How To Make Capsicum Chutney : સાંધાના દુખાવામાં રાહત આપે છે કેપ્સિકમની મસાલેદાર ચટણી, જાણો રેસિપી…How To Make Capsicum Chutney : કેપ્સિકમ એક લીલું શાકભાજી છે જે પ્રોટીન, ફાઈબર, આયર્ન, વિટામિન સી અને કાર્બોહાઇડ્રેટ જેવા ગુણોથી ભરપૂર છે… એટલા માટે કેપ્સીકમનું સેવન કરવાથી તમને ઘણા પોષક તત્વો મળે છે… કેપ્સીકમની મદદથી તેને સામાન્ય રીતે શાક કે પિઝા બનાવીને ખાવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય કેપ્સીકમની ચટણીનો સ્વાદ ચાખ્યો છે? જો નહીં, તો આજે અમે તમારા માટે કેપ્સીકમની ચટણી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. . . . કેપ્સીકમનું સેવન ડાયાબિટીસથી વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં…
કવિ: satyadaydesknews
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ને રિટાયરમેન્ટ ફંડ બનાવવા માટે એક બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. આ લાંબા સમયની ઇન્વેસ્ટ યોજના છે. નોકરી કરતા લોકો નોકરી દરમિયાન આ યોજનામાં પૈસા જમા કરે છે, જે રિટાયરમેન્ટ પછી પેન્શનના રૂપમાં મળે છે. આ સ્કીમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ પણ સબસ્ક્રાઇબર્સને આ વિશે જાણ કરી છે. હવે પેન્શન કોર્પસ ઉપાડતા પહેલા કેટલાક ડોક્યુમેન્ટ્સ સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી (CRA) પર અપલોડ કરવાના રહેશે.ડોક્યુમેન્ટ્સ ફરજિયાત અપલોડ કરવાNPSમાંથી નાણાં ઉપાડવાના નવા નિયમો સ્કીમમાંથી બહાર નીકળનારા કસ્ટમર્સ માટે વાર્ષિક પેમેન્ટ ઝડપી અને આસાન બનાવશે. ઉપાડ સાથે સંબંધિત…
જુનાગઢ જેતપુર હાઇવે પર જેતપુર તરફથી આવતા વાહનોની ઝડપ ધીમી થાય તે માટે તાલુકા પોલીસની હદમાં બેરીકેડ રાખવામાં આવ્યા છે અને ત્યાં ચેકપોસ્ટ રાખવામાં આવી છે ગતરાત્રે કાથરોટા ગામના જયેશભાઈ હરિભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 35 અને કાંતિલાલ ઉર્ફે કાનાભાઈ ડાયાભાઈ દેગડા આ ચેકપોસ્ટ ખાતે ફરજ પર હતા. ગત મોડી રાત્રે જેતપુર તરફથી એક જીજે 18 બીએચ 7 નંબરની આઈ ટ્વેન્ટી કાર પૂરઝડપે આવી હતી બેરીકેડમાં આ કારના ચાલકે ધીમી ન પાડતા કાર બેરીકેડ સાથે અથડાઈ હતી બાદમાં બેકાબૂ બનેલી કાર ચેકપોસ્ટમાં ઘુસી ફરજ પર રહેલા જીઆરડી જવાન કાંતિલાલ અને જયેશભાઈ સાથે અથડાઈ હતી જેમાં જયેશભાઈ કાર હડફેટે ફંગોળાઈ ગયા હતા…
ચવરા ખાતે યોજયેલા કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના વિકાસની કેડી કંડારી છે તેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આગળ વધારી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2002 માં ગામના લોકોને ચોવીસ કલાક વીજળી મળી રહે તે માટે જ્યોતિગ્રામ યોજના શરૂ કરી હતી જેના લીધે આજે ગામડામાં ચોવીસ કલાક વીજળી મળી રહે છે. આ યોજનાને કારણે આજે દેશમાં ચોવીસ કલાક વીજળી આપતું ફક્ત ગુજરાત રાજ્ય જ છે એમ કહ્યું હતું. ધરમપુર તાલુકાના મહારાષ્ટ્ર સરહદે આવેલા બોર્ડર વિલેજના ખડકી, માધુરી, ચવરા, ખોબા, ખપાટીયા, સાતવાંકલ અને તૂતરખેડના ગામોની અંદાજીત 4200 ની વસ્તીને નાસિક…
આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ સંસ્થાના પ્રમુખને મહાવિદ્યાલયના વિકાસમાં સારી કામગીરી બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી વિસ્તારોમાં નવી આશ્રમશાળાઓ, આશ્રમશાળાઓ નું નવીનીકરણ અને બીજી અનેક સુવિધાઓ પૂરી પાડી રહી છે. આ મહાવિદ્યાલય દ્વારા શિક્ષણ પૂરું પાડી આ સંસ્થા સારું કામ કરી રહી છે આ કામમાં સરકાર પણ સંસ્થાને શ્રેષ્ઠ સ્થાને લઇ જવા દરેક ક્ષેત્રે સાથ આપશે. આ સંસ્થાના વિકાસ કાર્ય માટે હું નિમિત્ત માત્ર છું. પ્રાકૃતિક ખેતી ભવિષ્યનો સૌથી સારો વિકલ્પ છે ત્યારે આ સંસ્થા પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉચ્ચ કામ કરે તેવી શુભકામના પાઠવું છું. ગણદેવી, ધરમપુર અને કપરાડાના ધારાસભ્યોએ પ્રાસંગિક ઉદબોધનમાં આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી…
રૂ. 10.40 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ સબ સ્ટેશનોનું લોકાર્પણ થતા આસપાસના 8 કિમી સુધીના વિસ્તારમાં આવેલા કુલ 8 ગામના 9173 વીજ ગ્રાહકોને હવે ગુણવત્તાસભર વીજ પુરવઠો નિરંતર મળતો રહેશે. લોકાર્પણ પ્રસંગે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દરેક કાર્યમાં વીજળીની જરૂર પડે જ છે તેથી વીજળી જનજીવનનું અગત્યનું પરિબળ છે.ત્યારે ગુજરાત સમગ્ર દેશમાં વપરાતી વ્યક્તિદીઠ વીજળી કરતા ડબલ વપરાશ કરે છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતે દરેક ક્ષેત્રમાં જેમ કે ખેતી, ઉદ્યોગ વગેરેમાં ખૂબ જ સારો વિકાસ કર્યો છે. સોલાર ક્ષેત્રમાં પણ ગુજરાત દેશની ૮૨% સોલાર રૂફ્ટોપ ધરાવે છે. એકંદરે ગુજરાતનો પૂરઝડપે વિકાસ થઈ રહ્યો છે. આ…
માનહાનીના કેસમાં સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી દ્વારા આજે સુરત કોર્ટમાં અરજી કરવામાં આવશે. રાહુલ ગાંધી આજે સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરશે. તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે. સજા સંભળાવ્યા બાદ 11 દિવસ બાહ રાહુલ કરશે કાર્યવાહી કરવામાં આવશે. સુરત જિલ્લા અને સેશન્સ કોર્ટની સીજેએમ કોર્ટના નિર્ણયને પગલે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું છે. ત્યારે રાહુલ ગાંધી નીચલી કોર્ટના નિર્ણયને સુરતની સેશન્સ કોર્ટમાં પડકારશે. સુરત કોર્ટે તાજેતરમાં જ બે વર્ષની સજા રાહુલ ગાંધીને સંભળાવી છે. ત્યારે 11 દિવસ બાહ રાહુલ ગાંધી કાયદાકીય કાર્યવાહી કરશે. કોર્ટની સજા બાદ રાહુલે સાંસદપદ ગુમાવવું પડ્યું છે. જેને લઈને રાજકારણ પણ દેશભરમાં ભાજપ કોંગ્રેસના નિવેદનોને…
રોટરી ક્લબ ઓફ ક્લબના પ્રમુખ સ્વાતિ શાહે ઉપસ્થિત સૌને આવકારતા સ્વાગત પ્રવચન કર્યું હતું. બાદ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ શ્રી પ્રકાશ પટેલ અને બીડીસીએના સેક્રેટરી જનક દેસાઈએ દીપ પ્રગટાવીને ટુર્નામેન્ટનો આરંભ કરાવ્યો હતો. તા. 1લી એપ્રિલથી શરૂ થયેલ આ ટુર્નામેન્ટ સંદર્ભે માહિતી આપતા પ્રોજેક્ટ ચેરમેન ચેતન પટેલ(રાબડા) એ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટની દરેક મેચમાં મેન ઓફ ધ મેચ ટ્રોફી આપવામાં આવશે. સિરીઝના બેસ્ટ બેટ્સમેન તથા બેસ્ટ બોલરને રૂ. 5 હજારના ઇનામો અને ટ્રોફી, મેન ઓફ ધ સિરીઝને રૂ. 11 હજારના ઇનામ અને ટ્રોફી તથા ફાઇનલ મેચ જીતનારને રૂ. 1.27 લાખના ઇનામ અને ટ્રોફી અપાશે જ્યારે રનર્સઅપને રૂ. 75 હજારના ઇનામ…
સ્પોર્ટ્સના કાર્યક્રમો કરવામાં આર્થિક દેશનું કારણ આગળ ધરતી જુનાગઢ મનપા અઢી લાખથી વધુનો ખર્ચ કરી તમામ નગરપાલિકાઓની વડોદરા ખાતે આયોજિત મેચ રમવા ગઈ હતી જેમાં મેયરની ટીમ સામે અન્ય શહેરના મેયરની ટીમ અને કમિશનરની ટીમ સામે અન્ય મનપાના કમિશનરની ટીમના મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જુનાગઢના મેયર અને કમિશનરની ટીમ ત્રણ દિવસથી મેચ રમવા વડોદરા ખાતે ઉત્સાહભેર પહોંચી ગઈ હતી વડોદરાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જૂનાગઢના મેયરની ટીમનો અમદાવાદના મેયરની ટીમ સામે 20-20 ઓવરનો જંગ થયો હતો જેમાં પ્રથમ દાવ જૂનાગઢના મેયરની ટીમે લીધો હતો મેયરની ટીમ માત્ર 40 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી…
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝે 2 વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે. શ્રીલંકાની ટીમ પણ એક વખત ચેમ્પિયન બની છે, પરંતુ બંને ટીમો પર ODI વર્લ્ડ કપ રમવાનું જોખમ છે. ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ODI વર્લ્ડ કપની મેચો યોજાવાની છે. બીજી તરફ અફઘાનિસ્તાનથી લઈને બાંગ્લાદેશ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયું છે. ભારત સહિત 7 દેશોએ વર્લ્ડ કપ સુપર લીગમાં શાનદાર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટેબલમાં 8મા નંબર પર રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ પણ વર્લ્ડ કપમાં લગભગ ફિક્સ માનવામાં આવી રહી છે. તેણે ફાઈનલ મેચમાં નેધરલેન્ડ સામે મોટી જીત નોંધાવી હતી. વર્લ્ડ કપ સુપર લીગની વાત કરીએ તો…