લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક જિલ્લાના પ્રમુખો ભાજપ દ્વારા બદલવામાં આવી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથ પટેલે લોકસભા પહેલા ગઈકાલે જ રાજીનામું સામેથી ચાલીને આપતા અનેક તર્ક વિતર્ક સેવવામાં આવી રહ્યા છે જેથી આંતરીક કલેહને કારણ માનવામાં આવી રહ્યું છે ત્યારે પાર્ટીમાં અન્ય નેતાઓ પણ રાજીનામું આંતરીક કલેહના કારણે આપે તેવું પણ બની શકે છે. લગભગ 10 જિલ્લાના પ્રમુખ બદલ્યા છે ત્યારે આ પ્રકારે સામેથી રાજીનામું પડતા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને તેમના જ ગઢ એવા ડાંગ જિલ્લામાંથી ઝટકો લાગ્યો છે. BJP પાર્ટીના દિગ્ગજ અને મહેનતુ નેતા દશરથ પવારે પોતાના પદ પરથી…
કવિ: satyadaydesknews
વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર વિશ્વને ભારતની શક્તિનો અહેસાસ કરાવ્યો છે. કર્ણાટકના હુબલીમાં એક કાર્યક્રમમાં બોલતા જયશંકરે કહ્યું કે હવે એવું ભારત નથી રહ્યું જે ત્રિરંગાનું અપમાન સહન કરે. આ દરમિયાન જયશંકરે લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં તિરંગાના કથિત અપમાન અને ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવેલા હોબાળા માટે બ્રિટિશ પ્રશાસન પર પણ ઉગ્ર નિશાન સાધ્યું હતું.”હાઈ કમિશનરે પહેલા કરતા પણ મોટો ત્રિરંગો ફરકાવ્યો”વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે થોડા દિવસો પહેલા લંડન, કેનેડા અને સાન ફ્રાન્સિસ્કોમાં કેટલીક ઘટનાઓ જોવા મળી છે. જ્યારે આ ઘટના બની ત્યારે અમારા હાઈ કમિશનરે આખી ઈમારત પર પહેલા કરતા મોટો રાષ્ટ્રધ્વજ લગાવી દીધો. આજનું ભારત…
માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત સેશન્સ કોર્ટમાં આવી રહ્યા છે. આ સમયે તેમના સમર્થનમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ પણ સુરત ખાતે આવી રહ્યા છે. આથી સુરત પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન સુરતમાં એરપોર્ટથી લઈને સર્કિટ હાઉસ સુધીના માર્ગ પર ઠેર ઠેર રાહુલ ગાંધીના સમર્થનમાં વિવિધ પોસ્ટર લગાડવામાં આવ્યા છે. આથી સુરતમાં જાણે કોઈ ચૂંટણીનો માહોલ સર્જાયો હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય, આગેવાનો નજરકેદ કરાયામાહિતી મુજબ, સોમવારે રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત આવેલા જંબુસરના પૂર્વ ધારાસભ્ય સહિત કેટલાક કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા…
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2023ની તેમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે માત્ર 16.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ટીમ માટે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ વચ્ચે રેકોર્ડ બ્રેક ભાગીદારી નોંધાઈ હતી. બંનેએ 89 બોલનો સામનો કર્યો અને 148 રનની ભાગીદારી કરી હતી. કોહલીએ મેચના અંત સુધી 49 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. IPL 2023ની પહેલી જ મેચમાં વિરાટ કોહલીએ પોતાની શાનદાર ઇનિંગ રમી હતી. મુંબઈ સામે રમાયેલી આ મેચમાં કોહલીએ 49 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 82 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ…
Bollywood Actress: 21 વર્ષની આ સુંદરીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી આવી સેલ્ફી, જોતા જ રહી જશો તેનું સૌંદર્ય ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે અહીં પોતાનું મોટું નામ બનાવ્યું છે અને તે પછી તેઓ ટીવીથી ફિલ્મોમાં આવી ગયા છે. આ સુંદરીઓમાં એક એવું નામ પણ સામેલ છે જે ટીવી અને ફિલ્મો બંનેમાં કામ કરી રહી છે, જે એટલી જ પ્રખ્યાત છે અને ઉંમરમાં ઘણી નાની છે. આ અભિનેત્રીએ આજે માત્ર 21 વર્ષની ઉંમરે જે સિદ્ધિ મેળવી છે તે પ્રશંસનીય છે! અમે અહીં જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યાં છીએ તે ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ સક્રિય છે અને દરરોજ નવા ફોટા અને…
Ray Kurzweil Predictions: શું તમે ક્યારેય અમર બનવાનો વિચાર કર્યો છે? આપણે ઘણી પૌરાણિક કથાઓમાં અમરત્વની વાતો સાંભળી છે, પણ શું માણસ પોતાને અમર બનાવી શકશે? અત્યાર સુધી અમરત્વ માત્ર એક ખ્યાલ છે, જેના પર સમગ્ર વિશ્વમાં કામ થઈ રહ્યું છે. તાજેતરમાં, એક ભૂતપૂર્વ Google વૈજ્ઞાનિકે અમરત્વ વિશે ભવિષ્યવાણી કરી છે.જો કે ઘણા લોકો અમરત્વ વિશે ભવિષ્યવાણી કરતા રહે છે, પરંતુ જે વ્યક્તિએ આ અનુમાન લગાવ્યું છે, તેની 86% ભવિષ્યવાણીઓ સાચી પડી છે. ગૂગલના ભૂતપૂર્વ એન્જિનિયર રે કુર્ઝવીલે આ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. તેઓ માને છે કે વ્યક્તિ આગામી 7 વર્ષમાં અમર બની જાય છે.શું છે વૈજ્ઞાનિકનો દાવો?1999 માં, કમ્પ્યુટર…
BYD Seagull EV: ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક કારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઘણી ઓટો કંપનીઓએ ઇલેક્ટ્રિક કાર બનાવવાનું શરૂ કરી દીધું છે. આ કારોની માંગ પણ દિવસેને દિવસે વધી રહી છે. આ દરમિયાન ચીનની અગ્રણી ઓટોમોબાઈલ કંપની BYDએ તેની લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. કંપનીએ તેનું નામ BYD Seagull રાખ્યું છે. આ કારને ખાસ કરીને શહેરીજનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સીગલ BYDE-પ્લેટફોર્મ 3.0 પર આધારિત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારમાં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. આવો જાણીએ આ કારની ખાસિયત વિશે.એક રિપોર્ટ અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે આ કારની લંબાઈ 3780mm…
જૂનાગઢમાં દર રવિવારે બહાઉદીન કોલેજ પાસે રવિવારી બજાર ભરાય છે ડમ્પિંગ સાઈડ પાસે જ રખાયેલી ગુજરી બજારમાં 150 થી 200 ધંધાર્થીઓ દ્વારા ખાટલાઓ રાખી કપડાં ઉપરાંત ઘર વપરાશની ચીજવસ્તુઓ વેચવામાં આવે છે જેની ખરીદી માટે હજારો લોકો આવે છે અહીંયા ધંધો કરવા આવતા લોકો પાસેથી મનપા દર મહિને ટોકન ફી રૂપે મોટી રકમ ઉઘરાવે છે પરંતુ મનપા તંત્ર દ્વારા ગુજરી બજારમાં સાફ સફાઈ કરાવવામાં આવતી ન હોવાથી અહીંયા કચરાના ગંજ ખડકાય છે અને ગંદકી વચ્ચે ધંધાર્થીઓને ના છૂટકે વેપાર કરવો પડે છે ધંધાર્થીઓના જણાવ્યા મુજબ તંત્રને અવારનવાર સફાઈ બાબતે રજૂઆત કરવામાં આવે છે પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી આ ઉપરાંત…
અરવલ્લી જિલ્લાના કુણોલ,કિશનગઢ અને વાંકાનેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આરોગ્ય સેવાઓની ગુણવત્તાના માપદંડમાં ખરાં ઉતરતાં ભારત સરકારના નેશનલ હેલ્થ સિસ્ટમ રીસોર્સીસ સેન્ટર યુનિટ દ્વારા નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ સિસ્ટમ રીસોર્સીસ સેન્ટર (એનએચએસઆરસી)યુનિટ દ્વારા માર્ચ-૨૦૨૩માં અરવલ્લી જિલ્લાની મુલાકાતે બે ટીમોને મોકલીને ભિલોડા તાલુકાના કિશનગઢ અને વાંકાનેર અને મેઘરજના કુણોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ૬ વિભાગોનું મૂલ્યાંકન કરાયુ હતુ. કલેકટર ડૉ.નરેદ્રકુમાર મિના, ડીડીઓ કમલ શાહ, સીડીએચઓ ડૉ. એમ.એ.સિદ્દીકીના માર્ગદર્શનથી જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ ઓફિસર, ડૉ.કૌશલ પટેલની આગેવાની હેઠળ ત્રણેય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું રાજ્ય કક્ષાએ મૂલ્યાંકન કર્યા બાદ કેન્દ્ર કક્ષાએ મોકલ્યુ હતુ. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર…
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીનું સેલવાસ સ્માર્ટ સીટી તરફ ડગ માંડી રહ્યું છે. ત્યારે દેશના અન્ય શહેરોની તુલનાએ સેલવાસ એક એવું શહેર છે. જેમાં પ્રશાસન ઇલેક્ટ્રિક બસ સેવા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ચલાવે છે. આ ઇલેક્ટ્રિક બસ વાપી સહીતના દૈનિક 16 રૂટ પર 118 ટ્રીપ દ્વારા 6800 મુસાફરોને તેના ગંતવ્ય સ્થાને પહોંચાડી રહી છે.પર્યાવરણને સ્વચ્છ રાખવામાં અનોખી ભૂમિકા પ્રદાન કરી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વ્હિકલનો વધુમાં વધુ ઉપયોગ થાય તે દિશામાં પહેલ કરી છે. જો કે, કેન્દ્ર સરકારની આ પહેલથી એડવાન્સ રહી દાદરા નગર હવેલી અને દમણ પ્રશાસને ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરી છે. જેના થકી અત્યાર સુધીમાં 1300…