કિમ જોંગ ઉન ભલે એક પછી એક બેલેસ્ટિક મિસાઈલનું સતત પરિક્ષણ કરી રહ્યા હોય, પરંતુ અમેરિકા દરેક વખતે ઉત્તર કોરિયાને પડકાર આપી રહ્યું છે. અમેરિકાએ ફરીથી જાપાન અને દક્ષિણ કોરિયા સાથે સમુદ્રમાં સબમરીન સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. આ બાબતથી ફરી એકવાર ઉત્તર કોરિયાને મરચું લાગી રહ્યું છે. હવે આનાથી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ વધી શકે છે. દક્ષિણ કોરિયા, યુએસ અને જાપાનની નૌકાદળોએ સોમવારે છ મહિનામાં તેમની પ્રથમ સબમરીન વિરોધી એક્સરસાઇઝ શરૂ કરી, જેનો ઉદ્દેશ ઉત્તર કોરિયાના વધતા મિસાઇલ ખતરા સામે તેમના સંકલનને મજબૂત બનાવવાનો છે. ઉત્તર કોરિયા દ્વારા તાજેતરમાં આવા પરમાણુ હથિયારો સામે આવ્યા છે, જેના કારણે 2017…
કવિ: satyadaydesknews
Business Idea: જો તમે બેરોજગાર છો અથવા તમારી નોકરીથી સંતુષ્ટ નથી, તો તમે નાનો – મોટો બિઝનેસ શરૂ કરીને રૂપિયા કમાઈ શકો છો. પરંતુ ઘણા લોકો રૂપિયાના અભાવે તેઓ ધંધામાં હાથ અજમાવી શકતા નથી. આની પાછળ લોકોની વિચારસરણી એ છે કે બિઝનેસ શરૂ કરવા માટે વધુ મૂડીની જરૂર પડે છે. જો એમ હોય તો આજે અમે તમારા માટે એવા સમાચાર લઈને આવ્યા છીએ, જેને સાંભળીને તમે આનંદથી ઉછળી જશો. હકિકતમાં, આજે અમે તમને એવા બિઝનેસ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે માત્ર એક લાખ રૂપિયામાં પણ શરૂ કરી શકાય છે. તમે આ બિઝનેસમાંથી દર મહિને તગડી રકમ કમાઈ શકો…
મોરબીના જીવાપર ગામની સીમમાં ખેતરમાં જુગાર રમતા છ ઝડપાયા મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧.૦૩ લાખની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા નરશીભાઈ ચકુભાઈ પટેલ, અરવિંદભાઈ બેચરભાઈ પટેલ રહે બંને જીવાપર તા. મોરબી તેમજ વસંતભાઈ હરજીવનભાઈ પટેલ, રાજેશભાઈ ભવાનભાઈ પટેલ, કલ્પેશભાઈ ગોવિંદભાઈ પટેલ અને રમેશભાઈ બાલુભાઈ પટેલ રહે ચારેય જશમતગઢ તા. મોરબી એમ કુલ છ આરોપીને ઝડપી લીધા હતા અને સ્થળ…
હળવદમાં ઘર સામે નહિ બેસવા બાબતે બોલાચાલી બાદ બઘડાટી, સામસામી ફરિયાદ બંને પક્ષે છુટા હાથની મારામારી કર્યા બાદ ફરીયાદ નોંધાવી હળવદ પોલીસે બંને પક્ષની સામસામી પોલીસ ફરિયાદ નોંધી હળવદ શહેરના મોરબી દરવાજે મોટા ચોક પાસે ઘર સામે નહિ બેસવા બાબતે બોલાચાલી થયા બાદ બઘડાટી બોલી ગઈ હતી જેમાં છરી વડે ઘા કરી આધેડ સહિતનાના ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવી હોય જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે હળવદના રહેવાસી ઇન્દ્રીશ દાઉદ ચૌહાણ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ એપ્રિલના રોજ રાત્રીના સુમારે ભાઈ જાકીર દાઉદ આવીને તેના ઘરે…
ક્રિકેટને ભલે જેન્ટલમેન ગેમ કહેવાય, પરંતુ ક્યારેક આ ક્રિકેટ પીચ યુદ્ધનું મેદાન બની જાય છે. ઓડિશામાં ક્રિકેટ ટૂર્નામેન્ટ મેચ દરમિયાન કંઈક આવું જ બન્યું. અહીં એક અમ્પાયરને બોલને ‘નો બોલ’ આપવો ભારે પડ્યો છે. અમ્પાયરના આ નિર્ણય પર એક યુવક એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે પહેલા અમ્પાયર સાથે લાંબી દલીલ કરી અને પછી તેને ચાકુ મારીને તેની હત્યા કરી દીધી.વાસ્તવમાં આ ઘટના ઓડિશાના કટકની છે. અહીંના મહિશીલંદા ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ દરમિયાન અમ્પાયરે ‘નો બોલ’નો નિર્ણય આપ્યો. આ વાત પર એક યુવક ગુસ્સે થઈ ગયો. યુવકે અમ્પાયર લકી રાઉતની ત્યાં જ ચાકુ મારીને હત્યા કરી દીધી. જો કે યુવક…
સાબરમતી જેલમાં બંધ માફિયા અતીક અહેમદ ફરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા સંભળાવ્યા બાદ હવે અતિક અહેમદની હત્યાના કેસમાં પૂછપરછ કરવામાં આવશે. યુપી પોલીસે પણ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ રિમાન્ડ પર પણ લઈ શકે છે. યુપી પોલીસ ટૂંક સમયમાં માફિયા અતીક અહેમદની પૂછપરછ કરશે. યુપી પોલીસે હત્યાના કેસ અંગે સાબરમતી જેલને જાણ કરી છે ત્યારે અતિકની મુશ્કેલીઓ ફરી વઘી શકે છે.અતિકનું પ્રકરણ ફરી એકવાર સજા સંભળાવ્યા બાદ સામેઆવ્યું છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં માફિયા અતીક અહેમદને પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને સાબરમતી જેલમાં…
રાહુલ ગાંધીને 13 એપ્રિલના રોજ હાજર રહેવાની જરુર નહીં રહે કેમ કે, એ પહેલા 10 એપ્રિલના રોજ ફરીયાદી તરફથી જવાબ રજૂ કરવામાં આવશે. વકીલો દ્વારા સજા પર સ્ટે માટે દલીલો કરાશે. રાહુલ ગાંઘીને સુરત સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. આ મામલે ફરી સુનાવણી હાથ ધરાશે. માનહાની કેસમાં 3 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. સુરતની સેશન્સ કોર્ટમાં સજા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી. સુરતની કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વતી અપીલ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે જામીન અરજી આપવામાં આવ્યા છે ત્યારે સજા અને દોષની અરજી પર વધુ સુનાવણી 13 એપ્રિલના…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતની સેશન્સ કોર્ટમાં પહોંચ્યા છે. તેઓ માનહાનિના કેસમાં સજાને પડકારવા માટે અહીં પહોંચી ચુક્યા છે. આ કેસમાં સજા સંભળાવ્યાના 11 દિવસ બાદ તેમણે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી છે.રાહુલ કોર્ટમાં નિયમિત જામીન માટે પણ અરજી દાખલ કરશે. કોંગ્રેસના નેતા અને તેમની બહેન પ્રિયંકા ગાંધી સુરત જતા પહેલા તેમને મળવા આવ્યા હતા. પ્રિયંકા ગાંધી પણ રાહુલ સાથે સુરતની સેશન્સ કોર્ટમાં પહોંચ્યા છે. આ પહેલા સોનિયા ગાંધી પણ રાહુલને મળ્યા હતા. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે સુરત આવ્યા છે. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં નીચલી કોર્ટના ચુકાદા સામે હવે 3 મેએ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુરત સેશન્સ કોર્ટે…
રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ, 2023 સુધી લંબાવી છે. મનીષ સિસોદિયા રદ્દ થઈ ગયેલી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં જેલમાં છે. આપને જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે દિલ્હીની કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરી રહેલા એક્સાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે હવે સિસોદિયાને 17 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.કોર્ટની છેલ્લી સુનાવણી દરમિયાન, સિસોદિયાના વકીલે રજૂઆત કરી હતી કે સીબીઆઈ દ્વારા કસ્ટડી ચાલુ રાખવાની વોરંટ આપતી કોઈ ચોક્કસ વાત કહેવામાં આવી નથી. વકીલે કહ્યું…
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો છે કે તત્કાલીન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેમના પર ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા દબાણ કર્યું હતું.કાશ્મીર મુદ્દા અને સરહદ પારના આતંકવાદને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.ઇમરાન ખાને શનિવારે સાંજે લાહોરમાં પોતાના જમાન પાર્ક સ્થિત નિવાસસ્થાને પત્રકારો સાથે વાતચીત કરતા દાવો કર્યો હતો કે જનરલ બાજવા ઈચ્છતા હતા કે હું ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવું. તેઓએ આ માટે…