કવિ: satyadaydesknews

જેતપુરના સામાકાંઠે વિસ્તારમાં એક બાળકીનો મૃતદેહ પ્લાસ્ટિકની કોથળીમાં વિટાયેલી હાલતમાં મળી આવતા ચકચારી મચી જવા પામી છે. સાંજના સમયથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવતા હત્યાની શંકાએ મોતનું સચોટ કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. બાળકી પર ગેંગરેપ થયાની શંકાએ પોલીસે 6 થી 7 શકમંદોને પોલીસ મથકે બોલાવી પૂછપરછ હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકની રિયા નામની અઢી વર્ષની બાળકી સાંજના 5 વાગ્યાની આસપાસ ગુમ થઈ હતી. ત્યાર બાદ પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી. તે દરમિયાન સામાકાંઠા જન કલ્યાણી વિસ્તારમાંથી વસુંધરા પ્રીન્ટની બાજુની ખુલ્લી જગ્યાએ…

Read More

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે માણસા ખાતે રૂ. ૫૬ કરોડના વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ- ખાતમુહૂર્ત સમારોહમાં જણાવ્યું હતું કે, પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન તળે ગુજરાતને દેશમાં વિકાસમાં પ્રથમ નંબરના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાના નિર્ઘાર સાથે સરકારે વિકાસને સૌથી વઘુ પ્રઘાન્ય આપ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શાહે જણાવ્યું હતું કે, ‘વિકાસનો વિચાર’ મહત્વપુર્ણ છે અને તેને સાકાર કરવો એથી પણ વઘુ મહત્વપૂર્ણ છે. માણસામાં માલણ-ચંદ્રાસણ અને મલાવ તળાવનું જોડાણ થવાથી માણસા વિસ્તારમાં ભૂગર્ભ જળનું સ્તર ઉપર આવશે અને જળક્રાંતિ થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. માણસા પંથકમાં કેન્દ્ર અને રાજય સરકારે અત્યાર સુઘીમાં કુલ રૂ. ૧૧૮૨…

Read More

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન ફિલ્મ અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સને ગુપ્ત રીતે પૈસા ચૂકવવાના આરોપોની નિંદા કરી છે. ટ્રમ્પે આ આરોપોને વિચ હન્ટ ગણાવ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ નિર્દોષ છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતી વખતે ડેમોક્રેટ્સે વિચાર્યા વિના આરોપો લગાવ્યા છે અને સંપૂર્ણપણે નિર્દોષ વ્યક્તિને દોષી ઠેરવ્યા છે. તેણે એવું કામ કર્યું છે, જેની કલ્પના પણ કરી શકાતી નથી.’દેશના ઈતિહાસમાં આવું પહેલાં ક્યારેય બન્યું નથી’મની હશ સંબંધિત એક કેસના નિર્ણય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ અમેરિકન ઈતિહાસમાં સૌથી મોટી રાજકીય ઉત્પીડન અને ચૂંટણીમાં હસ્તક્ષેપ છે. અહીંના ડાબેરી ડેમોક્રેટ્સ દેશના મહેનતું સ્ત્રી-પુરુષોના દુશ્મન…

Read More

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે કોર્ટે CBI દ્વારા નોંધાયેલા કેસમાં તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. માહિતી મુજબ, હવે મનીષ સિસોદિયા નીચલી કોર્ટના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરશે.દિલ્હીની નવી લિકર પોલિસીમાં ભ્રષ્ટાચારના આરોપમાં લાંબી પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તિહાર જેલમાં લાંબા સમય સુધી તેમની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ બાદ EDએ તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં પણ સિસોદિયાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી.જાણો, કોર્ટે શું કહ્યું?મીડિયા અહેવાલ મુજબ, વિશેષ ન્યાયાધીશ એમ.કે.…

Read More

પીવી સિંધુ ઓગસ્ટ 2022 પછી પ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. મેડ્રિડ સ્પેન માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટના અંતિમ-16માં સિંધુએ ઈન્ડોનેશિયાની કુસુમાવર્દિનીને 36 મિનિટમાં 21-14, 21-16થી પરાજય આપ્યો હતો. સિંધુ જ નહીં, પાંચમો ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંત પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો. તેણે ભારતના બી સાઈપ્રણીતને સીધી ગેમમાં 21-15, 21-12થી હરાવીને અંતિમ-8માં જગ્યા બનાવી હતી. આ સાથે જ ટુર્નામેન્ટમાં પ્રિયાંશુ રાજાવત અને કિરણ જ્યોર્જનો પડકાર ખતમ થઈ ગયો છે. શરૂઆતના રાઉન્ડમાં સતત હાર મળી રહી હતી બીજી ક્રમાંકિત સિંધુ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ બાદથી સારો સમય પસાર કરી રહી નથી. તેણે હીલની સર્જરી કરાવ્યા બાદ જાન્યુઆરીમાં મલેશિયા ઓપનમાં પુનરાગમન કર્યું…

Read More

Mrs Undercover : ક્યારેક ગૃહિણી તો ક્યારેક એજન્ટ, રાધિકા આપ્ટે સિરિયલ કિલરની વિચિત્ર સ્ટાઈલમાં હોશ ઉડાડવા આવી…Mrs Undercover : બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે છેલ્લા કેટલાક સમયથી મોટા પડદા પર નહીં પરંતુ OTT પર પોતાની અદભૂત કુશળતા બતાવી રહી છે. રાધિકા આપ્ટે ફરી એકવાર નવી વેબ ફિલ્મ માટે હેડલાઇન્સમાં છે. તાજેતરમાં રાધિકા આપ્ટેની આગામી વેબ ફિલ્મ ( Netflix Web Films ) ‘મિસિસ અન્ડરકવર’નું ટ્રેલર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ વેબ ફિલ્મમાં રાધિકા આપ્ટે એક ગૃહિણી હોવાની સાથે અન્ડરકવર એજન્ટની ભૂમિકા ભજવતી જોવા મળશે. સસ્પેન્સ અને રોમાંચથી ભરેલી આ શ્રેણી G5 પર સ્ટ્રીમ કરવામાં આવશે.અદભૂત અભિનય દિલ જીતી લેશે!’મિસિસ…

Read More

iPhone 14 Discount Sale: જો તમે સસ્તામાં પ્રીમિયમ ફોન ખરીદવા માંગો છો, તો iPhone 14 પર હાલ આકર્ષક ઑફર્સ ઉપલબ્ધ છે. જો કે આ દિવસોમાં ફ્લિપકાર્ટ પર કોઈ ખાસ સેલ ચાલી રહ્યો નથી, પરંતુ તમે ગયા વર્ષે લોન્ચ કરાયેલા આ ફ્લેગશિપને કેટલાક હજારના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. સ્માર્ટફોન પર ફ્લેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત બેંક ઓફર્સ પણ ઉપલબ્ધ છે.ઑફર્સ પછી તમે લગભગ iPhone 13 ની કિંમતે iPhone 14 ખરીદી શકો છો. બંનેની કિંમતમાં માત્ર ત્રણ હજાર રૂપિયાનો તફાવત છે. ચાલો જાણીએ iPhone 14 પર ઉપલબ્ધ ઑફર્સની વિગતો.iPhone 14 કેટલા રૂપિયામાં મળશે?આ સ્માર્ટફોન હાલમાં ફ્લિપકાર્ટ પર 68,999 રૂપિયાની કિંમતે લિસ્ટેડ છે. એટલે…

Read More

જુનાગઢ એસટી વિભાગ દ્વારા પોરબંદર જિલ્લાને માધવપુર મેળા માટે 100 જેટલી બસોની ફાળવણી કરવામાં આવી છે આ બસનો કબજો નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સોંપી દેવાયો છે આ અંગે મળતી વિગત મુજબ માધવપુર ઘેડ ખાતે પાંચ દિવસ લોકમેળાનું પ્રારંભ થઈ ગયો છે પ્રથમ વખત આ મેળામાં શ્રદ્ધાળુને ફ્રી માં લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન થયું છે જે અંતર્ગત મેળા માટે અનેક જિલ્લામાંથી બસ મંગાવાઇ રહી છે જુનાગઢ એસટી વિભાગમાંથી માધવપુરના મેળા માટે પોરબંદર જિલ્લાને 100 બસની ફાળવણી કરવામાં આવી છે આમાં પોરબંદર ડેપોની 25 ઉપલેટા ડેપોની 10 માંગરોળ ડેપોની 10 જૂનાગઢ ડેપોની 15 ધોરાજી ડેપોની 10 કેશોદ ડેપોની 10…

Read More

જૂનાગઢના એક અરજદાર કે જેનું નામ કાંતિલાલ છે તેની પાસે રૂપિયા 23,000 ની લોનની વસુલાત માટે કોર્ટમાં ચેક રિટર્ન કેસ હારી ગયા પછી સિવિલ દાવો પણ રદ થઈ ગયો હોવા છતાં તેની પાસે ખોટી વસુલાત કરવા નોટિસનો મારો ચાલુ રાખવામાં આવ્યો છે જોકે 12 વર્ષ વીતી ગયા પછીનું લેણું વસૂલત અને પાત્ર નથી તેઓ એક નિયમ પણ છે બીજી બાજુ સરકાર જેની સામે વ્યાજખોરની ના કારણે આંકડા પાણીએ છે તેવા વ્યાજખોરો તત્વો કરતા પણ અનેક ગણું વ્યાજ વસૂલવાની નોટિસ જુનાગઢ માં ચર્ચાનો વિષય બની છે આ પ્રકારે કરજદાર કાંતિલાલ સામે જ જે તે સમયે કેશોદ સોસાયટી ચેક દાખલ કર્યો હતો…

Read More

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથુરણ ગામે આવેલ ૩૦૦ વર્ષ જૂની ઐતિહાસિક વાવ આજે પણ લોકો માટે ઉપયોગી છે. ગ્રામજનો માટે ઐતિહાસિક વાવ આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. આજે પણ આ વાવનું પાણી ખૂબ જ ઠંડુ અને મીઠું છે ત્યારે ઐતિહાસિક ધરોહર એવી વાવની જાળવણી થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.હથુરણ ગામે આવેલ ઐતિહાસિક વાવ ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વાવના માત્ર પાંચ દાદર ઉતારીને ગ્રામજનો શીતળ અને મીઠું પાણી મેળવી રહ્યા છે. ગ્રામજનોને આ પૌરાણિક વાવના પાણીની જ આદત પડી ગઈ છે. આજે પણ રોજ સવારે ગામની મહિલાઓની વાવના પાણી માટે કતારો લાગે છે,ત્યારે આ વાવ નષ્ટ નહી…

Read More