમાં તમામ મૃતકો સવાર હતા તેમાં આઠ નહીં પરંતુ 19 લોકોને અમેરિકા મોકલવાના હતા. જેમાંથી સાત ગુજરાતના રહેવાસી હતા. પોલીસને એવી પણ શંકા છે કે આ લોકોને કેનેડા થઈને અમેરિકા મોકલવામાં આ વ્યક્તિના એજન્ટ સહિત કુલ ત્રણ લોકો સામેલ છે. તો બીજી તરફ આ ઘટનાની નોંધ લીધા બાદ રાજ્ય સરકારે આ કેસની તપાસ CID-ક્રાઈમના…
દેશમાં કોરોના વાયરસ ફરી જીવલેણ બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 3,038 નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 47 લાખ 29 હજાર 284 થઈ ગઈ છે. સાથે જ સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 21,179 થઈ ગઈ છે. દિલ્હી-પંજાબમાં કોરોનાને કારણે મૃત્યુ મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોના સંક્રમણને કારણે દિલ્હી અને પંજાબમાં બે-બે લોકોના મોત થયા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં એક-એક દર્દીનું મોત થયું છે. જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી સંક્રમિત 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં મૃત્યુઆંક વધીને 5…
શું તમે પણ વધુ પ્રમાણમાં લીંબુનું સેવન કરો છો? આ સમસ્યાઓથી બચવું મુશ્કેલ બનશે..જ્યારે કોરોના વાયરસે વિશ્વભરમાં પોતાનો પાયમાલ બતાવવાનું શરૂ કર્યું, ત્યારથી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો, જેથી આપણે પોતાને ચેપથી બચાવી શકીએ. આ માટે લોકોએ લીંબુનું સેવન વધાર્યું કારણ કે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જે લોકો પોતાનું વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ પણ લીંબુનું સેવન વધારે કરે છે. જો અમે તમને કહીએ કે તમે જે લીંબુનો રસ આડેધડ પી રહ્યા છો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તો શું તમને આ…
આઝાદીથી લઈને અત્યાર સુધીમાં સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. પેટની આગ બુઝાવવા માટે સામાન્ય જનતા લોટની લૂંટપાટ કરવા પર આવી ગઈ છે અને તેને કાબૂમાં લેવા માટે સુરક્ષા જવાનોને બંદૂકોનો સહારો લેવો પડી રહ્યો છે. દરમિયાન, તાજેતરમાં કરાચીમાં સસ્તો લોટ અને રાશન લેવા આવેલી ભીડ નાસભાગનો શિકાર બની, જેમાં 3 બાળકો અને 8 મહિલાઓ સહિત 11 લોકોના મોત થયા.દેશમાં છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ચરમસીમાએ પહોંચી જવાને કારણે લોકો જરૂરી વસ્તુઓ ખરીદી શકવા અક્ષમ છે અને એટલે જ લોકો ચોરી અને લૂંટપાટ પર ઉતરી આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં ગરીબ પાકિસ્તાનમાં અપરાધના…
આ નરાધમ શખ્સ વિસ્તારના 200 જેટલા ઘરમાં મહિલાઓના નામ ચલણી નોટો અને કોરા કાગળમાં ચિઠ્ઠીઓ લખી બદનામ કરી રહ્યો છે. – આ શખ્સ રૂ.10 ની નોટ, રૂ.20 ની નોટ અને રૂ.50 ની નોટમાં તેમજ અમુક ચિઠ્ઠીઓ સાદા કાગળમાં લખીને નાખતો હોવાના પુરાવાઓ મહિલાઓએ પોલીસ સ્ટેશને રજુ કરતા ચકચાર મચી ગઈ. જસદણમાં મહિલાઓએ ક્યારેય સાંભળ્યો ન હોય અને ક્યારેય આવું વિચાર્યું ન હોય તેવો ચોંકાવનારો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં જસદણના ચિતલીયા રોડ પર આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતી 200 જેટલી મહિલાઓને બદનામ કરવા માટે તેમના રહેણાંક મકાનમાં અવારનવાર એક અજાણ્યા માનસિક વિકૃત શખ્સ દ્વારા છેલ્લા 10 વર્ષ કરતા વધુ…
ભરૂચથી હૈયું કંપાવે એવી ઘટના સામે આવી છે. એક ક્રૂર માતાએ જ પોતાની પાંચ વર્ષની માસૂમ દીકરીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. આ મામલે પોલીસે હત્યારી માતા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે અગાઉ અન્ય બે દીકરીઓના મોતમાં પણ હત્યારી માતાનો જ હાથ હોઈ તે અંગે તપાસ શરૂ કરાઈ છે. મીડિયા અહેવાલ મુજબ, ભરૂચમાં મૂળ રાજસ્થાનના માનવરસિંગ ચૌહાણ અને તેમના મોટાભાઈ કલ્યાણસિંગ પરિવાર સાથે છેલ્લા 8 વર્ષથી રહે છે. માનસિંહના લગ્ન 8 વર્ષ પહેલા મધ્યપ્રદેશની નંદની સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. 8 વર્ષના લગ્નજીવન દરમિયાન બંનેને 3 દીકરીઓ હતી,…
કામરેજ તાલુકાના હલધરૂ ગામે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે રૂ.૪૦ લાખના ખર્ચે પ્રાથમિક શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત હલધરૂ પ્રા. શાળાના નવા મકાનમાં ૫ ઓરડાઓ બનશે: બે સ્માર્ટ ક્લાસ નિર્માણ પામશે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં ૧૦ હજાર ઓરડાઓ મંજૂર કરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે એક થી દોઢ વર્ષમાં બીજા નવા ૧૫ થી ૨૦ હજાર ઓરડાઓ દરેક ગામોમાં બની જાય એ દિશામાં સરકાર આગળ વધી રહી છે : શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા કામરેજ તાલુકાના હલધરૂ ગામે રૂ.૪૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર પ્રાથમિક શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કરાયું હતું. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ…
પલસાણા તાલુકાના મલેકપુર ગામે નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા આયોજિત ત્રિદિવસીય ‘શ્રમદાન શિબિર’ની પૂર્ણાહુતિ ૫૦ થી વધુ યુવાઓએ એકતા, અનુશાસન અને સ્વચ્છતા મિશનની ટ્રેનિંગ મેળવી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા પલસાણા તાલુકાના મલેકપુર ગામે યુવાઓ માટે ત્રિદિવસીય ‘શ્રમદાન શિબિર’ યોજાઈ હતી. જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં ૫૦ થી વધુ યુવાઓએ એકતા, અનુશાસન અને સ્વચ્છતા મિશનની ટ્રેનિંગ મેળવી હતી. ભારતમાં યોજાઈ રહેલી G20 અને Y20 જેવી વિશ્વ કક્ષાની ઈવેન્ટ્સ વિશે તેમને માહિતગાર કરાયા હતા. નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા મલેકપુર ગામના ઉમરિયા…
બંગાળમાં ઘણી જગ્યાએ રામ નવમીના દિવસે શરૂ થયેલી હિંસા પર સીએમ મમતા બેનર્જીએ અમિત શાહ પર મોટો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે જે થયું તે રમખાણ નથી, ગુનાહિત હિંસા છે. મમતાએ કહ્યું કે જે C.P.M. કરતી હતી, ભાજપ પણ એ જ કરી રહી છે. આ લોકો નંદીગ્રામ, ચોલાપુર હેડલિયાને ભૂલી ગયા છે.મમતાએ કહ્યું કે મારે દરેક સમયે એલર્ટ રહેવું પડે છે કે બીજેપી ક્યારે અને ક્યાં જઈને રમખાણો કરાવી દેશે. આ લોકો નથી સમજતા કે બંગાળના લોકોને રમખાણો પસંદ નથી. રમખાણો એ બંગાળની સંસ્કૃતિ નથી. અમે રમખાણો નથી કરતા, સામાન્ય લોકો રમખાણો નથી કરતા, ભાજપથી નથી થઈ શકતું…