માલપુર જાયન્ટસ ગ્રુપ એક સેવાભાવી સંસ્થા છે.માલપુર તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સેવાકીય કામગીરી કરવામાં આવે છે. ત્યારે આજે ગત ટર્મના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતાં નવી કમિટી માટે શપથવિધિ અને પદ ગ્રહણ કાર્યક્રમ એમડી પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો હતો. માલપુર જાયન્ટ્સના પ્રમુખ તરીકે મહેશ પટેલ તેમજ સહિયાર જાયન્ટ્સ પ્રમુખ તરીકે હેમાબેન શર્માની નિમણૂક કરવામાં આવી હતી. તેમની ટીમને શપથવિધિ અધિકારી પ્રવીણ પરમાર દ્વારા શપથ લેવડાવ્યામાં હતા. બાકીની બંને પાંખના અન્ય હોદ્દેદારોને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ વિઠ્ઠલ પટેલ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમમાં લકુલીશ આશ્રમ કાયાવરોહણના મહંત આદરણીય પ્રીતમ મુનિજી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. તેમની…
કવિ: satyadaydesknews
મારુતિ સુઝુકી તેની આર્થિક, ઓછા મેઇનટેનન્સ અને બેસ્ટ માઈલેજ કાર માટે જાણીતી છે. તે દેશની સૌથી પોપ્યુલર કાર બ્રાન્ડ છે. કંપનીએ માર્કેટમાં લગભગ દરેક સેગમેન્ટમાં તેના વ્હીકલ લોન્ચ કર્યા છે, પછી તે હેચબેક હોય કે સેડાન, SUV, MPV દરેક સીરીઝમાં. જો કે અન્ય ઓટોમેકર્સ ચોક્કસપણે આ તમામ સેગમેન્ટમાં કંપનીને કોમ્પિટિશન આપે છે, પરંતુ એક એવો સેગમેન્ટ છે જેમાં મારુતિ સુઝુકી રાજ કરે છે. અમે ‘VAN’ સેગમેન્ટ વિશે વાત કરી રહ્યા છીએ, આ સીરીઝમાં માત્ર એક કાર સાથે, કંપનીએ લગભગ 94% બજાર કબજે કર્યું છે.મારુતિ સુઝુકીની પોપ્યુલર વાન મારુતિ ઈકોએ તાજેતરમાં જ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દેશની સૌથી…
બનાસકાંઠા જિલ્લામાં હંમેશાથી પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે તેના કાયમી ઉકેલની દિશામાં કદમ માંડ્યા છે. પ્રધાનમંત્રીશ્રીના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણના આહવાનને ઝીલી બનાસકાંઠાએ ૯૯ અમૃત સરોવર નું નિર્માણ કર્યું છે. જોઈએ બદલાતા બનાસકાંઠા અંગેનો આ વિશેષ અહેવાલ અમારી રજૂઆત ” ૧૦૦ દિવસ -સાથ,સહકાર અને સેવા” માં. ગુજરાતનો સરહદી જિલ્લો એટલે બનાસકાંઠા…. બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઉંડા હતા અને પાણીની સમસ્યા હતી. રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના થકી તળાવો ઉંડા તથા નવીન બનાવી પાણીદાર ગુજરાત બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. જેના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 99થી વધુ અમૃત સરોવરનું નિર્માણ…
સમર વેકેશન પડી રહ્યું છે ત્યારે લોકો તેમના ફરવાના પ્લાન પણ બનાવી રહ્યા છે ત્યારે ફેમિલી સાથે કે ગ્રુપમાં જતા પ્રવાસીઓની મુસાફરી આસાન બને તે હેતુથી વિશેષ સાપ્તાહીક ટ્રેનો શરુ કરવામાં આવી રહી છે. જેમાં ભાવનગર – બાંદ્રા ટ્રેનનો લાભ મુસાફરોને મળશે. યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદ દ્વારા આ ટ્રેનના શિડ્યુઅલથી લઈને કઈ ટ્રેન ક્યાં દોડશે તેને લઈને વિગતો જણાવવામાં આવી હતી.આ વિશેષ ટ્રેનો અને તેનો સમયગાળો આ પ્રમાણેનો રહેશેટ્રેન નંબર 09208/09207 ભાવનગર – બાંદ્રા સાપ્તાહિક…
સુરતના છાપરાભાઠા વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રવાસી રત્ન કલાકારની સાડા ત્રણ વર્ષની દીકરી માત્ર અંગ્રેજી બોલે છે. પરિવારમાં કોઈને અંગ્રેજી બોલતા પણ આવડતું નથી. પરંતુ તેમની બાળકી જ્યારે બોલતા શીખી ત્યારે પહેલો અક્ષર પણ અંગ્રેજીનો જ હતો. બાળકીના માતા પિતા ચમત્કાર માની રહ્યા છે.માની લો કે તમે બાળક ના પીતા છો અને તમારા પરિવારમાં માત્ર ગુજરાતી ભાષાજ બોલાય છે અન્ય ભાષા આખા પરિવારમાંથી કોઈ ને આવડતી નથી. તમારા પરિવારમાં જે બાળક આવ્યું છે તે તમારા પરિવારની ભાષાથી વિરુદ્ધ અંગ્રેજી જ બોલે તો તમારા કેવા હાલ થશે. આવીજ એક ઘટના સુરતમાં છાપરાભાઠા વિસ્તારના રિવંતા રિવેરામાં રહેતા સૌરાષ્ટ્રના વતની રત્ન કલાકાર પરિવારની માત્ર સાડા ત્રણ…
Eating Tips : જમ્યા પછી જરૂર ખાઓ આ 2 વસ્તુઓ, દૂર થશે બીમારીઓસારા સ્વાસ્થ્ય માટે, આપણે દરરોજ નિયમિતપણે સ્વસ્થ આહાર લેવો જોઈએ, તો જ આપણે આંતરિક રીતે મજબૂત બનીશું અને રોગોથી સુરક્ષિત રહીશું. જો ખોરાક હેલ્ધી ન હોય તો સ્થૂળતા, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવી બીમારીઓનો ખતરો રહે છે. આપણા માટે ત્રણેય સમયનું ભોજન આરોગ્યપ્રદ હોવું જોઈએ, પરંતુ આપણે જમ્યા પછી શું ખાવાનું પસંદ કરીએ છીએ તેનો પણ વિચાર કરવો પડશે. કેટલાક લોકો વરિયાળી અથવા કોઈપણ માઉથ ફ્રેશનર ચાવવાનું પસંદ કરે છે, જ્યારે ઘણા લોકો મીઠી વસ્તુઓ પસંદ કરે છે. .જમ્યા પછી ગોળ અને ઘીનું…
ભારત સરકારે તેની નવી વિદેશી વેપાર નીતિ (નવી FTP) 2023ની જાહેરાત કરી છે. કોમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે નવી વિદેશી વેપાર નીતિની જાહેરાત કરી હતી, જે ગ્લોબર બિઝનેસમાં મંદી વચ્ચે નિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે. નવી વિદેશ વ્યાપાર નીતિએ 2030 સુધીમાં ભારતની માલસામાન અને સેવાઓની નિકાસને $2 ટ્રિલિયન સુધી લઈ જવાના વિઝન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ 1 એપ્રિલ, 2023 થી અમલમાં આવશે. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે નવી નીતિ રૂપિયામાં વેપારના આંતરરાષ્ટ્રીયકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.ઈ-કોમર્સ અને એક્સપોર્ટ હબ પર ફોકસ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ સંતોષ સારંગીએ જણાવ્યું હતું કે FY2023માં ભારતની કુલ નિકાસ 2021-22માં $676 બિલિયનની સામે…
આજે નાણાકિય વર્ષનો પહેલો દિવસ એટલે કે 1 એપ્રિલ છે. નવા નાણાકિય વર્ષની શરૂઆતમાં લોકોને મોંઘવારીથી થોડી રાહત મળી છે. સરકારે એલપીજી ગેસના સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જોકે, આ ઘટાડો ફક્ત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 92 રૂપિયાનો ઘટાડો થયો છે. તેની સાથે તે દિલ્હીમાં હવે 2028 રૂપિયામાં મળી રહ્યો છે. 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તેનો ભાવ અગાઉ જેટલો જ છે. ઘટાડા સાથે કેટલામાં મળી રહ્યો છે ગેસ સિલિન્ડર કોલકાતા: 2132 રૂપિયા દિલ્હી: 2028 રૂપિયા ચેન્નાઈ: 2192.50 રૂપિયા મુંબઈ: 1980 રૂપિયા ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ જાણો અમદાવાદ: 1110 રૂપિયા…
મૂળ મધ્યપ્રદેશના અને હાલ જસદણના વાજસુરપરા વિસ્તારમાં રહી મજૂરીકામ કરતા પરીવારની 13 વર્ષીય બાળાને આટકોટમાં રહેતો અને એક પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરવાનું કામ કરતો દિલીપ ઉર્ફે દીપુ વશરામ સોલંકી(ઉ.વ.27) નામનો નરાધમ શખ્સ લગ્નની લાલચ આપી બાઈકમાં બેસાડી બાળાને અવારનવાર આટકોટ ગામથી ત્રણ કી.મી. દૂર એક મકાનમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની સગીરાના પિતાની ફરિયાદના આધારે જસદણ પોલીસે વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધી દુષ્કર્મ ગુજારનાર નરાધમ શખ્સને ગણતરીની કલાકોમાં પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં 13 વર્ષીય બાળા પર દુષ્કર્મ ગુજારનાર આ નરાધમ શખ્સએ 15 દિવસ અગાઉ પણ આ જ રીતે તેને ઉઠાવી જઈ બળજબરી કરી હોવાની ભોગ બનનાર…
દહેજની બેઝ કેટાલીસ્ટ કંપની માં કથિત એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવતા ક્લોરીનેશન દરમ્યાન રીએકશન સમયે બે કામદાર દાઝ્યા. બેઝ કેટલીસ્ટ ના સંચાલકોએ આ લખાય છે. ત્યાં સુધી પોલીસ ને જાણ કરી નથી. શું મામલો છુપાવવાનો પ્રયત્ન છે..?? જાણવા મળતી વિગત અનુસાર જીએસીએલ ની બેઝ કેટલીસ્ટ કંપનીમાં ૨ કામદાર ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે,કથિત એલ્યુમિનિયમ ક્લીરાઈડ બનાવવાના રીએકશન માં ક્લોરીન વપરાતો હોઈ શક્ય છે કે કામદાર દ્વારા પ્રેસરનું ધ્યાન ન રખાયું હોઈ ક્લોરીનનું પ્રેસર વધતા આ ઘટના બની હોઈ શકે ત્યારે ફેકટરી ઇન્સ્પેકટર દ્વારા ઘટનાની તલસ્પર્શી તપાસ થાય તેવી કામદાર આલમ માં ચર્ચા ઉઠવા…