અમદાવાદના લાંભા વોર્ડના મહિલા કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના ડેપ્યુટી ચેરમેન ડો.ચાંદની પટેલના પતિ તેજસ પટેલે આમ આમ આદમી પાર્ટીના વોર્ડ મહામંત્રી ઉમેશ પટેલને માર માર્યો હોવાની લેખિત ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં કરી છે. તને બહુ ચરબી ચડી છે એમ કહી તેજસ પટેલે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. નારોલ પોલીસે આ મામલે લેખિતમાં ફરીયાદ લીધી છે. અગાઉ પણ તેજસ પટેલ સાથે બોલાચાલીની ઘટના બની હતી નારોલના શાહવાડી ગામમાં પટેલ વાસમાં રહેતા અને આમ આદમી પાર્ટીમાં લાંભા વોર્ડના મહામંત્રી ઉમેશ પટેલે જણાવ્યું હતું કે, હું મોડી રાતે ઘરે જતો હતો ત્યારે તેજસ પટેલે તને બહુ ચરબી ચડી ગઈ છે એમ…
કવિ: satyadaydesknews
Paytmથી પેમેન્ટ કરીને નકલી મેસેજ બતાવી વેપારીઓને ઠગતા ભેજાબાજ ઠગોની ઝોન-2 એલસીબી દ્વારા એક સપ્તાહ પહેલાં જ ધરપકડ કરાઈ છે. આરોપીઓ અનાજ અને કરિયાણાની દુકાનના વેપારીઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના ખોટા મેસેજો આપીને કરિયાણાની ચીજવસ્તુઓ ખરીદી કરતા હતા, પરંતુ હજી પણ વેપારીઓને છેતરવા માટે સાયબર ગઠિયા અવનવી યુક્તિ અપવાની રહ્યા છે. હવે અમદાવાદમાં શાહપુરમાં પાનના ગલ્લાના વેપારી પાસે પાન મસાલા તથા બિસ્કિટનાં પેકેટો સહિતની 3 હજાર રૂપિયાની ખરીદી કર્યા બાદ આરોપી બેન્ક જેવો જ ખોટો Paytm મેસેજ કરીને માલસામાન લઇને જતો રહ્યો હતો. આ બનાવ અંગે શાહપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માધુપુરા, ખાનપુર, લાલદરવાજા બાદ શાહપુના વેપારી સાથે…
અમદાવાદ શહેર માં છેલ્લા ઘણા દિવસોથી ગરીબોને મળતા રેશનિંગ ના અનાજ નો કાળોકારોબાર ચાલી રહો હોવા છતાં પણ સરકાર અને એફ.સી.આઈ. ના અધિકારીઓ દ્વારા ઠોસ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની અનેક વાતો સામે આવી રહી છે અને આ અનાજ માફિયાઓને કાયદાનો કોઈ જ પ્રકાર નો ડર ન હોય તેવી રીતે બિન્દાશ ધંધો કરી રહ્યા છે. વાત કરવામાં આવે અમદાવાદના જુહાપુરાની તો અમદાવાદના જુહાપુરામાં રહેતો અય્યુબ કેરોસીન ના નામથી પ્રચલિત અય્યુબ અઠ્ઠો કે જે પાલડી વાસણા સહીત ની સસ્તા અનાજની અનેક દુકાનોમાં આવતો સરકારી અનાજ નો જથ્થો એફ.સી.આઈ. ની ઓફિસ શાહીબાગ થી નીકળી સીધો જ અય્યુબ કેરોસીનના ગોડાઉન ઉપર ખાલી કરવામાં…
રાજ્યમાં GPSCની વર્ગ-1 અને વર્ગ-2ની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 224 જગ્યાઓ માટે 962 ઉમેદવારો પાસ થયાં છે. હવે આ પાસ થયેલા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ 25 નવેમ્બરથી લેવામાં આવશે. GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરીને માહિતી આપી છે. વ્યવસ્થાપક મદદનીશ નિયામક વર્ગ-2ની 06, નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1ની 13, વહીવટી અધિકારી મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા વર્ગ-2ની 06, આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.) વર્ગ-2ની 01, પ્રવર ઔષધ નિરીક્ષક વર્ગ -2 (ખાસ ભરતી)ની 03, GMCમાં જુનિયર ટાઉન પ્લાનર વર્ગ -2ની 01 તથા પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ-3ની 02 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આમ બંને મળીને…
ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષ થી કોરોના વાયરસની મહામારી ને પગલે અનેક વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ જવા પામ્યા હતા અને અનેક લોકોના તો ધંધા રોજગાર બંધ પણ થઈ ગયા હતા.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ GST ભરવા ની મુદતમાં વધારો પણ કરવામાં આવ્યો હતો પરંતુ ઘણા બે નંબરી વેપારીઓ GST ન ભરવા ને લઈ ને GST વિભાગ દ્વારા અનેક રેડો પણ કરવામાં આવી હતી. આજે આપણે વાત કરીએ તો GST વિભાગમાં છાના ખૂણે અને વેપારી આલમમાં ચોરે ને ચોંટે થઈ રહેલી ચર્ચા મુજબ અમદાવાદ ના એક એવા ટેક્સ કન્સલ્ટન્ટ કે જેમનું નામ છે અમરીશ દવે અને ઉજવલ દવે…
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમય થી ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા દારૂ જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ ને ડામવા માટે ની સૂચના આપી દેવામાં આવી છે પરંતુ અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બુટલેગરો જુગારીઓ અને સ્પા સંચાલકો એટલી હદે બેફામ બન્યા છે કે પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર મયુર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં દેશી અને અંગ્રેજી દારૂની તો રેલમછેલ થાય છે કારણકે જાણો આનંદનગર વિસ્તારમાં કેટલા છે દેશી અને અંગ્રેજી દારૂના અડ્ડા 1. સંજય ઠાકોર નામનો શખ્સ ગોપાલ આવાસ યોજના હેઠળના મકાનમાં ખુલ્લેઆમ અંગ્રેજી દારૂ નું વેચાણ…
આવતીકાલે ગુજરાત કોંગ્રેસનું માળખું બદલવા માટે થઈ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતના સિનિયર નેતાઓને દિલ્હી નું તેંડુ આપ્યું હતું અને આવતીકાલે રાહુલ ગાંધીના નિવાસ્થાને એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની એક મિટિંગ થઈ હતી જેમાં પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા તથા પ્રજા વચ્ચે જ રહેનારા નેતા જગદીશ ઠાકોર ના નામ ઉપર 90 ટકા લોકોએ સર્વ સમતી દર્શાવી હતી કે જેમાં જગદીશ ઠાકોર ને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તો નવાઈ નહીં. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિક પટેલ ની મનમાની થી કોંગ્રેસ ના કાર્યકરો અને અનેક…
ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષ થી કોરોના વાયરસની મહામારી ને પગલે અનેક વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ જવા પામ્યા હતા અને અનેક લોકોના તો ધંધા રોજગાર બંધ પણ થઈ ગયા હતા.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ GST ભરવા ની મુદતમાં વધારો પણ કરવામાં આવ્યો હતો પરંતુ ઘણા બે નંબરી વેપારીઓ GST ન ભરવા ને લઈ ને GST વિભાગ દ્વારા અનેક રેડો પણ કરવામાં આવી હતી. આજે આપણે વાત કરીએ તો અમદાવાદ ના એક એવા ટેક્સ કન્સલ્ટન્ટ કે જેમનું નામ છે અમરીશ દવે જે એવું કામ કરી રહ્યા છે કે જે વેપારીઓ ને GST ના ભરવો હોય કે GST ભરવામાં…
શરદ પૂનમનું મહત્વ પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ.. ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે. પ્રાચીનકાળથી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે. આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. રાત્રે 12 વાગે થનારી આ અમૃત…
અમદાવાદ શહેરમાં આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી દારૂ,જુગાર,ડ્રગ્સ બીજા અનેક નશીલા પદાર્થો વેચવા એ નવાઈ નથી રહી કારણકે અમદાવાદ શહેરમાં ઠેરઠેર દેશી અને અંગ્રેજી દારૂના અડ્ડાઓ પુરજોશ માં ચાલી રહ્યા હોવાના અનેક વિડિઓ સામે આવ્યા છે અને તેમ છતાં પણ ગુજરાત રાજ્યના ડીજીપી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા કોઈ પણ પ્રકારની ઠોસ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ બુટલેગરો દ્વારા પોલીસ અને પત્રકારો ઉપર છાશવારે હુમલા કરતા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. આજે અમદાવાદ શહેરની એક એવી વાત આવી છે કે જે જાણી ને આપ પણ ચોંકી ઉઠશો કે શું આ અમદાવાદ જ છે ને !…