કવિ: satyadaydesknews

Stock Market and Bank Closed Today: મહાવીર જયંતિના કારણે દેશના અનેક શહેરોમાં બેંકો અને સરકારી કચેરીઓમાં રજા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કેલેન્ડર મુજબ ઘણા શહેરોમાં બેંકો બંધ રહેશે. તે જ સમયે, શેરબજાર પણ આજે એટલે કે 4 એપ્રિલે મહાવીર જયંતિના કારણે બંધ રહેશે.બીએસઈ અને એનએસઈ કેલેન્ડર મુજબ, આ મહિને શેરબજારમાં ત્રણ દિવસની રજા રહેવા જઈ રહી છે, જેમાં આજે એટલે કે 4 એપ્રિલે મહાવીર જયંતિ, 7 તારીખે ગુડ ફ્રાઈડે અને 14 તારીખે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બજાર બંધ રહેશે. આ દરમિયાન આગામી દિવસથી વધુ ટ્રેડિંગ શરૂ થશે.આજે નહીં થાય કોઈ પણ પ્રકારની ટ્રેડિંગમંગળવારે એટલે કે આજે શેરબજારની સાથે મલ્ટી…

Read More

કિરણ પટેલ મામલે સ્થાનિક પોલીસને શ્રીનગર કોર્ટે પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. જેના આધારે કિરણ પટેલની તપાસ તેજ કરવામાં આવશે. 18 લાખની છેતરપિંડી અમદાવાદ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. 15 એપ્રિલ સુધીમાં તપાસનો રીપોર્ટ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.શહેરના સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ બંગ્લોઝને પચાવી પાડવાનો પ્રયાસ કરવાના કેસની તપાસ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ શ્રીનગર પહોંચી છે અને ટ્રાન્સફર વોરંટના આધારે મહાઠગ કિરણ પટેલની કસ્ટડી લઈ તેને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. ત્યારે શ્રીનગર કોર્ટ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહાઠગ મામલે એક પછી એક તપાસ તેજ કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે…

Read More

અમદાવાદ શહેરના દૂધેશ્વરથી દધીચિ બ્રિજ તરફ જતા રોડ પર સોમવારે રાતે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કારચાલક મહિલાએ એક એક્ટિવા અને બાઇકસવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. આ અક્સમાતમાં એક્ટિવાસવાર બંને વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી જ્યારે બાઇકસવાર દંપતી હવામાં ફંગોળાઈને નીચે પટકાયું હતું. આથી દંપતીને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે બાઈકની પેટ્રોલ ટાંકીમાં લીકેજ થતાં બાઈક પણ સળગી ગયું હતું. જો કે, દંપતીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની ઘટના બનતા ધડાકાભેર અવાજ સંભળાતા સ્થાનિક લોકોનું ટોળું ત્યાં ભેગું થયું હતું અને દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલક મહિલા ફરાર થઈ હતી. પેટ્રોલ ટાંકીમાં લીકેજ થતાં બાઈક સળગ્યુંમળતી…

Read More

કરોડોના ક્રિકેટ સ્ટ્ટાના રેકેટની તપાસ મુંબઈ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતના સુરત સુધી પહોંચી શકે છે. 10 હજાર કરોડના ક્રિકેટ સટ્ટા રેકેટમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પીસીબીની ટીમો મુંબઈ અને રાજસ્થાન ગઈ હતી. મુંબઈમાં એક આરોપી દિનેશ શિવગણેની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, દિનેશ શિવગણે ક્રિકેટ સટ્ટાના રેકેટમાં સિમકાર્ડ અને બેંક એકાઉન્ટ મેનેજ કરવાનું કામ સંભાળતો હતો. ત્યારે હવે પોલીસ તપાસમાં ક્રિકેટ સટ્ટાના રેકેટના મૂળિયા સુરતમાં હોવાનો સનસનખેજ ખુલાસો થયો છે. ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક મુંબઈ, દિલ્હી, રાજસ્તાનથી દુબઈ સુધી જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા પીસીબીએ દરોડો પાડી માધવપુરામાં આવેલા સુમેલ બિઝનેશ પાર્કની એક ઓફિસમાંથી કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતે છે. વડાપ્રધાન આ વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. પ્રાપ્ત વિગતો અનુસાર પીએમ મોદીનો 19 કિમી લાંબો ભવ્ય રોડ શો યોજાય તેવી પણ શક્યતા છે. પીએમની મુલાકાતને યાદગાર બનાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદીનું વિવિધ સ્થળોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સ્વાગત કરવામાં આવશે. સતત પાંચમી વખત કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે આ મુલાકાત દરમિયાન મોટી ભેટ પણ દમણ, દાદરાનગર વિસ્તારને તેમના દ્વારા આપવામાં આવશે. ગઈકાલે બેઠક પણ દમણમાં મળી હતી ત્યારે આ બેઠકમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલે પીએમની મુલાકાતને યાદગાર બનાવવા…

Read More

ગોવામાં નવા બનેલા એરપોર્ટનું નામ ગોવાના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરના નામ પરથી રાખવામાં આવ્યું. હવે ગોવાના નવા એરપોર્ટનું નામ ‘મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ’ હશે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગોવાના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ રાજ્યના દિવંગત મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નામ પર રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.PMએ નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતુંગોવામાં નવા એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા ડિસેમ્બર, 2022માં કરવામાં આવ્યું હતું. ગોવા સરકારની કેબિનેટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ મનોહર પર્રિકરના નામ પર રાખવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારના કેબિનેટના આ નિર્ણય બાદ કેન્દ્રીય કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે. આ નવા એરપોર્ટ…

Read More

ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2023માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં, આફતોની અસર માત્ર સ્થાનિક નહીં હોય, પરંતુ એક વિસ્તારમાં આપત્તિ સંપૂર્ણપણે અલગ વિસ્તારમાં ભારે અસર કરી શકે છે. તેથી, આપણી પ્રતિક્રિયા સંકલિત હોવી જોઈએ, અલગ-અલગ નહીં. આ વર્ષની કોન્ફરન્સની થીમ ‘ડિલિવરિંગ રિસિલિઅન્ટ એન્ડ ઈન્ક્લુઝિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ છે. આ મુખ્ય વાર્ષિક કાર્યક્રમમાં 20 થી વધુ દેશોની 50 વૈશ્વિક સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર અને શૈક્ષણિક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા લગભગ 90 નિષ્ણાતો હાજર છે.પીએમ મોદીએ કહ્યું કે તે પણ પ્રોત્સાહક છે કે આમાં માત્ર સરકારો જ સામેલ નથી, પરંતુ વૈશ્વિક સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્ર પણ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.…

Read More

વાપી પાલિકાએ નાણાકીય વર્ષ 2022-23ના અંતિમ દિવસ એવા 31 માર્ચના સુધીમાં કુલ 96 ટકાથી વધુ વસૂલાત કરી છે. વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા 31 માર્ચે વેરા વસૂલાત અભિયાન ચાલુ રાખી 7 દુકાનોને તાળા મારી રૂ.30.50 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી હતી. વર્ષ 2022-23 ના પૂરા થતા વર્ષના વેરા વસૂલાતના છેલ્લા દિવસે અભિયાનને વેગ આપી મહાત્મા ગાંધી સર્કલ પાસેના કે.પી. ટાવરની 3 દુકાનો અને સાંઇનગરમાં શાંતિ સોસાયટીમાં 4 દુકાનોને તાળા માર્યા હતા. ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ઘરવેરા વિભાગના ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર, ટેક્ષ ઈન્સ્પેકટર દીપક ચભાડીયા તથા ક્લાર્ક શશીકાંત, ઇશ્વરભાઇ, અલ્પેશ વગેરે કર્મચારીઓની ટીમે સમગ્ર માર્ચ માસ દરમ્યાન દરરોજ સઘન…

Read More

અમેરિકાની એરસ્પેસમાં ઉડતું એક ચીની બલૂન કેટલાક સંવેદનશીલ લશ્કરી થાણાઓમાંથી ગુપ્ત માહિતી એકત્ર કરવામાં અને તેને તરત જ બીજિંગ મોકલવામાં સક્ષમ હતું. અમેરિકાએ સોમવારે આ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જાન્યુઆરીના અંતમાં યુએસ એરસ્પેસમાં ત્રણ બસના કદનું શંકાસ્પદ ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતું. બાઇડન એડમિનિસ્ટ્રેશન અનુસાર, આ બલૂન 28 જાન્યુઆરીના રોજ અલાસ્કાથી યુએસ એરસ્પેસમાં પ્રથમ વખત પ્રવેશ્યું હતું. ચાર દિવસોમાં, તેણે મોન્ટાનામાં માલમસ્ટ્રોમ એર ફોર્સ બેઝ પર ઉડાન ભરી, જ્યાં અમેરિકાના કેટલાક પરમાણુ હથિયારો રાખવામાં આવ્યા છે.એક અહેવાલમાં ત્રણ અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું કે ચીન બલૂનને નિયંત્રિત કરવામાં સક્ષમ હતું, જેથી તે એકત્રિત કરેલી માહિતીને રીયલ-ટાઇમમાં બીજિંગને મોકલી શકે. સમાચાર…

Read More

દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે પોસ્ટર વોર ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા બાદ દિલ્હી બીજેપી ઓફિસની બહાર સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો પર લખવામાં આવ્યું છે કે ડિગ્રી તો બહાનું છે, કેજરીવાલે ભ્રષ્ટાચારથી ધ્યાન હટાવવું છે. આ પોસ્ટરોની નીચે આશિષ સૂદનું નામ લખ્યું છે. હાલમાં જ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ દેશના પીએમ શિક્ષિત હોવા જોઈએ, કારણ કે તેમને દિવસ દરમિયાન ઘણા નિર્ણયો લેવા પડે છે, નહીં તો અધિકારી ગેરમાર્ગે દોરી શકે છે.કેજરીવાલે ઉઠાવ્યા હતા ડિગ્રી પર સવાલ શનિવારે સીએમ અરવિંદ કેજરીવાલે…

Read More