ગાંધીનગરના સેક્ટર-28 જીઆઈડીસી ખાતે આવેલી એક ફાર્મા કંપનીમાં મેનેજરે મસમોટી છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ફાર્મા કંપનીના મેનેજર સામે કુલ રૂ.1.05 કરોડની છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ મામલે પોલીસે મેનેજર વિરુદ્ધ છેતરપિંડી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ખાતે રહેતાં અને ગાંધીનગરના સેક્ટર 28 જીઆઈડીસી ખાતે આવેલી રાધિમ બાયોટેક ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક આશિષ ગજ્જરે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ મુજબ, તેમની કંપનીની ઓફિસ અમદાવાદ ખાતે છે જ્યારે કંપનીનું ઉત્પાદન યુનિટ ગાંધીનગર સેક્ટર-28 જીઆઈડીસીમાં છે. તેમની ફાર્મા કંપનીમાં ભાવિન પટેલ (ઘોડાસણ, અમદાવાદ) મેનેજર તરીકે નોકરી કરતાં હતા. ભાવિન, કંપનીમાં દવા બનાવવા…
કવિ: satyadaydesknews
સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાંથી આરોપી પોલીસકર્મીને ચકમો આપી ભાગી ગયો હોવાની ઘટના સામે આવી છે. મંદિરમાં ચોરીના ગુનામાં સાળા અને બનેવીની ધરપકડ કરવામાં આવી હતી. લોકઅપમાં બનેવીને ખેંચ આવતા સાળાએ પોલીસકર્મીને જાણ કરી હતી. આથી પોલીસકર્મીએ બંનેને બહાર કાઢ્યા હતા. દરમિયાન આરોપી સાળો તક જોઈને ત્યાં ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસકર્મીએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આરોપી પકડાયો નહોતો. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી મુજબ, મંદિરમાં ચોરી કરવાના ગુનામાં વિજય ઉર્ફે બોબડો અંબાલાલ વાદી અને કિશન જયંતી વાદીને ટ્રાન્સફર વોરંટથી સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. દરમિયાન…
તરઘડિયા અને શુકલ પીપળીયા ગામના બે જુવાનજોધ મિત્રના મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. રાજકોટ થી ઘરે જતી વેળાએ બે કાબુ બનેલા ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતા બંને મિત્રોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. પોલીસે બંને મૃતદેને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ તરઘડીયા ગામે રહેતા બહાદુર છગનભાઈ સાડમિયા નામનો 25 વર્ષીય યુવાન શુક્લ પીપળીયા ગામના તેમના મિત્ર ઘુઘા વિનાભાઈ જખાણીયા નામના 24 વર્ષીય યુવાન સાથે બાઈક પર જતા હતા ત્યારે માલિયાસણ પાસે માતેલા સાંઢની જેમ ધસી આવેલા રાજકોટ પાસિંગના ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં…
ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ એક માતા અને પુત્રી પર એક વ્યક્તિએ હુમલો કરી દીધો. મા-દીકરી એક દુકાને ખરીદી કરવા ગઈ હતી. આ દરમિયાન બંનેએ હિજાબ પહેર્યો ન હતો. તો ત્યાં હાજર એક વ્યક્તિએ મા-દીકરીના માથા પર દહીં નાખી દીધું. આ પછી પોલીસે મા-દીકરીની ધરપકડ પણ કરી લીધી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે હિજાબ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ મા-દીકરીની ધરપકડ કરી. જોકે, બાદમાં દબાણ વધતાં હુમલાખોરને પણ અશાંતિ ફેલાવવાના આરોપસર પોલીસે પકડી લીધો છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું કે કાયદા પ્રમાણે દરેક મહિલા માટે હિજાબ પહેરવું જરૂરી છે. તેમણે કહ્યું- આ દેશના…
રાજકોટમાં એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. શહેરના કોઠારિયા રોડ નજીક આવેલા ઘનશ્યામનગર વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતાની માતાને ઝેરી દવા પીવડાવીને પોતે પણ ઝેરી દવા ગટગટાવી લેતા બંનેનાં મોત નીપજ્યાં છે. ઝેરી દવા પીતા પહેલા શખ્સે એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તે ‘કોઈ માટે કાંઈ કરી શક્યો નથી મને માફ કરજો’ તેમ કહેતા સંભળાય છે. જો કે, આ વીડિયોમાં કયા કારણથી આવું પગલું ભરી રહ્યો છે તે અંગે ઉલ્લેખ કર્યો નથી. આ મામલે હાલ પોલીસે મૃતક પુત્ર સામે ગુનો નોંધી આપઘાત પાછળનું સાંચુ કારણ જાણવા તપાસ આદરી છે.આપઘાત પહેલા મૃતકે બનાવ્યો વીડિયોરાજકોટના કોઠારિયા રોડ નજીક આવેલા ઘનશ્યામનગર…
બિહાર અને પશ્ચિમ બંગાળમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસક ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આ ઘટનાઓમાં અનેક લોકો ઘાયલ થયા છે. સાસારામમાં જ્યાં શનિવારે બોમ્બ વિસ્ફોટમાં 6 લોકો ઘાયલ થયા હતા, ત્યાં સોમવારે સવારે ફરી બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવી છે. બીજી તરફ બંગાળમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે જેમાં ભાજપના નેતા બિમન ઘોષ ઘાયલ થયા છે. પોલીસે હુગલીમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ચાર્જ સંભાળ્યો છે અને હિંસાગ્રસ્ત ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. બિહારના નાલંદા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા 4 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે, સમગ્ર શહેરમાં કર્ફ્યુ પહેલેથી જ લાગુ છે અને…
કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ‘મોદી સરનેમ’ કેસમાં બે વર્ષની સજાના નિર્ણયને પડકારવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધી નીચલી કોર્ટના નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. આ અંગે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ ડરશે નહીં. તેઓ અમિત શાહ, મોદી સામે ઝૂકશે નહીં. તે ન્યાયતંત્ર સમક્ષ જ જશે. એક તરફ, તમે કહી રહ્યા છો કે તેમણે કોર્ટમાં જવું જોઈએ, પરંતુ જ્યારે તે જઈ રહ્યા છે, ત્યારે તેનાથી તમને તકલીફ થઈ રહી છે.”જણાવી દઈએ કે 23 માર્ચે, સુરતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે 52 વર્ષીય ગાંધીને દોષિત ઠેરવ્યા હતા…
રાહુલ ગાંધીથી ભાજપ સરકાર ડરી ગઈ છે. રાહુલ ગાંધીને ઈમેજ ખરાબ કરવાનું કામ ભાજપ કરી રહી છે. અશોક ગેહલોતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો રાહુલ ગાંધીની સુરત મુલાકાત પહેલા કર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી બે વર્ષની જેલની સજા સામે અપીલ દાખલ કરશે. રાહુલ ગાંધી અપીલ દાખલ કરવા માટે બપોરે 3 વાગ્યાની આસપાસ સુરતની સેશન્સ કોર્ટમાં પહોંચશે. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે. આ સાથે અશોક ગેહલોત પણ હાજર રહેશે ત્યારે તેમણે રાહુલ ગાંધી પહેલા પ્રેસ મીડિયાને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.રાહુલ ગાંધીને લોકસભામાં બોલવા દેવામાં આવતા…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું અને શિલોંગ, પુણે અને નાગપુરમાં CBIના નવા બનેલા કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે નવી ઓફિસોના ઉદ્ઘાટનથી સીબીઆઈને કામકાજમાં વધુ મદદ મળશે. CBI તપાસની માગણી માટે આંદોલનો પણ થાય છે, લોકો મામલો CBIને સોંપવાનું કહે છે. ન્યાયની બ્રાન્ડ તરીકે સીબીઆઈનું નામ દરેકના હોઠ પર છે. જેમણે પણ સીબીઆઈમાં યોગદાન આપ્યું છે તે અભિનંદનને પાત્ર છે.ભ્રષ્ટાચારથી મુક્તિ સીબીઆઈની મુખ્ય જવાબદારી આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સીબીઆઈએ 60 વર્ષની સફર પૂર્ણ કરી છે. જનતાનો વિશ્વાસ જીતવો સરળ નથી. પીએમએ કહ્યું…
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વળતો પ્રહાર કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનરને મા કામાખ્યાની ધરતી પર ખોટું બોલવાનું બંધ કરવા કહ્યું. કેજરીવાલે રવિવારે ગુવાહાટીમાં એક રેલીને સંબોધિત કરીને રોજગાર સહિતના અનેક મુદ્દાઓ પર આસામના મુખ્યમંત્રીની ટીકા કરતા કહ્યું હતું કે તેમણે દિલ્હીમાં લગભગ 12 લાખ યુવાનોને નોકરીઓ આપી છે. આ પછી બીજેપી નેતાની પ્રતિક્રિયા આવી છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “દિલ્હીના મુખ્યમંત્રી કેવી બડાઈ હાંકે છે કે તેમણે દિલ્હીમાં બેરોજગાર યુવાનોને 12 લાખ નોકરીઓ આપી છે, જ્યારે દિલ્હી સરકાર હેઠળ કુલ મંજૂર પોસ્ટ લગભગ 1.5 લાખ છે.” તેમણે કહ્યું કે, મા કામાખ્યાની ભૂમિ પર જૂઠું…